A luxury car and a private theater
- RTO સંતોષ પાલ સિંહનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. અધિકારીઓએ જ્યારે અધિકારીની મિલકત જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં એક આરટીઓ અધિકારીના ઘરે આર્થિક અપરાધ સેલ (EOW)ની ટીમે કાર્યવાહી કરતાં મોટી સફળતા મળી છે. કાર્યવાહી બાદ સવાલ થાય છે કે, જબલપુરમાં આરટીઓનું ઘર કે રાજાનો મહેલ ? RTO સંતોષ પાલ સિંહનું (Santosh Pal Singh) ઘર કોઈ મહેલથી ઓછું નથી.
અધિકારીઓએ જ્યારે અધિકારીની મિલકત જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ RTOના ઘરમાંથી આવક કરતાં 650 ગણી વધુ કિંમતની મિલકત મળવાના સંકેતો છે. તપાસમાં જબલપુરના આરટીઓ પાસે 16 લાખ રોકડા મળી આવ્યા હતા.
ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW)ની ટીમે બુધવારે રાત્રે પ્રાદેશિક પરિવહન અધિકારી (RTO) સંતોષ પાલ પર અપ્રમાણસર સંપત્તિના કેસમાં દરોડા પાડ્યા હતા. જબલપુરમાં આરટીઓ અધિકારી સંતોષ પાલ સિંહના ઘરે થયેલી કાર્યવાહીમાં આવક કરતાં 650 ગણી વધુ કિંમતની મિલકત મળ્યા હોવાની સંભાવના છે.
સાહેબે ઘરમાં પોતાનું ખાનગી થિયેટર પણ બનાવ્યું છે. બ્લેક મની સાથે થિયેટરમાં લાલ સીટો લગાવવામાં આવી છે. તપાસ દરમ્યાન આરટીઓ સંતોષ પાલ સિંહના અન્ય ઘણા ઘરો-ઘણા વાહનો અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે.
કાર્યવાહી દરમ્યાન શું-શું મળ્યું ?
આરટીઓ અધિકારીના ઘરમાંથી 16 લાખની રોકડ સાથે કાળા નાણાથી મેળવેલી અપ્રમાણસર સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા પુરાવાઓ દર્શાવે છે કે, તેમની સેવાના સમયગાળા દરમ્યાન કાયદેસર સ્ત્રોતોમાંથી આરટીઓની આવકના 650 ટકા છે.
બુધવારે મોડી રાત્રે શતાબ્દીપુરમ કોલોનીમાં તેના આલીશાન મકાન પર EOW ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમ્યાન ટીમને તેના નામે અડધો ડઝન ઘરો અને ફાર્મહાઉસ સહિત લક્ઝરી કારની સાથે 16 લાખ અને લાખોની કિંમતના ઘરેણા હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચો :-