19 cows were run over by reckless
- ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવા છતાં પણ બુટલેગરો નવા નવા કોમીયા આપનાવી દારૂ(alcohol) ઘુસાડતા હોય છે.
ત્યારે આવી વધુ એક ઘટનામાં સેલવાસ (Selvas)થી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને એક કારનો ચાલક કાર કોસ્ટલ હાઇવે (Coastal Highway) થઈ નવસારી (Navsari) તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળતા ડુંગરી પોલીસ (Dungri Police) ત્યાં પહોચી હતી. તેમજ બાતમી વાળી કારને ધરાસણા ત્રણ રસ્તા પાસે અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર આગળ હંકારી મૂકી હતી.
જેના કારણે ડુંગરી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન માલવણ નજીક કોસ્ટલ હાઇવે ઉપર રસ્તા ઉપર બેઠેલા ગૌ વંશોને દારૂ ભરેલી કારના ચાલકે અડફેટે લીધા હતા. કાર ચાલકે 19 ગાયોને અડફેટે લીધી હતી. જેમાં 11ના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યારબાદ પોલીસે કાર ચાલક તેમજ દારૂ ઝડપી પાડ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો :
મળતી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે સેલવાસથી એક કાર નં. (GJ-16-BN-7334)માં વિપુલ પ્રાણમાં દારૂનો જથ્થો ભરીને કારનો ચાલક કોસ્ટલ હાઇવે થઈને બીલીમોરા તરફ જઈ રહ્યો છે. તેથી ડુંગરી પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે ધરાસણા ત્રણ રસ્તા પાસે બાતમી વાળી કાર આવતા જોઈ ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો.
આ દરમિયાન પોલીસની ટીમને જોઈ ગભરાયેલા કાર ચાલકે દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે દારૂ ભરેલી કારને બીલીમોરા તરફ હંકારી મૂકી હતી. ત્યારપછી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતા કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો.
જે દરમિયાન રસ્તા ઉપર બેઠેલા ગૌ વંશોને કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં 19 ગાયોને અડફેટે લેતા 11ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પશુપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.
કુલ 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત :
ત્યારબાદ પોલીસે રસ્તા ઉપર પડેલા ઇજાગ્રસ્ત ગૌ વંશને અગ્નિવીર ગૌ રક્ષકની ટીમની મદદ લઈને સારવાર માટે ખસેડ્યા હતા. તેમજ દારૂ ભરેલી કારના ક્લીનર ભાવેશ કાળીદાસ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે કારના ચાલક દિવ્યેશ છીબુ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર પાર્થ સુભાષ પટેલ બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કારમાંથી 1937 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 1.91 લાખ અને કાર મળી કુલ 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.