Home Blog Page 1353

રાજુ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો : લોકપ્રિય કોમેડિયન જિમમાં વર્કઆઉટ કરતાં સમયે પડી ગયો, દિલ્હીની AIIMSમાં દાખલ

Raju Srivastava suffers heart attack

  • લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની બુધવાર, 10 ઓગસ્ટના રોજ તબિયત લથડી હતી. દિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.

રાજુ શ્રીવાસ્તવને (Raju Srivastava) હાર્ટ અટેક આવ્યો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજુને જિમમાં વર્કઆઉટ કરતાં સમયે હાર્ટ અટેક (Heart attack) આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

રાજુ શ્રીવાસ્તવના ભાઈ દીપુ તથા PROએ કોમેડિયનને હાર્ટ અટેક આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ હોટલના જિમમાં વર્કઆઉટ કરતો હતો. આ દરમિયાન ટ્રેડ મિલ પર રનિંગ કરતાં સમયે છાતીમાં દુખાવો થયો હતો અને તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યો હતો.

PRO અજીત સક્સેનાએ કહ્યું હતું કે રાજી પાર્ટીના કેટલાંક મોટા નેતાઓને મળવા માટે દિલ્હી આવ્યો હતો. તેની પલ્સ હવે નોર્મલ છે અને ટૂંક સમયમાં જ હેલ્થ અપડેટ આપવામાં આવશે.

58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમ વર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યારબાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-નાના રોલ પ્લે કર્યો હતો.

કોમનવેલ્થ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી દેશ માટે મેડલ જીતનાર ખેલાડીઓનું વતન પરત ફરતાંની સાથે જ કરાયું જોરદાર સ્વાગત ..

રાજુએ 1994માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ ‘ફિરંગી’માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં ‘ગેંગ્સ ઑફ હસીપુર‘ શોને હોસ્ટ કર્યો હતો.

હાલમાં ભાજપ સાથે જોડાયેલ છે :

2014માં રાજુએ કાનપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. જોકે, 11 માર્ચ, 2014ના રોજ રાજુએ ટિકિટ પરત કરી દીધી હતી. ત્યારબાદ 19 માર્ચ, 2014ના રોજ ભાજપમાં જોડાયો હતો.

આ પણ વાંચો :-

વિઘ્નહર્તાની સ્થાપના પહેલા નવું ‘વિઘ્ન’ : સરકારે છૂટ આપી પણ તંત્રના ફરમાનથી આયોજકો અટવાયા

0

New ‘disturbance’ before establishment

  • ગુજરાત સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે તો બીજી બાજુ રાજકોટ અને સુરતમાં તંત્રએ 9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ પર પ્રતિબંધ લગાવ્યા છે.

રાજકોટમાં (Rajkot) ગણેશોત્સવમાં પ્રતિમાની લંબાઈને લઇને મોટું વિઘ્ન આવ્યું છે. કારણ કે શહેરમાં 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટમાં ગણેશોત્સવમાં (Ganesha Festival) 9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ ન લગાવવા સામે આયોજકોમાં નારાજગી જોવા મળી છે.

મહત્વનું છે કે, રાજ્ય સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે. ત્યારે રાજ્ય સરકારના જાહેરનામાથી વિપરીત આ જાહેરનામું બહાર પાડવામાં આવતા આયોજકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

2 મહિના પહેલા જ મૂર્તિઓ બનાવવા માટે ઓર્ડર આપી દેવાયા : જિમી અડવાણી

મૂર્તિમાં ઉંચાઈ ફિક્સ કરતું જાહેરનામું પ્રસિદ્ધ થતા આયોજકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ મામલે સૌરાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશ મહોત્સવના પ્રમુખ જિમી અડવાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘2 મહિના પહેલા જ મૂર્તિઓ બનાવવા માટે ઓર્ડર આપ્યા છે.’

થોડા દિવસ અગાઉ સુરતમાં પણ આવું જ જાહેરનામું બહાર પડાયું હતું :

બીજી બાજુ તમને જણાવી દઇએ કે સુરતમાં પણ થોડાક દિવસો અગાઉ ગણેશ મહોત્સવ મામલે પોલીસ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સુરતમાં પણ 9 ફૂટથી ઊંચી ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવવા પર પ્રતિબંધ મૂકાયો હતો.

એ સિવાય POPની 5 ફૂટથી મોટી ગણેશ પ્રતિમા બનાવવા પર પણ પ્રતિબંધ લગાવાયો હતો. મૂર્તિ વિસર્જનના દિવસે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. POPની મૂર્તિ કૃત્રિમ ઓવરા પર જ વિસર્જિત કરી શકાશે તેમ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે આ વર્ષે મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે :

ઉલ્લેખનીય છે કે, ગણેશોત્સવને લઇ રાજ્ય સરકારે ભગવાનના ભક્તોને મોટી ભેટ આપી હતી. જેમાં રાજ્ય સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે. આ સાથે  સાર્વજનિક સ્થળો પર ગણેશની સ્થાપના કરવાની પરવાનગી પણ આપી દીધી છે. રાજ્ય સરકારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો.

જો કે મૂર્તિ બનાવવા અને વિસર્જન કરવા સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સાથે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમનું પણ પાલન કરવાનું રહેશે. મહત્વનું છે કે ગત વર્ષે કોરોનાની સ્થિતિને કારણે ગણેશોત્સવ દરમિયાન નિયંત્રણ લાદવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

અક્ષર પટેલના માતા-પિતા નહોંતા ઈચ્છતા કે પુત્ર ક્રિકેટ રમે, જાણો જીદ્દ કરીને આ ગુજ્જુ બોયે કઈ રીતે બનાવી જિંદગી !

0

Akshar Patel’s parents did not want

  • ભારતે વેસ્ટઈન્ડિઝને હરાવીને કોઈ એક ટીમ સામે સતત 12 વનડે સિરિઝ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેની નિર્ણાયક મેચમાં ગુજરાતના અક્ષર પટેલે 64 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી. ત્યારે આ ગુજ્જુ ખેલાડી કઈ રીતે ટીમ ઈન્ડિયામાં આવ્યો. કેવી હતી તેના સંઘર્ષની સફર તે પણ જાણીએ.

ગુજરાતના (Gujarat) નડિયાદ (Nadiad) શહેરનો રહેવાસી અક્ષર પટેલ (Akshar Patel) હાલ ટીમ ઈન્ડિયાની શાન બની ગયો છે. કુંબલે અને હરભજન (Harbhajan) જેવા સ્પીનર્સના ગયા બાદ આર.અશ્વીનનું નામ સ્પીનર તરીકે આગળ રહેતું હતું. જોકે, ત્યાર બાદ યજુવેન્દ્ર ચહલ (Yajuvendra Chahal) અને ગુજ્જુ બોય અક્ષય પટેલે પોતાની અદભુત રમતથી દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓને પ્રભાવિત કર્યા છે.

અક્ષર પટેલના પિતાને એન્જીનિયર બનાવવા માંગતા હતાં. જોકે, તેમના દિકરાના મનમાં તો પહેલાંથી જ ક્રિકેટનું ઝૂનૂન હતું. માતા પણ અક્ષરના ક્રિકેટ પ્રેમથી વધારે ખુશ નહોંતી. જોકે, ખેડા જિલ્લા ક્રિકેટના સચિવ અને સહસચિવ રહેલા સંજયભાઈએ અક્ષર પટેલના માતા-પિતાને મનાવ્યા અને તેની ક્રિકેટ કરિયર આગળ વધી.

વર્ષ 2012માં રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં પહેલીવાર રમવા ઉતરેલાં અક્ષર પટેલે જૂન 2014માં પહેલીવાર ભારતીય ટીમની જર્સી પહેરી. અક્ષરે ઢાકામાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું. ત્યાર પછી તેણે જુલાઈ 2015માં પોતાનું ટી-20 ડેબ્યુ પણ કર્યું. એક ઈન્ટરવ્યૂમાં અક્ષરે જણાવ્યું કે, પહેલાં તેમના માતા-પિતા તેની ક્રિકેટ પ્રત્યેની વધુ પડતી રૂચિને કારણે ચિંતિંત હતાં. જોકે બાદમાં જે રીતે તેણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવીને જે સિદ્ધિઓ હાંસલ કરી તેનાથી તેના માતા-પિતા હાલ ખુબ જ ખુશ છે.

વેસ્ટઈન્ડિઝની ટીમને એકલા હાથે હારનો સ્વાદ ચખાડનાર અક્ષર પટેલ મુળ ગુજરાતનો વતની છે. અક્ષર પટેલનો 20 જાન્યુઆરી 1994ના રોજ આણંદમાં જન્મ થયો છે.અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાનો એક સફળ ઓલરાઉન્ડર ગણાય છે. અક્ષર લેફ્ટી સ્પિન બોલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે. તેમજ ન્યૂટ્રિશ્નિસ્ટ અને ડાયાટિશિયન એવી મેહા સાથે અક્ષર પટેલે સગાઈ કરી છે.

કોમનવેલ્થ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી દેશ માટે મેડલ જીતનાર ખેલાડીઓનું વતન પરત ફરતાંની સાથે જ કરાયું જોરદાર સ્વાગત ..

અક્ષર પટેલે પોતાના 28મા જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહા સાથે ખુબ જ રોમેન્ટિક અંદાજમાં સગાઈ કરી દીધી હતી. અક્ષર પટેલ અને મેહાએ સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ કરીને પોતાના ફેન્સને ખુશખબર આપી હતી. તમને જણાવી દઈએ કે, મેહાએ હાથ ઉપર અક્ષરના નામનું ટેટૂ પણ કરાવ્યું છે.

અક્ષર પટેલે બાંગ્લાદેશ સામે 15 જૂન 2014ના રોજ વનડે મેચ રમીને પોતાના કરિયરની શરૂઆત કરી. ટ્વેન્ટી – ટ્વેન્ટી ક્રિકેટ કરિયરની શરૂઆત 17 જૂલાઈ 2016માં ઝિમ્બાબ્વે સામે કરી હતી. 2021માં અક્ષર પટેલ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં 11 વિકેટ લેનારા પહેલા બોલર બન્યા હતા. અને અક્ષર પટેલે આ સિદ્ધિ ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં મેળવી હતી.

આ પણ વાંચો :-

કેશ કાંડ મામલે કોંગ્રેસના ત્રણ સસ્પેન્ડ MLAના ઘરે બંગાળ CIDની મોટી કાર્યવાહી

0

Big operation of Bengal CID

  • બંગાળ પોલીસે એડવોકેટ રાજીવ કુમારની ધરપકડના સંબંધમાં EDના ડેપ્યુટી ડાયરેક્ટર સુબોધ કુમારને સમન્સ પાઠવ્યું છે.

ઝારખંડમાં (Jharkhand) સરકાર પાડવાના ષડયંત્ર સાથે જોડાયેલા કેશ કાંડમાં બંગાળ CIDએ સોમવારે મોટી કાર્યવાહી કરી છે. CIDની ટીમે કોંગ્રેસના સસ્પેન્ડ MLA (Suspended Congress MLA) ઈરફાન અંસારી, રાજેશ કછાપ અને નમન વિક્સલ કોંગડીના (Naman Wixal Kongdi) રાંચીના સત્તાવાર આવાસ અને પૈતૃક ઘરો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન શું મળ્યું તે સીઆઈડીએ જાહેર નથી કર્યું પરંતુ સૂત્રોનું કહેવું છે કે રાજેશના ઘરેથી જમીનના ઘણા કાગળો મળી આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે CIDની ચાર સભ્યોની ટીમ 12:30 વાગ્યે જામતારા સ્થિત ઈરફાનના આવાસમાં ઘૂસી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી પ્રક્રિયામાં ટીમે ઘણા પેપરોની ચકાસણી કરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જોકે, ટીમે કોઈ દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી ન હતી. આ દરમિયાન અલમિરા ખોલવા માટે માધુપુરથી ચાવી મંગાવી તપાસ કરી હતી.

ટીમ જ્યારે નામકુમમાં રાજેશના ઘરે પહોંચી તો ઘરમાં કોઈ નહોતું. ધારાસભ્યની માતા ડાંગરનું વાવેતર કરીને પરત ફર્યા બાદ ટીમ ઘરમાં ઘૂસી હતી. રાત્રે 9:00 વાગ્યા સુધી ચાલેલા દરોડા દરમિયાન ટીમે મોબાઈલ, એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિત જમીનના બે દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

 MLAના પિતા હોસ્પિટલમાં દાખલ :

કેસ કાંડમાં ધરપકડ કરાયેલા ખિજરીના MLA રાજેશ કચ્છપના પિતા જગરનાથ કચ્છપને રવિવારે રાત્રે ગંભીર હાલતમાં ઓર્કિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધારાસભ્યની પત્ની રિયા તિર્કીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યે તેમની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા પછી જણાવ્યું કે તેમને બ્રેઈન હેમરેજ અને પેરાલિસિસ છે.

રવિવારે રાત્રે ધારાસભ્ય નમકુમના રામપુર લુપુંગ ટોલી નિવાસસ્થાન પર બંગાળ CID ટીમ દ્વારા ચાલુ દરોડા દરમિયાન જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ટીમે તેમની પૂછપરછ પણ કરી અને મંગળવારે સવારે 9 વાગ્યે તેમને જગરનાથપુરના સત્તાવાર નિવાસસ્થાન પર બોલાવ્યા હતા.

 EDના ડેપ્યુટી ડાયરેક્ટરને બંગાળ પોલીસનું સમન્સ :

બંગાળ પોલીસે એડવોકેટ રાજીવ કુમારની ધરપકડના સંબંધમાં EDના ડેપ્યુટી ડાયરેક્ટર સુબોધ કુમારને સમન્સ પાઠવ્યું છે. લાંબા સમય સુધી રાંચી ઝોનલ ઓફિસમાં ડેપ્યુટી ડાયરેક્ટર રહેલા સુબોધ કુમારની ગયા મહિને જ ઓડિશામાં બદલી કરવામાં આવી હતી.

 અનૂપ CID સામે હાજર નિવેદન નોંધાવ્યું :

બેરમોના ધારાસભ્ય કુમાર જૈમંગલ ઉર્ફે અનૂપ સિંહે સોમવારે બંગાળ CIDમાં તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના સમર્થનમાં તેમનું નિવેદન નોંધ્યું હતું. અનૂપે કહ્યું કે, ઈરફાને તેને 10 કરોડની લાલચ આપી હતી. આ અંગે તેમણે પાર્ટી હાઈકમાન્ડને જાણ કરી હતી. સીઆઈડીએ લગભગ ચાર કલાક સુધી અનૂપનું નિવેદન નોંધ્યું. હવે CID કોર્ટમાં 164 હેઠળ તેમનું નિવેદન નોંધવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો :-

 

 

 

 

 

 

દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતા બેફામ બનેલા કાર ચાલકે 19 ગાયોને અડફેટે લીધી, 11 ગાયના મોત

19 cows were run over by reckless

  • ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવા છતાં પણ બુટલેગરો નવા નવા કોમીયા આપનાવી દારૂ(alcohol) ઘુસાડતા હોય છે.

ત્યારે આવી વધુ એક ઘટનામાં સેલવાસ (Selvas)થી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને એક કારનો ચાલક કાર કોસ્ટલ હાઇવે (Coastal Highway) થઈ નવસારી (Navsari) તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળતા ડુંગરી પોલીસ (Dungri Police) ત્યાં પહોચી હતી. તેમજ બાતમી વાળી કારને ધરાસણા ત્રણ રસ્તા પાસે અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર આગળ હંકારી મૂકી હતી.

જેના કારણે ડુંગરી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન માલવણ નજીક કોસ્ટલ હાઇવે ઉપર રસ્તા ઉપર બેઠેલા ગૌ વંશોને દારૂ ભરેલી કારના ચાલકે અડફેટે લીધા હતા. કાર ચાલકે 19 ગાયોને અડફેટે લીધી હતી. જેમાં 11ના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યારબાદ પોલીસે કાર ચાલક તેમજ દારૂ ઝડપી પાડ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો :

મળતી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે સેલવાસથી એક કાર નં. (GJ-16-BN-7334)માં વિપુલ પ્રાણમાં દારૂનો જથ્થો ભરીને કારનો ચાલક કોસ્ટલ હાઇવે થઈને બીલીમોરા તરફ જઈ રહ્યો છે. તેથી ડુંગરી પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે ધરાસણા ત્રણ રસ્તા પાસે બાતમી વાળી કાર આવતા જોઈ ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો.

આ દરમિયાન પોલીસની ટીમને જોઈ ગભરાયેલા કાર ચાલકે દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે દારૂ ભરેલી કારને બીલીમોરા તરફ હંકારી મૂકી હતી. ત્યારપછી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતા કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો.

જે દરમિયાન રસ્તા ઉપર બેઠેલા ગૌ વંશોને કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં 19 ગાયોને અડફેટે લેતા 11ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પશુપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.

કુલ 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત :

ત્યારબાદ પોલીસે રસ્તા ઉપર પડેલા ઇજાગ્રસ્ત ગૌ વંશને અગ્નિવીર ગૌ રક્ષકની ટીમની મદદ લઈને સારવાર માટે ખસેડ્યા હતા. તેમજ દારૂ ભરેલી કારના ક્લીનર ભાવેશ કાળીદાસ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે કારના ચાલક દિવ્યેશ છીબુ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર પાર્થ સુભાષ પટેલ બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કારમાંથી 1937 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 1.91 લાખ અને કાર મળી કુલ 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :

એક જ ઘટનાએ સમગ્ર જીવન બદલી નાખ્યું ! આ મહિલાએ 19 વર્ષ સુધી નખ ન કાપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

0

One incident changed the whole life

  • દુનિયામાં પ્રખ્યાત થવા માટે લોકોને અવનવા રેકોર્ડ બનાવવાનો શોખ હોય છે. જેના કારણે ઘણા લોકો પોતાની આવડતનો ઉપયોગ કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માંગે છે.

અમેરિકાની (America) એક મહિલાએ આવું જ વિચાર્યું હતુ. તેણે તેના નખના ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness World Records) પોતાનું નોંધાવ્યુ હતુ પરંતુ તે પછી એક અકસ્માતે તેનુ જીવન બદલી નાંખ્યુ.

કોણ છે આ મહિલા

એક અહેવાલ મુજબ, અમેરિકાના ઉટાહ (Utah, America)ની રહેવાસી લી રેડમંડે 1979થી પોતાના હાથના નખ કાપવાનું બંધ કરી દીધું હતું. આમ ને આમ 19 વર્ષ જતા રહ્યાં જે બાદ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે તેમનો સંપર્ક કરીને નખનુ માપ લીધુ. જે બાદ તેમનું નામ સૌથી લાંબા નખ ધરાવતી મહિલા તરીકે નોંધાયું હતું

લી રેડમંડના નખ વર્ષ 2008 સુધી સૌથી લાંબા હતા. બંને હાથના નખની લંબાઈ 28 ફૂટ 4 ઈંચ હતી. તેમના જમણા હાથના અંગૂઠાના નખની લંબાઇ 2 ફૂટ 11 ઈંચ થઈ ગઈ હતી.

મહિલાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે પોતાની જાતને એક ચેલેન્ઝ પણ આપી રહી હતી કે  તે નખ કાપ્યા વગર કેટલો સમય જીવી શકે છે ?

જેમ જેમ નખ લાંબા થતા ગયા તેમ તેમ તે વળી જતા રહ્યા. તે દરરોજ પોતાના નખની સંભાળ રાખતી અને પેડિક્યોર કરાવતી. તે તેને ગરમ ઓલિવ ઓઈલમાં ડુબાડતી, જેનાથી નખ સખત થઈ જતા. જે બાદ તે પોતાના નખને સુંદર લુક આપવા માટે ગોલ્ડ કલરથી રંગાવતી હતી. હંમેશા એક તારીખ નક્કી કરી હતી કે, તે દિવસે તે તેના નખ કાપશે, પરંતુ તેના નખ તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો અને તેણે તેને કાપવાનું બંધ કરી દીધું.

એક ઘટના અને … બધું  બદલાઇ ગયું ….

વર્ષ 2009માં તેની સાથે એક એવી ઘટના બની જેણે તેની પાસેથી બધું છીનવી લીધું અને તે સંપૂર્ણપણે ભાંગી પડી. 10 ફેબ્રુઆરી 2009ના રોજ તેમની કારનો ભયાનક અકસ્માત થયો હતો જેમાં વાહન ઘણી વખત પલટી ગયું હતું. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી.

આ અકસ્માતમાં તે બચી ગઈ પરંતુ તેના નખ બચી શક્યા નહીં. નખ જોતાં જ તેના આંસુ નીકળી ગયા. એક અજાણ્યા વ્યક્તિએ અકસ્માત સ્થળેથી તેમના નખ ઉપાડ્યા અને લી ને સોંપ્યા, જેમણે તેમને પેકેટમાં સુરક્ષિત રાખ્યા હતા. હવે તેને તેનો જૂનો સમય યાદ આવે છે જ્યારે તેના નખ સૌથી મોટા હતા.

આજના સમયમાં આ રેકોર્ડ અમેરિકાની અયાન્ના વિલિયમ્સના નામે છે. લી હવે 68 વર્ષની છે અને તેણી કહે છે કે તેણીના નખ ઉગાડવામાં તેણીને 30 વર્ષ લાગ્યા હતા, હવે તે ફરીથી આટલો સમય પસાર કરવા માંગતી નથી કારણ કે તેણી જાણતી નથી કે તે, આટલો લાંબો સમય જીવશે કે નહીં. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે, હવે તેના માટે રોજિંદા કામ કરવું સરળ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

 

Stock Market : બજારમાં આજે કમાણી કરવી હોય તો આટલું જાણી લો

0

Stock Market: Know this if you want

  • શ્વિક મંદી અને જિયોપોલિટિકલ તણાવ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં બુલ રન જોવા મળી રહી છે. જેનું કારણ વિદેશી સંસ્થાગત રોકાણોનો માર્કેટમાં ફરી એકવાર વધતો ઇન્ટરેસ્ટ છે.

ભારતીય શેરબજાર (Indian stock market) આજે ઘટાડા સાથે ખુલી શકે છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) ભારતમાં બ્રોડર ઇન્ડેક્સ (Broader Index) માટે નેગેટિવ સંકેત આપી રહી છે. તો સોમવારે સેન્સેક્સ (Sensex) 465 અંકના વધારા સાથે 58853 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી50 (Nifty50) 128 અંકના વધારા સાથે 17525 પર બંધ થઈ હતી.

ત્યારે આવો જાણીએ માર્કેટ નિષ્ણાત LKP સુક્યુરિટિઝના રુપક ડે પાસેથી કે આગામી સત્રમાં શું નિફ્ટીમાં બુલિશ મોમેન્ટમ આગળ પણ ચાલું રહેશે કે બ્રેક લાગશે ? તમને જણાવી દઈએ કે નિફ્ટીએ ગત કારોબારી દિવસના ડેઈલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલિસ્ટિક પેટર્ન બનાવી છે.

આજે નિફ્ટી માટે પહેલો સપોર્ટ 17407 અને ત્યારબાદ બીજો સપોર્ટ 17289 પર રહી શકે છે. જે બજારમાં આજે પણ તેજી જોવા મળે છે તો નિફ્ટી 17596 અને તેનાથી ઉપર 17667ના સ્તર પર રેઝિસસ્ટન્સો સામનો કરી શકે છે.

ભારતીય બજાર તરફ ફરી એકવાર વિદેશી રોકાણકારોનો રસ વધી રહ્યો છે. જેના કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું છે. ગત કારોબારી દિવસમાં નિપ્ટીએ 17500નું સ્તર પાર કર્યું હતું. આ સાથે તેણે પોતાનું શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ પાર કરી લીધું હતું. આ બજાર માટે એક સારો સંકેત છે. ડેઇલી ચાર્ટ પર બનેલી બુલિશ કેન્ડલ અને ઇન્ટ્રાડે બ્રેકઆઉટ પરફોર્મન્સ વર્તમાન સ્તરો પરથી હજુ આગળ તેજી આવવાના સંકેત આપી રહ્યા છે.

નિફ્ટી માટે 17400નો સપોર્ટ ખૂબ જ મહત્વનો છે. જે આગામી કારોબારી સત્રમાં પણ નિફ્ટી 17400ના સ્તરની ઉપર પોતાને જાળવી રાખે છે તો તેમાં 17650-17700 નું સ્તર જોવા મળી શકે છે. તેમજ જો નિફ્ટી 17400ની નીચે ખસકે છે તો તેમાં આપણને 17325-17300 તરફ જતો જોઈ શકાશે.

ગ્લોબલ માર્કેટમાં દબાણ :

અમેરિકામાં મોંઘવારી દરના આંકડાથી પહેલાથી જ ગ્લોબલ માર્કેટ સતર્ક બની રહ્યું છે. ત્યારે યુએસ ફ્યુચર્સમાં નીચલા સ્તરે થોડી રિકવરી આવી છે. ગઈકાલે અમેરિકન બજાર તૂટીને બંધ થયું હતું. આ તરફ એશિય અને એસજીએક્સ નિફ્ટી પર પણ દબાણ જોવા મળી રહ્યું છે.

અમેરિકાના બજારની સ્થિતિ પર નજર નાખીએ તો મોંઘવારીના આંકડાની પહેલાથી જ બજારમાં દબાણ છે. ગઈકાલે કારોબારમાં NASDAQ 150 અંકોથી વધુ તૂટ્યો હતો. ગઈકાલે આ સતત ત્રીજા દિવસે NASDAQમાં કડાકો બોલ્યો હતો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. gujaratguardian તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :

સામાન્ય જનતા માટે રાહતના સમાચાર, શાકભાજીના ભાવમાં ઘટાડો ; જાણો કેટલો થયો ઘટાડો

0

Relief news for general public

  • મોંઘવારીથી લોકોની ખુશી દેખાતી ન હોય તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે.

રાજ્યમાં એક પછી એક તહેવારો (festivals) શરૂ થઈ રહ્યા છે. એવામાં મોંઘવારીએ (inflation) લોકોની ખુશીના રંગમાં ભંગ પાડવાનું કામ કર્યું છે. તહેવાર ટાણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહિણીઓ (housewife) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાતા લોકો થોડી રાહત અનુભવી રહ્યા છે.

કોરોના મહામારીને કારણે રાજ્યના લોકો છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણી કરી શક્યા નહીં. ત્યારે આ વર્ષે કોરોનાથી રાહત મળતા લોકો તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ મોંઘવારીથી લોકોની ખુશી દેખાતી ન હોય તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે. ત્યારે આજે પણ ખાદ્ય તેલમાં ભાવ વધારો થતા ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયું છે. જોકે, આ મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતા શાકભાજીની આવકમાં વધારો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો છે. ગવાર, ભીંડો, ફણસી, કંટોડા 120 રૂપિયા કિલો મળી રહ્યા છે. ત્યારે વાલોડ, ફ્લાવર, પાપડી, ટિંડોળા 80 રૂપિયા કિલો મળી રહ્યા છે.

મહત્વનું છે કે, APMC માં શારભાજીના જે ભાવ છે તેના કરતા વધુ ભાવ નદીના પશ્ચિમમાં આવેલા વિસ્તારોમાં છે. જેના પગલે લોકો કાલુપુર સુધી શાકભાજી લેવા ધક્કા ખાઈ રહ્યા છે.

જાણો કેટલો ભાવ વધ્યો :

ઉલ્લેખનીય છે કે, રાજકોટના તેલ બજારમાંથી આવેલા આજના ભાવ પર નજર કરીએ તો, પામતેલમાં ડબ્બામાં એક દિવસમાં 90 રૂપિયાનો વધારો થયો છે. તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. પામતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 1990 થી વધીને 2080 રૂપિયા પર પહોંચ્યો છે. તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયા પાર પહોંચ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2510 રૂપિયા થયો છે.

આ પણ વાંચો :

શું બેંકના કર્મચારીઓ લંચ બ્રેકના નામે કલાકો સુધી રાહ જોવડાવે છે ? અહીં કરો ફરિયાદ

0

Do bank employees wait for hours

  • તમે જરૂરી કામથી બેંક ગયા હોય અને બેંક કર્મચારી લંચ પછી આવવાનું કહે તેવું બન્યું હશે, તમારું કામ લટકાવી રાખતા કર્મચારીઓ સામે ફરિયાદ કરી શકો છો.

બેંકમાં કર્મચારીઓ (Bank employees)ના મોડા પડવાની વાતો અવારનવાર સાંભળવા મળે છે. તમે જરૂરી કામથી બેંકે (Bank) ગયા હોવ અને બેંક કર્મચારી લંચ (Lunch timing for Bank employees) પછી આવવાનું કહે તેવું બન્યું હશે. પણ જ્યારે તેમણે આપેલા સમયે પહોંચો ત્યારે સ્ટાફ (Bank staff) પોતાની બેઠક પર જોવા મળતો નથી.

તેઓ પોતાનો અને ગ્રાહકનો સમય વેડફે છે. જેના કારણે ગ્રાહકને પરેશાન થવું પડે છે અને અમુક સંજોગોમાં બેંક કર્મચારીના (Bank employee) આવા વર્તનથી ગ્રાહકને નુકસાન પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહક બેંક કર્મચારી સામે મજબૂર હોય છે, પણ આ તકલીફમાં રાહત મળી શકે છે.

હવે તમે લંચ ટાઈમનું બહાનું આગળ ધરીને તમારું કામ લટકાવી રાખતા કર્મચારીઓ સામે ફરિયાદ કરી શકો છો. બેંક ગ્રાહકોને આ પ્રકારના અધિકારો મળે છે, પરંતુ મોટાભાગના લોકોને તેની જાણકારી હોતી નથી. ત્યારે આવા કર્મચારીઓ અંગે તમે ક્યાં ફરિયાદ કરી શકો તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરો :

બેંકમાં લંચ બ્રેકના નામે તમારું નામ અટકાવી રાખ્યું હોય તો બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી શકો છો. બેંક કર્મચારીઓ તમારું કામ કરવામાં આનાકાની કરતાં હોય તો તમે ફરિયાદ સીધી બેન્કિંગ લોકપાલ પાસે લઈ જઈ શકો છો.

બ્રાન્ચ હેડને ફરિયાદ :

બેંક કર્મચારી કામ ન કરતો હોય હોય તેવી સ્થિતિમાં તમે બેંકના હેડને પણ ફરિયાદ કરી શકો છો. ગ્રાહકોની ફરિયાદોને પહોંચી વળવા માટે દરેક બેંકની પોતાની સિસ્ટમ હોય છે. આને ગ્રીવાંસ રિડ્રેસલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જ્યાં ગ્રાહકો ફરિયાદ નોંધાવી શકે છે.

બેંક હેલ્પલાઇન :

આ સિવાય તમે બેંકના હેલ્પલાઈન નંબર પર પણ કર્મચારી સામે ફરિયાદ કરી શકો છો. જો તમારી ફરિયાદ આખી બ્રાન્ચ વિશે હોય, તો પણ તમે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધવા માટે બેંકોએ ફોન નંબર જાહેર કર્યા હોય છે. ઘણી બેંકો ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સુવિધા પણ આપે છે. તમને આ હેલ્પલાઇન નંબર બેંકની વેબસાઇટ પર મળશે.

જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા. અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત. 

કર્મચારીઓ એકસાથે બ્રેક પર ન જઈ શકે :

આ બાબતે આરબીઆઈએ આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે બેંકના અધિકારીઓ એકસાથે લંચ પર જઈ શકે નહીં. તેઓ એક પછી એક લંચ બ્રેક લઈ શકે છે. આ સમય દરમિયાન નૉર્મલ ટ્રાન્જેકશન ચાલુ રાખવા જોઈએ અને ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવડાવવી તે નિયમની વિરુદ્ધ છે. બેંકના કર્મચારીઓ ધર્મ, જાતિ અને લિંગના આધારે કોઈ પણ ગ્રાહક સાથે ભેદભાવ કરી શકતા નથી. તેમજ બળજબરીથી કરાર પર સહી કરાવી શકે નહીં.

આ પણ વાંચો –

નીતિશ કુમાર આજે  8મી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ, તેજસ્વી હશે ડેપ્યુટી CM

0

Nitish Kumar will take oath

  • ભાજપનો સાથ છોડ્યા બાદ નીતિશ કુમાર ફરી બિહારની સત્તા સંભાળવા માટે તૈયાર છે. નીતિશ કુમાર બુધવારે બિહારના મુખ્યમંત્રી પદે શપથ લેવાના છે. કુલ 7 પાર્ટીઓના 164 ધારાસભ્યોનું સમર્થન તેમને પ્રાપ્ત થયું છે.

નીતિશ કુમાર (Nitish Kumar) આઠમી વખત બિહારના (Bihar) ગાદી સંભાળવા માટે તૈયાર છે. જેડીયૂ નેતા નીતિશ કુમાર આજે  બપોરે 2 કલાકે બિહારના મુખ્યમંત્રીના (Chief Minister of Bihar) રૂપમાં શપથ લેશે. જ્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) બિહારના નાયબ મુખ્યમંત્રી હશે. સૂત્ર જણાવી રહ્યાં છે કે આજે માત્ર નીતિશ અને તેજસ્વી શપથ લેશે. કેબિનેટ વિસ્તાર બાદમાં કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે બુધવારે બપોરે શપથ ગ્રહણ :

રાજભવનમાં આઠમી વખત બિહારના મુખ્યમંત્રી પદે નીતિશ કુમાર શપથ લેશે. જ્યારે તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પહેલા શપથ સમારોહ 4 કલાકે યોજાવાનો હતો પરંતુ હવે સમય બપોરે 2 કલાકનો કરી દેવામાં આવ્યો છે.

આ જાણકારી આરજેડીએ આપી છે. મીડિયા સૂત્રો પ્રમાણે આજે માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેવાના છે. કેબિનેટ વિસ્તાર બાદમાં થશે. સૂત્રો અનુસાર નીતિશ કુમારે ફોન પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ વાત કરી છે.

164 ધારાસભ્યોનું સમર્થન :

આ પહેલા રાજભવનમાં ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યા બાદ નીતિશ કુમારે દાવો કર્યો કે તેમને સાત પાર્ટીઓનું સમર્થન છે. જેમાં 164 ધારાસભ્યો છે. આ સિવાય એક અપક્ષ ધારાસભ્ય પણ સમર્થનમાં છે.

વિપક્ષમાં ભાજપ :

રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યુ કે ભાજપનું કામ માત્ર નાની પાર્ટીઓને નષ્ટ કરવાનું છે. પરંતુ બિહારમાં આમ થશે નહીં. બિહારમાં તમામ પાર્ટીઓનું અમને સમર્થન છે. તેવામાં વિધાનસભામાં વિપક્ષ પર માત્ર ભાજપ બેસવાનું છે.

ભાજપ કોર ગ્રુપની બેઠક :

ભાજપ-જેડીયૂનું ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રવિશંકર પ્રસાદ, શાહનવાઝ હુસૈન અને ગિરિરાજ સિંહ સહિતના નેતા હાજર રહ્યા હતા. ગિરિરાજ સિંહે કહ્યુ કે નીતિશ કુમારે જનતા સાથે છેતરપિંડી કરી છે. જનતા તેમને જરૂર પાઠ ભણાવશે. તો રવિશંકર પ્રસાદે પણ નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો :