માતા માટે બે પુત્રો એવા બાખડ્યા કે, કોર્ટે 86 વર્ષની માતાને હાજર રહેવા કર્યો આદેશ

Share this story

The court ordered the 86-year

  • મોટા ભાઈએ આ વાતનો વિરોધ કર્યો હતો અને તેણે તેના નાના ભાઈ સામે FIR કરી હતી. નાના પુત્રએ આરોપ મૂક્યો છે કે, મોટા ભાઈએ સંપત્તિના વિવાદના કારણે તેનો વિરોધ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) મંગળવારે એક વ્યક્તિને પોતાની 86 વર્ષીય માતાને બુધવારે કોર્ટમાં લાવવાનો આદેશ આપ્યો છે. નાના ભાઈએ ફરિયાદ કરી હતી કે, મોટા ભાઈએ ગેરકાયદાકીય (Illegal) રીતે માતા પિતાને પોતાની પાસે રાખ્યા છે. મોટા ભાઈ અન્ય ભાઈ બહેનોને તેના માતા પિતાને મળવા દેતો નથી અને હાલમાં તે વાડજમાં (Wadge) રહે છે.

મંગળવારે મોટા પુત્રને તેની માતાને કોર્ટમાં લાવવાનો આદેશ આપ્યો છે. મોટા પુત્રએ કોર્ટમાં અનેક પ્રકારના બહાનાઓ બતાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની માતાની તબિયત સારી નથી અને તે કોર્ટમાં આવી નહીં શકે. કોર્ટે આદેશ આપ્યો છે કે, માતાને કોઈપણ કિંમતે કોર્ટમાં રજૂ કરવામાં આવે. જો જરૂર પડે તો તેમને ડોકટર સાથે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે.

જજે જણાવ્યું હતું કે, જો વૃદ્ધ મહિલાને નેબ્યુલાઈઝર સાથે લાવવામાં આવે છે, તો કોર્ટ મહિલા સાથે થોડો સમય વાત કરવા ઈચ્છે છે. કોર્ટ તે મહિલાની ઈચ્છા જાણવા માંગે છે કે શું તે મોટા પુત્ર સાથે રહેવાની ઈચ્છા ધરાવે છે.

કોર્ટે પિતાને કોર્ટમાં રજૂ કરવા અંગે વધુ ભાર આપ્યો નથી. અરજીકર્તાના પિતા કેન્સરથી પીડિત છે અને તેમને લકવો છે. ઉપરાંત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. જજે અરજીકર્તા નાના પુત્રએ કરેલ દાવાને વેરિફાઈ કરવા માટે માતાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. નાના ભાઈએ મોટા ભાઈ પર આરોપ મુક્યો છે કે તે તેના માતા પિતાને મળવા દેતો નથી અને તેમને ફોન પર સ્વતંત્ર રીતે વાત કરવાની મંજૂરી પણ આપી નથી.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

વર્ષ 2019માં માતા પિતા મોટા પુત્ર સાથે જૂનાગઢમાં રહેવા માટે જતા રહ્યા હતા. માતા પિતાને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવતા તેમને પરત લાવવામાં આવ્યા હતા. મોટા ભાઈએ આ વાતનો વિરોધ કર્યો હતો અને તેણે તેના નાના ભાઈ સામે FIR કરી હતી. નાના પુત્રએ આરોપ મૂક્યો છે કે, મોટા ભાઈએ સંપત્તિના વિવાદના કારણે તેનો વિરોધ કર્યો હતો.

જાન્યુઆરીમાં માતા-પિતા ફરી પોતાના મોટા પુત્ર પાસે રહેવા માટે જતા રહ્યા, ત્યાં સુધીમાં તેમનો મોટો પુત્ર અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો. નાના પુત્રએ દાવો કર્યો છે કે, તેણે અનેક વાર માતા-પિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માતા પિતાને વાત કરવા માટે મંજૂરી આપવામાં ન આવી. તે એકવાર અભયમ્ હેલ્પલાઈનની મદદથી તેમના માતા-પિતાને મળ્યા હતા.

નાના ભાઈએ મોટા ભાઈ પાસેથી તેના માતા-પિતાને છોડાવવા માટે પોલીસ સહિત અનેક અધિકારીઓને અરજી કરી હતી. નાના ભાઈએ વડોદરામાં પણ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવાનો પ્રયત્ન કર્યો પરંતુ સર્ચ વોરંટ મળ્યું ન હતું.

આ પણ વાંચો :-