Home Blog Page 1341

આજનું રાશિફળ, 23 ઓગસ્ટ 2022 : 51 વર્ષ બાદ આ રાશિના લોકો પર મહાદેવ થશે પ્રશન્ન – જાણો તમારી રાશી અનુસાર

Today’s Horoscope, 23 August 2022

મેષઃ
સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ, જંતુ કરડવાની શક્યતા છે.

વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા-નોકરી ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા- માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્યસારૂં, ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણો માંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ
સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ, પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.

કન્યાઃ
સરળ નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્ર‌િષ્ટ‌એ ફાયદો, કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્કિમ ઉન્નતિ અનુભવાય.

તુલાઃ
આળસ આવે કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જ‍ળવાય. ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.

મકરઃ
આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃધ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ
ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી શીખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

જય શ્રી રામ ! રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખ નક્કી, આ દિવસે ગર્ભગૃહમાં બિરાજમાન થશે રામ લલ્લા 

0

Jai Shri Ram! Ram Lalla’s

  • રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખને લઈ મોટા સમાચાર, 14 જાન્યુઆરી 2024 એટલે કે મકરસંક્રાંતિએ રામલલાની ગર્ભગૃહમાં સ્થાપના થઈ શકે છે : સૂત્રો

રામનગરી અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આખો દેશ એ સમયની રાહ જોઈ રહ્યો છે જ્યારે રામ લલ્લા મંદિરના (Ram Lalla Temple) ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ દરમ્યાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે રામલલાના ઘરમાં પ્રવેશની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી 14 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે મકરસંક્રાંતિના દિવસે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની સ્થાપના કરવામાં આવશે.

રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી 14 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે મકરસંક્રાંતિના દિવસે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની સ્થાપના કરવામાં આવશે.

શું કહ્યું VHPના પ્રાંતીય મીડિયા પ્રભારી ? 

આ તરફ VHPના પ્રાંતીય મીડિયા પ્રભારી શરદ શર્માએ કહ્યું કે, રામ લલ્લાને શક્ય તેટલી વહેલી તકે ગર્ભગૃહમાં બેસાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવશે. કોશિશ એ છે કે, 2024ની મકરસંક્રાંતિના અવસર પર રામલલાને કાયદા સાથે તેમના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવે. શરદ શર્માએ જણાવ્યું કે બાંધકામનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ :

નોંધનીય છે કે, અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક રવિવારે પૂરી થઈ. બેઠકમાં મકાન બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં રામજન્મભૂમિ સ્થિત એલએનટી અને ટાટા કન્સલ્ટન્સી કાર્યાલય ખાતે ટ્રસ્ટના અધિકારીઓ અને કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોની હાજરીમાં રામજન્મભૂમિ ખાતે સમાપન થયું હતું.

આ પણ વાંચો :-

 

આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, બનાસકાંઠામાં ફરી મેઘરાજાનું આગમન

0

Thunderstorm forecast in some

  • આજે પણ રાજ્ય (Gujarat) ના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે વહેલી સવારથી ડીસા સહિત બનાસકાંઠાના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ.

તમને જણાવી દઇએ કે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. તો બીજી બાજુ દીવ-દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં સારો એવો વરસાદ પડી શકે છે.

બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ :

ત્યારે આજે ડીસા સહિત બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. મહત્વનું છે કે, બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ :

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમીરગઢમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં 16 મીમી, ધરમપુરમાં 14 મીમી, કપરાડામાં 13 મીમી, દિયોદરમાં 13 મીમી વરસાદ, વઘઈમાં 11 મીમી, લાખણીમાં 11 મીમી, ડાંગમાં 9 મીમી, ચિખલીમાં 8 મીમી, ખેરગામમાં 8 મીમી અને માળિયામાં 8 મીમી વરસાદ વરસી ચૂક્યો છે.

જુલાઈ-ઓગસ્ટમાં સુરતના તમામ તાલુકાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ :

બીજી બાજુ જુલાઈ-ઓગસ્ટમાં સુરતના તમામ તાલુકાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 61 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. 2019-2020માં 58 ઈંચની આસપાસ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો :-

અમેરિકી પોલીસની બર્બરતા : એક વ્યક્તિને જમીન પર પટક્યો, લાત-મુક્કા માર્યા, જુઓ તસ્વીરો 

US Police Brutality

  • અમેરિકાના અર્કાંસસ રાજ્યમાં પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે.

અમેરિકાના (America) અર્કાંસસ રાજ્યમાં પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે. જે બાદ અર્કાંસસની ક્રૉફર્ડ કાઉન્ટીમાં (Crawford County, Arkansas) ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં તેમને પાર્કિંગમાં એક વ્યક્તિને માર મારતા દર્શાવવામાં આવ્યા છે. ગવર્નરે કહ્યુ કે સ્ટેટ પોલીસ (State Police) આ ઘટનાની તપાસ કરશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક પોલીસ અધિકારી વારંવાર અને નિર્દયતાથી એક વ્યક્તિને મુક્કા મારે છે અને ઘણીવાર સિમેન્ટની ટાઈલ્સ પર તેનુ માથુ પટકે છે. એક અન્ય પોલીસ અધિકારી નીચે પડેલા વ્યક્તિના શરીરના નીચેના ભાગ પર વારંવાર લાત મારે છે જ્યારે એક ત્રીજા પોલીસ અધિકારીએ તે વ્યક્તિને નીચે દબાવી રાખ્યો છે.

જેમાંથી બે પોલીસ અધિકારી ક્રૉફર્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલયમાં નિયુક્ત છે અને ત્રીજા મલબરી શહેરના પોલીસ વિભાગના અધિકારી છે. અર્કાંસસના ગવર્નર અસા હચિંસને કહ્યુ કે સ્ટેટ પોલીસ આ ઘટનાની તપાસ કરશે. તેમણે એક ટ્વીટમાં કહ્યુ કે મે અર્કાંસસ સ્ટેટ પોલીસના કર્નલ બિલ બ્રાયંટ સાથે વાત કરી છે અને ક્રૉફર્ડ કાઉન્ટીમાં લોકલ અરેસ્ટની ઘટનાની તપાસ વીડિયો પુરાવા અને ફરિયાદ પક્ષના વકીલની વિનંતી મુજબ કરવામાં આવશે.

જ્યારે ક્રૉફર્ડ કાઉન્ટીના શેરિફ જેમ્સ ડેમાન્ટેએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે ઘટનામાં સામેલ બે ડેપ્યુટીને તપાસનો રિપોર્ટ આવ્યા સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. ડેમાન્ટેએ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યુ કે તેઓ પોતાના તમામ કર્મચારીઓને તેમના કામ માટે જવાબદાર ઠેરવે છે અને આ કેસમાં યોગ્ય પગલા ઉઠાવવામાં આવશે.

મલબરી પોલીસના એક અલગ નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે વીડિયોમાં કેદ થયેલી ઘટનામાં તેમના એક અધિકારી સામેલ હતા. તેમને સ્ટેટ પોલીસની તપાસનો રિપોર્ટ આવ્યા સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. એક ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે મલબરી સિટી પોલીસ વિભાગ આ પ્રકારની તપાસને ખૂબ ગંભીરતાથી લે છે. અમે તપાસ પૂર્ણ થતા યોગ્ય કાર્યવાહી કરીશુ.

આ પણ વાંચો :-

સોના અને ચાંદીમાં ફરી મોટો ઘટાડો, દાગીના બનાવવાનો યોગ્ય સમય, આજે જ કરો ખરીદી

Big fall in gold and silver again

  • ગયા અઠવાડિયે સોના-ચાંદીમાં ઘટાડો જોયા બાદ હવે આ સપ્તાહે પણ કિંમતી ધાતુઓ પર દબાણ યથાવત છે. છેલ્લા દિવસોમાં સરકાર દ્વારા સોના પરની આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યા બાદ ધાતુના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના અને ચાંદીના (Gold and silver) ભાવમાં ફરી દબાણ જોવા મળી રહ્યું છે. ગત સપ્તાહે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ સોમવારે વાયદા બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી.

