નીતિશ કુમાર આજે  8મી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ, તેજસ્વી હશે ડેપ્યુટી CM

Share this story

Nitish Kumar will take oath

  • ભાજપનો સાથ છોડ્યા બાદ નીતિશ કુમાર ફરી બિહારની સત્તા સંભાળવા માટે તૈયાર છે. નીતિશ કુમાર બુધવારે બિહારના મુખ્યમંત્રી પદે શપથ લેવાના છે. કુલ 7 પાર્ટીઓના 164 ધારાસભ્યોનું સમર્થન તેમને પ્રાપ્ત થયું છે.

નીતિશ કુમાર (Nitish Kumar) આઠમી વખત બિહારના (Bihar) ગાદી સંભાળવા માટે તૈયાર છે. જેડીયૂ નેતા નીતિશ કુમાર આજે  બપોરે 2 કલાકે બિહારના મુખ્યમંત્રીના (Chief Minister of Bihar) રૂપમાં શપથ લેશે. જ્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) બિહારના નાયબ મુખ્યમંત્રી હશે. સૂત્ર જણાવી રહ્યાં છે કે આજે માત્ર નીતિશ અને તેજસ્વી શપથ લેશે. કેબિનેટ વિસ્તાર બાદમાં કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે બુધવારે બપોરે શપથ ગ્રહણ :

રાજભવનમાં આઠમી વખત બિહારના મુખ્યમંત્રી પદે નીતિશ કુમાર શપથ લેશે. જ્યારે તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પહેલા શપથ સમારોહ 4 કલાકે યોજાવાનો હતો પરંતુ હવે સમય બપોરે 2 કલાકનો કરી દેવામાં આવ્યો છે.

આ જાણકારી આરજેડીએ આપી છે. મીડિયા સૂત્રો પ્રમાણે આજે માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેવાના છે. કેબિનેટ વિસ્તાર બાદમાં થશે. સૂત્રો અનુસાર નીતિશ કુમારે ફોન પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ વાત કરી છે.

164 ધારાસભ્યોનું સમર્થન :

આ પહેલા રાજભવનમાં ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યા બાદ નીતિશ કુમારે દાવો કર્યો કે તેમને સાત પાર્ટીઓનું સમર્થન છે. જેમાં 164 ધારાસભ્યો છે. આ સિવાય એક અપક્ષ ધારાસભ્ય પણ સમર્થનમાં છે.

વિપક્ષમાં ભાજપ :

રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યુ કે ભાજપનું કામ માત્ર નાની પાર્ટીઓને નષ્ટ કરવાનું છે. પરંતુ બિહારમાં આમ થશે નહીં. બિહારમાં તમામ પાર્ટીઓનું અમને સમર્થન છે. તેવામાં વિધાનસભામાં વિપક્ષ પર માત્ર ભાજપ બેસવાનું છે.

ભાજપ કોર ગ્રુપની બેઠક :

ભાજપ-જેડીયૂનું ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રવિશંકર પ્રસાદ, શાહનવાઝ હુસૈન અને ગિરિરાજ સિંહ સહિતના નેતા હાજર રહ્યા હતા. ગિરિરાજ સિંહે કહ્યુ કે નીતિશ કુમારે જનતા સાથે છેતરપિંડી કરી છે. જનતા તેમને જરૂર પાઠ ભણાવશે. તો રવિશંકર પ્રસાદે પણ નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો :