Home Blog Page 1343

21 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ :  માં ખોડલની કૃપાથી આ 6 રાશિના જાતકોનો દિવસ રહેશે લાભદાયી

21 August 2022, Today’s Horoscope : Gujarat Guardian

મેષઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઈ બહેન સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી, ધંધા ક્ષેત્રે પ્રગતિ, આરગ્ય સારૂ રહેશે.
વૃષભઃ
કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો. થોડી સ્વાર્થ વૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ-સફળતા મળે.
મિથુનઃ
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડ નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતિ થાય. નવા આર્થિક આયોજન સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂં રહેશે. જીવનસાથીની તબિયત સાચવવી.
કર્કઃ
દિવસ દરમ્યાન શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્ર તરફથી સાથ સહકાર મળતો જણાય.
સિંહઃ
નાણાંકીય બાબતથી લાભ સંભવે. કુટુંબમાં સુખ, શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ, રસાયણ, ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મન દુઃખ ન થાય એ સાચવવું.
કન્યાઃ
આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઈ-બહેન તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.
તુલાઃ
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથે આપતું જણાય. નોકરી, ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભ ફળ મળતું જણાય. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ ફળ દાયી નીવડે.
વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક, સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોોગોથી સાચવવું.
ધનઃ
ગઇકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહન અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.
મકરઃ
આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુદ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.
કુંભઃ
દિવસ દરમિયાન શક્તિ-સ્ફુર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્ય સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રકાણોમાંથી આવક વધતી જણાય. શરદી ખાંસીન ઉપદ્રવ રહે.
મીનઃ
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરીદી શકય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

20 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકો માટે ગણેશજીની કૃપાથી અટકેલું કાર્ય થશે પૂર્ણ

20 August 2022, Today’s Horoscope :

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલું કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શકય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શકય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ

નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કામગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા-રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ

આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ

દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન-પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

સિંહઃ

અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ-બહેન-પરિવારના સભ્યો તરફથી આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ

દિવસ દરમ્યાન ભાગ્ય સાથે આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ

સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું, અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળું રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શકય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

 

ધનઃ

મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ

દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમ સંબંધમાં હો તો પ્રેમનો એકરાર શકય બને.

કુંભઃ

નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શકય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું, અન્યથા નાણાં ફસાઈ જાય.

મીનઃ

પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રી રોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃશ્ચિકઃ

વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફયુમની ખરીદી શકય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન, ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની હાલત ગંભીર, બ્રેઇન ડેડ અવસ્થામાં, હ્રદયમાં પણ વધી તકલીફ

Comedian Raju Srivastava’s

  • 10 ઓગસ્ટના રોજ કોમેડિયન અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. આ પછી તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કોમેડિયન અને એક્ટર (Comedian and actor) રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી ખરાબ થઈ ગઈ છે. તેઓ 10 ઓગસ્ટથી દિલ્હી AIIMSમાં દાખલ છે. ડોક્ટરોનું કહેવું છે કે શ્રીવાસ્તવની (Srivastava) હાલત નાજુક છે. કોમેડિયનની હેલ્થ અપડેટ (Health Update) દરરોજ રિલીઝ કરવામાં આવે છે.

10 ઓગસ્ટના રોજ કોમેડિયન અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. આ પછી તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ટ્રેડમિલ પર પડી ગયા :

તેમના ભાઈએ જણાવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ બુધવારે સવારે વર્કઆઉટ કરતી વખતે અચાનક ટ્રેડમિલ પર પડી ગયો હતો. આ પછી તેમને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ છે. નોઈડામાં ફિલ્મ સિટીની સ્થાપનામાં ઉત્તર પ્રદેશ સરકાર વતી તેઓ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.

અમિતાભ બચ્ચને શેર કર્યો સંદેશ :

દરેક લોકો રાજુ શ્રીવાસ્તવના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચનને પોતાના આદર્શ માને છે. તે અમિતાભના મોટા ફેન છે તેથી ડૉક્ટરની સલાહ પછી, તેના પરિવારે બિગ-બીને કહ્યું કે જે મેસેજ જે મેસેજ તેમણે રાજુ માટે લખીને મોકલ્યો છે તે તેને રેકોર્ડ કરીને મોકલે જેથી રાજુને સંભળાવી શકાય.

આ પછી અમિતાભ બચ્ચને તરત જ રાજુ શ્રીવાસ્તવ માટે પોતાના અંદાજમાં ઘણા સંદેશાઓ રેકોર્ડ કરીને મોકલ્યા. તેમાંથી કેટલાકમાં તેમણે કહ્યું ‘રાજુ ઉઠો, બસ હવે બહુ થયું’, હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

આ પણ વાંચો :-

19 ઓગસ્ટ 2022 આજનું રાશિફળ : સાંઈબાબાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

19 August 2022 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ

આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી, ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઈ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી, ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ

આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાની યોગ બને છે.

કર્કઃ

નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂ. સ્ત્રી વર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાનો રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ

નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શકય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યાઃ

ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શકય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની ‌તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ ‌

ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ

ભાગીદારી તથા પત્નિસુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથી તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતવરણ રહે. આવકનું પ્રમામ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ, હાડકા નબળા થતા જણાય.

કુંભઃ

સાહસ કરવાની ભાવના વધે, થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ

પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

અમારા રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ આવતો હોય તો અમારી સાથે વાત કરો, ગેહલોતનો ગુજરાત સરકારને સવાલ

0

Talk to us if liquor is coming from

  • ગુજરાતમાં દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉઠાવ્યા સવાલ. કહ્યું, ગુજરાતમાં દારૂબંધી કાગળ પર, અહીં દારૂની થાય છે હોમ ડિલીવરી.

રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) હાલ ગુજરાતમાં છે. ત્યારે તેમણે ગુજરાતની દારૂબંધીને લઈને ગુજરાત સરકાર પર સવાલોના વેધણ બાણ ચલાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી કાગળ પર, અહીં દારૂની હોમ ડિલીવરી (Home delivery) થાય છે.

સાથે જ ગુજરાત સરકારને સવાલ કર્યો કે, જો દારૂ પડોશના રાજ્યોથી આવતો હોય તો તેને અટકાવવા પ્રયાસ કરો. અમારા ત્યાંથી આવતો હોય તો અમારી સાથે વાત કરો અમે ગુજરાતમાં દારૂ નહી આવવા દઇએ. સાથે જ તેણે લમ્પી વાયરસને રાષ્ટ્ર આપદા જાહેર કરવા પણ માંગ કરી છે.

અશોક ગહેલોતે આજે કોંગ્રેસનું ડિજીટલ કેમ્પેઈન (Digital campaign) લોન્ચ કર્યું. જેમાં ગુજરાતના દરેક વિસ્તારમાં કોગ્રેસની ટીમ જશે અને લોકોની વાત સાંભળશે. આ રિપોર્ટના આધારે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો બનાવાશે. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં અશોક ગેહલોતે કહ્યું કે ગત વખતે અમારી સરકાર બનતાં બનતાં રહી ગઇ. મોદીજીએ જે રીતે પોતાને પ્રોજેક્ટ કર્યા. બોલિવુડમાં જે પ્રકારે અભિનેતા એક્ટીગ કરે છે, મોદીજીએ મણી શંકર ઐયરના નિવેદનને તોડી મરોડીને રજુ કર્યું.

પોતે નીચ હોવાની વાત કરી નદીમાં પ્લેન ઉતાર્યું. એક અભિનેતા તરીકે એક્ટીંગ કરી. અમે એવું નથી કરી શકતા. એ અમારા સંસ્કાર નથી. આજે બંધારણની અવગણના થઇ રહી છે. તેઓ ધર્મના નામે ચુટંણી જીતી રહ્યા છે તેનું તેમને અભિમાન છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં 27 વર્ષથી શાસન હોવા છતાં ગવર્નન્સ નથી. આખી સરકાર બદલવી પડી કે બધા નકામા હતા? તો બીજી તરફ લમ્પી વાયરસને રાજ્ય આપદા જાહેર કરવા ગેહલોતે માંગ કરી છે. તેમણે કહ્યું કે, હાલ વેક્સીન ઉપલબ્ધ નથી, તો ગાય માતનું શુ થશે. દેશના સાત રાજ્યોમાં લમ્પી વાયરસ ફેલાયો છે. રાજસ્થાનના ૨૦ જિલ્લામાં લમ્પી પહોંચ્યો છે.

કોરોનામાં અમારા અહેમદ પટેલ સાહેબ ચાલ્યા ગયા. કોઇ વેપારી ઇડીના ડરથી બોલી શક્તો નથી. આજે દેશમાં ઇડીનુ રાજ ચાલે છે. કોગ્રેસે રાષ્ટ્રીય સ્તરે બે રોજગારીનો મુદ્દો ઉપાડ્યો છે. દેશની પ્રજા બેરોજગારીથી તંગ આવી ગઇ છે. ભાજપ સરકાર ફીક્સ વેતન કોન્ટ્રાક્ટ અને આઉટ સોસિંગમાં માને છે.

આ પણ વાંચો :-

 

સાઉદી અરેબિયાની એક મહિલાને ટ્વીટ કરવું ભારે પડ્યું, કોર્ટે ફટકારી 34 વર્ષની જેલની સજા

Saudi Arabian woman

  • સલમા જ્યારે 2021માં બ્રિટનથી રજા પર સાઉદી અરેબીયા આવી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જૂન મહિનામાં 6 વર્ષની સજા ફટકારવામાં આવી હતી

સાઉદી અરેબિયાની (Saudi Arabia) એક મહિલાને ટ્વીટર ચલાવવાનું ભારે પડ્યું છે. હકીકતમાં ત્યાંની કોર્ટ એક મહિલાને ટ્વીટર ચલાવવા બદલ 34 વર્ષની સજા સંભળાવી છે. બ્રિટનની લીડ્સ યુનિવર્સિટીમાં (University of Leeds) અભ્યાસ કરતી આ સાઉદી મહિલાનું (Saudi women) નામ સલમા અલ-શહાબ છે અને તે 2 બાળકોની માતા પણ છે. આ મહિલા પર આરોપો છે કે, તે દેશમાં સાર્વાજનિક અશાંતિ પેદા (Causing unrest) કરવામાં કાર્યકરોની મદદ કરી રહી છે.

હકીકતમાં ટ્વિટર પર સલમાના 2,600 ફોલોઅર્સ છે. તે સુન્ની દેશની મુસ્લિમ મહિલાઓના અધિકારો વિશે લખતી હતી. મુસ્લિમ દેશોની રૂઢિચુસ્ત વિચારસરણી પર સલમા મુહતોડ જવાબ આપતી હતી. સાથે જ તે ઘણા કાર્યકરોને ફોલો કરતી હતી. મહિલાઓના અધિકારો સંબંધિત મુદ્દાઓને રીટ્વીટ કરવા માટે વપરાય છે. તેથી સલમા આ દેશની નજરમાં ગુનેગાર બની ગઈ છે.

વિદેશ યાત્રા પર પ્રતિબંધ :

સલમા જ્યારે 2021માં બ્રિટનથી રજા પર સાઉદી અરેબીયા આવી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને જૂન મહિનામાં 6 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેમાંથી 3 વર્ષની સજા સ્થગિત કરવામાં આવી હતી અને વિદેશી યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ હવે આ સજાને વધુ આકરી કરવામાં આવી છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, સલમા અલ-શહાબને વિરૂદ્ધ રાજ્યમાં જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા અને અસંતુષ્ટોને મદદ કરવા બદલ સાઉદી અપીલ કોર્ટે 9 ઓગસ્ટના રોજ સજા સંભળાવી હતી. સજા હેઠળ 34 વર્ષ માટે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સલમાને થયેલી આ સજાની ALQST દ્વારા નિંદા કરવામાં આવી છે. ALQSTએ લંડન સ્થિત અધિકાર જૂથ છે. સાઉદી કોર્ટએ આ નિર્ણય પર કહ્યું હતું કે, શાંતિપ્રિય કાર્યકર્તાને પહેલીવાર આટલી લાંબી સજા આપવામાં આવી છે. ALQST કોમ્યુનિકેશન્સ ચીફ લીના અલ-હથલોલે જણાવ્યું હતું કે, ‘આવી ભયાનક સજા મહિલાઓ અને કાયદાકીય વ્યવસ્થામાં સુધારા માટે સાઉદી અધિકારીઓની મજાક ઉડાવે છે.’

આ પણ વાંચો :-

લકઝરી કાર અને આલીશાન ઘરમાં પ્રાઇવેટ થિએટર ! RTO ઓફિસરની આવક કરતાં 650 ગણી સંપતિ જોઈ અધિકારીઓની આંખો ફાટી ગઈ

0

A luxury car and a private theater

  • RTO સંતોષ પાલ સિંહનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. અધિકારીઓએ જ્યારે અધિકારીની મિલકત જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં એક આરટીઓ અધિકારીના ઘરે આર્થિક અપરાધ સેલ (EOW)ની ટીમે કાર્યવાહી કરતાં મોટી સફળતા મળી છે. કાર્યવાહી બાદ સવાલ થાય છે કે, જબલપુરમાં આરટીઓનું ઘર કે રાજાનો મહેલ ? RTO સંતોષ પાલ સિંહનું (Santosh Pal Singh) ઘર કોઈ મહેલથી ઓછું નથી.

અધિકારીઓએ જ્યારે અધિકારીની મિલકત જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ RTOના ઘરમાંથી આવક કરતાં 650 ગણી વધુ કિંમતની મિલકત મળવાના સંકેતો છે. તપાસમાં જબલપુરના આરટીઓ પાસે 16 લાખ રોકડા મળી આવ્યા હતા.

ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW)ની ટીમે બુધવારે રાત્રે પ્રાદેશિક પરિવહન અધિકારી (RTO) સંતોષ પાલ પર અપ્રમાણસર સંપત્તિના કેસમાં દરોડા પાડ્યા હતા. જબલપુરમાં આરટીઓ અધિકારી સંતોષ પાલ સિંહના ઘરે થયેલી કાર્યવાહીમાં આવક કરતાં 650 ગણી વધુ કિંમતની મિલકત મળ્યા હોવાની સંભાવના છે.

સાહેબે ઘરમાં પોતાનું ખાનગી થિયેટર પણ બનાવ્યું છે. બ્લેક મની સાથે થિયેટરમાં લાલ સીટો લગાવવામાં આવી છે. તપાસ દરમ્યાન આરટીઓ સંતોષ પાલ સિંહના અન્ય ઘણા ઘરો-ઘણા વાહનો અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે.

કાર્યવાહી દરમ્યાન શું-શું મળ્યું ? 

આરટીઓ અધિકારીના ઘરમાંથી 16 લાખની રોકડ સાથે કાળા નાણાથી મેળવેલી અપ્રમાણસર સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા પુરાવાઓ દર્શાવે છે કે, તેમની સેવાના સમયગાળા દરમ્યાન કાયદેસર સ્ત્રોતોમાંથી આરટીઓની આવકના 650 ટકા છે.

બુધવારે મોડી રાત્રે શતાબ્દીપુરમ કોલોનીમાં તેના આલીશાન મકાન પર EOW ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમ્યાન ટીમને તેના નામે અડધો ડઝન ઘરો અને ફાર્મહાઉસ સહિત લક્ઝરી કારની સાથે 16 લાખ અને લાખોની કિંમતના ઘરેણા હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો :-

AAP એ ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

0

AAP announced the second list

  • વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવો ચીલો ચાતર્યો છે. ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આપ પાર્ટીએ આજે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી.

આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ગુજરાતમાં મિશન 2022 નું બ્યુગલ ફૂંકી દીધું છે. વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતમાં નિયમિત આપીને ચૂંટણીનો માહોલ જાળવી રહ્યાં છે.

ત્યારે આપ પાર્ટીએ આજે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 9 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

  • રાજુ કરપડા – ચોટીલા
  • પિયુષ પરમાર – જૂનાગઢના માંગરોળ
  • કરસનભાઈ કરમૂર – જામનગર
  • નીમીષા ખૂંટ – ગોંડલ
  • પ્રકાશભાઈ કોન્ટ્રાકટર – સુરતની ચોર્યાસી બેઠક
  • વિક્રમ સૌરાણી – વાંકાનેર
  • ભરતભાઈ વાખલા – દેવગઢબારીયા
  • જેજે મેવાડા – અસારવા
  • વિપુલભાઈ સખીયા – ધોરાજી

કેજરીવાલની ગુજરાતમાં સતત મુલાકાત બાદ AAP દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ચૂંટણીને હજી ઘણી વાર છે, ત્યારે આપની આ સ્ટ્રેટેજીથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને ઝટકો સમાન છે. સાથે જ બંનેની ચૂંટણી રણનીતિ પર પણ મોટી અસર પડી રહી છે. આપ પાર્ટી હાલ ગુજરાતમાં એડીચોટીનુ જોર લગાવી રહી છે. તે એક પણ મોકો છોડવા માંગતી નથી.

વહેલા ઉમેદવારો જાહેર કરવાનું કારણ :

ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે.

વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :-

Gold Rate Today : સોના-ચાંદીની કિંમતમાં ઉછાળો , જુઓ આજનો ભાવ ?

Gold Rate Today

  • સોના ચાંદીના ભાવમાં એક દિવસ પહેલા આવેલા ઘટાડા બાદ આજે ફરી ઉછાળો જવા મળી રહ્યો છે. 24 કેરેટ શુધ્ધ સોનાના વાયદાનો ભાવ 60 રુપિયા ચઢીને 51,897 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો. ચાંદીનો વાયદા ભાવ 165 રુપિયા ઉછળીને 57,830 રુપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે.

સોના ચાંદીના (Gold silver) ભાવમાં એક દિવસ પહેલા આવેલા ઘટાડા બાદ આજે ફરી ઉછાળો જવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં (Global Market) આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી છે. સોનું એકવાર ફરી વધીને 52 હજાર આસપાસ પહોંચી ગયું છે. જ્યારે એક દિવસ પહેલા તેમાં 500 રુપિયાનો ઘટાડો નોંધાયો હતો. મલ્ટીકમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24 કેરેટ શુધ્ધ સોનાના વાયદાનો ભાવ 60 રુપિયા ચઢીને 51,897 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો.

તેના પહેલા સોનામાં કારોબારની શરુઆત 51,843 રુપિયાના સ્તરેથી થઈ હતી, પરંતુ માંગ વધતા કિંમતોમાં જલ્દી વધારો થયો અને 51,900 રુપિયા નજીક પહોંચી ગઈ હતી. સોનું હાલ પોતાના છેલ્લા બંધ ભાવતી 0.12 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.

ચાંદીના ભાવમાં ઉછાળો :

આજે સવારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાલો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર ચાંદીનો વાયદા ભાવ 165 રુપિયા ઉછળીને 57,830 રુપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. આ પહેલા ચાંદીના કારોબારની શરુઆત 55,776ના સ્તરે ખુલીને થઈ હતી.

પરંતુ માંગ વધવા સાથે જલ્દી તેના ભાવ 57,800ને પાર કરી ગયા છે. ચાંદી હાલ પોતાના પાછલા બંધ ભાવથી 0.29 ટકાના ઉછળીને કારોબાર કરી રહી છે.

ગ્લોબલ માર્કેટમાં પણ વધ્યા ભાવ :

સોના ચાંદીના ભાવ ગ્લોબલ માર્કેટમાં પણ વધ્યા છે. અમેરિકન બજારમાં સોનાની હાલની કિંમત 1778.78 ડોલર પ્રતિ ઔંસ રહી છે, જે પાછલા બંધ ભાવથી 0.17 ટકા વધારે છે. આ જ રીતે ચાંદીનો હાલનો ભાવ પાછલા બંધથી 0.29 ટકા વધીને 20.19 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો છે.

સોના અને ચાંદીની કિંમતોમાં એક દિવસ પહેલા જ ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે સોનું 573 રુપિયા અને ચાંદી 1300 રુપિયા સસ્તી થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

ધનશ્રીએ નામની પાછળથી હટાવી ચહલ સરનેમ, યુજીએ પણ કહ્યું- હવે નવી જિંદગી શરૂ 

Dhanshree removed Chahal

  • યુઝવેન્દ્ર ચહલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેમની પત્ની ધનશ્રી વર્માને પણ સોશિયલ મીડિયા ક્વીન માનવામાં આવે છે. તેમની જોડી સૌથી સુપરહિટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આજકાલ આ જોડી કંઇક અલગ જ ચર્ચામાં રહે છે.

ટીમ ઈન્ડિયાનો સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) તેની જાદુઈ બોલિંગ માટે જાણીતો છે. યુઝવેન્દ્ર ચહલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેમની પત્ની ધનશ્રી વર્માને (Dhanashree Verma) પણ સોશિયલ મીડિયા (Social media) ક્વીન માનવામાં આવે છે. આ બંનેની જોડીને સૌથી સુપરહિટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આજકાલ આ જોડી કંઇક અલગ જ ચર્ચામાં રહે છે. ચહલ અને ધનશ્રીના ચાહકોને લાગે છે કે હવે કદાચ આ જોડી વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું.

ધનશ્રીએ ચહલ સરનેમ કાઢી નાખી :

ધનશ્રી અને ચહલની જોડી જેઓ પોતાની પ્રેમથી ભરપૂર પોસ્ટને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે, તે આજકાલ અન્ય કારણોસર ચર્ચામાં છે. ખરેખર, થોડા સમય પહેલા ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ યુઝરનેમમાંથી ચહલની સરનેમ હટાવી દીધી છે. આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રીનું યુઝર નેમ ધનશ્રી વર્મા ચહલના નામ પર હતું.

પરંતુ અચાનક તેણે પોતાના નામ પાછળની ધમાલ દૂર કરીને બધાને ચોંકાવી દીધા છે. આવું કેમ થયું તે અત્યારે અનુમાન લગાવી શકાતું નથી. પરંતુ ચાહકો સતત અનુમાન લગાવી રહ્યા છે કે ધનશ્રી અને ચહલ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું.

ચહલની પોસ્ટથી પણ સવાલો ઉભા થયા :

ધનશ્રી બાદ ચહલની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે પણ સવાલો ઉભા કર્યા છે. ચહલે વાસ્તવમાં એક સ્ટોરી મૂકી જેમાં લખ્યું હતું કે નવું જીવન શરૂ થઈ રહ્યું છે. આ પોસ્ટથી આ બંનેના ચાહકોએ પુષ્ટિ કરી છે કે આ કપલ વચ્ચે કોઈ સમસ્યા હોવી જોઈએ. જો કે, અત્યાર સુધી આ કપલ તરફથી શું થયું છે તે અંગે કંઈ સ્પષ્ટ થયું નથી. આગામી દિવસોમાં આ બાબત સ્પષ્ટ થશે પરંતુ આ બંને વચ્ચે શું ચાલે છે.

આવી રીતે થઈ હતી બંનેની મુલાકાત :

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની પહેલી મુલાકાત એક ઓનલાઈન ક્લાસ દરમિયાન થઈ હતી. ખરેખર, ચહલ ડાન્સ શીખવા માટે ધનશ્રી વર્માના ક્લાસમાં જોડાયો હતો, ત્યાંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ. ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ પણ છે. ધનશ્રી વર્માની ડાન્સ સાથે જોડાયેલી એક યુટ્યુબ ચેનલ છે આ ચેનલના 26 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ધનશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે.

આ પણ વાંચો :-