Comedian Raju Srivastava’s
- 10 ઓગસ્ટના રોજ કોમેડિયન અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. આ પછી તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોમેડિયન અને એક્ટર (Comedian and actor) રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી ખરાબ થઈ ગઈ છે. તેઓ 10 ઓગસ્ટથી દિલ્હી AIIMSમાં દાખલ છે. ડોક્ટરોનું કહેવું છે કે શ્રીવાસ્તવની (Srivastava) હાલત નાજુક છે. કોમેડિયનની હેલ્થ અપડેટ (Health Update) દરરોજ રિલીઝ કરવામાં આવે છે.
10 ઓગસ્ટના રોજ કોમેડિયન અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. આ પછી તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટ્રેડમિલ પર પડી ગયા :
તેમના ભાઈએ જણાવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ બુધવારે સવારે વર્કઆઉટ કરતી વખતે અચાનક ટ્રેડમિલ પર પડી ગયો હતો. આ પછી તેમને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ છે. નોઈડામાં ફિલ્મ સિટીની સ્થાપનામાં ઉત્તર પ્રદેશ સરકાર વતી તેઓ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.
અમિતાભ બચ્ચને શેર કર્યો સંદેશ :
દરેક લોકો રાજુ શ્રીવાસ્તવના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચનને પોતાના આદર્શ માને છે. તે અમિતાભના મોટા ફેન છે તેથી ડૉક્ટરની સલાહ પછી, તેના પરિવારે બિગ-બીને કહ્યું કે જે મેસેજ જે મેસેજ તેમણે રાજુ માટે લખીને મોકલ્યો છે તે તેને રેકોર્ડ કરીને મોકલે જેથી રાજુને સંભળાવી શકાય.
આ પછી અમિતાભ બચ્ચને તરત જ રાજુ શ્રીવાસ્તવ માટે પોતાના અંદાજમાં ઘણા સંદેશાઓ રેકોર્ડ કરીને મોકલ્યા. તેમાંથી કેટલાકમાં તેમણે કહ્યું ‘રાજુ ઉઠો, બસ હવે બહુ થયું’, હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
આ પણ વાંચો :-