પાર્ટી અધ્યક્ષ ‘ન બનવા’ રાહુલ ગાંધી અડગ, ‘ગાંધી પરિવાર’ સિવાયનું નામ ચર્ચામાં

Share this story

Rahul Gandhi adamant about

  • ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેનું પ્રિયંકા ગાંધી વાડ્રાનું પ્રદર્શન પણ 137 વર્ષ જૂની પાર્ટીના સદસ્યોની નજરમાં.

કોંગ્રેસનું (Congress) ભાવિ કે આગામી અધ્યક્ષ કોણ હશે તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. જાણવા મળ્યા મુજબ રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી એક વખત અધ્યક્ષ બનવા માટે રાજી નથી. અધ્યક્ષ પદની જવાબદારી સ્વીકારવા માટે રાહુલ ગાંધીને મનાવવાના તમામ પ્રયત્નો અસફળ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારે હવે રાહુલ ગાંધી કોંગ્રેસના સદસ્યોની અપીલને ઠુકરાવીને પાર્ટી અધ્યક્ષ ન બનવા માટેના પોતાના નિર્ણય માટે અડગ છે.

પાર્ટીના વર્તમાન અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ સ્વાસ્થ્યના કારણોસર ફરી અધ્યક્ષ બનવા માટે ઈનકાર કરી દીધો છે. આ કારણે 137 વર્ષ જૂની રાજકીય પાર્ટીના મોટા ભાગના સદસ્યો અધ્યક્ષ પદ માટે તરફ મીટ માંડીને બેઠા છે. તેમના મતે ગાંધી પરિવારનું સદસ્ય જ પાર્ટીને સારી રીતે સંભાળી શકશે. ઉપરાંત પ્રિયંકા વાડ્રાનું ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેનું પ્રદર્શન પણ તેમના સૌના મનમાં છે.

જોકે તે સિવાય પાર્ટીના અધ્યક્ષ પદ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ પણ ચર્ચામાં છે. મતલબ કે આ વખતે કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે બિનગાંધી નેતાના નામને સ્વીકારવામાં આવે તેવી શક્યતા છે.

સામાન્ય સહમતીના અભાવના કારણે શનિવાર સવારથી શરૂ થનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેના ચૂંટણી કાર્યક્રમ પર અનિશ્ચિતતાના વાદળો છવાઈ રહ્યા છે. જોકે પાર્ટીએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડ્યું.

આ પણ વાંચો :-