અંતિમ તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યું તો હવે શું થશે ? અહીં જાણો

Share this story

What will happen if income tax

  • આવકવેરા રિટર્ન કે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 હતી. જો તમે આ છેલ્લી તારીખ સુધીમાં ITR નથી ભર્યું તો તમારે ઈન્કમ ટેક્સ વિભાગની તપાસ સહિતના અનેક નુકસાનમાંથી પસાર થવું પડી શકે છે.

નાણાકીય વર્ષ ITR 2021-22 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાનો છેલ્લો દિવસ 31 જુલાઈ, 2022 હતો. જો તમારી આવક રૂ. 2.5 લાખથી વધુ હોય તો તમારે ITR ફાઇલ કરવું આવશ્યક છે. નક્કી કરેલ સમયમર્યાદા (ITR deadline) સુધીમાં તમારું આવકવેરા રિટર્ન ફાઇલ (File Income Tax Return) ન કરવાથી તમે ટેક્સ વિભાગ (Tax Department)ની તપાસ પ્રક્રિયાને આમંત્રણ આપી રહ્યા છો.

કેટલીકવાર ITR ભરવાની સમયમર્યાદા લંબાવવામાં આવે છે. મહામારીને કારણે નાણાકીય પડકારોનો સામનો કરી રહેલા કરદાતાઓને રાહત આપવા માટે સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષમાં સમયમર્યાદા લંબાવી હતી. પરંતુ, આ પ્રકારના એક્સ્ટેંશન પર આધાર રાખશો નહીં. નિયત તારીખ પહેલાં તમારા ITR ફાઇલ કરીને દંડ, નહિ ચૂકવેલા કર પરનું વ્યાજ તેમજ કાનૂની સ્ક્રૂટીનીથી બચી શકો છો.

તમારું ITR એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેમાં તમારી આવક અને નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલા કર વિશેની માહિતી હોય છે. નિયત તારીખ પછી ફાઇલ કરવામાં આવેલ ITRને વિલંબિત રિટર્ન (belated returns) ગણવામાં આવે છે. જો તમે નિયત તારીખ સુધીમાં તમારું રિટર્ન ફાઇલ નહીં કરો તો તેના શું પરિણામ આવી શકે તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

પેનલ્ટીનો ભોગ બનવું પડે :

આવકવેરા રિટર્ન સમયસર ભરવાથી તમે જવાબદાર કરદાતા બનો છો. પણ જો તમે સમયમર્યાદા ચૂકી ગયા હોવ તો ચિંતા કરશો નહીં; તમે હજુ પણ 31 ડિસેમ્બર, 2022 સુધીમાં તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો. જો કે આ માટે કરપાત્ર આવક રૂ. 5 લાખ કરતાં વધુ હોય તો રૂ.5000 નો દંડ ચૂકવવો પડશે અને જો તમારી કરપાત્ર આવક રૂ. 5 લાખ કરતાં ઓછી હોય તો રૂ.1000 દંડ ભરવો પડશે.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

તેમજ કલમ 234F મુજબ વર્ષ 2021-22 માટે કોઈપણ નહિ ચૂકવેલા કર પરનું વ્યાજ પણ ભરવું પડશે. જો તમારી આવક રૂ. 2.5 લાખથી ઓછી છે અને તમે ડોક્યુમેન્ટેશન માટે તમારું રિટર્ન ફાઇલ કરી રહ્યાં હોવ તો કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.

વ્યાજની ચુકવણી : 

તમારે ધ્યાનમાં રાખવાનો બીજો મહત્વનો મુદ્દો એ છે કે, છેલ્લી તારીખ પછી તમારું રિટર્ન ભરવાથી બાકી રકમ પર 1% વ્યાજ લાગશે. બાકી રકમ 31 જુલાઈથી લાગેલ વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. વ્યાજની ગણતરી સમયમર્યાદા પૂરી થાય તે દિવસથી શરૂ થશે. તેથી તમે તમારા રિટર્ન ભરવામાં જેટલું વિલંબ કરશો, તેટલી વધુ રકમ તમારે વ્યાજની ચુકવણી તરીકે ચૂકવવી પડશે. તેથી તમારે સમયસર રિટર્ન ફાઇલ કરવું જોઈએ.

કાનૂની કાર્યવાહી થઈ શકે :

જો તમે તમારા આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરો અથવા ના ભરો, તો આવકવેરા વિભાગ તમારા કારણોને સમજવા માટે કાનૂની નોટિસ મોકલી શકે છે. જો ટેક્સ વિભાગ તમારા ખુલાસાથી સંતુષ્ટ ન થાય, તો તે તેની કાનૂની સત્તા મુજબ વાત આગળ વધારી શકે છે.

આ પણ વાંચો :-