Home Blog Page 1373

ગુજરાત પોલીસની મહત્વની સેવા બનશે ઓનલાઇન, જાણો વાહન કે મોબાઇલ ચોરીમાં e-FIR સેવા કેવી રીતે કામ કરશે ?

0

An important service of Gujarat

  • આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય.

મોબાઈલ જેવી ચોરીમાં હવે સામાન્ય નાગરિકોએ પોલીસ સ્ટેશન (Police station)ના ધક્કા ખાવા પડશે નહીં. કારણ કે ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યના નાગરિકોને વાહન ચોરી (Vehicle theft complaint) અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ (Mobile theft complaint) નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે.

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને રાજ્યના ગૃહમંત્રી તરીકે અમિત શાહ હતા ત્યારે તેઓએ એક સ્વપ્ન જોયું હતુ કે, ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને. તે જ આશયથી આશયથી રાજ્યમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.

હર્ષ સંઘવીએ FIR સેવાઓની વિગતો આપતાં કહ્યું હતું  કે, FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરિયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે, જેથી ફરિયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે. આ રીતે e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકોને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવાની જરૂર નહીં રહે.

e-FIR પ્રથા કેવી રીતે કામ કરશે ?

● e-FIRની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIRની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.

● ફરિયાદીએ સિટિઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.

● બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.

● પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

● તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે.

● ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.

● સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો 72 કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીઓને કરવામાં આવશે.

● આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનિંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

● આ ઉપરાંત e-FIR અંગે 120૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો –

Virat Kohli : ભજન-કિર્તનમાં પહોંચ્યો વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા સાથેની તસવીર સામે આવી

0

Virat Kohli arrives at Bhajan-Kirtan

  • વિરાટ કોહલી આ દિવસોમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા અઢી વર્ષથી તે સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલીનો આ ખરાબ સમય ઈંગ્લેન્ડમાં પણ તેનો પીછો છોડતો નથી. આ જ કારણ છે કે હવે વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા હાલ ભગવાનની શરણમાં પહોંચી ગયા છે.

તમને જણાવી દઇએ કે વિરાટ કોહલી (Virat Kohli) હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ છે. બંને લંડનમાં ભજન-કિર્તનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં પહોંચેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો પણ સામે આવી છે.

લંડનમાં યોજાયેલ ભજન-કીર્તન કાર્યક્રમમાં પત્ની અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી પણ પહોંચ્યો. આ ભજન-કીર્તનનું આયોજન અમેરિકાના પ્રખ્યાત ગાયક કૃષ્ણ દાસ (Krushna Das) દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ ભક્તિ ગીતો માટે જાણીતા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ તેમના કીર્તનમાં હાજરી આપવા આવ્યા હતા. કૃષ્ણ દાસના શિષ્યોમાંથી એક હનુમાન દાસે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યા છે.

વિરાટ કોહલી 2.5 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી :

હનુમાન દાસની આ પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ભજન-કીર્તનના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ લંડનમાં યુનિયન ચેપલ ખાતે યોજાયો હતો. આ ભજન-કીર્તનનું 14 અને 15 જુલાઈ એમ બે દિવસનું આયોજન થયું હતું.

ક્રિકેટમાં અડધી સદીની વાત કરીએ તો વિરાટ કોહલીએ છેલ્લી અડધી સદી 18 ફેબ્રુઆરી 2022ના રોજ બનાવી હતી. ત્યાર બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે જ ટી20 મેચમાં અડધી સદી ફટકારી હતી. સંયોગની વાત છે કે આ મેચ પણ કોલકાતામાં જ થઈ હતી. ત્યારથી વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં પચાસ રન પણ ફટકારી શક્યો નથી.

આ પણ વાંચો –

લુલુ મોલ બાદ હવે પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર પઢવામાં આવી નમાઝ, બાળકો પણ સામેલ, જાણો સમગ્ર મામલો

0

After Lulu Mall, Namaz was offered

  • સાર્વજનિક સ્થળોએ પ્રાર્થનાની વાત છે કે તે શાંત થવાનું નામ નથી લઈ રહી. અગાઉ કેટલાક લોકોએ લખનૌના લુલુ મોલમાં નમાઝ અદા કરીને દેશભરમાં વિવાદ સર્જ્યો હતો, હવે યુપીમાંથી વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક લોકો પ્રયાગરાજ જંક્શન પર નમાઝ અદા કરતા જોવા મળે છે.

સાર્વજનિક સ્થળોએ (public places) પ્રાર્થનાની વાત છે કે તે શાંત થવાનું નામ નથી લઈ રહી. આ પહેલા લખનૌના લુલુ મોલમાં (Lulu Mall) કેટલાક લોકોએ નમાઝ અદા કરીને સમગ્ર રાજ્યમાં વિવાદ સર્જ્યો હતો. હવે યુપીમાંથી જ એક અન્ય વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો પ્રયાગરાજ જંક્શન (Prayagraj Junction) પર નમાઝ અદા કરતા જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ લોકોએ પ્રયાગરાજ રેલવે સ્ટેશનના (Prayagraj Railway Station) પ્લેટફોર્મ નંબર એક પર બનેલા વેઇટિંગ રૂમમાં નમાઝ અદા કરી હતી. નમાઝ દરમિયાન કોઈએ વીડિયો બનાવ્યો છે અને હવે તે સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ ગયો છે.

શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં, બચપન બચાવો આંદોલન સંસ્થાએ આરપીએફ પ્રયાગરાજને માહિતી આપી હતી કે ન્યૂ જલપાઈગુડીથી જતી મહાનંદા એક્સપ્રેસમાં કેટલાક સગીર બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે અને એવી શંકા છે કે તેમની માનવ તસ્કરી થઈ રહી છે. માહિતી મળતાની સાથે જ આરપીએફએ 15 સગીર બાળકો સહિત 6 વધુ લોકોને ટ્રેનમાંથી ઉતાર્યા અને પૂછપરછ માટે લઈ ગયા. આ દરમિયાન તેને પ્લેટફોર્મ નંબર એકના વેઈટિંગ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જો કે, સાંજે 7 વાગ્યાની આસપાસ, તેઓએ તે જ પબ્લિક વેઇટિંગ રૂમમાં નમાઝ અદા કરવાનું શરૂ કર્યું.

જુઓ સંપુર્ણ વિડિયો :-  સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

હદ તો ત્યારે થઈ જ્યારે ત્યાં ઉભેલા સુરક્ષાકર્મીઓ જ્યારે મદરેસાના શિક્ષક અબ્દુલ રબ અને તેના સાથીઓને જાહેર સ્થળે નમાજ અદા કરતા જોયા ત્યારે તેઓ મૂક પ્રેક્ષક બનીને રહ્યા. નમાજ દરમિયાન જીઆરપી અને આરપીએફના જવાનો અને ઈન્સ્પેક્ટર ત્યાં હાજર હતા અને તેઓએ તેમને રોક્યા નહીં.

બાળકોને ખબર નથી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે ?

જ્યારે બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ ડો.અખિલેશ મિશ્રા અને સભ્ય આકાંક્ષા સોનકરે સમગ્ર મામલાની પૂછપરછ કરી અને બાળકો ક્યાં જઈ રહ્યા છે તે જાણવા માંગ્યું તો બાળકો પાસે કોઈ ચોક્કસ જવાબ નહોતો. મદરસા શિક્ષક અબ્દુલ રબ સાથે કુલ 15 સગીર બાળકો હતા, જેમને સુલતાનપુર ઘોષના જામિયા દરે અકરમ મોહમ્મદપુર ગૌંટી મદરેસામાં લઈ જવામાં આવી રહ્યા છે. જો કે, આ 15માંથી 6 એવા બાળકો છે જેમને મજૂરી માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યા હતા. આ બાળકોમાં મોટાભાગના બિહારના છે. જેમની ઉંમર 8 થી 11 વર્ષની આસપાસ છે.

આ પણ વાંચો –

 

 

આજે વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, ગબ્બર કરશે કપ્તાની, આ ખેલાડીઓનાં રમવા અંગે સસ્પેન્સ

0

Team India will play the first ODI

  • વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ દિવસની વનડે મેચની શરૂઆત આજે થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન આ વખતે શિખર ધવનના હાથમાં. વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો.

ભારતીય ટીમ (Indian team) વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે ત્રણ દિવસની વનડે મેચની આજે શરૂઆત થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન આ વખતે શિખર ધવનના (Shikhar Dhawan) હાથમાં સોંપવામાં આવી છે. સાથે જ વાઇસ કેપ્ટનની જવાબદારી રવીન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) સોંપવામાં આવી છે. જો કે ભારતીય ટીમ છેલ્લા 16 વર્ષોમાં એક પણ વન ડે સિરીજ વેસ્ટ ઈન્ડિઝ સામે હારી નથી. આ વખતે પણ શિખર ધવનની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ સિરીજ જીતવા ઇચ્છશે અને કેપ્ટન શિખર ધવન પણ સિરિજને જીતવાની પૂરી કોશિશ કરશે.

આ સાથે જ ટીમ ઈન્ડિયા આ સિરીજમાં ઘણા નવા પ્લેયરને રમવાનો ચાન્સ આપી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. એવામાં કેપ્ટન શિખર ધવન સાથે ઓપનિંગ કરવાનો મોકો ઇશાન કિશનને મળી શકે છે. હાલ ઇશાન ઘણા શાનદાર ફૉર્મમાં ચાલી રહ્યા છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલીની જગ્યા એ શ્રેયસ અય્યરને મોકો મળી શકે છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

નંબર ચાર પર સૂર્યકુમારની જગ્યા નક્કી રહેશે એવું લાગી રહ્યું છે. સૂર્યકુમારે ઈંગ્લેન્ડ સામે શાનદાર સતક લગાવીને ટીમ ઇન્ડિયામાં સારી જગ્યા બનવી લીધી હતી. પાંચમા નંબર પર વિકેટકીપરની જવાબદારી નિભાવતાસંજુ સેમસનને જગ્યા મળી શકે છે. છઠ્ઠા નંબર પર દિપક હુડ્ડાને મોકો મળી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી નહીં રમી શકે, એવામાં એમની જગ્યા મોહમ્મદ સિરાજ અને પ્રસિધ્ધ કૃષ્ણાને મોકો મળી શકે છે. સાથે જ શિખર ધવન આઈપીએલના સુપરસ્ટાર અર્શદીપ સિંહનું ડેબ્યૂ કરાવી શકે છે. એ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ભૂમિકા નિભાવતા નજર આવી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન :

શિખર ધવન (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, પ્રશાંત કૃષ્ણા, અર્શદીપ સિંહ.

આ પણ વાંચો –

 

ડુંગળી આ વર્ષે નહીં રડાવે, ભાવને અંકુશમાં રાખવા સરકારે બનાવી યોજના

0

Onion will not cry this year

  • આ વર્ષે સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે એક ખાસ યોજના બનાવી છે, જેને કારણે ડુંગળીના ભાવ આ વર્ષે ગૃહિણીઓને રડાવશે નહીં.

બેફામ મોંઘવારીના (Rampant inflation) સમયમાં ડુંગળીના (onion) ભાવને અંકુશમાં રાખવા માટે સરકાર સજ્જ છે. રિટેલ બજારમાં (Retail market) ભાવ વધુ ઉંચે જાય નહીં તે માટે સરકારે પોતાની પાસે રહેલા ડુંગળીના બફર સ્ટોકનો જથ્થો ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે બજારમાં ઠાલવશે એવું ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ (Ashwini Kumar Choubey) જણાવ્યું છે.

મંત્રીએ જણાવ્યુ કે, સંસદમાં જણાવ્યુ ક, ડુંગળીના રવી પાકની ખરીદી કરીને વર્ષ 2022-23માં 2.50 લાખ ટનનો બફર સ્ટોક ઉભો કરાયો છે. આ બફર સ્ટોકમાંથી ડુંગળીનો જથ્થો આગામી ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન તબક્કાવાર આવશ્યકતા અનુસાર બજારમાં ઠાલવવામાં આવશે, જેથી ભાવને અંકુશમાં રાખી શકાય.

જુઓ સંપુર્ણ વિડિયો :-  સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

ક્રૂડ ઓઇલ, વિવિધ કોમોડિટી અને ખાદ્યચીજોના ભાવ અતિશય ઉંચા રહેવાને કારણે ભારતમાં રિટેલ ફુગાવો સતત સાતમાં મહિને રિઝર્વ બેન્કની ઉપલી મર્યાદા કરતા ઉંચો રહ્યો છે. ભારતમાં ડુંગળી એ રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ કોડિટી છે અને તેના ભાવ વધતા આર્થિક –રાજકીય ઉંડી અસર થતી હોય છે. ડુંગળી ઉપરાંત સરકાર કઠોળનો પર બફર સ્ટોક ઉભો કરે છે. ભારતમાં સામાન્ય રીતે દર વર્ષે સપ્ટેમ્બરથી ડુંગળીના ભાવ ધીમી ગતિએ વધવાના શરૂ થઇ જાય છે.

સરકાર ખેડૂતો પાસેથી 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી બફર સ્ટોક બનાવ્યો છે, જે પાછલા વર્ષ કરતા 50 હજાર ટન વધારે છે. સરકારી આંકડા મુજબ દેશમાં નાણાંકીય વર્ષ 2021-22માં 3.17 કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થયાન અંદાજ છે જ્યારે તેની પૂર્વેના વર્ષે 2.66 કરોડ ટન પાક થયો હતો.

આ પણ વાંચો –

ખાખીનો ડર ગાયબ ? ગુજરાતમાં 7 દિવસમાં પોલીસ પર હુમલાની ત્રણ ઘટનાઓ, આજે ગઢડામાં બુટલેગરે ASI પર હુમલો કર્યો

0

Fear of Khakhi disappeared

  • દારૂની રેડ કરતા મહિલા બુટલેગર શારદા વાઘેલાએ મહિલા ASI પર કર્યો હુમલો, પોલીસે કરી ધરપકડ.

ગુજરાતમાં (Gujarat) બુટલેગરો અને ખનન માફિયા (Bootleggers and the mining mafia) બેફામ થયા છે. છેલ્લા 1 સપ્તાહમાં પોલીસ પર હુમલાની ત્રણ ઘટનાઓ બનતા ખળભળાટ મચ્યો છે. વડોદરા અને બોરસદ બાદ બોટાદના ગઢડામાં (Gadda of Botad) પોલીસની કાર્યવાહીથી ડરી પોલીસ હુમલાની ઘટના ઘટી છે. ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં મહિલા ASI દારૂની રેડ કરવા ગયા હતા જે દરમિયાન મહિલા બુટલેગર શારદા વાઘેલા સાગરીતો સાથે મહિલા ASI પર હલ્લાબૉલ કરી દીધો હતો. જો કે પોલીસે પણ સામે અન્ય ફોર્સ બોલાવી પ્રતિકાર કર્યો હતો. હાલ તો બેફામ દારૂના અડ્ડાઓ (Liquor hangout) ચલાવતી મહિલા બુટલેગર શારદા વાઘેલાની પોલીસે ધરપકડ કરી જરુંરી કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

વડોદરામાં પોલીસવાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ :

વડોદરામાં પણ પોલીસ પર હુમલાનો બનાવ પ્રકાસમાં આવ્યો છે. ચોરીનો સામાન ભરેલા ટ્રક અંગે પોલીસને જાણ થતાં પોલીસે ટ્રકને રોકવા પ્રયાસો કર્યા હતા. આથી પરિસ્થતિ પારખી ટ્રકના ચાલકે પોલીસ વાન પર ટ્રક ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પદમલા બ્રિજ નજીકની આ ઘટનાને લઈને ડ્રાઇવરની સમયસૂચકતાથી આરોપીઓનું આ કૃત્ય નિષ્ફળ નિવડ્યું હતું. પોલીસવાનમાં ASI, કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સહિતના કર્મચારીઓ સવાર હતા.નંદેસરી પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલ ટ્રક ચાલક યુનુસ રમજાની અને મોસીન મીઠાની ધરપકડ કરી છે. આ ઘટનામાં ટ્રકમાં સવાર અન્ય 3 આરોપી ફરાર થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બોરસદમાં પોલીસ જવાન પર ટ્રક ચડાવાય હતી :

મહત્વનું છે કે, હરિયાણા, ઝારખંડ બાદ 20જુલાઇના રોજ બોરસદમાં પણ પોલીસ પર જીવલેણ હુમલો થયો હતો. એક પોલીસ જવાન ઉપર આણંદ ચોકડી પર ડ્યુટી દરમ્યાન  ભરૂચથી કેમિકલના દાણા ભરી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમ્યાન પોલીસ જવાન ટ્રકચાલકે હુમલો કર્યો હતો. ટ્રક ઊભી ન  રહેતા પોલીસ જવાને પોતાની કારથી ટ્રકનો પીછો કર્યો હતો. દરમ્યાન કારની નીચે ઉતરવા જતા ટ્રક ચાલકે ટ્રક જવાન ઉપર ચડાવી ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.જેમાં પોલીસ જવાનનું મૃત્યુ થયું હતું. જો કે, બાદમાં આરોપી ટ્રક ચાલક ગોપી રામ મિણાને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં અકસ્માત સર્જનાર ટ્રકચાલકે બ્રેક ન લાગી હોવાનો દાવો કર્યો હતો. ટ્રાન્સપોર્ટ માલિકે પણ બ્રેક ન લાગ્યાનું રટણ કર્યું હતું.

આ પણ વાંચો –

નીરજ ચોપરા અને રોહિત યાદવ ફાઇનલમાં પ્રવેશ્યા, જાણો ક્યારે થશે મેડલ માટે સ્પર્ધા

Neeraj Chopra and Rohit Yadav

  • ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાને આજની મેચમાં પણ કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.

નીરજ ચોપરા (Neeraj Chopra) જેણે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારત માટે ભાલા ફેંક સ્પર્ધામાં (Javelin Throwing Competition) ગોલ્ડ જીત્યો હતો, તેણે તે કર્યું જે તે માટે જાણીતું છે અને તેની અપેક્ષા રાખવામાં આવી હતી. નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપના (World Athletics Championships) ક્વોલિફાઈંગ રાઉન્ડમાં તેના પહેલા જ પ્રયાસમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નીરજ ચોપરાને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યો હતો અને તે આ વર્ષની સ્પર્ધામાં ફાઇનલમાં ક્વોલિફાય (Qualify to the finals) થનાર પ્રથમ એથ્લેટ બન્યો છે. નીરજ ચોપરાએ પહેલી જ વારમાં 88.39 મીટરનો થ્રો કર્યો હતો. ફાઇનલમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછું 83.50 મીટર ફેંકવું જરૂરી હતું જે તેણે પાર કર્યું. હવે તે ફાઇનલમાં મેડલ માટે અન્ય એથ્લેટ સાથે સ્પર્ધા કરતો જોવા મળશે.

નીરજ ચોપરા ભારતીય સમય અનુસાર સવારે 7.05 વાગ્યે ફાઇનલમાં મેદાનમાં ઉતરશે અને સમગ્ર દેશ તેની પાસેથી ભારત માટે ગોલ્ડ મેડલ લાવશે તેવી અપેક્ષા રાખશે. આ પહેલીવાર છે જ્યારે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અગાઉ તેઓએ અન્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતુ પછી તેઓ ફાઇનલમાં જગ્યા બનાવી શક્યા ન હતા. આ પછી,કોણીની ઈજાને કારણે તે છેલ્લી સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હતો.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

પહેલા જ થ્રોમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો :

ટોક્યો ઓલિમ્પિકની ફાઈનલમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાને આજની મેચમાં પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં જવા માટે 86.65 મીટરનો થ્રો કર્યો હતો. શુક્રવારે સવારે તેનો 88-પ્લસ થ્રો તેના 89.94 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડથી દોઢ મીટર ઓછો હતો, જેનો અર્થ છે કે તે તેનાથી માત્ર ઓછો પડ્યો હતો. જોકે, એવી અપેક્ષા રાખવી જોઈએ કે જ્યારે તે ફાઇનલમાં મેદાનમાં ઉતરશે ત્યારે તે 90 મીટર ફેંકશે, જે તે અત્યાર સુધી કરી શક્યો નથી.ચેક રિપબ્લિકના જેકોબ વાડલેજચ પ્રથમ રાઉન્ડમાં 85.23 મીટરના થ્રો સાથે ફાઇનલમાં પ્રથમ થ્રોઅર હતા. આ પછી નીરજ ચોપરાનો નંબર આવ્યો.

રોહિત યાદવે પણ ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું :

નીરજ ચોપરા બાદ ભારતના રોહિત યાદવે પણ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. જો કે રોહિત યાદવ માત્ર 77.32 મીટર જ થ્રો કરી શક્યો હતો. પરંતુ બાકીના એથ્લેટે તેનાથી પણ ઓછો થ્રો કર્યો હતો, તેથી તે ટોપ 12માં પ્રવેશી ગયો હતો. રોહિત યાદવનો 11મો નંબર આવી ગયો છે. જ્યારે નીરજ ચોપરાને ગ્રુપ Aમાં અને રોહિત યાદવને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યો હતો. હવે રવિવારે ભારતના માત્ર બે ખેલાડીઓ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો –

‘મનીષ સિસોદિયાની ધરપકડ થવાની છે’, CM અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર લગાવ્યો આરોપ , જાણો શું છે સમગ્ર મામલો 

0

Manish Sisodia to be arrested

  • દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ગંભીર આરોપ લગાવ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે.

દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ગંભીર આરોપ લગાવ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની (Deputy CM Manish Sisodia) ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. તેની સામે ષડયંત્ર રચાયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયાને (Manish Sisodia) બળજબરીથી ફસાવવાનું ષડયંત્ર છે. થોડા દિવસોમાં સીબીઆઈ મનીષ સિસોદિયાની ધરપકડ કરવા જઈ રહી છે. મેં આ વિશે 3-4 મહિના પહેલા કહ્યું હતું.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે આ લોકો મનીષની ધરપકડ કરવા જઈ રહ્યા છે. હવે આપણા દેશની અંદર એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પહેલા નક્કી કરવામાં આવે છે કે કયા વ્યક્તિને જેલમાં મોકલવો. ત્યારપછી તેની સામે બનાવટી ખોટો કેસ કરવામાં આવે છે અને તેને બળજબરીથી જેલમાં મોકલી દેવામાં આવે છે. મેં તપાસ કરી આખો કેસ સાવ ખોટો છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

સીએમ કેજરીવાલે કહ્યું કે હું મનીષ સિસોદિયાને 22 વર્ષ પહેલા વર્ષ 2000માં પહેલીવાર મળ્યો હતો, ત્યારથી હું તેમને ઓળખું છું. મનીષ એક કટ્ટર ઈમાનદાર માણસ છે. તે એક કટ્ટર દેશભક્ત માણસ છે. છેલ્લા 75 વર્ષથી તમામ સરકારોએ સરકારી શાળાઓની હાલત ખરાબ હતી. સરકારી શાળાઓમાં ભણતા કરોડો બાળકોનું ભવિષ્ય અંધકારમય હતું. દિલ્હીમાં જ્યારે પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બની અને મનીષ સિસોદિયા શિક્ષણ મંત્રી બન્યા ત્યારે તેમણે સરકારી શાળાઓને તેજસ્વી બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી હતી.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમારે જેલથી ડરવું જ જોઈએ. તમે સાવરકરના સંતાનો છો, જેમણે અંગ્રેજોની માફી માંગી હતી. અમે જેલથી ડરતા નથી. અમે ભગતસિંહને અમારો આદર્શ માનીએ છીએ જેમણે અંગ્રેજો સામે ઝૂકવાની ના પાડી અને પોતાને ફાંસી આપી.

આ પણ વાંચો –

ભારતમાં નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ જ કેમ લે છે પદના શપથ ? ખાસ જાણો કારણ

0

Why does the new President

  • દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી. દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે કે નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લે છે. આ પરંપરા વિશે ખાસ જાણવા જેવું છે.

દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ (Draupadi Murmu) આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત (A historic win) મેળવી. દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે કે નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લે છે. આ પરંપરા વિશે ખાસ જાણવા જેવું છે.

આ અગાઉ હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તેમના પહેલાના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલે પણ 25 જુલાઈના રોજ શપથ લીધા હતા. આ બધા અગાઉ પણ જે રાષ્ટ્રપતિ (President) બન્યા તેમણે 25 જુલાઈના રોજ શપથ લીધી હતી. અત્યાર સુધીમાં દેશના કુલ 9 રાષ્ટ્રપતિઓએ 25 જુલાઈએ શપથ લીધી છે.

અત્રે જણાવવાનું કે ભારતમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને દર પાંચ વર્ષમાં એકવાર લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો મળીને રાષ્ટ્રપતિને ચૂંટી કાઢે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક ખાસ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરાય છે તે આપણે જાણ્યું.

રાષ્ટ્રપતિ પદના શપથ કેમ 25 જુલાઈએ લે છે :

સીધા શબ્દોમાં કહીએ તો તેની પાછળ કોઈ કારણ નથી. છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી અને ત્યારબાદ અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. અગાઉ જાણ્યું તેમ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. નીલમ સંજીવ રેડ્ડી, અને ત્યારબાદ અત્યાર સુધીના 7 રાષ્ટ્રપતિઓ એમ કુલ 8 રાષ્ટ્રપતિએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. આથી દર વખતે તેમનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થવાની સાથે જ 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લે છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પણ 24 જુલાઈએ પૂરો થવા જઈ રહ્યો છે. આથી આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે.

કયા રાષ્ટ્રપતિએ પહેલીવાર 25 જુલાઈએ લીધા શપથ :

દેશન છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે 25 જુલાઈએ શપથ લીધા. દેશમાં ઈમરજન્સી બાદ જ્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ ત્યારે પૂર્વમાં જનતા પાર્ટીના નેતા રહી ચૂકેલા નીલમ સંજીવ રેડ્ડી દેશના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા. તેમણે 25 જુલાઈ 1977ના રોજ દેશના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા.

કેટલા રાષ્ટ્રપતિઓએ 25 જુલાઈએ નથી લીધા શપથ :

અત્યાર સુધીમાં 5 રાષ્ટ્રપતિ એવા રહ્યા કે જેમણે 25 જુલાઈએ શપથ લીધા નથી. તેમાં સૌથી પહેલું નામ પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનું આવે છે. તેમણે 26 જાન્યુઆરી 1950ના રોજ પદના શપથ લીધા હતા અને અત્યાર સુધીમાં તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જેઓ એક કરતા વધુ કાર્યકાળ માટે ચૂંટાયા. દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને 13 મે 1962ના રોજ શપથ લીધા હતા. જ્યારે ઝાકિર હુસૈને 13 મે 1967ના રોજ ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ઝાકિર હુસૈનનું તેમના કાર્યકાળ દરમિયાન નિધન થયું હતું.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

ત્યારબાદ ચોથા રાષ્ટ્રપતિ વીવી ગિરીએ 24 ઓગસ્ટ 1969ના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. જ્યારે પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે 24 ઓગસ્ટ 1974ના રોજ શપથ લીધા. પાંચમા રાષ્ટ્રપતિનું પણ તેમના કાર્યકાળ દરમિયાન જ નિધન થયું હતું.

આ દરમિયાન ત્રણવાર એવું પણ બન્યું કે જ્યારે દેશમાં કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પહેલીવાર ત્યારે જ્યારે ઝાકિર હુસૈનનું નિધન થયું તો તે સમયે વીવી ગિરી 3 મે 1969ના રોજ 78 દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા. ત્યારબાદ 20 જુલાઈ 1969થી આગામી 35 દિવસ સુધી મોહમ્મદ હયાતુલ્લા કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના નિધન બાદ બીડી જત્તી પણ 11 ફેબ્રુઆરી 1977થી આગામી 164 દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા.

આ પણ વાંચો –

નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થાય એ ગૌરવની ઘટના, આપણાં સિંહને લોગોમાં મળ્યું સ્થાન: CM પટેલ

National Games hosted in Gujarat

  • ગુજરાતના આંગણે પ્રથમવાર નેશનલ ગેમ્સ સ્પર્ધાનું આયોજન, 36મી નેશનલ ગેમ્સના લોગોનું ગાંધીનગરમાં કરાયુ અનાવરણ

ગુજરાત (Gujarat) પહેલીવાર નેશનસ ગેમ્સનું (Nations Games) આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના 5 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022 ની ઈવેન્ટ ખાસ બની રહેશે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે ગાંધીનગર ખાતે 36મી નેશનલ ગેમ્સના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત માટે ગૌરવની ઘટના- સીએમ ભૂપેન્દ્ર પટેલ :

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે  આ ગુજરાત માટે ગૌરવની ઘટના છે. ભારતની સૌથી મોટી નેશનલ ગેમનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના સિંહોને નેશનલ ગેમના લોગોમાં સ્થાન મળ્યું છે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. 36 મી નેશનલ ગેમનું યજમાન ગુજરાત બન્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમનો પ્રારંભ થવાનો છે. છેલ્લી નેશનલ ગેમ કેરળમાં યોજાઇ હતી.

જુઓ સંપુર્ણ વિડિયો :-  સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયા- હર્ષ સંઘવી :

તો આ અંગે કાર્યક્રમમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયાના નારા સાથે દેશભરના અલગ અલગ રાજ્યના ખેલાડીઓ ગુજરાતમાં આવશે.  36મી નેશનલ ગેમ્સ અલગ જ નેશનલ ગેમ્સ સાબિત થશે. ઐતિહાસિક MOU અને લોગો લોન્ચિંગના આપડે સાક્ષી થયા છીએ. ગુજરાતના લોકોને ફાફડા-જલેબી અને ખમણ ઢોકળા કહીને બોલાવતા હતા પરંતુ હવે ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ટર ડેવલપ થયુ છે. 2002માં સ્પોર્ટ્સમાં અઢી કરોડનું બજેટ હતું અને આજે 2022માં અઢીસો કરોડનું બજેટ છે. સ્પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ગુજરાતમાં ડેવલોપિંગ થયું છે. અમદાવાદ,રાજકોટ જેવા શહેરોમાં સ્પોર્ટના વિકાસથી આયોજન શક્ય બન્યું છે.

27 સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સનું આયોજન :

મહત્વું છે કે ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ખુદ સીએમ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી. આગામી  27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થશે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. આ આયોજનને લઇને જ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં તેમ સીએમ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો –