તસ્કરોની પોલીસને ચેલેન્જ , કોર્પોરેટરના દીકરાનો ફોન અને પોલીસકર્મીનું વાહન ચોરી

Share this story

Traffickers challenge

  • શહેરમાં અમરાઈવાડી વિસ્તારમાં કોર્પોરેટરના પુત્રનો ફોન ચોરી થતા પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એચ ડિવિઝન એસીપી ઓફિસની બાજુમાંથી જ લૂંટારુઓ મોબાઈલ ફોન લૂંટીને ફરાર થતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police)ની દશા બેઠી હોય તેવો ઘાટ ઘડાયો છે અને તસ્કરો તથા લૂંટારુઓ (Robber) જાણે કે પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. શહેરમાં એક સાથે મોબાઈલ ચોરી (mobile theft) અને વાહન ચોરી (vehicle theft)ની અનેક ફરિયાદો દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં અમરાઈવાડી વિસ્તારમાં કોર્પોરેટરના પુત્રનો ફોન ચોરી થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ એચ ડિવિઝન એસીપી ઓફિસની બાજુમાંથી જ લૂંટારુઓ મોબાઈલ ફોન લૂંટીને ફરાર થતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ દાણીલીમડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું વાહન ચોરી થતા તસ્કરોએ કોર્પોરેટર અને પોલીસ કર્મચારીઓને પણ બાકાત ન રાખ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. સમગ્ર બાબતે લઈને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સરદાર નગર પોલીસ સ્ટેશનની સામેથી જ એક મહિલાના 34,000 ના દાગીના અને ફોન ચોરી કરી બે શખ્સો ફરાર થઈ જતા એરપોર્ટ પોલીસે ગુનો નોધિ તપાસ શરૂ કરી છે તો બીજી તરફ અમરાઈવાડી વિસ્તારમાં મહિલા કોર્પોરેટરના પુત્રએ મોબાઇલ ફોનની ચોરી અંગે ફરિયાદ દાખલ કરાવી છે. કોર્પોરેટર જશીબહેનનો પુત્ર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બે શખ્સોએ તેનો ફોન નજર ચૂકવી ચોરી કર્યો હતો.

જેના કારણે જશીબેનના પુત્ર એ આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એસીપી ઓફિસની બાજુમાંથી જ મોબાઈલ ફોનની લૂંટ થઈ હોય તેવી ઘટના સામે આવી છે. એચ ડિવિઝન એસીપી ઓફિસની બાજુમાંથી એક યુવક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર આવેલા શખ્સો મોબાઈલ લુંટી ફરાર થઈ જતા બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સૂખાભાઈ સુસરા પોલીસ લાઈનમાં રહે છે અને તેઓ તેમનું વાહન પોલીસ લાઈનની બહાર મૂકી ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમનું વાહન ચોરી ફરાર થઈ ગયા હતા. જે મામલે હેડ કોન્સ્ટેબલએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ કારંજમાં એક હોટલની બહાર બેસીને ચા પીતા પરિવારજનોના ત્રણ ફોન નજર ચૂકવી તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઘટનાઓ સિવાય શહેરના વધુ અનેક પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી અને વાહન ચોરીની ફરિયાદ નોંધાઇ છે. ત્યારે શહેર પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી શહેર પોલીસ કામગીરી કરી રહી છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અવનવા ફતવા માટે મિટિંગ પર મિટિંગ કરી રહ્યા છે ત્યારે પોલીસ વ્યસ્ત બનતા તસ્કરો તેનો ફાયદો ઉઠાવી ગુનાનો અંજામ આપી રહ્યા છે.  ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતા શહેર પોલીસની કામગીરી ઉપર સવાલ તો થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-