What was feared happened
- જામનગરની GG હોસ્પિટલમાં મંકી પોક્સના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી દાખલ કરવામાં આવ્યો છે. નાગનાથ ગેટ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય પુરુષને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં મંકીપોક્સનો (Monkeypox) શંકાસ્પદ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગરમાં (Jamnagar) મંકીપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. મંકીપોક્સના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી (Suspicious patient) જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર્દી દાખલ કરવામાં આવ્યો છે. હાલ દર્દીના નમૂના ગાંધીનગરના લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યારે આઈસોલેશન વોર્ડમાં (Isolation Ward) દર્દી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરની GG હોસ્પિટલમાં મંકીપોક્સના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી દાખલ કરવામાં આવ્યો છે. નાગનાથ ગેટ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય પુરુષને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ દર્દીના નમુના લઇને ગાંધીનગરના લેબમાં મોકલવામાં આવ્યા છે. બીજી બાજુ GG હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં આઈસોલેશન વોર્ડમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દીને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં મંકીપોક્સના કેસો વધી રહ્યા છે ત્યારે મંકીપોક્સનું ઈન્ફેકશન હોઈ તો શું કરવુ અને શું ન કરવુ તેને લઈને આરોગ્ય મંત્રાલયે યાદી બહાર પાડી છે.
મંકીપોક્સ ચેપ શું છે: :
મંકીપોક્સ વાસ્તવમાં શીતળા જેવો જ દુર્લભ વાયરલ ચેપ છે. તે સૌપ્રથમ 1958 માં સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં મળી આવ્યું હતું. એકવાર આ રોગ વાંદરાઓમાં ફેલાયો હતો. તેથી તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યું હતું. માનવીઓમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 1970માં નોંધાયો હતો. આ રોગ મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. વાયરસ પાક્સવિરીડે પરિવારથી સંબંધિત છે, જેમાં શીતળાનું કારણ બને તેવા વાયરસનો પણ સમાવેશ થાય છે.
જાણો તેના લક્ષણો શું છે :
તાવ અને ફોલ્લીઓ જેવા લક્ષણો મોટે ભાગે મંકીપોક્સના દર્દીઓમાં જોવા મળે છે. મંકીપોક્સ શીતળા કરતાં પણ ઓછું ચેપી છે. આના કારણે થતી સમસ્યાઓ પણ શીતળા કરતાં ઓછી ઘાતક હોય છે. તેના લક્ષણો બે થી ચાર અઠવાડિયા સુધી દેખાય છે. જો કે, કેટલાક દર્દીઓ ગંભીર હોઈ શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ ફોલ્લીઓના દેખાવથી લઈને તમામ ફોલ્લીઓના સ્કેબના પતન સુધી ચેપનો શિકાર બની શકે છે. આમાં મૃત્યુ દર 1 થી 10 ટકા હોઈ શકે છે.
અલગ રીતે ફેલાય છે મંકીપોક્સ :
WHO અનુસાર અત્યાર સુધીમાં લગભગ 80 કેસની પુષ્ટિ થઈ છે અને લગભગ 50 કેસની તપાસ ચાલી રહી છે. સર્વેલન્સ વિસ્તરણ થતાં વધુ કેસ આવવાની શક્યતા છે. WHOએ કહ્યું કે આ વાયરસ કોરોના કરતા અલગ રીતે ફેલાય છે. આ વાયરસ દર્દીના ઘામાંથી બહાર આવ્યા પછી આંખ, નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સિવાય મંકીપોક્સ વાંદરાઓ, ઉંદરો, ખિસકોલી જેવા પ્રાણીઓના કરડવાથી અથવા તેમના લોહી અને શરીરના પ્રવાહીને સ્પર્શવાથી પણ ફેલાય છે.
આ પણ વાંચો :-