Home Blog Page 1354

10 ઓગસ્ટ 2022 રાશિફળ : 251 વર્ષ બાદ આ રાશિમાં બની રહ્યો છે શુભ સંયોગ, ખુલશે ભાગ્ય અને આવશે સુખ-શાંતિ

10 August 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દુર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ. સુખ-શાંતિ રહે. સ્વાસ્થ્ય સારું રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માન વધે. સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

વૃષભઃ
બપોર પછી આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારું રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

મિથુનઃ
બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવારમાં શાંતિ રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડપ્રેશરના દર્દીઓએ વિશેષ સાવધાની રાખવી.

કર્કઃ
આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ, ઉપરી અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન-સન્માનમાં વૃદ્ધિ થતી જણાય. દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારું રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

સિંહઃ
સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્‍નતા અનુભવાય. પરિવારમાં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રા‌િપ્‍ત સહજ બને. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. સંતાનની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ
આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો, માઈગ્રેઈનની સમસ્યા સતાવે.

તુલાઃ
કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકારક પુરવાર થતા જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃશ્ચિકઃ
થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના ભાઈ-બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

ધનઃ
માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારું રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃદ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારું રહે. પરંતુ બહેનોએ સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકરઃ
આવક ઘટતી જણાય. છતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચ ન થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભઃ
આત્મબળમાં વૃદ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય. શેરબજાર તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્રવર્તુળમાં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.

આ પણ વાંચો :-

App જ નહીં આવા ફોન પણ બેન કરી શકે છે મોદી સરકાર, ચીનને ઝટકો આપવાની તૈયારી : રિપોર્ટમાં દાવો

Modi government

  • હજુ પણ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓનો બજેટ સેગ્મેન્ટ અને 15 હજાર રૂપિયા સુધીના સેગ્મેન્ટ પર દબદબો બનેલ છે.

ભારત ચીનને (India China) ફરી એક મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. એક રીપોર્ટ અનુસાર, સરકાર ચીની સ્માર્ટફોનની (Smart Phone) કંપનીઓનાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતનાં મોબાઈલ વહેંચવા પર રોક લગાવી શકે છે. તેની પાછળનો ઇરાદો દેશી કંપનીઓને (A native company) સમર્થન કરીને પ્રોત્સાહન આપવાનો છે.

ખાસ કરીને સરકાર Lava, Micromax અને બીજી ઘણી ભારતીય કંપનીને પ્રોત્સાહિત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે હજુ પણ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓનો બજેટ સેગ્મેન્ટ અને 15 હજાર રૂપિયા સુધીના સેગ્મેન્ટ પર દબદબો બનેલ છે.

એ રીપોર્ટ અનુસાર આ ચીની મોબાઈલ પર ben લગાવીને સરકાર ભારતીય સ્માર્ટફોન મેકર્સને મદદ કરવા માંગે છે અને મેડ ઈન્ડિયાને આગળ લઈ આવવા માંગે છે. જો એવું થયું તો Xiaomi, Poco, Realme અને બીજી ચીની કંપનીઓને ભારી નુકશાન વેઠવું પડશે.

ચીની કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં દબદબો બનાવીને બેઠી છે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 12,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં કુલ મોબાઈલ વેચાણના ત્રીજા ભાગનું છે અને આ આંકડો જૂન 2022 ક્વાર્ટરનો છે. તેમાં ચીની સ્માર્ટફોન બ્રાન્ડના કુલ 80 ટકા જેટલા ફોન વહેંચાયા છે.

ભારત અને ચીની કંપનીઓ વચ્ચે હજુ પણ રસાકસી ચાલી રહી છે. ઘણી ચીની કંપનીઓ ભારત સરકારની રડારમાં છે અને છેલ્લા થોડા મહિનાથી Xiaomi, Vivo અને Oppo પર ટેક્સ ચોરીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. હાલ ક ઇડી એ મની લૉન્ડ્રીના કેસમાં વિવોના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું હતું. એ પછી કંપનીએ રીક્વેસ્ટ કરી પછી એકાઉન્ટ અન્ફ્રીઝ કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે ચીની કંપનીઓનાં બજેટ મોબાઈલને ben કરવાનું ઓફીશીયલ સ્ટેટમેન્ટ હજુ બહાર પડ્યું નથી પણ ઘણા રિપોર્ટ અનુસાર આ જલ્દી જ થઈ શકે છે. ભારત સરકાર આ પહેલા પણ ચીની એપ્સ સામે એક મોટું એક્શન લઈ ચૂકી છે.

આ પણ વાંચો :-

 બિહારમાં નવી સરકારની ફોર્મ્યુલા આવી સામે, 8-10 મહિના સીએમ રહેશે નીતિશ, પછી તેજસ્વીને મળશે કમાન

0

The formula of the new government

  •  સૂત્રોના મતે તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસેથી ગૃહ વિભાગ અને સ્પીકરની માંગણી કરી.

બિહારના રાજકારણમાં (Bihar Political Crisis) નવો વળાંક સામે આવ્યો છે. બિહારમાં (Bihar) નીતિશ કુમાર (Nitish Kumar) બીજેપીનો સાથ છોડીને મહાગઠબંધન (Mahagathbandhan) સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. બન્ને વચ્ચે ફરી એક વખત ગઠબંધન થઇ ગયું છે. નવી સરકારમાં નીતિશ કુમાર કેટલા મહિના મુખ્યમંત્રી રહેશે તેની ફોર્મ્યુલા પણ તૈયાર થઇ ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું કે મહાગઠબંધન અને જેડીયુ વચ્ચે ગઠબંધનમાં નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે. જો કે તે શરૂઆતના 8-10 મહિના જ મુખ્યમંત્રી રહેશે. આ પછી તેજસ્વી યાદવને (Tejaswi Yadav)મુખ્યમંત્રીની કમાન સોપવામાં આવશે.

સૂત્રોના મતે શરૂઆતમાં જેડીયુના નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ ઉપ મુખ્યમંત્રી બનશે. જોકે આઠથી દશ મહિના પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદની કમાન તેજસ્વી યાદવને આપી દેશે. તેનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જશે.

કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ પોતાના ધારાસભ્યોનો સમર્થન પત્ર તેજસ્વી યાદવને સોંપી દીધો છે. પટનામાં થયેલી મહાગઠબંધનની બેઠકમાં તેજસ્વીને આ સમર્થન પત્ર આપ્યો છે. સૂત્રોના મતે તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસેથી ગૃહ વિભાગ અને સ્પીકરની માંગણી કરી છે.

આ પણ વાંચો :-

‘હું દિનેશ કાર્તિકને ટીમ ઈન્ડિયામાં સામેલ નહીં કરું’, જાડેજાએ આપ્યું ચોંકાવનારું નિવેદન

0

I will not include Dinesh Karthik

  • દિનેશ કાર્તિકે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી સારી રમત દેખાડી છે. પરંતુ હવે ભારતના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ તેના વિશે મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય ટીમના (Indian team) સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે (Dinesh Kartike) તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. કાર્તિક ટીમ ઈન્ડિયા માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે ભારતના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ (Ajay Jadeja) દિનેશ કાર્તિકને લઈને મોટું નિવેદન આપ્યું છે. જાડેજાએ કહ્યું કે કાર્તિકની જગ્યા ટીમ ઈન્ડિયામાં નથી બની.

જાડેજાએ આ આપ્યું નિવેદન :

ભારતના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી અજય જાડેજાએ કહ્યું, ‘હવે જો તમે તેને જે રીતે સાંભળ્યું છે તે રીતે રમવું હોય તો તમારે આક્રમક રીતે રમવું પડશે. જો વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં આવે છે, તો તમારે દરેક કિંમતે દિનેશ કાર્તિકની જરૂર છે. તે તમારો પ્લસ પોઈન્ટ છે. પરંતુ જો તમારી પાસે બેમાંથી કોઈ ન હોય તો દિનેશ કાર્તિકનું અહીં કોઈ કામ નથી. પછી હું દિનેશ કાર્તિકને ટીમમાં નહીં રાખીશ.

કોમેન્ટ્રી કરી શકે છે :

આગળ બોલતા અજય જાડેજાએ કહ્યું, ‘દિનેશ કાર્તિક ખૂબ જ સારો કોમેન્ટેટર છે. જો તે ઈચ્છે તો મારી બાજુમાં બેસી શકે છે. હું પહેલા બોલરો પસંદ કરું છું. મેં શમી, બુમરાહ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલને પસંદ કર્યા છે. ચારેયમાં ભિન્નતા છે. બેટિંગમાં મારા માટે ચાર ખેલાડીઓ નિશ્ચિત છે – ઋષભ પંત, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડા

કાર્તિક લાંબા સમય બાદ પરત ફર્યો છે :

દિનેશ કાર્તિકે IPL 2022માં શાનદાર રમત બતાવી અને તે RCB ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો. તેણે ટીમ માટે ઘણા રન બનાવ્યા. તેના ખતરનાક પ્રદર્શનને જોઈને પસંદગીકારોએ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપી. તેણે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં શાનદાર રમત બતાવી અને તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો મેચ વિનર બન્યો. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

નોઈડા : મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારા નેતા શ્રીકાંત ત્યાગીની ધરપકડ, 25 હજારનું હતું ઈનામ

0

Noida: Leader Shrikant

  • નોઈડાના ગ્રેંડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ગાળાગાળી કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગીને પોલીસે ઝડપી પાડ્યો છે.

નોઈડાના (Noida) ગ્રેંડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ગાળાગાળી કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગીને (Alleged leader Srikanth Tyagi) પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યાગી સાથે પોલીસે ત્રણ લોકોને મેરઠમાંથી ધરપકડ કરી છે. શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂંક (misconduct) કરવાના મામલે ફરાર હતો.

કહેવાય છે કે, શ્રીકાંત ત્યાગી સતત પત્ની અને વકીલ સાથે વાત કરવાની કોશિશ કરતો હતો. આ તમામની વચ્ચે પોલીસે તેના લોકેશનની જાણકારી મળી. ત્યાર બાદ પોલીસે મેરઠથી શ્રીકાંતની ધરપકડ કરી હતી.

પોલીસે તેની પત્નીની ધરપકડ કરી :

પોલીસે મંગળવારે તેની પત્નીને ફરી વાર ધરપકડ કરી હતી. આ અગાઉ પોલીસે શુક્રવારે પણ શ્રીકાંત ત્યાગીની પત્નીની ધરપકડ કરીને 24 કલાકથી પણ વધારે સમય સુધી પૂછપરછ કરી હતી.

Maharashtra : વરસાદ વચ્ચે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર હાઈ ટાઈડ 

25 હજાર રૂપિયાનુ ઈનામ જાહેર કર્યું હતું :

તે અગાઉ નોઈડા પોલિસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. આરોપીની શોધમાં નોઈડા પોલીસની 8 ટીમો 3 રાજ્યોમાં તેની શોધ કરી રહી હતી. સોમવારે સોસાયટીમાં આવેલા તેના ઘર પર ગેરકાયદેસર દબાણને તોડી પાડવામાં આવ્યું હતું. આરોપી પર દબાણ બનાવવા માટે ભંગેલમાં તેની દુકાન પર જીએસટીની ટીમે દરોડા પણ પાડ્યા હતા.

આ પણ વાંચો :-

ડેસરમાં બુટલેગર નવઘણ ભરવાડનો આતંક, જુગાર ધામ પર નકલી પોલીસ બનીને દરોડા પાડ્યા, એક યુવકનું થયુ મોત

0

Bootlegger terrorizes nine

  • વડોદરાના ડેસરમાં એક બુટલેગરે નકલી પોલીસ બનીને એવી નૌટંકી કરી કે, એક યુવકનું મોત નિપજ્યુ હતું. નકલી પોલીસને ભાગીને ત્રણ યુવકોએ નદીમાં ઝંપલાવ્યુ હતું, જેમાં એક યુવકનું મોત નિપજ્યુ છે.

વડોદરાના (Vadodara) ડેસરમાં એક બુટલેગરે નકલી પોલીસ (Fake police) બનીને એવી નૌટંકી કરી કે, એક યુવકનું મોત નિપજ્યુ હતું. નકલી પોલીસને ભાગીને ત્રણ યુવકોએ નદીમાં ઝંપલાવ્યુ હતું જેમાં એક યુવકનું મોત નિપજ્યુ છે.

