ગાંધીનગર સચિવાલ પહોચ્યાં ખેડૂતો, બાકી વળતરના પૈસા ન મળતા કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા

Share this story

Farmers who reached Gandhinagar

  • ગાંધીનગર સચિવાલયય ખાતે સરદાર સરોવર નિગમની જમીન શાખામાં વડોદરાના અભોળ ગામના કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા જમીન શાખાનો સામાન જેવો કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ખુરશી સહિતનો સામાન ઉઠાવીને લઇ જતા હતા.

ગાંધીનગર સચિવાલય (Gandhinagar Secretariat) ખાતે આજે કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા નર્મદા નિગમની (Narmada Corporation) જમીન શાખાનો સામાન ઉઠાવીને લઇ જતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આ મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમને અમારું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

ગાંધીનગર સચિવાલયય ખાતે સરદાર સરોવર નિગમની જમીન શાખામાં વડોદરાના અભોળ ગામના કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો દ્વારા જમીન શાખાનો સામાન જેવો કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ખુરશી સહિતનો સામાન ઉઠાવીને લઇ જતા હતા. જે જોઈ શાખાના કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. પરંતુ બાદમાં તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, આ મામલે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે તેઓ આ સમાન કેમ લઇ જઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમને અમારું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

ત્યારે આ મામલે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી અમને અમારું વળતર મળ્યું નથી. વર્ષ 1986 થી 225 રૂપિયા અમારું વળતર ચૂકવવાનું બાકી છે. અમે બે વખત વોરંટ લઇને આવ્યા પરંતુ નર્મદા નિગમે અમે અમારું વળતર ચૂકવ્યું જ નહીં. તેથી અમે ફરી આવ્યા અને અમારા બાકી વળતરના બદલામાં ઓફિસનો સામાન લઇ જઈ રહ્યા છીએ.

જોકે, આ મામલે ખેડૂતોના વકીલે જણાવ્યું હતું કે, 1988 માં વડોદરાના અભોળ ગામની જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે જમીનનું વળતર પ્રતિ વારે આપવા નક્કી કરાયું હતું. હાઈકોર્ટે 1625 રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. પરંતુ સંપાદન ખાતાએ 1400 રૂપિયા ચૂકવ્યા હતા અને 225 રૂપિયા આપ્યા ન હતા તેથી કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો :-