Home Blog Page 1342

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જળ સપાટી વધીને 136.01 મીટર થઈ

0

Sardar Sarovar Dam level

  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ખાબકી શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam water level)ની સપાટીમાં સતત વધારે થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધીને 136.01 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલ ઉપરવાસથી 1,92,234 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ડેમમાંથી હાલ 1,49,122 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં વરસાદની આગાહી :

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ખાબકી શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને પાટણને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાટણમાં વરસાદને લઇને કોઇ ખાસ વોર્નિંગ નથી. પરંતુ રાજ્યમાં મોટાભાગે થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદ જોવા મળી શકે છે.

મંગળવારનો દિવસનો ગુજરાત માટે મહત્વનો છે. કેમ કે, 23 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને તમામ રાજ્યોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાંચો :-

વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોએ લગાવ્યું જોર, આજે રાહુલ ગાંધી, બી.એલ સંતોષ અને કેજરીવાલ સહિતના દિગ્ગજોની પધરામણી

0

All the parties put pressure on the assembly

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં જોતરાઇ ગયા છે. ત્યારે આજથી આગામી સપ્તાહ સુધી ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા જોવા મળશે.

રાજ્ય (Gujarat) માં આગામી થોડા મહિનાની અંદર એટલે કે વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાશે ત્યારે વિધાનસભા ચૂંટણીના પડઘમરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સહિતના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ પક્ષોએ પણ સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ત્યારે એકવાર ફરી ચૂંટણીલક્ષી તૈયારીઓને ધ્યાને રાખતા કેન્દ્રના દિગ્ગજ નેતાઓ PM મોદી, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, કે.સી વેણુગોપાલ અને અશોક ગેહલોત સહિતના નેતાઓ ગુજરાતના આંગણે આવી રહ્યાં છે.

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા આજે ગુજરાત આવશે :

આપ પાર્ટીના સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ એકવાર ફરી ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 22 અને 23 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે. Dy. CM અને શિક્ષણમંત્રી એવા મનીષ સિસોદિયા પણ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં  CM કેજરીવાલ તથા મનીષ સિસોદિયા એક પ્રેસ-કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.

અમદાવાદ બાદ હિંમતનગરમાં એક કાર્યક્રમમાં પણ સામેલ થશે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે એક મહત્વની જાહેરાત પણ કરે તેવી શક્યતા છે. જ્યારે મનીષ સિસોદિયા 23 તારીખ સુધી ગુજરાતમાં રોકાશે. મનીષ સિસોદિયા ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે.

અશોક ગેહલોત પણ આજે ગુજરાતના આંગણે, રાહુલ ગાંધી આગામી સપ્તાહે આવશે :

બીજી બાજુ મિશન 2022ને લઇને હવે રાહુલ ગાંધી પણ આગામી સપ્તાહે ગુજરાત આવશે. રાહુલ ગાંધી અને મહાસચિવ કે.સી વેણુગોપાલ ગુજરાત આવશે. ત્યારે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઇને આજે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત પણ આજે ગુજરાત આવશે કે જેઓ અમદાવાદમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે આજે બેઠક કરશે.

PM મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ આવશે ગુજરાત :

બીજી બાજુ PM મોદી પણ ફરીવાર ગુજરાત આવશે. PM મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવશે. PM મોદી 27 ઓગસ્ટના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં PM મોદી જનસભાને સંબોધન કરશે.

જ્યારે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છની મુલાકાત લેશે. 28 ઓગસ્ટે PM મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. અહીં ભુજમાં પણ PM મોદી જનસભાને સંબોધિત કરશે. PM મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો :-

Mizoram ના સીએમની પુત્રીએ ક્લિનિકમાં ઘૂસી ડોક્ટરને માર્યો જોરદાર મુક્કો

0

Mizoram’s CM’s daughter entered

  • મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા (Zoramthanga)ના પુત્રીનો એક ડોક્ટર સાથે ગેરવર્તણૂંક કરવાનો અને તેમના પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
  • મુખ્યમંત્રીની પુત્રીના આ દુર્વ્યવહાર વિરુદ્ધ IMA એ પ્રદર્શન કર્યું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની મિઝોરમ બ્રાન્ચે પોતાની જ ક્લિનિકમાં તેમના સાથે ડોક્ટર સાથે Black Badge પહેરીને  હુમલાનો વિરોધ કર્યો.

મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા (Zoramthanga)ના પુત્રીનો એક ડોક્ટર સાથે ગેરવર્તણૂંક કરવાનો અને તેમના પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીની પુત્રીના આ દુર્વ્યવહાર વિરુદ્ધ IMA એ પ્રદર્શન કર્યું.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની મિઝોરમ બ્રાન્ચે પોતાની જ ક્લિનિકમાં તેમના સાથે ડોક્ટર સાથે Black Badge પહેરીને  હુમલાનો વિરોધ કર્યો. અત્રે જણાવવાનું કે આ મામલો 17 ઓગસ્ટનો છે. વીડિયો વાયરલ થયા બાદ મામલાએ તૂલ પકડી લીધુ છે. ડોક્ટરોએ ખુબ નારાજગી વ્યક્ત કરી છે.

સીએમની પુત્રીએ ડોક્ટર પર કર્યો હુમલો :

સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યુ છે કે એક મહિલા પ્રાઈવેટ ક્લિનિકમાં ડ્યૂટી દરમિયાન ડોક્ટર પર હુમલો કરે છે. મહિલાની ઓળખ મિલારી છંગટે તરીકે થઈ છે. જે મિઝોરમના હાલના મુખ્યમંત્રી જોરમથાંગાની પુત્રી છે. સીએમની પુત્રીએ જે ડોક્ટર પર હુમલો કર્યો છે તેમનું નામ ડો.જોનુના છે.

નારાજ ડોક્ટરોએ કરી આ માંગણી :

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની મિઝોરમ બ્રાન્ચે ડોક્ટર પર ક્લિનિકમાં થયેલા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે મિઝોરમ પ્રોટેક્શન ઓફ મેડિકલ સર્વિસ પર્સનલ એન્ડ મેડિકલ સર્વિસ ઈન્સ્ટિટ્યૂશન (Mizoram Protection of Medical Service Personnel and Medical Service Institution) ને લાગૂ કરવાની પણ માંગણી કરી. આ અગાઉ એસોસિએશન તરફથી સરકાર સામે રજૂઆત થઈ ચૂકી છે.

જાહેરમાં માફી :

બીજી બાજુ સીએમના પુત્ર રામથનસિયામાએ ઘટના બાદ તરત પોતાની બહેન તરફથી એક જાહેર માફી બહાર પાડી. જેમાં કહેવાયું છે કે તેમની બહેનને માથા પર ઈજા થયા બાદથી તણાવ હતો અને તે આ કારણસર સૂઈ શકતી નહતી. તેને એક નિશાનનો ડર હતો.

તે ડોક્ટરની ક્લિનિકમાં તણાવના કારણે પોતાના વારાની રાહ જોઈ શકી નહીં. આ ઉપરાંત પુત્રીની આ હરકત પર મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ જનતા અને ડોક્ટર જોનુના તથા તેમના પરિવારની માફી માંગવા માટે એક લેખિત માફીનામુ પણ બહાર પાડ્યું છે.

આ પણ વાંચો :-

22 ઓગસ્ટ 2022 રાશિફળ  : આજે આ 4 રાશિના જાતકોને મહાદેવની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

22 August 2022 Horoscope  : Gujarat Guardian

મેષ: આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી, ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઈ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી, ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાની યોગ બને છે.

કર્કઃ નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂ. સ્ત્રી વર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાનો રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શકય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યાઃ ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શકય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની ‌તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ ‌ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ ભાગીદારી તથા પત્નિસુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથી તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતવરણ રહે. આવકનું પ્રમામ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ, હાડકા નબળા થતા જણાય.

કુંભઃ સાહસ કરવાની ભાવના વધે, થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો  :-

 

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ફેરફાર: વિજય રૂપાણી-નીતિન પટેલને ફરી મળ્યું મોટું પદ

0

Changes in BJP ahead of assembly polls

  • ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે આજે સાંજે ભાજપની કોર કમિટીની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections) આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભાજપે સમગ્ર દેશમાં પહેલો પ્રયોગ ગુજરાતમાં કર્યો છે, એટલે કે સરકારના 2 મંત્રીઓના ખાતા છીનવી લીધા હતા. ત્યારબાદ આજે એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે 6 સિનિયર નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપાઇ છે.

ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે આજે સાંજે ભાજપની કોર કમિટીની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ હાજર રહેશે. આ સિવાય કોર ગ્રુપના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે.

વિધાનસભાની ચૂંટણી ટાણે ફરી સિનિયર નેતાઓને કોર ગ્રુપમાં સ્થાન અપાયું છે. અહીં બેઠકમાં ચૂંટણી લક્ષી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં સરકાર અને સંગઠનની કામગીરીની પણ સમીક્ષા થશે.

આગામી વિધાનસભાની ચૂંટણી માટેના મુદ્દાઓ પર આજે સાંજે ગાંધીનગરમાં મંથન થશે. પરંતુ મહત્વપૂર્ણ વાત એવી છે કે 2 મંત્રીઓના ખાતા પરત લીધા બાદની સ્થિતિ અંગે ચર્ચા થશે અને કેન્દ્રીય નેતૃત્વનો મેસેજ પણ અપાશે. પ્રદેશની સ્થિતિનું આંકલન બેઠકમાં થશે. અહીં ઉમેરવાનું રહ્યું કે ભાજપની કોર કમિટીમાં પણ ફેરફાર કરાયો છે.

જેમાં ફરીથી બે સિનિયર નેતાઓને કોર કમિટીમાં સમાવેશ કરાયો છે. એટલે કે વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ તથા ભારતી બેન શિયાળનો કોર કમિટીમાં સમાવેશ કરાયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા.

મહત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવેલા છે. ત્યારે ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. કમલમ ખાતે પણ બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું.

કોર કમિટિમાં 6 સિનિયર નેતાઓનો સમાવેશ :

કોર કમિટીમાં 6 સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોધરાની એન્ટ્રી થઇ છે. તો આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થયો છે. અગાઉ કોર કમિટીમાં 12 સભ્યો હતા. સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાધાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન બેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો કોર કમિટીમાં સમાવેશ થયો હતો.

સી.આર. પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન ભટ્ટ, રત્નાકર, પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા, રજની પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી. ફળદુ અને ભારતીબેન શિયાળ.

નોંધનીય છે કે, 2022ની ચૂંટણી પહેલા ભાજપમાં રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષે કમલમ ખાતે સોશિયલ મીડિયા અને IT સેલના હોદ્દેદારો સાથે બેઠક યોજીને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.

વર્તમાન સ્થતિમાં IT અને સોશિયલ મીડિયાની કામગીરીનું નિરિક્ષણ કર્યું અને કેવી તૈયારી તે અંગે ચર્ચા કરાઇ હતી.

આ પણ વાંચો :-

 

CBI એક્શનમાં: મનીષ સિસોદિયા સહિત 13 લોકોના દેશ છોડવા પર રોક લગાવાઈ

0

Delhi Dy.Cm Manish Sisodia

  • CBIની કાર્યવાહી બાદ મનીષ સિસોદિયા અને પાર્ટી નેતા બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યાં છે.

એક્સાઈઝ પોલિસીને (Excise Policy) લઈને વિવાદોમાં ઘેરાયેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) સહિત 13 લોકોને દેશ છોડવા પર રોક લગાવી દેવામાં આવી છે. CBIએ આ બધા માટે લુક આઉટ નોટિસ જાહેર કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે CBIની ટીમે મનીષ સિસોદિયાના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે CBIએ દરોડા દરમિયાન દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યા છે તેમની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ CBIની કાર્યવાહી બાદ મનીષ સિસોદિયા અને પાર્ટી નેતા બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, બીજેપી અને CBIના દરોડા વિશે મોદીજીના આ આ નિવેદનને જરૂર સાંભળવું. જો તમે ન સાંભળ્યુ હોય તો તમે એક બહુ મોટું સત્ય જાણવાથી વંચિત રહી જશો.

તેમણે પીએમ મોદીનો જૂનો વીડિયો શેર કરી તેમના પર કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું કે, ‘માના કી ધીરે ધીરે તો મૌસમ ભી બદલતે રહતે હૈ, આપકી રફ્તાર સે તો હવાયે ભી હેરાન હૈ સાહબ.’

તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, સિસોદિયાના નજીકના સહયોગીની કંપનીને કથિત રીતે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે સિસોદિયાએ કહ્યું કે, તેમણે કંઈ ખોટું નથી કર્યું અને તેઓ CBI તપાસ અને તેના દરોડાથી ડરતા નથી.

આ પણ વાંચો  :-

 

પાર્ટી અધ્યક્ષ ‘ન બનવા’ રાહુલ ગાંધી અડગ, ‘ગાંધી પરિવાર’ સિવાયનું નામ ચર્ચામાં

0

Rahul Gandhi adamant about

  • ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેનું પ્રિયંકા ગાંધી વાડ્રાનું પ્રદર્શન પણ 137 વર્ષ જૂની પાર્ટીના સદસ્યોની નજરમાં.

કોંગ્રેસનું (Congress) ભાવિ કે આગામી અધ્યક્ષ કોણ હશે તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. જાણવા મળ્યા મુજબ રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી એક વખત અધ્યક્ષ બનવા માટે રાજી નથી. અધ્યક્ષ પદની જવાબદારી સ્વીકારવા માટે રાહુલ ગાંધીને મનાવવાના તમામ પ્રયત્નો અસફળ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારે હવે રાહુલ ગાંધી કોંગ્રેસના સદસ્યોની અપીલને ઠુકરાવીને પાર્ટી અધ્યક્ષ ન બનવા માટેના પોતાના નિર્ણય માટે અડગ છે.

પાર્ટીના વર્તમાન અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ સ્વાસ્થ્યના કારણોસર ફરી અધ્યક્ષ બનવા માટે ઈનકાર કરી દીધો છે. આ કારણે 137 વર્ષ જૂની રાજકીય પાર્ટીના મોટા ભાગના સદસ્યો અધ્યક્ષ પદ માટે તરફ મીટ માંડીને બેઠા છે. તેમના મતે ગાંધી પરિવારનું સદસ્ય જ પાર્ટીને સારી રીતે સંભાળી શકશે. ઉપરાંત પ્રિયંકા વાડ્રાનું ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેનું પ્રદર્શન પણ તેમના સૌના મનમાં છે.

જોકે તે સિવાય પાર્ટીના અધ્યક્ષ પદ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ પણ ચર્ચામાં છે. મતલબ કે આ વખતે કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે બિનગાંધી નેતાના નામને સ્વીકારવામાં આવે તેવી શક્યતા છે.

સામાન્ય સહમતીના અભાવના કારણે શનિવાર સવારથી શરૂ થનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેના ચૂંટણી કાર્યક્રમ પર અનિશ્ચિતતાના વાદળો છવાઈ રહ્યા છે. જોકે પાર્ટીએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડ્યું.

આ પણ વાંચો :-

 

 

 

સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન, પાંચ લોકોને મળ્યું નવજીવન

0

Two organ donations in a single

  • ભાવનગરના ૨૦ વર્ષીય અંકિતાબેન અને રાજકોટના ૩૭ વર્ષીય મૈત્રૈય ભાઇ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) એક જ દિવસમાં બે અંગદાન થયા છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિન જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) થયેલ અંગદાનથી 5 પીડિત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

આ બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 4 કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો  કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.

જ્યારે 86માં અંગદાનની વિગતમાં 37 વર્ષીય રાજકોટ , જેતપુરના વૈધ્ય મૈત્રૈયને 16મી ઓગસ્ટના રોજ ઢડી પડવાથી માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાતા બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલનો અંગદાન ક્ષેત્રનો સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. તબીબો દિવસ-રાત, તડકી- છાયડી, વાર – તહેવાર જોયા વગર બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોના સહયોગ થી અંગદાન થકી નવીન જીંવન આપવાના ભાવ સાથે ફરજ રત છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં 86 અંગદાનમાં મળેલા 271 અંગો થકી 248 વ્યક્તિઓને નવ અવતરણ મળ્યું છે. તેમનું જીવન કાર્યક્ષમ બન્યું છે.

આ પણ વાંચો : 

 

ગુજરાતના ખેડૂતો ફરી લડી લેવાના મૂડમાં ! સરકાર મચક નહીં આપે તો છોડાશે આ ‘બ્રહ્માસ્ત્ર’

0

Farmers of Gujarat are in the mood to fight again

  • ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘે વિશેષ બેઠક બોલાવી હતી. જેમાં સમાન વીજ દર મામલે ભારતીય કિસાન સંઘે બેઠકનું આયોજન કર્યું હતુ. છેલ્લા 6 માસથી સરકાર સમક્ષ વીજ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ખેડૂતોની કફોડી છે. વિધાનસભાની ચૂંટણી (Assembly elections) ટાણે ખેડૂતોને રિઝવવા મોટી-મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી તેનો ઉકેલ આવતો નથી. ગુજરાત સહિત દેશના ખેડૂતોની (Farmer) આવક બમણી કરવાના વાયદા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ જગતના તાતને નેતાઓ ભૂલી જતા હોય છે. ત્યારે પોતાની માંગ પૂરી કરાવવા માટે કિસાન સંધના પ્રવક્તાએ ખેડૂતોના સવાલોને લઈને રજૂઆત કરી છે.

