Home Blog Page 1354

વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની ‘લસણ’ની જાહેરાત, ભડક્યા કિસાન સંગઠનો, નોંધાવ્યો વિરોધ

Advertisement of ‘Garlic’

  • જાહેરાતમાં એક મહિલા મોટા આકારના લસણની સાથે અને તેની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. મહિલા પર આરોપ છે કે તેણે આ જાહેરાત દ્વારા અશ્લીલતા ફેલાવી છે.

આ દિવસોમાં જાહેરાતને લઈને દુનિયાભરમાં વિરોધના સમાચાર સામે આવી રહ્યાં છે. પાછલા દિવસોમાં જ્યાં એક તરફ ઈરાનના (Iran) મૌલવીયોએ આઈસક્રીમ ખાતી એક મહિલાની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે દક્ષિણ કોરિયામાંથી (South Korea) એક એવી જાહેરાત સામે આવી છે જેના પર બબાલ મચી ગઈ છે. આ બધુ ત્યારે થયું જ્યારે એક મહિલાએ લસણની જાહેરાતમાં કંઈક એવું કર્યું કે કિસાનો (of farmers) ભડકી ગયા અને સંગઠનોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ.

લસણની ક્વોલિટી દેખાડવા આવી જાહેરાત :

હકીકતમાં આ મામલો દક્ષિણ કોરિયાનો છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે આ જાહેરાતનો મુખ્ય ઉદેશ્ય લસણની ક્વોલિટી જણાવવાનો હતો, પરંતુ હવે તે અન્ય કારણોને લીધે ચર્ચામાં છે. જાહેરાતમાં એક મહિલા મોટા આકારના લસણની સાથે હતી અને તેની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. મહિલા પર આરોપ છે કે તેણે આ જાહેરાત દ્વારા અશ્લીલતા ફેલાવી છે.

ભડકેલા કિસાન સંગઠનોએ કરી કાર્યવાહીની માંગ :

આ જાહેરાતને યૂટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવી છે. વીડિયોમાં એક મહિલા લસણનું માસ્ક લગાવેલા એક વ્યક્તિની સાથે જોવા મળે છે. ત્યારબાદ લસણની ક્વોલિટી જણાવતા મહિલા ‘વેરી થિક’ અને ‘હાર્ડ’ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. રિપોર્ટ પ્રમાણે ઘણા કિસાન સંગઠનોએ કહ્યું કે આ જાહેરાતમાં એગ્રીકલ્ચરલ પ્રોડક્ટને એક સેલ્શુઅલ ઓબ્જેક્ટની રીતે રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

09 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ : ગણેશજીની કૃપાથી આ ૬ રાશિના લોકોનું ભાગ્ય હીરાની જેમ ચમકશે

09 August 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ :
શારિરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભ :
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર કોસ્મેટીકસના ધંધામાં લાભ.

મિથુન :
વાહન સુખમાં વૃધ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા, આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક :
પરિવારમાં સુખ, શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાયએનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

‌સિંહ :
આર્થિક પાસુ મજબુત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી, ધંધામાં પ્રગતિ. નવી નોકરી, ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યા :
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલા :
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ વિવાદ ટાળવો આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિક :
મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂ છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધન :
નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ, મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકર :
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભ :
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો માતૃસુખ વધે.

મીન :
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

હવે કૂતરો પાળનારે આપવો પડશે Dog Tax ! આ નિયમ જાણી લેજો નહીં તો ડોગીનો શોખ ખવડાવશે જેલની હવા !

0

Now dog owners have to pay

  • તમે ઈન્કમ ટેક્સ, વોટર ટેક્સ, હાઉઝ ટેક્સનું નામ તો સાંભળ્યું હશે અને આમાંથી એક ટેક્સ ભર્યા પણ હશે. પરંતુ શું તમે પાલતુ શ્વાન રાખવા માટે ટેક્સ ભર્યો છે. પ્રયાગરાજમાં શ્વાન પાળતા લોકોએ આપવો પડશે ડોગ ટેક્સ.

એવું કહેવાય છે કે તણાવને ઓછો કરવા લોકો પાલતુ શ્વાન (pet dogs) પાળતા હોય છે. તેની સાથે સમય વિતાવવાથી તમારી એકલતા થોડીક અંશે હળવી થઈ શકે છે. પરંતુ શ્વાનને પાળવાનું પણ હવે લોકોને ભારે પડી રહ્યું છે. તમે પણ વિચાર કરતા હશો કે આમાં શું સમસ્યા હશે. અત્યાર સુધી તમે ઈન્કમ ટેક્સ, વોટર ટેક્સ, હાઉસ ટેક્સ, ઇલેક્ટ્રિસિટી ટેક્સ (Electricity Tax) અને આવા ઘણા ટેક્સ વિશે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે પાલતુ શ્વાનને પાળવા માટે ટેક્સ આપવો પડશે.

જી હાં, પ્રયાગરાજના શ્વાન પ્રેમી લોકો માટે આ ખરાબ સમાચાર આવ્યા છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં શ્વાન પાળવાના શોખીન ધરાવતા લોકોએ હવે ‘ડોગ ટેક્સ’ આપવો પડશે. પ્રયાગરાજમાં ડોગ ટેક્સની વસૂલાત માટે ટીમો બનાવવામાં આવી છે, જે શ્વાન માલિકો પાસેથી સર્ચ કરીને ‘ડોગ ટેક્સ‘ વસૂલ કરી રહી છે. એટલું જ નહીં, જો તમે શ્વાન રાખ્યો હોય અને કોઈને કાને ખબર ન પડે તેવું વિચાર્યું હોય તો મૂંઝવણમાં ન રહેશો, મહાપાલિકાના બાતમીદારો તેની માહિતી કોર્પોરેશનના સંબંધિત વિભાગને મોકલશે અને આવી સ્થિતિમાં તમારે નુકસાની ચૂકવવી પડશે. તમારા શ્વાનને જપ્ત કરવામાં આવી શકે.

નગર નિગમે જ્યારથી શ્વાન ટેક્સ લાદવાની જાહેરાત કરી છે ત્યારથી અત્યાર સુધીમાં 500થી વધુ શ્વાનના માલિકોએ પ્રતિ શ્વાન દીઠ વાર્ષિક 690 રૂપિયા જમા કરાવ્યા છે. ડોગ ટેક્સ જમા કરાવવા પર તમને એક બેજ મળશે, જેમાં તમારા કૂતરાનો રજીસ્ટ્રેશન નંબર રેકોર્ડ કરવામાં આવશે. આટલાથી વાત નથી ખતમ થતી. વાર્ષિક 690 રૂપિયા ન ભરનાર શ્વાનના માલિકોએ 5000 રૂપિયાનો દંડ ચુકવવો પડશે. હવે તમને થશે કે 690 જેવી રકમ કોઈ મોટી વાત નથી.

આપને એ પણ જણાવી દઈએ કે આ ટેક્સ ભરવા પહેલા શ્વાન માલિકોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જેનો ચાર્જ છે 1000 રૂપિયા. જો આ રજિસ્ટ્રેશન કરવામાં ન આવે તો 7 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. શ્વાનના કરડવાથી લોકોમાં રેબિઝ વાયરસ ન ફેલાઈ તે માટે તેમનું રજિસ્ટ્રેશન જરૂરી છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શ્વાનને ગળામાં પહેરાવા માટે ડોગ ટેગ પણ અપાશે જે તેમને ફરજિયાત પહેરવું પડશે.

નગર નિગમ અધિનિયમની કલમ કહે છે કે જો તમે શ્વાન રાખો છો તો શ્વાનની ઓળખ અને રસીકરણની સાથે શ્વાનના કરવેરા નિયમોનું પણ પાલન કરવું પડશે. જેઓ એક કરતા વધુ સ્વાન રાખે છે, તેમના માટે ડોગ ટેક્સ મોટી સમસ્યા ઉભી કરી રહ્યો છે. ઘણી વખત ઘણા સામાન્ય અને ગરીબ લોકો બેઘર અને નિરાધાર શ્વાન લાવે છે અને તેમની સંભાળ રાખે છે.

પરંતુ આ નિયમ પછી પ્રશ્ન ઉભો થયો છે કે શું લોકો આ ટેક્સ ભરશે કે નહીં. શ્વાનોના શોખીન વંશિકા ગુપ્તા કહે છે કે આ નિયમ બાદ હવે શેરીના તમામ શ્વાનો માટે ખાવા પીવાનું પણ બંધ થઈ જશે. મનપાએ તેના પર પણ વેરો વસૂલવો જોઈએ નહીં.

આ પણ વાંચો :-

સુરત બાદ હવે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેલગામ, પઠાણી ઉઘરાણી કરી ઢોર માર મારતા યુવક ઇજાગ્રસ્ત

After Surat, now in Surendranagar

  • ગઇકાલે સુરતમાં વ્યાજખોરના ત્રાસથી શેરબજારના એક દલાલે આપઘાત કરી લીધો હતો. ત્યારે આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં વ્યાજખોરોએ એક યુવકને માર માર્યો.

રાજ્યમાં ધીરે-ધીરે વ્યાજખોરોનો ત્રાસ (Harassment of usurers) વધી રહ્યો હોય એવું સતત લાગી રહ્યું છે. કારણ કે હજુ તો ગઇકાલે જ સુરતમાં શેરબજારના એક દલાલે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો. ત્યારે હજુ તો એ ઘટના શમી નથી ત્યાં તો હવે સુરેન્દ્રનગરના લીંબડીમાં (Limbdi) વ્યાજખોરો બેફામ બન્યા છે.

સુરેન્દ્રનગરના લીંબડીમાં પૈસાની ઉઘરાણીમાં એક યુવકને ગોંધી રાખી માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે. વ્યાજખોરોએ આ યુવકને માર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આથી, યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, આ મામલે યુવકની પત્નીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. આથી, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહિને 40 % વ્યાજ ભરતો હોવા છતાં માર માર્યો હોવાનો યુવકનો આક્ષેપ :

વિગતવાર જો ઘટનાની વાત કરીએ તો લીંબડી રાવળ વાસમાં રહેતા યુવકને વ્યાજખોરે તેના એક મિત્રની મદદથી માર માર્યો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. યુવક મહિને 40 % વ્યાજ ભરતો હોવા છતાં ઢોરની જેમ માર માર્યો હોવાનો ઘાયલ યુવકે આક્ષેપ કર્યો હતો. લીંબડી શહેરના રાવળવાસમાં રહેતા સરફરાજ સિપાહીએ 8 મહિના પહેલા એક વ્યક્તિ પાસેથી રૂ. 5,000 અઠવાડિયે 10 ટકાના વ્યાજે લીધા હતા.

સાબરકાંઠામાં ભારે વરસાદ, હિંમનગર હાઈવે પર ભરાયા પાણી, જોઈ લો વીડિયો ..

થોડો સમય બધું સમુસૂતરું ચાલ્યું હતું. સરફરાજે 4થી 5 મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું. વ્યાજે લીધેલા રૂ. 5 હજાર સામે 10,000 વ્યાજ પણ ભરી દીધું હતું. પરંતુ છેલ્લા 2-3 મહિનામાં મજૂરી નહીં મળતાં સરફરાજ વ્યાજની રકમ આપી ન હોતો. આથી, વ્યાજખોરોએ સરફરાજના ઘરે પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી.

વ્યાજખોર સરફરાજને બાઈકમાં બેસાડી ખંડેર બની ગયેલા મહેલમાં લઈ ગયો :

રવિવારે જ્યારે સરફરાજ બજારમાં ખરીદી કરી રહ્યો હતો એ દરમ્યાન વ્યાજખોર તેના મિત્ર સાથે ત્યાં આવી ચડ્યો હતો. સરફરાજને બાઈકમાં બેસાડી એઈટીઆઈ નજીક ખંડેર બની ગયેલા મહેલમાં લઈ ગયો હતો. જ્યાં સરફરાજને લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું. આથી ઘાયલ સરફરાજને સા૨વા૨ અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

બાદમાં આ ઘટનાની જાણ થતાં જ ખુદ પોલીસ ટીમ પણ હોસ્પિટલે દોડી આવી હતી. જ્યાં સરફરાજે પોલીસને જણાવ્યું હતું કે, ’40 ટકા વ્યાજ ભરતો હોવા છતાંય ઢોરની જેમ મને માર માર્યો હતો.’ લીંબડી પોલીસે સરફરાજનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :-

ડીલ ! સાણંદમાં ફોર્ડના પ્લાન્ટમાં હવે બનશે ટાટાની ગાડીઓ, જાણો કેટલા કરોડમાં થયાં MOU

0

Deal! Tata cars will now be made

  • ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (TPEML) અને ફોર્ડ ઇન્ડિયા પ્રા. લિ. (FIPL) વચ્ચે ગુજરાતના સાણંદમાં સ્થિત પ્લાન્ટને ખરીદવા માટે યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા.

સાણંદ સ્થિત ફોર્ડ ઇન્ડિયાના (Ford India) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાના (Tata Motors Ford India) સાણંદ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને રુ.725.7 કરોડમાં ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

વિગતો મુજબ ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું કે, ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (TPEML) અને ફોર્ડ ઇન્ડિયા પ્રા. લિ. (FIPL) વચ્ચે ગુજરાતના સાણંદમાં સ્થિત પ્લાન્ટને ખરીદવા માટે એક યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત એલિજિબલ કર્મચારીઓને પણ ટ્રાન્સફર કરવામાં આવશે.

ટાટા મોટર્સ લિમિટેડની પેટા કંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે આજ રોજ યુનિટ ટ્રાન્સફર એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. સાણંદ સ્થિત ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સંપાદન માટે કરવામાં આવેલા આ કરારમાં સમગ્ર જમીન અને ઈમારતો, ત્યાં રહેલી મશીનરી અને સાધનો સાથેના વાહન ઉત્પાદન પ્લાન્ટનો સમાવેશ થાય છે.

સાથે જ સાણંદ ખાતે FIPLની વાહન ઉત્પાદન માટેની કામગીરીમાં સામેલ તમામ યોગ્ય કર્મચારીઓની ટ્રાન્સફર તથા કુલ વિચારણા માટે ટેક્સ સિવાય 725.7 કરોડ રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.

ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ પ્લાન્ટ લગભગ 350 એકરમાં ફેલાયેલો છે. જ્યારે એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગભગ 110 એકરમાં ફેલાયેલો છે. આ વર્ષે મે મહિનામાં ટાટા મોટર્સને ફોર્ડના પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ટેકઓવરની મંજૂરી મળી હતી. જે બાદ આ પ્રસ્તાવને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી પણ મળી હતી. મહત્વનું છે કે, ફોર્ડ કંપનીએ ગત વર્ષે ભારતમાંથી પોતાનો કારોબાર સંકલેવાની જાહેરાત કરી હતી.

