A student was raped by a religious youth
- વડોદરા શહેરમાં ફરી એક વખત લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. એમ.કોમ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેના કોલેજ મિત્રએ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું.
યુવતીઓને પ્રેમજાળમાં (love trap) ફસાવીને દુષ્કર્મના (Of misdeeds) અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. વડોદરામાં તાજેતરમાં એક વિધર્મી યુવકે કરોડપતિ બિલ્ડરની પુત્રીની જિંદગી ઝેર કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ જ કડીમાં હવે વડોદરામાં (Vadodara) એક વિધર્મી યુવકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ (Vadodara rape case) આચર્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ કેસમાં પોલીસ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં યુવતી એમ.કોમનો અભ્યાસ (M.Com student) કરી રહી છે જ્યારે આરોપી યુવક સીએ (CA student)નો અભ્યાસ કરી રહ્યો છે.
કોલેજમાં પ્રેમ પ્રાંગર્યો હતો :
આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી અને આરોપી યુવક કોલેજ વખતના મિત્રો છે. બંને વચ્ચે કોલેજમાં અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયા હતા. મે-2022 દરમિયાન યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે ફરિયાદ થતા પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે. પોલીસ તપાસ પ્રમાણે યુવક અને યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા.
જુઓ વિડીયો :- અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું
ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું :
પોલીસ ફરિયાદ પ્રમાણે આરોપી યુવકે પ્રેમ સંબંધનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ગત માર્ચથી મે મહિના દરમિયાન આરોપી યુવક યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ફોટો અને વીડિયો વાયરલ થઈ જવાના ડરે યુવતી ખૂબ ડરી ગઈ હતી. જોકે, સતત ધમકીઓથી કંટાળીને યુવતીએ આખરે આ મામલે પરિવારને જાણ કરી હતી. બાદમાં પરિવારની મદદથી યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે કરજણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો –
- નકલી ક્રિકેટ લીગ મામલો, સટ્ટાબાજી કરી કરોડોનો માલિક બની ગયો અશોક ચૌધરી
- જાણો કોણ છે કેમી બેડનોચ જેમણે ભારતીય મૂળનાં ઋષિ સુનકને બ્રિટનની ચૂંટણીમાં ચોથા સ્થાન પર ધકેલ્યા