બન્યું એમ હતું કે ડેસરમાં કુખ્યાત બુટલેગર નવધણ ભરવાડે નકલી પોલીસ બની જુગારધામ પર દરોડો પાડ્યો હતો. તે પોતાની ગેંગને લઈને ઉદલપુર ખાતેની કવોરી પાછળની માઈન્સ પાસે કેટલાક ઈસમો જુગાર રમતા હતા ત્યાં પહોંચ્યો હતો અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તેણે પોલીસની જેમ જુગારધામ પર રેડ પાડી હતી.

બુટલેગર નવધણ ભરવાડે નકલી પોલીસ બની રેડ પાડતાં નાસભાગ મચી હતી હતી. જેથી ભારે અફરાતરફી મચી ગઈ હતી. જુગાર રમાનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં જુગાર રમનારા ત્રણ શખ્સો પોલીસની રેડ પડી સમજી ડરીને કૂણુ નદીમાં ખાણના ઊંડા પાણીમાં કૂદી ગયા હતા.

Maharashtra : વરસાદ વચ્ચે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર હાઈ ટાઈડ

અયાનમહમદ મકરાણી, નિતેશ રાજગોર અને અન્ય એક યુવક ઊંડા પાણીમાં કૂદી ગયા હતા, જેમાં અયાનમહમદ મકરાણીનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નિપજ્યું છે. ત્યારે  2 દિવસની જહેમત બાદ વડોદરા ફાયર ફાઇટર ટીમે તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

ડેસર પોલીસ સ્ટેશનમાં બુટલેગર નવધણ ભરવાડ સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જોકે, કુખ્યાત બુટલેગર નવધણ ભરવાડનો ડેસર પોલીસ સાથે ઘરોબો હોવાની ગ્રામજનોમાં ચર્ચા છે.

આ પણ વાંચો :-

…તો તમારું વાહન સીધું જ ભંગારમાં જશે, ગુજરાતમાં 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી મળી

0

then your vehicle will go

  • આ ફિટનેસ સેન્ટરનું કામ 15 વર્ષ જૂના વાહનને સર્ટિફિકેટ આપવાનું રહેશે. એટલે કે જેમનું વાહન 15 વર્ષથી જૂનું હોય તેઓ આ ફિટનેસ સેન્ટર ખાતે જઈને ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. આ માટે નિર્ધારિત ફી ચૂકવવી પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહેશે તો તેને ભંગારમાં ફેરવવાની પ્રક્રિયા કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ઘણા સમય પહેલા 15 વર્ષથી જૂના વાહનોને ભંગારમાં ફેરવવાની યોજના (Vehicle Scrappage Policy) જાહેર કરી હતી. હવે તેનો અમલ ગમે ત્યારે થઈ શકે છે. આ પોલિસી લાગૂ થયા બાદ 15 વર્ષથી જૂના વાહનો કે જે ફિટનેસ ટેસ્ટ (Vehicle Fitness Test)માંથી પસાર નહીં થાય તેમને ભંગારમાં ફેરવવામાં આવશે. જે અનુસંધાને ગુજરાતમાં પણ આ પોલિસી લાગૂ પડશે.

આ પોલિસીની યોગ્ય રીતે અમલ થાય તે માટે ગુજરાતમાં 85 જેટલા વાહન ફિટનેસ સેન્ટર (Vehicle Fitness Center)ને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. એક માહિતી એવી પણ મળી છે કે ફિટનેસ સેન્ટર ખાતે જો તમારું 15 વર્ષ જૂનું વાહન ત્રણ વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સીધું જ ભંગારમાં જવા દેવામાં આવશે.

ગુજરાત સરકારની તૈયારી :

સ્ક્રેપ પોલિસીના અમલને લઈને ગુજરાત સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પીપીપી ધોરણે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. આ ફિટનેસ સેન્ટરનું કામ 15 વર્ષ જૂના વાહનને સર્ટિફિકેટ આપવાનું રહેશે.

Maharashtra : વરસાદ વચ્ચે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર હાઈ ટાઈડ

એટલે કે જેમનું વાહન 15 વર્ષથી જૂનું હોય તેઓ આ ફિટનેસ સેન્ટર ખાતે જઈને ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. આ માટે નિર્ધારિત ફી ચૂકવવી પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહેશે તો તેને ભંગારમાં ફેરવવાની પ્રક્રિયા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે ગુજરાતના સિરામિક ઉધોગપતિ પાસેથી લાખો રૂપિયાની ખંડણીની માંગી

0

In the name of Lawrence Bishnoi

  • વિદેશથી સમગ્ર કાળો કારોબાર સંભાળતી પંજાબની કુખ્યાત ગેંગે હવે ગુજરાતના એક ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માગી છે.

વિદેશથી સમગ્ર કાળો કારોબાર સંભાળતી પંજાબની કુખ્યાત ગેંગે (Notorious gangs of Punjab) હવે ગુજરાતના એક ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માંગી છે. લોરેન્સ બીશ્નોઇ ગેંગનો (Lawrence Bishnoi Gang) માણસ હોવાની ઓળખ આપીને એક અજ્ઞાત વ્યક્તિએ સિરામિક ઉધોગપતિ પાસેથી પાસે રૂ.25 લાખની ખંડણી માંગતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને (Police Station) પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નાનીવાવડી રોડ, રાધાપાર્ક સોસાયટીમાં રહેતા ઉધોગપતિ અનિલભાઇ વલ્લભભાઈ કગથરાએ પોલીસ ફરિયાદમાં નોધાવી છે કે તા. 29ના સાંજના 5:00 વાગ્યા દરમ્યાન આરોપીએ લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી મોબાઈલ નંબર+1(425)606-4366 ઉપરથી અનિલભાઈના મોબાઇલમાં વ્હોટ્સએપ પર ઓડીયો, વીડિયો મેસેજ કર્યા હતા અને વ્હોટ્સએપ કોલ દ્વારા અનિલભાઈને  ડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી.

એસ.બી.આઈ બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા  ફોન પે ઉપર રૂપિયા મોકલી આપવાનું કહ્યું હતું અને જો રૂપિયા 25 લાખ નહી આપે તો અનિલભાઈ તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલભાઈના મોબાઈલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વીડિયો મોકલીને મૃત્યુનો ભય બતાવ્યો હતો. જે મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

Maharashtra : વરસાદ વચ્ચે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર હાઈ ટાઈડ

પંજાબના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક તથા કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. માનસા ખાતે તેમની ગાડી ઉપર 30થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. મૂસેવાલા પોતાના બંને કમાન્ડોને સાતે લીધા વગર બહાર નીકળ્યા હતા અને પોતાની બુલેટપ્રૂફ ગાડી પણ સાથે નહોતા લઈ ગયા.

સિદ્ધૂ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કબૂલ્યું હતું કે, તેણે 2018માં અભિનેતા સલમાન ખાનને ઠાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. તે માટે તેણે 4 લાખ રૂપિયા ખર્ચીને ખાસ રાઈફલ પણ મગાવી હતી.

આ પહેલાં દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે, જોધપુરમાં સલમાન ખાને બિશ્નોઈ સમુદાય માટે પૂજનીય મનાતાં ચિંકારાનો શિકાર કર્યો હતો. તેના બદલા રૂપે તેણે સલમાનને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું.

આ પણ વાંચો :-

બિહારનાં રાજકારણમાં આવ્યો મોટો વળાંક , ભાજપ હાઇ કમાન્ડે લાલુ પરિવારને કર્યો ફોન 

0

Big turning point in Bihar politics

  • બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો થઈ રહી છે. ભાજપ અને નીતિશકુમાર વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે ? એવી ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે.

બિહારમાં (Bihar) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Political upheaval) વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભાજપ હાઈકમાને પોતાના કટ્ટર વિરોધી આરજેડીના ચીફ લાલુ યાદવના (Lalu Yadav) પરિવાર સાથે વાતચીત કરી છે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો વહેતી થઈ છે. ત્યારે ભાજપ અને નીતિશકુમાર (Nitishkumar) વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે ? એવી ચર્ચાઓ જોર પકડ્યું છે.

બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે. આ બધા વચ્ચે આરજેડીએ પોતાના તમામ વિધાયકોને કહ્યું છે કે આગામી 3-4 દિવસ પટણામાં જ રહે.

બીજી બાજુ આવો જ આદેશ કોંગ્રેસે પણ પોતાના વિધાયકોને આપ્યો છે. આરજેડીને લેફ્ટના ધારાસભ્યોનો પણ સાથ મળી રહ્યો છે. પરંતુ ભાજપ હાઈકમાન તરફથી લાલુ યાદવના પરિવારને કરાયેલા ફોને બધાને ચોંકાવી દીધા છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ બિહારમાં મહારાષ્ટ્રવાળી ગેમ થવાની તૈયારી હતી. સીએમ નીતિશકુમાર માટે આરસીપી સિંહ એકનાથ શિંદે બનવાના હતા. પરંતુ તે પહેલા જ નીતિશકુમારે સ્થિતિ જાણી લીધી અને આરસીપી સિંહે જેડીયુથી અલગ થવું પડ્યું. કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા આરસીપી સિંહને જેડીયુ તરફથી ફરી રાજ્યસભા સભ્ય ન બનાવવા પાછળ પણ આ જ કારણ કહેવાઈ રહ્યું છે. ભાજપ સાથે વધેલી આરસીપી સિંહની નીકટતા જેડીયુને ગમી નહીં.

આ બધા વચ્ચે કોંગ્રેસની બિહાર શાખાએ રાજ્યમાં રાજકીય ફેરફારની અટકળો વચ્ચે એક ડગલું આગળ વધતા નીતિશકુમાર જો ભાજપ સાથે નાતો તોડે તો તે પરિસ્થિતિમાં તેમને બિનશરતી સમર્થનની જાહેરાત કરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટી (AICC) સચિવ અને પાર્ટી ધારાસભ્ય શકીલ અહેમદ ખાને કહ્યું કે તમામ પાર્ટી ધારાસભ્યોએ સર્વસંમતિથી નીતિશકુમારના ભાજપ સાથે નાતો તોડવાની સ્થિતિમાં અસ્તિત્વમાં આવનારા નવા સમીકરણનું સમર્થન કરવાનો સંકલ્પ લીધો છે.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત ! કન્ફર્મ ટિકિટ સાથે કેટલાંક MLAs કેસરિયા કરે તેવી શક્યતા

0

Signs of newness in Saurashtra

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા-જૂનીના એંધાણ. કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કરી શકે છે કેસરિયા.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસને (Saurashtra Congress) પક્ષપલટાનો આંચકો લાગી શકે છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના MLA ગમે ત્યારે કેસરિયા (Saffron) કરી શકે છે.

17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત :

જણાવી દઇએ કે, તારીખ 17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના રાજકીય સંકેત દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસના કેટલાંક MLAs (ધારાસભ્યો) કન્ફર્મ ટિકિટ સાથે ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મજબૂત બેઠકના MLAની વિકેટ ખેડવવા ભાજપની વ્યૂહનીતિ તૈયાર કરી દેવાઇ છે. ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું કેસરિયા ઓપરેશન ચાલી રહ્યું છે. ભાજપના મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના MLA ભાજપમાં જોડાઇ શકે છે.

નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ કેસરીયો ધારણ કરશે :

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly election) નજીક આવતાની સાથે જ પક્ષપલ્ટાની મૌસમ પણ જામી છે. ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસ (Congress) સાથે છેડો ફાડી રાજીનામું આપનાર પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ ભાજપનો (BJP) કેસરીયો ધારણ કરશે.

ભાજપમાં જોડાનારા બે દિગ્ગજોએ CM સાથે કરી હતી મુલાકાત :

આ બંને નેતાઓએ 6 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને PM મોદીના નેતૃત્વમાં તેઓએ ભાજપમાં જોડાઇ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે આ બંને નેતાઓ 17 ઓગસ્ટે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

બે દિગ્ગજોએ PM સાથે પણ કરી હતી મુલાકાત :

એ સિવાય આ બંને નેતાઓએ દિલ્હીમાં PM મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે નરેશ રાવલ પૂર્વ ગૃહમંત્રી અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જ્યારે રાજુ પરમાર કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચો :-