Stock Market : બજારમાં આજે કમાણી કરવી હોય તો આટલું જાણી લો

Share this story

Stock Market: Know this if you want

  • શ્વિક મંદી અને જિયોપોલિટિકલ તણાવ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં બુલ રન જોવા મળી રહી છે. જેનું કારણ વિદેશી સંસ્થાગત રોકાણોનો માર્કેટમાં ફરી એકવાર વધતો ઇન્ટરેસ્ટ છે.

ભારતીય શેરબજાર (Indian stock market) આજે ઘટાડા સાથે ખુલી શકે છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) ભારતમાં બ્રોડર ઇન્ડેક્સ (Broader Index) માટે નેગેટિવ સંકેત આપી રહી છે. તો સોમવારે સેન્સેક્સ (Sensex) 465 અંકના વધારા સાથે 58853 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી50 (Nifty50) 128 અંકના વધારા સાથે 17525 પર બંધ થઈ હતી.

ત્યારે આવો જાણીએ માર્કેટ નિષ્ણાત LKP સુક્યુરિટિઝના રુપક ડે પાસેથી કે આગામી સત્રમાં શું નિફ્ટીમાં બુલિશ મોમેન્ટમ આગળ પણ ચાલું રહેશે કે બ્રેક લાગશે ? તમને જણાવી દઈએ કે નિફ્ટીએ ગત કારોબારી દિવસના ડેઈલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલિસ્ટિક પેટર્ન બનાવી છે.

આજે નિફ્ટી માટે પહેલો સપોર્ટ 17407 અને ત્યારબાદ બીજો સપોર્ટ 17289 પર રહી શકે છે. જે બજારમાં આજે પણ તેજી જોવા મળે છે તો નિફ્ટી 17596 અને તેનાથી ઉપર 17667ના સ્તર પર રેઝિસસ્ટન્સો સામનો કરી શકે છે.

ભારતીય બજાર તરફ ફરી એકવાર વિદેશી રોકાણકારોનો રસ વધી રહ્યો છે. જેના કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું છે. ગત કારોબારી દિવસમાં નિપ્ટીએ 17500નું સ્તર પાર કર્યું હતું. આ સાથે તેણે પોતાનું શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ પાર કરી લીધું હતું. આ બજાર માટે એક સારો સંકેત છે. ડેઇલી ચાર્ટ પર બનેલી બુલિશ કેન્ડલ અને ઇન્ટ્રાડે બ્રેકઆઉટ પરફોર્મન્સ વર્તમાન સ્તરો પરથી હજુ આગળ તેજી આવવાના સંકેત આપી રહ્યા છે.

નિફ્ટી માટે 17400નો સપોર્ટ ખૂબ જ મહત્વનો છે. જે આગામી કારોબારી સત્રમાં પણ નિફ્ટી 17400ના સ્તરની ઉપર પોતાને જાળવી રાખે છે તો તેમાં 17650-17700 નું સ્તર જોવા મળી શકે છે. તેમજ જો નિફ્ટી 17400ની નીચે ખસકે છે તો તેમાં આપણને 17325-17300 તરફ જતો જોઈ શકાશે.

ગ્લોબલ માર્કેટમાં દબાણ :

અમેરિકામાં મોંઘવારી દરના આંકડાથી પહેલાથી જ ગ્લોબલ માર્કેટ સતર્ક બની રહ્યું છે. ત્યારે યુએસ ફ્યુચર્સમાં નીચલા સ્તરે થોડી રિકવરી આવી છે. ગઈકાલે અમેરિકન બજાર તૂટીને બંધ થયું હતું. આ તરફ એશિય અને એસજીએક્સ નિફ્ટી પર પણ દબાણ જોવા મળી રહ્યું છે.

અમેરિકાના બજારની સ્થિતિ પર નજર નાખીએ તો મોંઘવારીના આંકડાની પહેલાથી જ બજારમાં દબાણ છે. ગઈકાલે કારોબારમાં NASDAQ 150 અંકોથી વધુ તૂટ્યો હતો. ગઈકાલે આ સતત ત્રીજા દિવસે NASDAQમાં કડાકો બોલ્યો હતો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. gujaratguardian તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :