સુરતમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર મહિલાઓ ઘાતક હથિયારો લઈ તૂટી પડી

Share this story

In Surat, the women attacked

  • ધારદાર હથિયાર અને લાકડીના ફટકા વડે હુમલો કરતા મનપાના  SRP  સિક્યુરિટી જવાનને ઈજા થઇ હતી. હુમલો કર્યા બાદ ઢોર માલિકો પોતાના ઢોર છોડાવી નાસી છૂટયા હતા. મનપાના કર્મચારીઓએ ગોડાદરા પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોધાવી.

સુરત (Surat)ના ગોડાદરા વિસ્તાર (Godadara Area)માં સુરત મનપા (SMC)ની દબાણખાતાની ટીમ પર ઢોર માલિકો અને મહિલાઓએ મળીને હિંસક હુમલો કર્યો હતો. મનપાની ટીમ જ્યારે ઢોર પકડવા ગઈ હતી તે દરમિયાન મનપાના કર્મચારીઓ પર હથિયારો વડે હુમલો (Assault with weapons) કરતા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. આ હુમલામાં મહિલાઓ પણ હાથમાં હથિયારો લઇને મનપાની ટીમના કર્મચારીઓ પર તુટી પડી હતી.

સુરત મહાનગર પાલિકાની ઢોર પકડવા જતી ટીમ પર અવારનવાર હુમલાની ઘટનાઓ સુરતમાં સામે આવતી રહે છે તેવામાં સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા સંતનું ચાર રસ્તા પર મનપાની ટીમ પર હુમલો થયો હોવાની ઘટના બની હતી. સુરત મહાનગર પાલિકાની દબાણખાતાની રસ્તે રખડતા ઢોર પકડતી ટીમ રોડ પર રખડતા ઢોરને પકડવા માટે ગઈ હતી. મનપાની ટીમે સંતનું ચાર રાસ્ત પર ઢોર પકડીને મનપાના વાહનમાં ચડાવી રહ્યા હતા તે દરમ્યાન ઢોરના માલિકો એ ત્યાં પહોંચી બબાલ કરી હતી.

જોતજોતામાં મહિલાઓ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ઢોરના માલિકોએ મહિલાઓને આગળ કરી પોતાના ઢોર છોડાવતા હતા તે દરમ્યાન SRP સિક્યોરિટી જવાન તેમને રોકવા જતા તેમના પર હુમલો કરાયો હતો. ત્યાર બાદ મનપાના કર્મચારીઓ વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કરાયો હતો. એટલું જ નહીં આ દરમિયાન મહિલાઓના હાથમાં લાકડીઓની સાથે દારદાર હથિયારો પણ હતા. સાથે જ મહિલાઓએ આ ધારદાર હથિયાર અને લાકડીના ફટકા વડે હુમલો કરી મનપાના SRP સિક્યુરિટી જવાનને ઇજા પણ પહોંચાડી હતી.

હુમલો કર્યા બાદ ઢોર માલિકો પોતાના ઢોર છોડાવી નાસી છૂટયા હતા. મનપાના કર્મચારીઓએ ગોડાદરા પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ કરી હતી. હાલ ગોડાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. જોકે આ પ્રકારની ઘટના પહેલી વખત સામે નથી આવી.

ભૂતકાળમાં ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમો પર હુમલા થઈ ચૂક્યા છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ્યા છતાં પણ આ પ્રકારના હુમલા કાયમી થાય છે. જોકે હવે પશુપાલકો મહિલાઓને આગળ ધરીને પોતાના ઢોર છોડાવતા હોય છે.

આ પણ વાંચો :-