Star cricketer Yuzvendra Chahal
- ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને ત્યારબાદ તેની પ્રાઇવેટ ચેટનો સ્ક્રીનશોટ પણ જાહેર પણ કર્યો હતો.
ભારતના સ્પિન સ્ટાર યુઝવેન્દ્ર ચહલ (Yuzavendra Chahal) સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ ક્રિકેટરોમાં સ્થાન ધરાવે છે. આઈપીએલ 2022 (IPL 2022)માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ફ્રેન્ચાઇઝી સાથે જોડાયા બાદથી ક્રિકેટ ચાહકોને હસવા માટે ઘણી યાદગાર ક્ષણો મળી. ચહલને ઘણી વખત અન્ય ક્રિકેટરોની મસ્તી કરવાનું પસંદ છે પણ તાજેતરમાં જ તેની સાથે પણ એક મજાક થઇ ગઇ હતી.
હકીકતમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક (Yuzvendra Chahal’s Instagram Account Hack) થઈ ગયું હતું અને ત્યારબાદ તેની પ્રાઇવેટ ચેટનો સ્ક્રીનશોટ પણ જાહેર પણ કર્યો હતો અને આવું કરનારે પોતે જ તેની જાહેરાત કરી હતી. હકીકતમાં ચહલ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી ટીમનો ભાગ છે.
રાજસ્થાન રોયલ્સે જ આ કારનામું કર્યું છે. આઈપીએલ 2022 દરમિયાન ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ હેક કરીને ટીમના ખેલાડીઓને ઘણા બધા મેસેજ કર્યા હતા. રાજસ્થાન રોયલ્સે તેનો બદલો લીધો છે.
જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત
જો કે આ બધું મજાક માટે કરવામાં આવ્યું હતું. રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરવામાં આવેલી ચહલની ઇન્સ્ટા ચેટના સ્ક્રીનશોટમાં તેની પત્ની ધનશ્રી વર્મા ચહલ, સંજુ સેમસન, મહેન્દ્રસિંહ ધોની, જોસ બટલર, ભારતીય ક્રિકેટ ટીમ અને રોહિત શર્માના એકાઉન્ટ પરથી છેલ્લા મેસેજ જોવા મળી રહ્યા છે.
શું છે વાયરલ કરેલા ફોટોમાં મેસેજ ?
વાયરલ કરવામાં આવેલ ફોટોમાં ઘણા બધા જાણીતા લોકોના મેસેજ જોઈ શકાય છે. જેમાં ધનશ્રીએ લખ્યું, “તમે અમારા વિડીયોમાં પાછા આવી જાઓ”. જ્યારે ધોનીએ ચહલને કોઇ બાબત માટે લખ્યું છે, ‘ગ્રેટ ચહલ.’ આ બધામાં રોહિત શર્માનો મેસેજ પણ ઓછો ફની નથી,જેમાં લખ્યું છે કે, ‘એકાઉન્ટ ડિલીટ કરી દે.’
એડમિન ચહલનો મજેદાર જવાબ :
આ દરમિયાન યુજવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સની પોસ્ટ પર મજેદાર પ્રતિક્રિયા આપી હતી. તેણે હેકરને જવાબ આપતા લખ્યું કે, “શું તમે ક્યારેય ઘીના થપ્પડ ખાધા છે એડમિન?” ચહલની આ ફની પ્રતિક્રિયાએ ચાહકોને હસાવ્યા છે. ચહલ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચાહકોના ફેવરિટમાંનો એક બની ગયો છે. ખાસ કરીને તેની અનોખી સેલિબ્રેશન સ્ટાઈલના કારણે.
આપને જણાવી દઈએ કે આ 32 વર્ષીય ખેલાડીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 ઈન્ટરનેશનલ મેચો અને ઝિમ્બાબ્વે પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો. ભારતીય કાર્યક્રમ એકદમ વ્યસ્ત હોવાથી ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવી રહ્યો છે અને નવા ખેલાડીઓને અજમાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :-