ડીલ ! સાણંદમાં ફોર્ડના પ્લાન્ટમાં હવે બનશે ટાટાની ગાડીઓ, જાણો કેટલા કરોડમાં થયાં MOU

Share this story

Deal! Tata cars will now be made

  • ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (TPEML) અને ફોર્ડ ઇન્ડિયા પ્રા. લિ. (FIPL) વચ્ચે ગુજરાતના સાણંદમાં સ્થિત પ્લાન્ટને ખરીદવા માટે યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા.

સાણંદ સ્થિત ફોર્ડ ઇન્ડિયાના (Ford India) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાના (Tata Motors Ford India) સાણંદ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને રુ.725.7 કરોડમાં ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

વિગતો મુજબ ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું કે, ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (TPEML) અને ફોર્ડ ઇન્ડિયા પ્રા. લિ. (FIPL) વચ્ચે ગુજરાતના સાણંદમાં સ્થિત પ્લાન્ટને ખરીદવા માટે એક યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત એલિજિબલ કર્મચારીઓને પણ ટ્રાન્સફર કરવામાં આવશે.

ટાટા મોટર્સ લિમિટેડની પેટા કંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે આજ રોજ યુનિટ ટ્રાન્સફર એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. સાણંદ સ્થિત ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સંપાદન માટે કરવામાં આવેલા આ કરારમાં સમગ્ર જમીન અને ઈમારતો, ત્યાં રહેલી મશીનરી અને સાધનો સાથેના વાહન ઉત્પાદન પ્લાન્ટનો સમાવેશ થાય છે.

સાથે જ સાણંદ ખાતે FIPLની વાહન ઉત્પાદન માટેની કામગીરીમાં સામેલ તમામ યોગ્ય કર્મચારીઓની ટ્રાન્સફર તથા કુલ વિચારણા માટે ટેક્સ સિવાય 725.7 કરોડ રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.

ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ પ્લાન્ટ લગભગ 350 એકરમાં ફેલાયેલો છે. જ્યારે એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગભગ 110 એકરમાં ફેલાયેલો છે. આ વર્ષે મે મહિનામાં ટાટા મોટર્સને ફોર્ડના પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ટેકઓવરની મંજૂરી મળી હતી. જે બાદ આ પ્રસ્તાવને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી પણ મળી હતી. મહત્વનું છે કે, ફોર્ડ કંપનીએ ગત વર્ષે ભારતમાંથી પોતાનો કારોબાર સંકલેવાની જાહેરાત કરી હતી.

આ ડીલમાં શું-શું સામેલ છે ? 

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીની આ ડીલ અંતર્ગત ફોર્ડ ઇન્ડિયાના એસેટ્સનું અધિગ્રહણ થશે. જેમાં જમીન અને બિલ્ડિંગ, મશીનરી અને ઇક્વિપમેન્ટ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સામેલ છે. ટાટા મોટર્સે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે, આ એસેટ ટ્રાન્સફર ડીલમાં ફોર્ડ ઇન્ડિયાના સાણંદ પ્લાન્ટમાં કાર્યરત એલિજિબલ કર્મચારીઓનું ટ્રાન્સફર કરવાનું પણ સામેલ છે. FIPL પરસ્પર સંમતિ અંગેની શરતોના આધાર પર TPEML પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જમીન અને ઈમારતો ભાડેથી પરત લઈને પોતાની પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું સંચાલન યથાવત રાખશે.

સાબરકાંઠામાં ભારે વરસાદ, હિંમનગર હાઈવે પર ભરાયા પાણી, જોઈ લો વીડિયો ..

ગુજરાત સરકાર, TPEML અને FIPL આ ડીલ સાથે જોડાયેલ તમામ જરુરી મંજૂરીઓમાં સહયોગ આપવા માટે પહેલા જ 30 મે 2022ના રોજ ત્રિપક્ષીય કરાક કરી ચૂક્યા છે. ટાટા મોટર્સે કહ્યું કે, આ ડીલ તમામ સ્ટેકહોલ્ડર્સ માટે ફાયદાની વાત છે. સાણંદ પ્લાન્ટની નિર્માણ ક્ષમતા વાર્ષિક 3 લાખ યૂનિટ છે.

જેને વધારીને વાર્ષિક 4.2 લાખ યુનિટ કરી શકાય છે. કંપનીએ કહ્યું કે, ટાટા મોટર્સ હાલના અને ભવિષ્યના વ્હીકલ્સ પ્લેટફોર્મ્સને અપનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્લાન્ટમાં ફેરફારરુપ જરુરી રોકાણ પણ કરશે.

આ પણ વાંચો :-