સાઉદી અરેબિયાની એક મહિલાને ટ્વીટ કરવું ભારે પડ્યું, કોર્ટે ફટકારી 34 વર્ષની જેલની સજા

Share this story

Saudi Arabian woman

  • સલમા જ્યારે 2021માં બ્રિટનથી રજા પર સાઉદી અરેબીયા આવી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જૂન મહિનામાં 6 વર્ષની સજા ફટકારવામાં આવી હતી

સાઉદી અરેબિયાની (Saudi Arabia) એક મહિલાને ટ્વીટર ચલાવવાનું ભારે પડ્યું છે. હકીકતમાં ત્યાંની કોર્ટ એક મહિલાને ટ્વીટર ચલાવવા બદલ 34 વર્ષની સજા સંભળાવી છે. બ્રિટનની લીડ્સ યુનિવર્સિટીમાં (University of Leeds) અભ્યાસ કરતી આ સાઉદી મહિલાનું (Saudi women) નામ સલમા અલ-શહાબ છે અને તે 2 બાળકોની માતા પણ છે. આ મહિલા પર આરોપો છે કે, તે દેશમાં સાર્વાજનિક અશાંતિ પેદા (Causing unrest) કરવામાં કાર્યકરોની મદદ કરી રહી છે.

હકીકતમાં ટ્વિટર પર સલમાના 2,600 ફોલોઅર્સ છે. તે સુન્ની દેશની મુસ્લિમ મહિલાઓના અધિકારો વિશે લખતી હતી. મુસ્લિમ દેશોની રૂઢિચુસ્ત વિચારસરણી પર સલમા મુહતોડ જવાબ આપતી હતી. સાથે જ તે ઘણા કાર્યકરોને ફોલો કરતી હતી. મહિલાઓના અધિકારો સંબંધિત મુદ્દાઓને રીટ્વીટ કરવા માટે વપરાય છે. તેથી સલમા આ દેશની નજરમાં ગુનેગાર બની ગઈ છે.

વિદેશ યાત્રા પર પ્રતિબંધ :

સલમા જ્યારે 2021માં બ્રિટનથી રજા પર સાઉદી અરેબીયા આવી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને જૂન મહિનામાં 6 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેમાંથી 3 વર્ષની સજા સ્થગિત કરવામાં આવી હતી અને વિદેશી યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ હવે આ સજાને વધુ આકરી કરવામાં આવી છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, સલમા અલ-શહાબને વિરૂદ્ધ રાજ્યમાં જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા અને અસંતુષ્ટોને મદદ કરવા બદલ સાઉદી અપીલ કોર્ટે 9 ઓગસ્ટના રોજ સજા સંભળાવી હતી. સજા હેઠળ 34 વર્ષ માટે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સલમાને થયેલી આ સજાની ALQST દ્વારા નિંદા કરવામાં આવી છે. ALQSTએ લંડન સ્થિત અધિકાર જૂથ છે. સાઉદી કોર્ટએ આ નિર્ણય પર કહ્યું હતું કે, શાંતિપ્રિય કાર્યકર્તાને પહેલીવાર આટલી લાંબી સજા આપવામાં આવી છે. ALQST કોમ્યુનિકેશન્સ ચીફ લીના અલ-હથલોલે જણાવ્યું હતું કે, ‘આવી ભયાનક સજા મહિલાઓ અને કાયદાકીય વ્યવસ્થામાં સુધારા માટે સાઉદી અધિકારીઓની મજાક ઉડાવે છે.’

આ પણ વાંચો :-