છતાંય ઝાડી ચામડીના નેતાઓ પર તેની કોઈ અસર થતી નથી. ત્યારે રાજ્યમાં સમાન વીજ દરને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આ મામલે હવે ભારતીય કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘે વિશેષ બેઠક બોલાવી હતી. જેમાં સમાન વીજ દર મામલે ભારતીય કિસાન સંઘે બેઠકનું આયોજન કર્યું હતુ. છેલ્લા 6 માસથી સરકાર સમક્ષ વીજ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેનો કોઈ ઉકેલ મળી રહ્યો નથી.

કિસાન સંઘના પ્રવક્તાનું નિવેદન :

કિસાન સંઘના પ્રવક્તા આર કે પટેલે જણાવ્યું હતું કે, સમાન વીજ દર મામલે સરકાર સમક્ષ કિસાન સંઘે રજૂઆત કરી છે. સતત રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેનો કોઈ હકારાત્મક જવાબ મળી રહ્યો નથી. અમે તાલુકા સ્તરે ધરણા કર્યા અને આવેદનપત્ર આપ્યા હતા. ત્યારે સરકારે 4 મંત્રીઓની બેઠક યોજી આશ્વાસન આપ્યું હતું. તે વાતને એક મહિનો થઈ ગયો છે, પરંતુ હજુ કઈ થયું નથી.

ખેડૂતોની માંગણીઓ :

આર કે પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તબેલામાં પણ કોમર્શિયલ ભાવ દુર કરવાની માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને કરવામાં આવી છે. આ સિવાય મીટર બળી જાય તો તેનો ચાર્જ ખેડૂતો પર ન હોવો જોઈએ. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ છે.

છતાં ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. પરંતુ હવે એવું નહીં બને. આગામી 25 ઓગસ્ટથી ખેડૂતો ગાંધીનગરમાં અચોક્કસ મુદત સુધીના ધરણાં કરશે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા :

બીજી બાજુ કિસાન સંધના પ્રવક્તાએ ખેડૂતો અંગે કરેલા નિવેદન પર ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, કિસાન સંઘ જે આજે વાત કરે છે તે માત્ર ચૂંટણી સમયે વાત કરે છે. કિસાન કોંગ્રેસ ખેડૂતોના લમ્પી, તાઉતે વાવાઝોડાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

એટલું જ નહીં, ખેતીના બીયારણ, સાધનો પર જે ટેક્સ સરકાર લઇ રહી છે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પરંતુ મારો પ્રશ્ન છે કે કોગ્રેસની સરકારમાં ગોળીઓ ખાધેલ કિસાનની લાશો ટ્રેક્ટરમાં લઇ ફરતી કિશાન સંઘ હાલ ક્યા ગયો છે? ક્યાં ગઇ એ વિચાર ધારા?

જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, ભાજપાના 27 વર્ષમાં શાસનમાં ખેડૂત ખતમ થઇ રહ્યો છે, આત્મહત્યા કરી રહ્યો છે. ખેડૂતો પાસે દિકરાને અભ્યાસ કરાવવા કે દિકરીના લગ્ન કરાવવા કોઇ વ્યવસ્થા નથી.

ખેડૂતનું અર્થતંત્ર તુટી પડ્યું છે, ત્યારે માત્ર વાતો ના કરી મર્દાનગીથી બહાર આવે. ભાજપ સરકાર સામે કિસાનસંઘ ખેડૂતો માટે આંદોલન કરે એ જ અપેક્ષા અમે રાખી રહ્યા છીએ.

 

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા

0
  • રાજ્ય સરકારના બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પાછું લેવાયું હોવાની માહિતી મળી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમના બે સિનિયર મંત્રીઓને સોંપાયેલા ખાતા છીનવાયા છે. આ સમાચાર હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા ઘણી શકાય તેવા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારના બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પાછું લેવાયું હોવાની માહિતી મળી રહી છે. આ બન્ને ખાતા અન્ય બે નેતાઓને સોંપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વધારાનો ચાર્જ સોંપાતા મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ મકાન ખાતુ સોંપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમના મંત્રીઓએ થોડા સમય પહેલા મંત્રીપદના શપથ લીધા હતા. જેમાં સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા હતા. ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ નવી સરકારમાં શપથ લીધા હતા અને તેમને વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી.