હવે બિહારમાં રાજકીય ઉથલપાથલ, 48 કલાક મહત્વના, તૂટી શકે છે BJP-JDU ગઠબંધન !

Share this story

Now the political upheaval in Bihar

  • રાજ્યના શિક્ષણ મંત્રી અને જેડીયુ નેતા વિજયકુમાર ચૌધરીએ કહ્યું કે અમે નરેન્દ્ર મોદી કેબિનેટમાં સામેલ થશું નહીં. જેડીયુને ભાજપ પાસેથી સન્માનની આશા હતી પરંતુ એવું થયું નહીં. આથી અમે નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય બિહારમાં ભાજપ સાથે ગઠબંધનને પ્રભાવિત કરશે નહીં.

બિહારના (Bihar) રાજકારણ માટે આગામી 48 કલાક મહત્વના છે. મુખ્યમંત્રી નીતિશકુમાર (Chief Minister Nitish Kumar) એકવાર ફરીથી પલટી મારીને મહાગઠબંધનના સાથી બની શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પ્રદેશમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. એવી અટકળો છે કે ભાજપ-જેડીયુ (BJP-JDU) ગઠબંધન તૂટી શકે છે. ભાજપને બાદ કરતા તમામ મોટા પક્ષોએ વિધાયક દળની બેઠક બોલાવી છે.

કોંગ્રેસના બિહાર પ્રભારી પટણા રવાના થઈ ચૂક્યા છે. જેડીયુએ પોતાના તમામ સાંસદોને સોમવારે સાંજ સુધીમાં પટણા આવી જવા કહ્યું છે. જ્યારે કોંગ્રેસે મંગળવારે વિધાયક દળની બેઠક બોલાવી છે. બીજી બાજુ આરજેડીએ પોતાના તમામ વિધાયકોને આગામી 3-4 દિવસ સુધી પટણામાં રહેવાનો આદેશ આપ્યો છે.

2017માં મહાગઠબંધનથી અલગ થયું હતું જેડીયુ :

મંગળવારે સાંજે 6 વાગે આરજેડીએ 10 સર્ક્યુલર રોડ એટલે કે રાબડીદેવીના ઘરે વિધાયક દળની બેઠક બોલાવી છે. એવું કહેવાય છે કે આ બેઠકમાં બિહારના બદલાતા રાજકીય હાલાત પર ચર્ચા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2017માં મહાગઠબંધનથી અલગ થઈને જેડીયુ એનડીએમાં જોડાયું હતું. વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મહાગઠબંધન બન્યું હતું. ત્યારે જેડીયુએ તેમની સાથે સરકાર બનાવી હતી.

આ અગાઉ રવિવારે જેડીયુએ કહ્યું હતું કે તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે જેડીયુએ બે મંત્રીપદના માગણી કરી હતી જેને ભાજપે ફગાવી દીધી. જો કે તેમણે એ પણ કહ્યું હતું કે આ નિર્ણય બિહારમાં ભાજપ સાથેના ગઠબંધનને પ્રભાવિત નહીં કરે.

ભાજપ-જેડીયુમાં ખટાશ :

રાજ્યના શિક્ષણ મંત્રી અને જેડીયુ નેતા વિજયકુમાર ચૌધરીએ કહ્યું કે અમે નરેન્દ્ર મોદી કેબિનેટમાં સામેલ થશું નહીં. જેડીયુને  ભાજપ પાસેથી સન્માનની આશા હતી પરંતુ એવું થયું નહીં. આથી અમે નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય બિહારમાં ભાજપ સાથે ગઠબંધનને પ્રભાવિત કરશે નહીં.

ચૌધરીનું આ નિવેદન બિહારમાં જેડીયુ અને ભાજપ વચ્ચે ખટાશના સંકેત છે અને આ જ કારણ બની શકે છે કે મુખ્યમંત્રી નીતિશકુાર ભાજપ સાથે અંતર જાળવી રહ્યા છે. તેમણે દિલ્હીમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાં પણ ભાગ લીધો નહતો.

આ પણ વાંચો :-