બિહારમાં નવી સરકારની ફોર્મ્યુલા આવી સામે, 8-10 મહિના સીએમ રહેશે નીતિશ, પછી તેજસ્વીને મળશે કમાન

Share this story

The formula of the new government

  •  સૂત્રોના મતે તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસેથી ગૃહ વિભાગ અને સ્પીકરની માંગણી કરી.

બિહારના રાજકારણમાં (Bihar Political Crisis) નવો વળાંક સામે આવ્યો છે. બિહારમાં (Bihar) નીતિશ કુમાર (Nitish Kumar) બીજેપીનો સાથ છોડીને મહાગઠબંધન (Mahagathbandhan) સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. બન્ને વચ્ચે ફરી એક વખત ગઠબંધન થઇ ગયું છે. નવી સરકારમાં નીતિશ કુમાર કેટલા મહિના મુખ્યમંત્રી રહેશે તેની ફોર્મ્યુલા પણ તૈયાર થઇ ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું કે મહાગઠબંધન અને જેડીયુ વચ્ચે ગઠબંધનમાં નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે. જો કે તે શરૂઆતના 8-10 મહિના જ મુખ્યમંત્રી રહેશે. આ પછી તેજસ્વી યાદવને (Tejaswi Yadav)મુખ્યમંત્રીની કમાન સોપવામાં આવશે.

સૂત્રોના મતે શરૂઆતમાં જેડીયુના નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ ઉપ મુખ્યમંત્રી બનશે. જોકે આઠથી દશ મહિના પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદની કમાન તેજસ્વી યાદવને આપી દેશે. તેનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જશે.

કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ પોતાના ધારાસભ્યોનો સમર્થન પત્ર તેજસ્વી યાદવને સોંપી દીધો છે. પટનામાં થયેલી મહાગઠબંધનની બેઠકમાં તેજસ્વીને આ સમર્થન પત્ર આપ્યો છે. સૂત્રોના મતે તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસેથી ગૃહ વિભાગ અને સ્પીકરની માંગણી કરી છે.

આ પણ વાંચો :-