Modi government
- હજુ પણ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓનો બજેટ સેગ્મેન્ટ અને 15 હજાર રૂપિયા સુધીના સેગ્મેન્ટ પર દબદબો બનેલ છે.
ભારત ચીનને (India China) ફરી એક મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. એક રીપોર્ટ અનુસાર, સરકાર ચીની સ્માર્ટફોનની (Smart Phone) કંપનીઓનાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતનાં મોબાઈલ વહેંચવા પર રોક લગાવી શકે છે. તેની પાછળનો ઇરાદો દેશી કંપનીઓને (A native company) સમર્થન કરીને પ્રોત્સાહન આપવાનો છે.
ખાસ કરીને સરકાર Lava, Micromax અને બીજી ઘણી ભારતીય કંપનીને પ્રોત્સાહિત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે હજુ પણ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓનો બજેટ સેગ્મેન્ટ અને 15 હજાર રૂપિયા સુધીના સેગ્મેન્ટ પર દબદબો બનેલ છે.
એ રીપોર્ટ અનુસાર આ ચીની મોબાઈલ પર ben લગાવીને સરકાર ભારતીય સ્માર્ટફોન મેકર્સને મદદ કરવા માંગે છે અને મેડ ઈન્ડિયાને આગળ લઈ આવવા માંગે છે. જો એવું થયું તો Xiaomi, Poco, Realme અને બીજી ચીની કંપનીઓને ભારી નુકશાન વેઠવું પડશે.
ચીની કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં દબદબો બનાવીને બેઠી છે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 12,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં કુલ મોબાઈલ વેચાણના ત્રીજા ભાગનું છે અને આ આંકડો જૂન 2022 ક્વાર્ટરનો છે. તેમાં ચીની સ્માર્ટફોન બ્રાન્ડના કુલ 80 ટકા જેટલા ફોન વહેંચાયા છે.
ભારત અને ચીની કંપનીઓ વચ્ચે હજુ પણ રસાકસી ચાલી રહી છે. ઘણી ચીની કંપનીઓ ભારત સરકારની રડારમાં છે અને છેલ્લા થોડા મહિનાથી Xiaomi, Vivo અને Oppo પર ટેક્સ ચોરીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. હાલ ક ઇડી એ મની લૉન્ડ્રીના કેસમાં વિવોના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું હતું. એ પછી કંપનીએ રીક્વેસ્ટ કરી પછી એકાઉન્ટ અન્ફ્રીઝ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે ચીની કંપનીઓનાં બજેટ મોબાઈલને ben કરવાનું ઓફીશીયલ સ્ટેટમેન્ટ હજુ બહાર પડ્યું નથી પણ ઘણા રિપોર્ટ અનુસાર આ જલ્દી જ થઈ શકે છે. ભારત સરકાર આ પહેલા પણ ચીની એપ્સ સામે એક મોટું એક્શન લઈ ચૂકી છે.
આ પણ વાંચો :-