Home Blog Page 1347

IRCTC પોતાના રોકાણકારોને 75% ડિવિડન્ડ આપશે, 18 ઓગસ્ટ એક્સ-ડિવિડન્ડ ડેટ, જાણો વિગતવાર માહિતી

0

IRCTC to pay 75% dividend

  • સરકારી કંપની IRCTCના રોકાણકારો માટે ખુશખબર આવી રહ્યા છે. કંપનીએ વર્ષ 2022 માટે પ્રતિ શેર 75 ટકા ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. આ માટે 18 ઓગસ્ટને એક્સ ડિવિડન્ડ (Ex dividend) ડેટ અને 19 ઓગસ્ટને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.

IRCTCના શેરમાં રોકાણ કરવાવાળા લોકો માટે ખુશખબર છે. IRCTCએ વર્ષ 2022 માટે રૂ. 2ની ફેસવૅલ્યુવાળા પ્રેત્યેક શેર ઉપર 75% ડિવિડન્ડ ચુકવવાનું નક્કી કર્યું છે. આ માટે 19 ઓગસ્ટ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે IRCTCના શેર્સ આ અઠવાડીયે 18 ઓગસ્ટથી એકસ-ડિવિડન્ડ બની જશે.

ડિવિડન્ડ ચુકવણી માટે રેકોર્ડ ડેટએ તારીખ હોય છે, જેના આધારે કંપની એ નક્કી કરે છે કે તેને કયા શેરહોલ્ડરોને વળતર ચૂકવવાનું છે. રેકોર્ડ ડેટના દિવસે જે શેરહોલ્ડરોનું નામ કંપનીના મેમ્બર ઓફ રજિસ્ટ્રારમાં દાખલ થશે, તે ડિવિડન્ડનું વળતરનો હક ધરાવે છે. જોકે અહીં એક સમસ્યા છે.

ભારતમાં મોટાભાગના શેર્સના સેટલમેન્ટ માટે T+2 પદ્ધતિ અપનાવવામાં આવે છે. એવામાં જો કોઈ શેરહોલ્ડર ડિવિડન્ડનો લાભ મેળવવા ઈચ્છે છે, તો એના માટે તેને 2 દિવસ પેહલા શેર ખરીદવા જરૂરી છે, કારણકે T + 2ની સાયકલ પ્રમાણે શેર્સ સેટલ થઈને તેના ખાતામાં આવવા માટે અને તેનું મેમ્બર ઓફ રજિસ્ટ્રારમાં નામ દાખલ થવા માટે બે દિવસનો સમય લાગે છે.

તેથી સામાન્ય રીતે રેકોર્ડ ડેટના એક દિવસ પેહલા એક્સ ડિવિડન્ડ ડેટ હોય છે. તે એક એવી તારીખ હોય છે, જયારે શેર્સ તેના ડિવિડન્ડ લાભ વિનાનો હોય છે. તેથી આ દિવસ કે તે પછી શેર ખરીદવા પર ડિવિડન્ડનો લાભ મળતો નથી. તેથી રોકાણકારોએ ડિવિડન્ડનો લાભ લેવા માટે શેરને તેની એક્સ ડિવિડન્ડ ડેટ પેહલા ખરીદવા જોઈએ.

દાખલા તરીકે IRCTCએ ડિવિડન્ડની ચુકવણી માટે તેની રેકોર્ડ ડેટ 19 ઓગસ્ટ, 2022 નક્કી કરી છે, તો તે સંજોગોમાં તેનો એક્સ ડિવિડન્ડ ડેટ એક દિવસ પેહલા એટલે કે 18 ઓગસ્ટ 2022 ગણાશે. IRCTC ના શેર્સનો લાભ લેવા માટે રોકાણકારોએ શેર 18 ઓગસ્ટ પેહલા ખરીદવા પડશે.

ભારત સરકાર હસ્તગત IRCTCના બોર્ડ ઓફ ડિરેકટર્સે 2 મે, 2022ના રોજ રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા તમામ શેર પર 75% એટલે કે 1.50 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની ભલામણ કરી હતી. કંપનીની વાર્ષિક જેનેરલ મીટિંગ 26 ઓગસ્ટના દિવસે થવાની છે. મીટિંગમાં ડિવિડન્ડની ચુકવણી બાબતે શેરહોલ્ડરોની મંજૂરી લેવામાં આવશે અને તે પછી તેમના ખાતામાં ચુકવણી કરવામાં આવશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. Gujarat Guardian તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :-

17 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકો માટે ગણેશજીની કૃપાથી અટકેલું કાર્ય થશે પૂર્ણ

17 August 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
બપોર સુધી પ્રસન‍્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતું જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ આવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાપ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં ‌વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલિયતથી સફળતા મળે. અધિકારનો દૂરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું`ની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

BIG BREAKING : સામાન્ય જનતાને હવે દૂધ પીવું પણ મોંઘુ પડશે! અમુલે ફરી વધાર્યા ભાવ – જાણો નવા ભાવ –

0

It will be expensive for common

  • મોંઘવારીના લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારા બાદ દૂધ-છાશ અને બટરના ભાવ પણ વધ્યા હતા. ત્યારે અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે.

મોંઘવારીના (Inflation) લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી (Vegetables-Milk) લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારી દીધા છે. તાજેતરમાં દૂધ-છાશ બાદ અને બટરના ભાવ પણ વધ્યા હતા.

ત્યારે અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે જે આગામી 17 ઓગસ્ટથી લાગૂ થશે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન),કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ થી ૫૦૦ મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. ૩૧, જ્યારે ૫૦૦ મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. ૨૫ અને ૫૦૦ મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ. ૨૮ પ્રતિ થશે.

અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો થયેલ છે જે મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૪% નો વધારો સૂચિત કરે છે જે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.

આ ભાવવધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજીત ૨૦% જેટલો વધારો થયેલ છે.

ઇનપુટ ખર્ચ અને પશુઓના ખોરાકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ સંપાદનના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ ૮-૯% જેટલો વધારો કર્યો છે.

અમૂલ તેની નીતિના ભાગ રૂપે ગ્રાહકો ધ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ ૮૦ પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે. કિંમતમાં સુધારો દૂધ ઉત્પાદકોને દૂધની લાભદાયી કિંમતો જાળવી રાખવામાં સહાયક બનશે અને તેમને દૂધનું વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો :-

ફ્રી રાશન લેનારાઓ માટે મોટા સમાચાર, જો 3 મહિના સુધી આ કામ નહીં થાય તો રદ્દ થઈ જશે કાર્ડ

0

Big news for free ration takers

  • તાજેતરમાં એવા સમાચાર હતા કે યુપી સરકારે રાશન કાર્ડ રદ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર રેશનકાર્ડની યાદીમાંથી અયોગ્ય વ્યક્તિનું નામ કપાશે.

જો તમારી પાસે રાશન કાર્ડ (Ration card) છે અને તમે સરકારની મફત રાશન યોજનાનો (Ration scheme) લાભ લઈ રહ્યા છો. તો આ સમાચાર તમારા કામના છે. જો તમારી પાસે રાશન કાર્ડ હોવા છતાં તમે તેના પર રાશન નથી લેતા તો પણ આ સમાચાર તમારાથી સંબંધિત છે.

તાજેતરમાં એવા સમાચાર હતા કે યુપી સરકારે રેશન કાર્ડ રદ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર રાશન કાર્ડની યાદીમાંથી અયોગ્ય લોકોના નામ કપાશે અને માત્ર જરૂરિયાતમંદોને જ મફત રાશનનો લાભ મળશે.

જ્યારે રદ કરવામાં આવે ત્યારે કાર્ડ બનાવવું સરળ નથી :

પરંતુ આવો અમે તમને રેશન કાર્ડ સંબંધિત એક વધુ મહત્વપૂર્ણ નિયમ જણાવીએ. કદાચ તમને આ વાતની જાણ નથી. નિયમો અનુસાર જો કોઈ રેશનકાર્ડ ધારક ત્રણ મહિના સુધી સરકારી અનાજ નહીં લે તો તેનું રેશનકાર્ડ રદ કરવામાં આવશે. એકવાર રેશનકાર્ડ રદ થઈ ગયા પછી તેને બનાવવું તમારા માટે સરળ રહેશે નહીં. તેથી જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો તમારે તેના પર દર મહિને સરકારી રાશન લેવું જ જોઈએ.

