Do bank employees wait for hours
- તમે જરૂરી કામથી બેંક ગયા હોય અને બેંક કર્મચારી લંચ પછી આવવાનું કહે તેવું બન્યું હશે, તમારું કામ લટકાવી રાખતા કર્મચારીઓ સામે ફરિયાદ કરી શકો છો.
બેંકમાં કર્મચારીઓ (Bank employees)ના મોડા પડવાની વાતો અવારનવાર સાંભળવા મળે છે. તમે જરૂરી કામથી બેંકે (Bank) ગયા હોવ અને બેંક કર્મચારી લંચ (Lunch timing for Bank employees) પછી આવવાનું કહે તેવું બન્યું હશે. પણ જ્યારે તેમણે આપેલા સમયે પહોંચો ત્યારે સ્ટાફ (Bank staff) પોતાની બેઠક પર જોવા મળતો નથી.
તેઓ પોતાનો અને ગ્રાહકનો સમય વેડફે છે. જેના કારણે ગ્રાહકને પરેશાન થવું પડે છે અને અમુક સંજોગોમાં બેંક કર્મચારીના (Bank employee) આવા વર્તનથી ગ્રાહકને નુકસાન પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહક બેંક કર્મચારી સામે મજબૂર હોય છે, પણ આ તકલીફમાં રાહત મળી શકે છે.
હવે તમે લંચ ટાઈમનું બહાનું આગળ ધરીને તમારું કામ લટકાવી રાખતા કર્મચારીઓ સામે ફરિયાદ કરી શકો છો. બેંક ગ્રાહકોને આ પ્રકારના અધિકારો મળે છે, પરંતુ મોટાભાગના લોકોને તેની જાણકારી હોતી નથી. ત્યારે આવા કર્મચારીઓ અંગે તમે ક્યાં ફરિયાદ કરી શકો તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.
બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરો :
બેંકમાં લંચ બ્રેકના નામે તમારું નામ અટકાવી રાખ્યું હોય તો બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી શકો છો. બેંક કર્મચારીઓ તમારું કામ કરવામાં આનાકાની કરતાં હોય તો તમે ફરિયાદ સીધી બેન્કિંગ લોકપાલ પાસે લઈ જઈ શકો છો.
બ્રાન્ચ હેડને ફરિયાદ :
બેંક કર્મચારી કામ ન કરતો હોય હોય તેવી સ્થિતિમાં તમે બેંકના હેડને પણ ફરિયાદ કરી શકો છો. ગ્રાહકોની ફરિયાદોને પહોંચી વળવા માટે દરેક બેંકની પોતાની સિસ્ટમ હોય છે. આને ગ્રીવાંસ રિડ્રેસલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જ્યાં ગ્રાહકો ફરિયાદ નોંધાવી શકે છે.
બેંક હેલ્પલાઇન :
આ સિવાય તમે બેંકના હેલ્પલાઈન નંબર પર પણ કર્મચારી સામે ફરિયાદ કરી શકો છો. જો તમારી ફરિયાદ આખી બ્રાન્ચ વિશે હોય, તો પણ તમે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધવા માટે બેંકોએ ફોન નંબર જાહેર કર્યા હોય છે. ઘણી બેંકો ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સુવિધા પણ આપે છે. તમને આ હેલ્પલાઇન નંબર બેંકની વેબસાઇટ પર મળશે.
જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા. અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત.
કર્મચારીઓ એકસાથે બ્રેક પર ન જઈ શકે :
આ બાબતે આરબીઆઈએ આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે બેંકના અધિકારીઓ એકસાથે લંચ પર જઈ શકે નહીં. તેઓ એક પછી એક લંચ બ્રેક લઈ શકે છે. આ સમય દરમિયાન નૉર્મલ ટ્રાન્જેકશન ચાલુ રાખવા જોઈએ અને ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવડાવવી તે નિયમની વિરુદ્ધ છે. બેંકના કર્મચારીઓ ધર્મ, જાતિ અને લિંગના આધારે કોઈ પણ ગ્રાહક સાથે ભેદભાવ કરી શકતા નથી. તેમજ બળજબરીથી કરાર પર સહી કરાવી શકે નહીં.
આ પણ વાંચો –