સરકાર દ્વારા છેલ્લા દિવસોમાં સોના પરની આયાત ડ્યુટીમાં વધારો કર્યા બાદ ધાતુના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ગત દિવસોમાં 52 હજારને પાર જતું સોનું ફરી એકવાર તેની નીચે આવી ગયું છે.

સોનું અને ચાંદી આવી શકે છે અને ઘટી શકે છે :

સોમવારે કારોબારી સપ્તાહના પહેલા દિવસે 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમતમાં 252 રૂપિયાનો ઘટાડો થયો છે. સોમવારે ઈન્ડિયા બુલિયન એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરાયેલા રેટ મુજબ, 24 કેરેટ સોનું 51,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એક કિલો ચાંદીનો ભાવ રૂ.715ના ઘટાડા સાથે રૂ.55166 થયો હતો. આગામી દિવસોમાં ઊંઘ વધુ નીચે આવી શકે છે.

એમસીએક્સ પર સોનું રૂ.1106 તૂટ્યું :

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે સોનાના ભાવમાં 0.40 ટકાનો ઘટાડો થયો અને 51,275 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયો. ચાંદીમાં પણ બ્રેકિંગ જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી 356 રૂપિયા ઘટીને 55140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.

બીજી તરફ ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ.337 ઘટીને રૂ.56,151 પર જોવા મળી હતી. ગત સપ્તાહે એમસીએક્સ પર સોનું રૂ.1106 તૂટ્યું હતું, જ્યારે ચાંદી રૂ.3780 ઘટી હતી.

ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 23 કેરેટ સોનું 51344 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું 47220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ સોનું 38663 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનું 30157 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે લોકો 22 કેરેટ સોનાની જ્વેલરી બનાવે છે, જેનો રેટ 47220 રૂપિયા છે. 999 શુદ્ધતાની ચાંદી 55166 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :-

લોકમેળામાં મોતના કુવામાં મોટી દુર્ઘટના, ચાલુ શોમાં કાર નીચે ખાબકી, Video

0

A big tragedy in the well of death

  • Accident In LokMela : રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. જેમાં ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી.

એક તરફ સૌરાષ્ટ્રના (Saurashtra) મેળા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રજા હોઈ મોટી સંખ્યામાં લોકો મેળામાં મ્હાલવા નીકળી પડ્યા છે. ત્યારે આ વર્ષે અનેક મેળામાં દુર્ઘટનાના કિસ્સા બની રહ્યાં છે. રાજકોટના લોકમેળામાં (Lok Mela) મોતના કૂવામાં મોટી દુર્ધટના બની છે. મોતના કુવામાં ચાલુ શો દરમિયાન કાર નીચે પડી હતી. સદ્દનસીબે કોઇ જાનહાનિ ન થઈ. કારનું ટાયર નીકળી જતા દુર્ઘટના બની હતી. જેના શોકિંગ સીસીટીવી (CCTV) પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. ચાલુ શો દરમિયાન ત્રણ વાહનો મોતના કુવામાં ગોળ ગોળ ફરી રહ્યા હતા. જેમાં એક કારનું ટાયર નીકળી ગયુ હતું. આ કારણે ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી.

ટાયર નીકળી જતા જ કાર સીધી નીચે ખાબકી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના લોકમેળામાં અનેક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. એક દિવસ પહેલા લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડમાં બેઠેલા યુવકની રાઇડની સેફ્ટી લોક ખુલી ગયુ હતું. જેને લીધે યુવકને ઇજાઓ પહોંચી હતી. તો તે પહેલા ગોંડલના લોકમેળામાં 2 વ્યક્તિઓનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ હતું. તો ચાલુ રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો. જે ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

નારાજગી ! ગુજરાત સરકારે માજી સૈનિકોની 5 માંગ સ્વીકારી ! છતાં માજી સૈનિકો નારાજ, જાણો શું હતી 14 માંગણીઓ

0

Displeasure ! Gujarat government

  • રાજ્ય સરકાર દ્વારા માજી સૈનિકોની 14માંથી 5 માગનો કરવામાં આવ્યો સ્વીકાર, તમામ માંગો સ્વીકારવા માજી સૈનિકોની માંગ.

રાજ્ય સરકાર (State Govt) સામે 14 માંગણીઓને લઇને આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોની (ex-servicemen) પાંચ માગ આખરે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી. મહત્વનું છે કે રાજ્યમાં 14 માંગણીઓ સાથે માજી સૈનિકો મેદાને ઉતર્યા હતા.

છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો દ્વારા પડતર માંગણીઓને લઇને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર સચિવાલય ખાતે સફેદ કપડા અને હાથમાં તિરંગો લઇને મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થયા હતા.

રાજ્ય સરકારે આ માગણીઓ સ્વીકારી :

  • શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય આપવી.
  • શહીદ જવાનાના બાળકોને રૂ.5 હજાર શિક્ષણ સહાય આપવી.
  • શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ.5 હજારની સહાય આપવી.
  • અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય  અથવા મહિને 5 હજારની સહાય આપવી.
  • અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ.5 લાખની સહાય આપવી.

તમામ માગણીઓ પુરી કરવામાં આવે- માજી સૈનિકો

ઉલ્લેખનીય છે કે આજ સવારથી જ માજી સૈનિક પડતર માંગણીઓને લઇને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.  અગાઉ સરાકરે હૈયાધારણા આપી હતી પરંતુ કોઇ યોગ્ય નિર્ણય ન લેવાતા તેઓ ફરીથી આંદોલનના માર્ગે ઉતર્યા હતા. જો કે રાજ્ય સરકારે પાંચ માગણીઓનો સ્વીકાર કર્યો પરંતુ હજી અન્ય 9 માગણીઓ બાકી છે. જે  તમામ માંગ સ્વીકારાય અને તેનો GR કરવા માજી સૈનિકો દ્વારા માગણી કરવામાં આવી.

 માજી સૈનિકોની શું છે માંગણી ?

  • શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
  • શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
  • શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
  • ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
  • શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા
  • વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
  • માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
  • રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
  • દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
  • કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
  • હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
  • માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
  • સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
  • ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
  • સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
  • ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
  • માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
  • માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે

આ પણ વાંચો :-

શા માટે ટોયોટાએ ભારતમાં Innova Crysta ડીઝલ કારનું બુકિંગ બંધ કર્યું ? જાણો શું છે કારણ 

0

Why Toyota stopped booking of Innova Crysta

  • આ કારની કિંમતોમાં વધારો થયા બાદ પણ આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. આ કારણોસર આ નિર્ણય ચોંકાવનારો માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપનીએ ન્યૂ જનરેશનને ઈનોવા માટે આ પ્રકારે કર્યું છે.

 Innova Crysta Diesel : વાહન નિર્માતા કંપની ટોયોટા કિર્લોસ્કરે (Toyota Kirloskar) સૌથી વધુ વેચાતી SUVમાંથી એક ઈનોવા ક્રિસ્ટા (Innova Crysta)ના ડીઝલ વેરિએન્ટનું બુકિંગ થોડા સમય માટે બંધ કરી દીધું છે. આ કાર માત્ર પેટ્રોલ વેરિએન્ટ માટે બુક કરી શકાય છે.

કંપનીની કુલ કારોના વેચાણમાં ઈનોવા ક્રિસ્ટાના ડીઝલ વેરિએન્ટના કારના વેચાણને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટોયોટાનો આ નિર્ણય ખૂબ જ ચોંકાવનારો છે. જેનો અર્થ છે કે ભારતીય રસ્તાઓ પર નવી ઈનોવા ક્રિસ્ટા કાર જોવા નહીં મળે.

બુકિંગ શા માટે બંધ કરવામાં આવ્યું :

આ કારની કિંમતોમાં વધારો થયા બાદ પણ આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. આ કારણોસર આ નિર્ણય ચોંકાવનારો માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ ન્યૂ જનરેશનને ઈનોવા માટે આ પ્રકારે કર્યું છે. જે પેટ્રોલ હાઈબ્રિડ પાવરટ્રેન અથવા ડીઝલ એન્જિનમાં કેટલાક પરિવર્તન સાથે રજૂ કરવામાં આવી શકે છે. આ મામલે ટોયોટાએ કોઈપણ ખુલાસો કર્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે ન્યૂ જનરેશનની ઈનોવા કાર આગામી વર્ષ સુધીમાં આવશે અને તેનું ઈનોવા ક્રિસ્ટા સાથે વેચાણ થઈ શકે છે.

કંપની શું વિચારી રહી છે :

નેક્સ્ટ જનરેશનની ઈનોવાને હાઈબ્રિડ પાવરટ્રેન સાથે તૈયાર કરવામાં આવી શકે છે. ટોયોટા હાઈરાઈડરમાં પણ આ પ્રકારે જોવા મળ્યું હતું. આગામી સમયમાં ટોયોટા ફોર્ચ્યુનર સાથે પણ આ પ્રકારનો ફેરફાર થઈ શકે છે. નેક્સ્ટ જનરેશનની ઈનોવા એક નવા પ્લેટફોર્મ, નવા હાઈબ્રિડ પાવરટ્રેન અને શાનદાર ઈન્ટીરિયર પર આધારિત હોવાના કારણે તે હાલના મોડલ કરતા અલગ હોઈ શકે છે.

જે લોકોને ડીઝલ વેરિએન્ટમાં ઈનોવા પસંદ આવી રહી છે, તે લોકો માની રહ્યા છે કે, તેમને નવી ઈનોવામાં હાલની ઈનોવા ક્રિસ્ટા જેવો જ સંતોષ મળશે. કંપની પણ પોતાના ગ્રાહકોને નિરાશ કરવા ઈચ્છતી નથી.

ન્યૂ જનરેશન ઈનોવા કેવી હશે :

ભારતમાં લોકોને ડીઝલ એન્જિનવાળી ઈનોવા વધુ પસંદ આવી રહી છે. આ કારણોસર પેટ્રોલ ઈનોવાનું વધુ વેચાણ થાય તે માટે બજારનું પરીક્ષણ કરવા માટે હાઈબ્રિડ મોડલ સાથે ભવિષ્યમાં બુકિંગ ફરી શરૂ થઈ શકે છે. ભારતમાં ડીઝલ કારનું ભવિષ્ય સવાલોથી ઘેરાયેલું છે. ડીઝલ કારની સૌથી વધુ માંગ કરવામાં આવી રહી છે. આ કારણોસર સ્પષ્ટરૂપે કહી ના શકાય કે, ડીઝલ કારને ક્યાં સુધીમાં રજૂ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-

 

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કાઢશે આ તારીખે  તિરંગા યાત્રા, શું ભાજપ નેતા હાર્દિક પટેલ રહેશે હાજર ?

0

Patidar leader Alpesh Kathiria will

  • પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત સાથે પાટીદાર અનામત આંદોલન ના સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તે અંતર્ગત 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી કરશે.

15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રારંભ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)ની દેશભરમાં ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત સાથે પાટીદાર અનામત આંદોલન ના સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તે અંતર્ગત 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી કરશે.

સાથે શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આગામી 28 ઓગસ્ટના રોજ અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણો શું છે તિરંગા પદયાત્રાની રૂપરેખા ?

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદયાત્રા 28 ઓગસ્ટના રોજ સવારે 9:00 કલાકે ક્રાંતિ ચોક એટલે કે કિરણ ચોક ખાતેથી નીકળીને સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મીની બજાર વરાછા રોડ પૂર્ણ કરવામાં આવશે. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરથાણા સહિત  વિવિધ વિસ્તારના યુવકો જોડાશે.

PAAS - Trishul News Gujarati Azadi ka Amrit Mahotsav, paas, Surat, પાટીદાર અનામત આંદોલન સમિતિ

તિરંગા પદ યાત્રામાં આ દિગ્ગજ નેતાઓ રહી શકે છે હાજર :

આ તિરંગા પદયાત્રામાં હમણાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા હાદિક પટેલ પણ હાજર રહી શકે તે પ્રકારની જાણકારી સામે આવી રહી છે. પાટીદાર આંદોલન દરમિયાન નેતાઓ બનેલા અને હાલમાં ભાજપમાં સેટ થયેલા નેતાઓ પણ આ યાત્રામાં ભાગ લે તેવું માનવામાં આવી રહ્યું છે.

સાથે જ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને અન્ય પાટીદાર નેતાઓ પણ હાજર રહેશે તેવી જાણકારી સામે આવી છે. સાથે જ આ યાત્રામાં અનેક પાટીદાર સમાજના નેતાઓ હાજર રહી શકે છે.

અચાનક જ તિરંગા પદયાત્રાના આયોજનથી રાજકીય ચર્ચાએ પકડ્યું જોર :

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા 28 ઓગસ્ટના રોજ જે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેની પાછળ રાષ્ટ્રીય શક્તિ પ્રદર્શન બતાવવાનો હેતુ હોય તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે. ગુજરાતમાં આવી રહેલી આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ પોતાનું રાજકીય અસ્તિત્વ બતાવવા માટે પદયાત્રાનું આયોજન કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં ફરી ગેંગવોર સક્રિય ! કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સભ્ય પર ફાયરિંગ, ઘટના CCTVમાં કેદ

Gangwar active again in Gujarat

  • સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા વેડ રોડ વિસ્તારમાં સરદાર હોસ્પિટલની બાજુમાં ફાયરિંગની ઘટના બની હતી. સફિ શેખ નામના ઇસમ પર ફાયરિંગ કરવામાં આવ્યો હતો.

સુરત શહેરમાં ગુનેગારોને (Criminals) પોલીસનો કોઇ પણ ડર ન હોય તેમ ખુલ્લેઆમ ફાયરિંગ કરીને પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના સુરતના ચોક બજાર પોલીસ મથક (Chowk Bazar Police Station) વિસ્તારમાં બન્યો છે જ્યાં એક ગુનેગાર પર અજાણ્યા શખ્સો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરી અત્યારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા વેડ રોડ વિસ્તારમાં સરદાર હોસ્પિટલની બાજુમાં ફાયરિંગની ઘટના બની હતી. સફિ શેખ નામના ઇસમ પર ફાયરિંગ કરવામાં આવ્યો હતો. બે રાઉન્ડ ફાયરિંગ દરમિયાન એક ગોળી તેના પેટના ભાગે વાગી હતી હતી.

જેથી ઈજાગ્રસ્ત અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. ફાયરિંગની ઘટનાથી અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને તપાસ શરૂ કરી હતી.

એસીપી આર આર આહિરએ જણાવ્યું હતું કે અગાઉ કુખ્યાત એવા સૂર્યા મરાઠીના જુના ઝઘડાની અદાવતમાં અગાઉ સાહિદ રહી ચૂકેલા સફિ શેખ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બે શખ્સો ફાયરિંગ કરીને નાસી ગયા છે. હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. જેથી સફી શેખ સહિત તેની ગેંગના સભ્યોનો જૂનો ઇતિહાસ તપાસી આરોપીઓને શોધવા માટે પોલીસે કામગીરી શરૂ કરી છે.

આ પણ વાંચો :-