આ ડીલમાં શું-શું સામેલ છે ? 

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીની આ ડીલ અંતર્ગત ફોર્ડ ઇન્ડિયાના એસેટ્સનું અધિગ્રહણ થશે. જેમાં જમીન અને બિલ્ડિંગ, મશીનરી અને ઇક્વિપમેન્ટ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સામેલ છે. ટાટા મોટર્સે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે, આ એસેટ ટ્રાન્સફર ડીલમાં ફોર્ડ ઇન્ડિયાના સાણંદ પ્લાન્ટમાં કાર્યરત એલિજિબલ કર્મચારીઓનું ટ્રાન્સફર કરવાનું પણ સામેલ છે. FIPL પરસ્પર સંમતિ અંગેની શરતોના આધાર પર TPEML પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જમીન અને ઈમારતો ભાડેથી પરત લઈને પોતાની પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું સંચાલન યથાવત રાખશે.

સાબરકાંઠામાં ભારે વરસાદ, હિંમનગર હાઈવે પર ભરાયા પાણી, જોઈ લો વીડિયો ..

ગુજરાત સરકાર, TPEML અને FIPL આ ડીલ સાથે જોડાયેલ તમામ જરુરી મંજૂરીઓમાં સહયોગ આપવા માટે પહેલા જ 30 મે 2022ના રોજ ત્રિપક્ષીય કરાક કરી ચૂક્યા છે. ટાટા મોટર્સે કહ્યું કે, આ ડીલ તમામ સ્ટેકહોલ્ડર્સ માટે ફાયદાની વાત છે. સાણંદ પ્લાન્ટની નિર્માણ ક્ષમતા વાર્ષિક 3 લાખ યૂનિટ છે.

જેને વધારીને વાર્ષિક 4.2 લાખ યુનિટ કરી શકાય છે. કંપનીએ કહ્યું કે, ટાટા મોટર્સ હાલના અને ભવિષ્યના વ્હીકલ્સ પ્લેટફોર્મ્સને અપનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્લાન્ટમાં ફેરફારરુપ જરુરી રોકાણ પણ કરશે.

આ પણ વાંચો :-

35 લાખ રૂપિયા વીમાની રકમ માટે પતિએ પત્નીની કરાવી હત્યા, 5 લાખમાં આપી હતી સોપારી

For the insurance amount

  • ઇન્ટરનેટ પર વીડિયો જોઇને પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો, એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને કહ્યું હતું કે બીજા પૈસા વીમાની રકમ આવ્યા પછી આપશે.

વીમાની (Insurance) રકમ માટે પતિએ પત્નીની હત્યા (Murder) કરી દેવાનો મામલો સામે આવ્યો છે. વીમાની રકમથી પોતાના પર ચડી ગયેલું દેવું ઉતારી શકાય તે માટે પતિએ પત્નીની હત્યા (husband murder wife)કરાવી નાખી છે. ખાસ વાત એ છે કે પત્નીની હત્યા પહેલા પતિએ જ પત્નીનો 35 લાખ રૂપિયાનો વીમો કરાવ્યો હતો.

આ ઘટના મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં સામે આવી છે. રાજગઢ જિલ્લાના એડિશનલ એસપી મનકામના પ્રસાદના મતે 26 જુલાઇની રાત્રે ભોપાલ રોડ સ્થિત માના જોડ ગામ પાસે મહિલા પૂજા મીણા (27)ની તે સમયે હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે તે બાઇક પર પોતાના પતિ બદ્રીપ્રસાદ મીણા સાથે બેસીને જઇ રહી હતી.

પોલીસે શરુ કરી તપાસ :

પતિએ પોલીસને જણાવ્યું કે તેણે ચાર લોકો પાસે પૈસા લીધેલા હતા. તે પરત કરવા માટે સતત દબાણ કરતા હતા. પોતાની પત્ની સાથે બાઇક પર નેશનલ હાઇવેથી પસાર થઇ રહ્યો હતો તો ચાર લોકોએ હુમલો કર્યો હતો. દરમિયાન પત્ની વચ્ચે બચાવવા આવી તો આરોપીઓએ તેને ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. પોલીસે મહિલાના પતિના નિવેદનના આધારે તપાસ શરુ કરી હતી.

આ દરમિયાન માહિતી સામે આવી કે પત્નીનો થોડા દિવસો પહેલા જ વીમો કરાવ્યો હતો. જે પછી તપાસ તે દિશામાં શરૂ કરી હતી. આ પછી હત્યા મામલે પતિની જ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મૃતક મહિલાના પતિની કોલ ડિટેલ કાઢી તો જાણ થઇ કે એક જ નંબર પતિ છેલ્લા કેટલાક દિવસોથી વાત કરતો હતો. તે નંબર ઘટનાવાળી રાત્રે ઘટનાસ્થળ પર હતો. આ પછી પોલીસે પતિની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબુલી લીધો હતો.

ઇન્ટરનેટ પર વીડિયો જોઇને પત્નીને હત્યાનો પ્લાન બનાવ્યો :

એડિશનલ એસપી મનકામના પ્રસાદે જણાવ્યું કે મૃતકાના પતિએ ગુનો કબુલી લીધો છે. આરોપીએ જણાવ્યું કે તેના ઉપર 50 લાખ રૂપિયાનું દેવું હતું. તેણે દેવું ઉતારવા માટે પહેલા પત્નીનો 35 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો કરાવ્યો અને પછી ઇન્ટરનેટ પર વીડિયો જોઇને પત્નીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. 5 લાખ રૂપિયામાં પત્નીની હત્યાની સોપારી આપી હતી. એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને કહ્યું હતું કે બીજા પૈસા વીમાની રકમ આવ્યા પછી આપશે.

આ પણ વાંચો :-

રાજકોટવાસીઓનો ઉપવાસ તૂટી ગયો ! તમે જેને ફરાળી પેટીસ સમજીને ખાઈ ગયાં તેમાં હતો ….

0

The fast of the people of Rajkot

  • રાજકોટમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. મકાઈના લોટમાંથી બનાવતા હતા ફરાળી પેટીસ. મોટી સંખ્યામાં મકાઈના બારદાન મળી આવ્યા.

જો તમે શ્રાવણ માસનો (Shravan Mas) ઉપવાસ કર્યો છે અને ફરાળમાં બહારથી ફરાળી પેટીસ મંગાવીને ખાઓ છો તો ચેતી જજો. કારણ કે આ ફરાળી પેટીસ (Rotten patties) તમારો ઉપવાસ તોડી શકે છે. કારણ કે આ ફરાળી પેટીસ મકાઈના લોટમાંથી બનાવવામાં આવી છે. રાજકોટમાં (Rajkot) ફરાળી પેટીસમાં ભેળસેળ કરતું યુનિટ ઝડપી પાડવામાં આવ્યુ છે. જેમાં મોટી માત્રામાં મકાઈના (Corn) લોટમાંથી ફરાળી પેટીસ બનાવતા હોવાનું સામે આવ્યુ છે. આમ રાજકોટમાં શ્રાવણમાં ઉપવાસ કરતા ભક્તો સાથે ચેડાં થયા છે.

પવિત્ર શ્રાવણ મહિનો હોવાથી અનેક લોકો રોજ ઉપવાસ રાખે છે. પરંતુ આજની ભાગદોડ વાળી લાઈફમાં ભૂખ્યા રહેવુ બધાને ફાવતુ નથી. તેથી લોકો બહારથી ફરાળી નાસ્તો લઈને ખાય છે. ત્યારે આ ફરાળી નાસ્તાને લઈને રાજકોટનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું અને દરોડા પાડવામા આવ્યા હતા.

જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટના શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટમાંથી અખાદ્ય ફરાળી પેટીસનો જથ્થો ઝડપાયો છે. જલારામ ચોકમાં આરોગ્ય વિભાગે ફરાળી વાનગીઓ વેચતા વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ હતી. ઔદ્યોગમાં ઉપયોગમાં લેવાતા મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખૂલ્યુ છે.

સાબરકાંઠામાં ભારે વરસાદ, હિંમનગર હાઈવે પર ભરાયા પાણી, જોઈ લો વીડિયો ..

અહીં રાહત દરે પેટીસ વેચવાનું કહી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પેટીસ વેચાતી હતી. પરંતુ તેને સસ્તી બનાવવા તેમાં ફરાળી લોટને બદલે મકાઈનો લોટ નાંખવામાં આવતો હતો. મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવવાનો ખેલ આરોગ્ય વિભાગે ખુલ્લો પાડ્યો છે.

મોટી માત્રામાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતા હોવાનું સામે આવ્યા અધિકારીઓ પણ ચોંક્યા હતા. યુનિટમાંથી મોટી માત્રામાં મકાઈના લોટના બરદાન મળી આવ્યા છે. ઉદ્યોગમાં વપરતો લોટથી જ પેટીસ બનાવાય છે. ફરાળી પેટીસનો સ્વાદિષ્ટ બનાવવા લીંબુના ફુલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે.

આ પણ વાંચો :-

સરકારે કહ્યું એક એરબેગની કિંમત 800 રૂપિયા, કંપનીઓ શા માટે 15,000 રૂપિયા વસૂલે છે ?

0

The government said that the price

  • મારૂતિના ચેરમેન આર.સી. ભાર્ગવે જૂન મહિનામાં કહ્યું હતું કે, જો 6 એરબેગ્સ લગાવવામાં આવશે તો તેમની સસ્તી ગાડીઓ મોંઘી થઈ જશે.

સરકાર ફોર વ્હીલર્સમાં સેફ્ટી (Safety in Four Wheelers) ફીચર્સ મામલે ખૂબ જ સક્રિય જણાઈ રહી છે. દેશમાં માર્ગ અકસ્માત દરમિયાન થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે સરકાર એક મહત્વનો નિર્ણય લેવાની છે. ટૂંક સમયમાં જ સરકાર દરેક કારમાં 6 એરબેગ (Air Bag) ફરજિયાત કરી દેવાની છે. આગામી મહિનાઓમાં તે અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. ઓટો કંપનીઓ (Auto Company) માટે આ નિયમ ક્યારથી લાગુ થશે તે અંગે સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કારમાં 6 એરબેગ ક્યારથી ફરજિયાત કરાશે તેવો સવાલ કર્યો હતો. તેના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સરકાર આ પ્રસ્તાવ અંગે વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેને લાગુ કરવામાં આવશે તેમ કહ્યું હતું.

 એક એરબેગની કિંમત 800 રૂપિયા, કંપનીઓ શા માટે 15,000 રૂપિયા લઈ રહી છે ?

નિતિન ગડકરીએ સદનમાં કારમાં લગાવવામાં આવતી એરબેગની કિંમત પણ જણાવી હતી. તેમણે જણાવ્યું કે, એક એરબેગની કિંમત માત્ર 800 રૂપિયા છે તો કંપનીઓ શા માટે તેના 15,000 રૂપિયા લઈ રહી છે? વધુમાં જણાવ્યું હતું કે, એક એરબેગની કિંમત 800 રૂપિયા છે અને 4 એરબેગનો ખર્ચો 3,200 રૂપિયા થાય છે.

સાબરકાંઠામાં ભારે વરસાદ, હિંમનગર હાઈવે પર ભરાયા પાણી, જોઈ લો વીડિયો ..

તેના સાથે અમુક સેન્સર અને સપોર્ટિંગ એસેસરીઝ ઈન્સ્ટોલ કરવામાં આવે તો એરબેગનો ખર્ચો 500 રૂપિયા જેટલો વધી શકે છે. આ હિસાબથી એક એરબેગ લગાવવાનો ખર્ચો 1,300 રૂપિયા અને 4 એરબેગ લગાવવાનો ખર્ચો 5,200 રૂપિયા થાય. તો કંપનીઓ તેનો ખર્ચો 60,000 રૂપિયા શા માટે ગણાવી રહી છે?

મારૂતિના ચેરમેને ગણાવ્યો 60,000 રૂપિયાનો ખર્ચો :

મારૂતિના ચેરમેન આર.સી. ભાર્ગવે જૂન મહિનામાં કહ્યું હતું કે, જો 6 એરબેગ્સ લગાવવામાં આવશે તો તેમની સસ્તી ગાડીઓ મોંઘી થઈ જશે. જો નાની ગાડીમાં પણ 6 એરબેગ લગાવવામાં આવે તો તેની કિંમત 60,000 રૂપિયા જેટલી વધી જશે તેમ કહ્યું હતું.

ગાડીઓમાં પહેલેથી જ 2 એરબેગ આવે છે. વધારાની 4 એરબેગ લગાવવાનો ખર્ચો 60,000 એટલે પ્રતિ એરબેગ 15,000 રૂપિયાનો ખર્ચો આવે. ઉલ્લેખનીય છે કે, હાલ કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ ફરજિયાત છે. હવે સરકાર પાછળની સીટ પર બેસનારા પેસેન્જર્સ માટે પણ એરબેગ ફરજિયાત કરવાની છે.

આ પણ વાંચો :-

 

 

અરે બાપ રે ! આ જીલ્લામાં આવી ચઢેલા મહાકાય રિએક્ટરને પાર કરવા બનાવાયો 4 કરોડનો બ્રિજ, 10 દિવસથી કેનાલનું પાણી બંધ રાખવામાં આવ્યું

0

Oh my God ! 4 crore bridge built

  • પહેલીવાર એવુ જોવા મળ્યુ કે કોઈ મહાકાય મશીનને પાર કરવા માટે 4 કરોડનો બ્રિજ બનાવવો પડ્યો, અને 10 દિવસથી કેનાલનુ પાણી બંધ કરાયું.

ભરૂચના (Bharuch) દહેજથી રાજસ્થાન (Rajasthan) મોકલાઈ રહેલા બે મહાકાય રિએક્ટર (Reactor) બનાસકાંઠા પહોંચ્યા છે. થરાદમાં છેલ્લા 20 દિવસથી મહાકાય રિએક્ટર પડ્યા રહેતા લોકો આખરે નિહાળવા પહોંચ્યા. આ મહાકાય રિએક્ટર 200 કિલોમીટર અંતર કાપી સાત મહિને થરાદ પહોંચ્યા છે. HPCLના મેઘા ટ્રાન્સપોર્ટસ્ટેશનની (Transport Station) ટીમ દ્વારા આ મહાકાય રિએક્ટરને રાજસ્થાનના બાડમેર પહોંચાડવામાં આવશે. આ બંને મહાકાય રિએક્ટરોને થરાદની (Tharad) નર્મદા કેનાલ ઉપરથી પસાર કરવું મુશ્કેલ બન્યું છે.

કારણ કે નર્મદા કેનાલનો પુલ 400 ટન વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે હવે આ રિએક્ટરને પસાર કરવા મોટી જહેમત દહેજ સ્થિત ઇઝેક હીટાચી જોસેન લિમિટેડ કંપની દ્વારા ઉપાડવામાં આવી છે. આ માટે થરાદમાં નર્મદાની કેનાલ ઉપર હાલ તો કામચલાઉ બ્રિજ બનાવવા 300 ટન વજનની 25 મીટર ઊંચી ક્રેનની મદદ લેવાઈ રહી છે. દહેજથી રાજસ્થાન મોકલાવી રહેલા બે રિએક્ટરોને નુકસાન ન પહોંચે તે રીતે નવો લોખંડનો બ્રિજ નર્મદા કેનાલ ઉપર બનાવી 12 ઓગસ્ટે પસાર કરવામાં આવશે. અંદાજિત 4 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવી આ રિક્ટરને પસાર કરવામાં આવશે. જો કે આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ 20 કરોડ આવવાનો છે.

થરાદ આવીને અટકી પડ્યુ રિએક્ટર :

દહેજ સ્થિત કંપનીમાં બનાવેલ બે મોટા ભારે ભરખમ રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફાઇનરી કંપનીમાં બાયરોડ લઈ જવામાં આવી રહ્યા છે. જે ભારેખમ રીએક્ટર્સ થરાદ ખાતે પહોંચતા થરાદના નર્મદા કેનાલ પરથી પસાર ન થઈ શકતા ત્યાં જ અટકી પડ્યા છે.

No description available.

થરાદની નર્મદા કેનાલમાં 12 દિવસ પાણી બંધ રખાઈ કેનાલ ઉપર 4 થી સવા ચાર કરોડના ખર્ચે 300 ટનનો લોખંડના સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે બ્રિજ બન્યા બાદ બે રિએક્ટર્સને તેના ઉપરથી પસાર કરીને રાજસ્થાન લઈ જવાશે.

મશીનને રાજસ્થાન પહોંચાડવાનો ખર્ચ 20 કરોડ  :

દહેજ સ્થતિ ઇઝેક હીટાચી જોશેન લિમિટેડ કંપની દ્વારા નિર્માણ પામેલા આ બે મહાકાય રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરમાં આવેલી પચપદ્રાની રિફાઇનરીમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેને લઈને આ બે મહાકાય મશીનરીની ટ્રાન્સપોર્ટેશન જર્ની ખૂબ જ ચેલેન્જ ભરી રહી છે. આ મહાકાય રીએક્ટર્સને અત્યાર સુધી 200 કિમીનું અંતર કાપતા 7 મહિના લાગ્યા છે.

આ રીએક્ટર્સને ડિસેમ્બર 2021માં દહેજ થી શીપ દ્વારા રવાના કરી મુન્દ્રા લાવવામાં આવ્યાં હતાં. જ્યાંથી 7 મહિના પહેલા મુન્દ્રાથી બાય રોડ રવાના કરાયા હતા. જેને મુંદ્રા થી થરાદ આવતા 7 મહિના લાગ્યા છે. જેના માટે અલગથી 28 બાયપાસ રોડ બનાવવામાં આવ્યા હતા. જે રીએક્ટર્સ સાથે 50 માણસોની ટીમ હાજર હોય છે. જેમાં કંપનીના એન્જિનિયરો, મિકેનિકલ, લોજિસ્ટિક તેમજ ક્વોલિટી કંટ્રોલ ટીમના સભ્યો સામેલ છે.

જોકે હવે આ હેવી મશીનરી થરાદ ખાતે પહોંચતા થરાદનો નર્મદા પુલ પસાર કરવા માટે કંપનીના એન્જીનિયરો અને ટેક્નિશનો માટે એક મોટો પડકાર સામે આવીને ઉભો થતાં આ મહાકાય મશીનોને અહીં જ રોકી દેવામાં આવ્યા છે.

હાલ થરાદ સુધી પહોંચેલા બન્ને રીએક્ટર્સને હવે નર્મદા કેનાલ પાર કરાવવાની છે. થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે. જ્યારે આ એક રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે. જેથી નર્મદાનો પુલ તેનું વજન ન સહન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા હવે એન્જિનિયરો દ્વારા 4 કરોડના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન વજનનો લોખંડનો ફોલ્ડિંગ પુલ બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈને નર્મદા કેનાલનું પાણી 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. લોખંડના બ્રિજનું કામ રાતદિવસ કરાઈ રહ્યું છે. જોકે મશીનનો દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અંદાજે 20 કરોડ આવશે.

12 દિવસથી કેનાલનું પાણી બંધ કરાયું  :

ફોલ્ડિંગ સ્ટ્રક્ચરના મુખ્ય પાંજરા જ 25 ટન વજન ધરાવે છે. નર્મદા કેનાલ ઉપર પુલ બનાવવા માટે 300 ટન અને 50 ટનની ક્ષમતા ધરાવતી બે ક્રેનની મદદથી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જેનું વજન 350 ટન અને ઊંચાઈ 25 મીટર છે. કેનાલ ઉપર બની રહેલા લોખંડના બ્રિજની બંને સાઈડ પર ડબ્લ્યુ એમ એમ મટીરીયલ નાંખીને રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે.

મહાકાય રીએક્ટરને કેનાલ પાર કરાવવા 12 દિવસ માટે નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે થરાદ, વાવ અને રાજસ્થાનના છેવાડાના ગામડાઓને પીવાના પાણીની હાલ પૂરતી હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે કેનાલ ઉપર લોખંડનો ફોલ્ડિંગ બ્રિજ બન્યા બાદ બંને રીએક્ટરોને કેનાલ પાર કરાવવામાં આવશે. જોકે રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફાઇનરી સુધી આ રીએક્ટરો પહોંચાડવા હજુ કેટલો સમય લાગશે તે નક્કી નથી પરંતુ ત્યાં સુધી પહોંચાડવાનો અંદાજીત ખર્ચ 20 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

આ પણ વાંચો :-

અજીબ કિસ્સો : સાપ કરડવાથી મોટા ભાઈનું મોત, અંતિમ સંસ્કાર માટે આવેલા નાના ભાઈને પણ સાપે ડંખ માર્યો થયું મોત

0

Strange case: Elder brother died

  • નાનો ભાઈના મોટા ભાઈના અંતિમ સંસ્કાર કરવા માટે લુધિયાણાથી ગામમાં આવ્યો હતા. અંતિમ સંસ્કાર બાદ તે ગામમાં જ રોકાયો હતો. જ્યા રાત્રે તેને પણ સાપ કરડ્યો હતો.

કહેવાય છે કે ને કે વિધિના વિધાન ઉપરથી લખાઈને આવે છે. ગમે તે ભોગે કાળ તમને તે તરફ નોતરી જ દે છે. મોટા ભાઈની અંતિમ વિધિ માટે દૂરથી આવેલ નાના ભાઈને પણ રાત્રે સૂતી વખતે સાપે જ ડંખ (Snake Bite)માર્યો હતો. તેની તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું પણ અકાળે મૃત્યુ થયું હતું. 24 કલાકમાં સર્પદંશ એટલે કે સાપના (Snake) ડંખવાથી બે સગા ભાઈઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બલરામપુર (Balrampur) જીલ્લામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. લાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનિયાપુર ગામમાં ઝેરી સાપના ડંખથી બે સગા ભાઈઓના મોત થયા હતા. લુધિયાણા (Ludhiana)માં રહેતો એક ભાઈ બીજા ભાઈના અંતિમ સંસ્કાર કરવા ગામમાં આવ્યો હતા. અંતિમ સંસ્કાર બાદ તે ગામમાં જ રોકાયો હતો.

આ ગમખ્વાર ઘટના લાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનિયાપુર ગામની છે. ઘટના અંગે પોલીસ સ્ટેશનના સીઓ રાધા રમણ સિંહે જણાવ્યું કે, 2 ઓગસ્ટના રોજ અરવિંદ મિશ્રા (38)ને સાપે ડંખ માર્યો હતો. તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ત્યાંથી તેને બહરાઈચ રીફર કરવામાં આવ્યો. જોકે બહરાઈચમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

આ દરમિયાન અરવિંદ મિશ્રા (Arvind Mishra)ના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા બુધવારે લુધિયાણાથી અહીં પહોંચેલા તેના નાના ભાઈ ગોવિંદ મિશ્રા (32) અને તેમના સંબંધી ચંદ્રશેખર પાંડે અંતિમ સંસ્કાર પછી ગામમાં ઘરે જ રોકાયા હતા.

પોલીસે જણાવ્યું કે, બુધવારે રાત્રે સૂતી વખતે ઝેરી સાપે ગોવિંદ મિશ્રા અને ચંદશેખર પાંડે (Chandrashekhar Pandey)ને પણ ડંખ માર્યો હતો. તેમની પણ તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગોવિંદ મિશ્રાનું મૃત્યુ થયું હતું. ગોવિંદ મિશ્રાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post Mortem) માટે મોકલવામાં આવ્યો છે જ્યારે ચંદ્રશેખર પાંડેની હાલત હજી નાજુક છે.

ઘટનાની જાણ થતાં ચીફ મેડિકલ ઓફિસર (CMO) અને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં ધારાસભ્ય કૈલાશ નાથ શુક્લાએ મૃતકના પરિજનોને મળ્યા અને તેમને સાંત્વના આપી અને સરકાર તરફથી આર્થિક મદદ‌ની ખાતરી પણ આપી છે.

આ પણ વાંચો :-