લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે ગુજરાતના સિરામિક ઉધોગપતિ પાસેથી લાખો રૂપિયાની ખંડણીની માંગી

Share this story

In the name of Lawrence Bishnoi

  • વિદેશથી સમગ્ર કાળો કારોબાર સંભાળતી પંજાબની કુખ્યાત ગેંગે હવે ગુજરાતના એક ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માગી છે.

વિદેશથી સમગ્ર કાળો કારોબાર સંભાળતી પંજાબની કુખ્યાત ગેંગે (Notorious gangs of Punjab) હવે ગુજરાતના એક ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માંગી છે. લોરેન્સ બીશ્નોઇ ગેંગનો (Lawrence Bishnoi Gang) માણસ હોવાની ઓળખ આપીને એક અજ્ઞાત વ્યક્તિએ સિરામિક ઉધોગપતિ પાસેથી પાસે રૂ.25 લાખની ખંડણી માંગતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને (Police Station) પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નાનીવાવડી રોડ, રાધાપાર્ક સોસાયટીમાં રહેતા ઉધોગપતિ અનિલભાઇ વલ્લભભાઈ કગથરાએ પોલીસ ફરિયાદમાં નોધાવી છે કે તા. 29ના સાંજના 5:00 વાગ્યા દરમ્યાન આરોપીએ લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી મોબાઈલ નંબર+1(425)606-4366 ઉપરથી અનિલભાઈના મોબાઇલમાં વ્હોટ્સએપ પર ઓડીયો, વીડિયો મેસેજ કર્યા હતા અને વ્હોટ્સએપ કોલ દ્વારા અનિલભાઈને  ડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી.

એસ.બી.આઈ બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા  ફોન પે ઉપર રૂપિયા મોકલી આપવાનું કહ્યું હતું અને જો રૂપિયા 25 લાખ નહી આપે તો અનિલભાઈ તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલભાઈના મોબાઈલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વીડિયો મોકલીને મૃત્યુનો ભય બતાવ્યો હતો. જે મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

Maharashtra : વરસાદ વચ્ચે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર હાઈ ટાઈડ

પંજાબના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક તથા કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. માનસા ખાતે તેમની ગાડી ઉપર 30થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. મૂસેવાલા પોતાના બંને કમાન્ડોને સાતે લીધા વગર બહાર નીકળ્યા હતા અને પોતાની બુલેટપ્રૂફ ગાડી પણ સાથે નહોતા લઈ ગયા.

સિદ્ધૂ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કબૂલ્યું હતું કે, તેણે 2018માં અભિનેતા સલમાન ખાનને ઠાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. તે માટે તેણે 4 લાખ રૂપિયા ખર્ચીને ખાસ રાઈફલ પણ મગાવી હતી.

આ પહેલાં દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે, જોધપુરમાં સલમાન ખાને બિશ્નોઈ સમુદાય માટે પૂજનીય મનાતાં ચિંકારાનો શિકાર કર્યો હતો. તેના બદલા રૂપે તેણે સલમાનને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું.

આ પણ વાંચો :-