Sunday, Apr 20, 2025

લઠ્ઠાકાંડ ના થાય તો શું થાય ? ગુજરાતમાં અહીંથી ઝડપાઈ નકલી દારૂ બનાવવાની ફેકટરી

2 Min Read

What happens if there is no riot

  • મોંઘી દાટ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભેળવી લોકોને પધરાવી દેવાતો. PCBએ બાતમીના આધારે આખું કારખાનું પકડ્યું.

બોટાદ કેમિકલકાંડ (Botad Chemical Scandal) હજી થમ્યો નથી પણ રાજયભરમાં બાદ દેશી દારૂનું (Desi liquor) વેચાણ કરતા લોકો પર પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. ત્યારે તાજેતરમાં જ આણંદમા નકલી દારૂ ફેકટરી બાદ અમદાવાદમાં પણ ગેરકાયદે ઈંગ્લીશ દારૂ (Illegal English liquor) બનાવતી ફેકટરી પકડાઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ ભંગારના ગોડાઉનમાં બનતો ભેળસેળ દારૂ PCB ટીમે પકડી પાડ્યો છે. આ ગોડાઉનમા શકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના બને આરોપી એસેન્સ (કલર) આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરરોજ અલગ અલગ મોંઘી કિંમતનો ઈંગ્લીશ દારૂ બનાવીને બોટલોમાં સિલ કરીને વેચાણ કરતા હતા.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

પ્રાથમિક વિગતો અનુસાર શંકર મારવાડી નામના આરોપીએ આ જગ્યા 10 હજાર રૂપિયાના માસિક કિંમતે ભાડે રાખી હતી અને છેલ્લા 6 મહિનાથી શંકર અને મોહમ્મદ છીપા નામના આરોપી દારૂની ખાલી બોટલો લાવીને નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા હતા. PCBની ટીમે ચોક્કસ હકીકત આધારે રેડ કરતા સામે આવ્યું કે અહીંયા તો આખું ગોડાઉન જ કાચની બોટલોથી ભરેલું હતું. નામ માત્ર ભંગારનું ગોડાઉનનું હતું પણ દરરોજ અહીંયાંથી 1 લાખથી વધારે કિંમતનો દારૂ વેચાતો હોવાની તેવી પ્રાથમિક માહિતી મળી છે.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર 

મહત્વનું છે કે પોલીસથી બચવા અને આ ગોડાઉનમાં અજાણ્યો વ્યક્તિ અંદર પ્રવેશી ના શકે તે માટે 3 કુતરાઓ રાખ્યા હતા. જેથી કોઈ બહારની વ્યક્તિ આવે તો ડાયરેકટ અટેક કરે. હાલ PCBએ બાતમીના આધારે રેડ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે શકર મારવાડી નામના ફરાર આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

 

Share This Article