રેશનકાર્ડ બનાવવાનો ધ્યેય હાંસલ કરવામાં આવ્યો છે :

યુપીના અલગ-અલગ જિલ્લાઓમાં એવા રેશનકાર્ડ ધારકોની ઓળખ કરવામાં આવી રહી છે. જેઓ છેલ્લા ત્રણ મહિના કે તેથી વધુ સમયથી કાર્ડ દ્વારા રાશન નથી લઈ રહ્યા. તમને જણાવી દઈએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ રાશન કાર્ડ બનાવવાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો છે.

Hirakud Dam – વાદળો કે પાણી ? ડેમના 34 દરવાજા ખોલ્યા બાદ જોવા મળ્યા આ દ્રશ્યો…..

આવી સ્થિતિમાં નવા રેશનકાર્ડ જારી કરવામાં આવતા નથી. દરરોજ હજારો લોકો રેશનકાર્ડ બનાવવા માટે બ્લોક અને જિલ્લા મુખ્યાલયના ચક્કર લગાવી રહ્યા છે.

રેશન કાર્ડ પર દર મહિને બે વાર રાશન મળે છે :

નવા રેશનકાર્ડ બનાવવા અને જૂના રેશનકાર્ડ રદ કરવા માટે આ નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. જે કાર્ડ ધારકોએ ત્રણ મહિનાથી રાશન લીધું નથી તેમની ચકાસણી કર્યા બાદ પુરવઠા વિભાગ કાર્ડ રદ કરશે. આ સાથે તેમની જગ્યાએ પાત્રતા ધરાવતા લોકોના કાર્ડ બનાવવામાં આવશે.

Ration card તમને જણાવી દઈએ કે કાર્ડ ધારકોને દર મહિને બે વાર રાશન મળે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એક વ્યક્તિને પાંચ કિલો રાશન આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

ચમત્કાર ! પૂજા સમયે શિવજીના મંદિરે આવી પહોંચી ગાય, આપમેળે દૂધ વહાવતા સર્જાયું કુતૂહલ

0

Miracle! At the time of worship

  • હાલ સોશિયલ મીડિયમાં ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઇને તમે પણ કહેશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કચ્છ જિલ્લાના નખત્રાણાના ભડલી ગામના શિવ મંદિરે એક ગાય દૂધ આપતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

હાલ શ્રાવણ મહિનો (Shravan month) ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા દૂધ અને જળ અર્પણ કરી ભગવાન શિવની આરાધના અને ઉપાસના કરતા હોય છે. ત્યારે આજે સોશિયલ મીડિયામાં (Social media) એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગાય ભગવાન શિવના (Lord Shiva) મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહે છે. જે જોઇને લોકોમાં કુતુહલ સર્જાયુ હતું.

હાલ સોશિયલ મીડિયમાં ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઇને તમે પણ કહેશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કચ્છ જિલ્લાના નખત્રાણાના ભડલી ગામના શિવ મંદિરે એક ગાય દૂધ આપતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

પવિત્ર શ્રાવણ માસમાં ભોળા શંભુને રીઝવવા લોકો કેટલી સેવા પૂજા કરે છે. ત્યારે ગાયનો વીડિયો સામે આવ્યો છે. ભડલી ગામે શિવ મંદિરે દરરોજ સેવાના સમયે એક ગાય આવી પહોંચે છે અને દૂધ આપે છે.

મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગે છે. આ દૂધ ભેગું કરીને પૂજારી શિવલિંગ પર ચડાવે છે અને ગાયને દાણ પણ આપે છે. ત્યારે વીડિયો સામે આવતા અહીં લોકો દર્શનાર્થે આવે છે.

આ પણ વાંચો :-

રજાઓમાં પણ કોઈ Laal Singh Chaddha જોવા નથી જતું, 5 દિવસ પછી કમાણીનો આંકડો ચોંકાવનારો

0

No one goes to watch Laal Singh

  • બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે.

વર્ષની શરૂઆતમાં જ બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો (South movies) ધૂમ મચાવી રહી છે. એવામાં એક-બે બોલીવુડ ફિલ્મ છે જેને બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી હોય. રક્ષાબંધનાનાં (Rakshabandhan) મોકા પર ગુરૂવારનાં દિવસે જ સિનેમાઘરોમાં બે મોટી બોલીવુડ ફિલ્મ રીલીઝ થઇ હતી.

એક આમીર ખાનની ફીમ ‘લાલ સિંહ ચઢ્ઢા‘ (Lal Singh Chadha) અને બીજી અક્ષય કુમારની ફિલ્મ ‘ રક્ષાબંધન’. બન્ને ફિલ્મોની એડવાન્સ બુકિંગ સમયે ટક્કર ચાલી રહી હોય એવું જોવા મળી રહ્યું હતું પણ હાલ બંને ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ કમાલ બતાવી શકી નથી.

બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ  ‘લાલ સિંહ ચઢ્ઢા’  :

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહમાં 50 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી છે. આટલું જ નહીં, આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા‘ આ વર્ષે રિલીઝ થયેલી વરુણ ધવનની ‘જુગ જુગ જિયો’ અને અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરતા પણ ઓછી કમાણી કરી છે.

પાંચમા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી ?

15 ઓગસ્ટના ખાસ પ્રસંગ અને રજાના કારણે મેકર્સ એવું વિચારતા હતા કે લાલ સિંહ ચઢ્ઢાની કમાણીમાં વધારો થશે પણ કોઈ ફાયદો થયો નથી. હાલ જ ફિલ્મની પાંચમા દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાલ સિંહ ચઢ્ઢાએ રિલીઝના પાંચમા દિવસે એટલે કે 15 ઓગસ્ટે માત્ર 8 કરોડની કમાણી કરી હતી. આ આંકડા સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં લગભગ 45-46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ફિલ્મે કયા દિવસે કેટલી કમાણી કરી ?

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું ઓપનિંગ 11.50 કરોડના કલેક્શન સાથે થયું હતું. ફિલ્મનો બીજા દિવસનો બિઝનેસ સૌથી નબળો રહ્યો હતો, રિલીઝના બીજા દિવસે આમિરની ફિલ્મે માત્ર 6.50 થી 7 કરોડની જ કમાણી કરી હતી. આ કલેક્શન જોઈને મેકર્સની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યા હતા.

પરંતુ વીકએન્ડના કલેક્શનમાં થોડો વધારો થતાં ફરી ઉમ્મીદ બંધાઈ હતી. શનિવારે ફિલ્મે 8.50 કરોડનું કલેક્શન કર્યું હતું અને રવિવારે ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં હિમાચલ પ્રદેશ જેવાં દ્રશ્યો ! અરવલ્લીમાં પહાડો પરથી ભેખડો ધસી પડતાં વાહનોમાં નુકસાન, શામળાજીમાં 20 કિમી સુધી ચક્કાજામ

0

Scenes like Himachal Pradesh in Gujarat

  • અરવલ્લીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, તો ભૂસ્ખલન થતા શામળાજી નેશનલ હાઇવે થયો બ્લોક.

ગુજરાતમાં (Gujarat) વરસાદી માહોલ જામ્યો છે તેમાં પણ ખાસ ઉત્તર ગુજરાતમાં (North Gujarat) તો મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. બનાસકાંઠા, પાલનપુર સહિત ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં આ વખતે હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) જોવા મળતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગુજરાતના ઘણા જિલ્લાઓ ડુંગરાળ (Hilly) છે. ત્યારે ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડવાની ઘટના બની.

અરવલ્લીમાં ભૂસ્ખલન :

વાત છે અરવલ્લીની. અરવલ્લીની ગિરિમાળાઓમાં ભૂસ્ખલન થયું હોવાનું સામે આવ્યું છે. મસમોટી ભેખડો ધસી પડતા શામળાજી નેશનલ હાઇવે પર 20 કિલોમીટરનો ટ્રાફિકજામ થયો છે. ચટ્ટાનો પડતા અનેક વાહનોને નુકસાન થયું છે.

આવી ઘટના મોટા ભાગે હિમાચલમાં જોવા મળે છે. ડુંગરાળ વિસ્તાર હોવાથી ત્યા અવારનવાર ભૂસ્ખલન થતું રહે છે પરંતુ ગુજરાતના અરવલ્લીમાં વરસાદી સિઝનમાં આવી પહેલીવાર ઘટના બની.

નેશનલ હાઇવે બ્લોક થતા વાહનવ્યવહાર ખોરવાયો છે. વાહનોની મસમોટી લાઇનો જોવા મળી રહી છે. ચક્કજામ ટ્રાફિકને કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.

આ પણ વાંચો :-

 

રાકેશ ઝુનઝુનવાલા પાસે હતાં 31,000 કરોડના શેર, આ કંપનીઓમાં સૌથી વધુ રોકાણ કર્યું

0

Rakesh Jhunjhunwala held shares

  • રાકેશ ઝુનઝુનવાલાના દુર્ભાગ્યપૂર્ણ અવસાન પછી લોકોનું ધ્યાન હવે શેરબજારમાં તેમના શેરના હિસ્સા તરફ વળ્યું છે. શેરબજારના રોકાણકારો અને વિશ્લેષકો હંમેશા તેની દરેક દાવ પર નજર રાખતા હતા. હવે સ્પોટલાઈટ તેના શેરબજારમાં આશરે $4 બિલિયન અથવા સાડા ત્રણ હજાર કરોડના સ્ટોક હોલ્ડિંગ પર છે.

ભારતીય અબજોપતિ અને શેરબજારના ‘બિગ બુલ’ રાકેશ ઝુનઝુનવાલાના (Rakesh Jhunjhunwala) અવસાન બાદ હવે લોકોનું ધ્યાન શેરબજારમાં તેમના શેરના હિસ્સા પર ગયું છે. શેરબજારના રોકાણકારો (Investors) અને વિશ્લેષકો હંમેશા તેની દરેક દાવ પર નજર રાખતા હતા.

હવે સ્પોટલાઈટ (Spotlight) તેના શેરબજારમાં લગભગ $4 બિલિયન અથવા સાડા 30 હજાર કરોડ રૂપિયાના સ્ટોક હોલ્ડિંગ પર છે. રાકેશ ઝુંઝુવાલાનું ગયા રવિવારે કાર્ડિયાક અરેસ્ટને (Cardiac arrest) કારણે અવસાન થયું હતું. તેઓ 62 વર્ષના હતા.

ઝુનઝુનવાલાને ભારતના વોરન બફેટ કહેવામાં આવે છે, તેણે ઘણી મોટી બિઝનેસ અને સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કર્યું હતું. તેઓ ઘણી મોટી કંપનીઓના બોર્ડ મેમ્બર પણ હતા. સ્થાનિક શેરબજારમાં તેઓ સૌથી પ્રભાવશાળી વ્યક્તિ હતા.

તેમના અનુયાયીઓ વચ્ચે મોટી સંખ્યામાં રિટેલ રોકાણકારો પણ હતા. ફોર્બ્સ અનુસાર, ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ $5.8 બિલિયન હતી. ફોર્બ્સની 2021ની યાદી અનુસાર તેઓ ભારતના 36મા સૌથી અમીર વ્યક્તિ હતા.

તેમનું રોકાણ ક્યાં હતું :

બ્લૂમબર્ગના ડેટા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલા માટે જ્વેલરી રિટેલર, Titan Co. આ શેર સૌથી વધુ નફાકારક રોકાણ હતું. તેમના પોર્ટફોલિયોમાં એક તૃતીયાંશ શેર આ કંપનીના હતા, જે તેમનું સૌથી મોટું રોકાણ હતું.

બજાર મૂલ્યની દ્રષ્ટિએ તેમના સૌથી મોટા રોકાણકારો સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની, ફૂટવેર કંપની મેટ્રો બ્રાન્ડ્સ લિ. અને ઓટો કંપની ટાટા મોટર્સ લિ. હતી. ઝુનઝુનવાલા નજીક સ્ટાર હેલ્થ, આઈટી ફર્મ એપ્ટેક લિ. અને નઝારા ટેક્નોલોજીસ લિ. તેમાં તેમનો 10% થી વધુ હિસ્સો હતો.

આ પણ વાંચો :-

Arvind Kejriwal Birthday : અન્ના આંદોલનથી ઓળખ મળી, છતાં કેમ અન્નાને એકલા મુકીને રાજનીતિમાં આવ્યા કેજરીવાલ ?

0

Arvind Kejriwal Birthday

  • અન્ના આંદોલનથી લાઈમલાઈટમાં આવેલા કેજરીવાલનો આજે જન્મદિવસ. કેજરીવાલ વિશે જાણવા જેવી છે આ વાતો…

અન્ના આંદોલનથી (Anna movement) ચમકનારા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કેજરીવાલ 54 વર્ષના થઈ ગયા છે. દિલ્લીના જંતરમંતર મેદાનથી અરવિંદ કેજરીવાલને એક અલગ ઓળખ મળી. એ પહેલાંની તેમની ઓળખ એક સરકારી અધિકારી તરીકેની હતી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ (Against corruption) ચલાવવામાં આવેલાં અન્ના હજારેના આંદોલનને અન્ના આંદોલનનું નામ મળ્યું અને એમાંથી જ એક નેતા તરીકે કેજરીવાલને ઓળખ મળી.

સવાલ એ થાય છે કે, જે અન્ના આંદોલનને કારણે કેજરીવાલને જાહેર જીવનમાં એક નેતા તરીકેની ઓળખ મળી એ જ અન્નાને કેજરીવાલ એકલા મુકીને કેમ રાજનીતિમાં આવી ગયાં ? આ સવાલનો જવાબ અને આવી જ કેટલીક રસપ્રદ માહિતી જાણવા માટે જાણો કેજરીવાલના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો.

કેજરીવાલનો જન્મ 1968માં હરિયાણાના હિસારમાં થયો હતો. અરવિંદ કેજરીવાલે 1989માં IIT ખડગપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. કેજરીવાલ 1992માં ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)માં જોડાયા અને ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે નિયુક્ત થયા.

વર્ષ 2000માં કેજરીવાલે કામમાંથી રજા લીધી અને પારદર્શક અને જવાબદાર વહીવટ સુનિશ્ચિત કરવાના હેતુથી દિલ્લીમાં નાગરિક ચળવળ પરિવર્તનની શરૂઆત કરી હતી. જ્યારે કેજરીવાલે તેમના પદ પર હતા ત્યારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું હતું અને આવકવેરા કચેરીમાં પરિવર્તન અને પારદર્શિતા લાવવા માટે કામ કર્યું હતું.

2006માં કેજરીવાલે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સમગ્ર સમય માટે ‘પરિવર્તન’ માં કામ કરવાનું શરૂ કર્યું. કેજરીવાલે અન્ય ઘણા સામાજિક કાર્યકરો સાથે મળીને માહિતી અધિકાર અધિનિયમ માટે ઝુંબેશ શરૂ કરી, ત્યારબાદ દિલ્લીમાં માહિતી અધિકાર અધિનિયમ 2001 અને દેશમાં માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ 2005) લાગુ કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે અન્નાને રાજકારણ પસંદ નહોંતુ અને કેજરીવાલે કહ્યું કે સિસ્ટમમાં આવ્યાં વિના સિસ્ટમમાં બદલાવ કરવો શક્ય નથી.  અને એ જ કારણસર અન્ના અને કેજરીવાલ વચ્ચે મતભેદ હતો. આખરે કેજરીવાલે અન્નાની વાતના મતભેદને બાજુએ મુકીને પોતે રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું.

રાજકીય સૂત્રો જણાવે છે કે બસ ત્યારથી અન્ના પોતાની દુનિયામાં એકલાં અલોપ થઈ ગયાં. અને અન્નાએ રાજનીતિથી પોતે જ કિનારો કરી લીધો.

અરવિંદ કેજરીવાલે 2 ઓક્ટોબર 2012ના રોજ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. કેજરીવાલે સત્તાવાર રીતે 26 નવેમ્બર 2012ના રોજ દિલ્લીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટીની રચનાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીએ 2013માં દિલ્લી વિધાનસભામાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.

આ ચૂંટણીમાં કેજરીવાલે નવી દિલ્લી સીટ પરથી દિલ્લીના તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ચૂંટણી લડી હતી અને 25, 864 મતોથી પરાજય આપ્યો હતો. 2013ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 28 બેઠકો જીતીને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.

આ પછી કેજરીવાલે કોંગ્રેસ સાથે મળીને 49 દિવસની સરકાર બનાવી અને 28 ડિસેમ્બર 2013થી 14 ફેબ્રુઆરી 2014 સુધી 49 દિવસ દિલ્લીના મુખ્યમંત્રી રહ્યા. કેજરીવાલે 49 દિવસ બાદ રાજીનામું આપ્યું હતું.

2015માં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ 70માંથી રેકોર્ડ બ્રેક 67 બેઠકો જીતી અને જંગી બહુમતી મેળવી. 14 ફેબ્રુઆરી 2015ના રોજ કેજરીવાલે ફરીથી દિલ્લીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જે બાદ 2019માં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી અને કેજરીવાલ ફરીએકવાર મુખ્યમંત્રી બન્યા.

ત્યારબાદ આમ આદમી પાર્ટી અનેક રાજ્યોની ચૂંટણીમાં ઝંપલાવ્યું. જેમાં પંજાબમાં AAPએ સરકાર બનાવી. અને હાલ કેજરીવાલની આપ ગુજરાતમાં પણ સરકાર બનાવવાના પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસની ચૂંટણીલક્ષી તૈયારી : અશોક ગેહલોત આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોનો કરશે અભ્યાસ

0

Congress election preparation

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં. ત્યારે પ્રદેશ કોંગ્રેસ ચૂંટણીના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોનો અભ્યાસ કરશે.

વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ (Congress) દ્વારા એકવાર ફરી ત્રણ દિવસની મહત્વની રણનીતિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોત (Ashok Gehlot) હાજરી આપશે.

અશોક ગેહલોત આજે સાંજે રાજકોટ આવશે. સાંજના 4:30 કલાકે રાજકોટ એરપોર્ટ પર ઉતરી હેમુ ગઢવી હોલ પહોંચશે. તમને જણાવી દઇએ કે, અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે અને પ્રદેશ કોંગ્રેસના ચૂંટણીના મુખ્ય નિરીક્ષક છે. આજે સાંજે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે.

જેમાં અશોક ગેહલોત સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોનો અભ્યાસ કરશે. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મુખ્ય ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિયુક્તિ કરી હતી. તમને જણાવી દઇએ કે, 2017માં અશોક ગેહલોત ગુજરાતના પ્રભારી હતા ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ છવાઈ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મુખ્ય ઓબ્ઝર્વરનો બે વખત રદ થયેલો ગુજરાત પ્રવાસ ફરીવાર ગોઠવાયો છે. 16થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં સતત ચૂંટણીલક્ષી બેઠકોનું આયોજન છે. મહત્વનું છે કે આ પહેલા આરોગ્યને લઇને અશોક ગેહલોતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

જુઓ અશોક ગેહલોતનો ત્રણ દિવસનો શું છે સંપૂર્ણ કાર્યક્રમ ?

  • આજે સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની બેઠકમાં અશોક ગેહલોત હાજર રહી શકે છે.
  • સાંજના 4 વાગ્યે રાજકોટના હેમુગઢવી હોલમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ભાગ લેશે.
  • રાજકોટની આ બેઠકમાં સૌરાષ્ટ્રભરના શહેર-જિલ્લા પ્રમુખો, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, નિરીક્ષકો અને પ્રભારીઓને બોલાવવામાં આવ્યા છે.
  • 17મીએ મધ્ય તથા ઉતર ઝોનમાં આ પ્રકારની બેઠક કરશે.
  • 18 ઓગસ્ટે ચૂંટણી જવાબદારી ધરાવતા અને હાઇકમાન્ડે નિયુક્ત કરેલા તમામ ઓબ્ઝર્વરો તથા પ્રદેશ નેતાગીરી સાથે બેઠક કરશે.

જુઓ કોંગ્રેસે કોને કઇ જવાબદારી સોંપી છે ? 

વિશેષમાં તમને જણાવીએ કે, આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તો છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એ સિવાય રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. જ્યારે છત્તીસગઢના નેતાઓમાં ટી.એસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-