Home Blog Page 1338

પંજાબમાં PM મોદીની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક મુદ્દે ખૂલ્યું સસ્પેન્સ, કમિટીએ જુઓ કોણે ઠેરવ્યા જવાબદાર

0

Suspense opened

  • જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, સુપ્રીમ કોર્ટે કમિટિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો અને કહ્યું સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.

PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ (Justice Indu Malhotra Committee) પંજાબના કેટલાક અધિકારી અને પોલીસ અધિકારીઓને પીએમની સુરક્ષામાં ક્ષતિઓ માટે જવાબદાર ઠેરવ્યા છે.

આ દરમ્યાન સુપ્રીમ કોર્ટની (Supreme Court) પાંચ સભ્યોની સમિતિએ અહેવાલ વાંચ્યો કે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ફિરોઝપુર એસએસપી (Ferozepur Ssp) કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે.

તેઓ પૂરતા ફોર્સ ઉપલબ્ધ હોવા છતાં સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા. તેમને 2 કલાક પહેલા જાણ કરવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે રસ્તે પ્રવેશ કરશે. CJIએ કહ્યું કે અમે રિપોર્ટ સરકારને મોકલી રહ્યા છીએ. સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.

જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળની સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો છે. કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીની સુરક્ષાને લઈને બેદરકારીના આ સમગ્ર મામલામાં પંજાબ પોલીસના અધિકારીઓની બેદરકારી જોવા મળી છે.

નોંધનીય છે કે, PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે 13 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી. સુપ્રીમ કોર્ટે (SC) પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિઓની કાર્યવાહી પર રોક લગાવીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત તમામ દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જોકે હવે આ વિશેષ સમિતિએ ફિરોઝપુરના એસએસપીને પણ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટની માહિતીને પોતાના સંજ્ઞાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટે આગળની કાર્યવાહી માટે રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં પણ ઓપરેશન લોટસ ? આપના અનેક ધારાસભ્યો આઉટ ઓફ કવરેજ !

0

Operation Lotus in Delhi too

  • આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે તેમના ધારાસભ્યો બીજેપી પર ખરીદવા માટે પ્રલોભન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

દિલ્હીમાં (Delhi) પણ રાજકીય ઉથલ-પાથલના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં ઓપરેશન લોટસની (Operation Lotus) સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના (AAM AADMI PARTY) અનેક ધારાસભ્યો આઉટ ઓફ કવરેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

આ બેઠક સવારે 11 વાગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (CM Arvind Kejriwal) નિવાસ સ્થાન પર થઈ હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે તેમના ધારાસભ્યો બીજેપી પર ખરીદવા માટે પ્રલોભન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

આપના ધારાસભ્યોએ શું લગાવ્યા આરોપ :

આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યોએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે બીજેપીએ તેમને 20-20 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. તેમનું કહેવું હતું કે તેમને કહેવામાં આવ્યું છે કે જો બીજેપીમાં ના આવ્યા તો મનીષ સિસોદીયાની જેમ સીબીઆઈ અને ઇડીના નકલી કેસ કરવામાં આવશે.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહનું કહેવું છે કે આપના ધારાસભ્ય અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી અને કુલદીપ કુમારનો બીજેપી નેતાઓએ સંપર્ક સાધ્યો હતો.

આ દરમિયાન પાર્ટી સૂત્રોએ કહ્યું કે પાર્ટી નેતૃત્વનો પોતાના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક થઇ શક્યો નથી. તેમને ડર સતાવી રહ્યો છે કે બીજેપી તેમના કેટલાક ધારાસભ્યોને તોડી ના દે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે. જેમાં અત્યાર સુધી 27 ધારાસભ્યો પહોંચ્યા હોવાના સમાચાર છે.

આ પણ વાંચો :-

હાઈકોર્ટે AMC ના કાન આમળીને કહ્યું, 72 કલાકમાં અમદાવાદમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો નહિતર

0

HC asks AMC to remove

  • અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતાં ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ… AMCના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું- હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.

સ્માર્ટ સિટી અમદાવાદ (Smart City Ahmedabad) રખડતા ઢોરનો અડ્ડો બનતા હવે હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. હાઈકોર્ટે 72 કલાકમાં અમદાવાદમાં રખડતાં ઢોરનો (Stray cattle) આતંક દૂર કરવા AMC ને આદેશ કર્યો છે. હાઈકોર્ટે AMC પૂછ્યું કે, શું અત્યારે રસ્તા પર એક પણ રખડતું ઢોર નથી. કેમ તંત્ર ઢોરને નથી પકડતું. આજથી સતત 3 દિવસ સુધી પેટ્રોલિંગ (Patrolling) કરી ઢોરનો આતંક દૂર કરવા આદેશ કર્યો છે.

સાથે જ રખડતાં ઢોર અંગે 2 અધિકારીઓની નિમણૂંક કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, રસ્તે રખડતાં ઢોર પર વિશેષ ધ્યાન આપવામાં આવે. પેટ્રોલિંગ શિફ્ટ વધારવા અને જરૂરી પગલાં લેવામાં આવે. સાથે રખડતાં ઢોર અંગે રિપોર્ટ તૈયાર કરવા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીને સૂચના પણ આપી છે.

અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતાં ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. રખડતાં ઢોરને કારણે થતાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે આ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફટકાર લગાવી હતી. AMC ના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

સુનાવણીમાં ખંડપીઠે સરકારને ટકોર કરી હતી. જેમાં એએમસીને કહેવાયું હતું કે, સોમવાર સુધીમાં આ સમસ્યા પર અંકુશ માટે પ્રસ્તાવ નહિ લાવો તો અમે કડકમાં કડક આદેશો જારી કરીશું. આ પરિસ્થિતિ ચેતવણીરૂપ છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આવતીકાલથી રસ્તા પર ઢોરને લીધે કોઈને અકસ્માત કે મોત નીપજવું ન જોઈએ.

સરકારના આદેશથી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થશે ?

ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે.

પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.

આ પણ વાંચો :-

 

બોમ્બથી ઉડાવાની ધમકી આપતા મુંબઈ પોલીસના વલસાડમાં ધામા, 2 આરોપીની ધરપકડ

0

Mumbai police shelter

  • વલસાડ જિલ્લા SOG પોલીસ તેમજ ડુંગરા પોલીસની મદદ લઇ મહારાષ્ટ્ર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપી વાપીના રહેવાસી અને બંનેને મોબાઈલ લોકેશનથી મહારાષ્ટ્ર પોલીસે ટ્રેક કરી વલસાડ જિલ્લા DSP ને જાણ કરી હતી.

મુંબઈના (Mumbai) અંધેરીમાં ખાનગી સેવન સ્ટાર હોટલના (Seven star hotel) રીસેપ્શન અને મેનેજરને ફોન કરી ખંડણી માગવામાં આવી હતી અને બોમ્બથી ઉડાવાની ધમકી પણ આપવામાં આવી છે. જેને લઈ મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) વલસાડ એસ.ઓ.જી પોલીસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાપીના છીરી ખાતેથી બે ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.

વલસાડ જિલ્લા SOG પોલીસ તેમજ ડુંગરા પોલીસની મદદ લઇ મહારાષ્ટ્ર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપી વાપીના રહેવાસી અને બંનેને મોબાઈલ લોકેશનથી મહારાષ્ટ્ર પોલીસે ટ્રેક કરી વલસાડ જિલ્લા DSP ને જાણ કરી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

તો બીજી તરફ મહારાષ્ટ્રના દરિયા કિનારેથી ઘાતક હથિયારો સાથેની બીનવારસી બોટ મળ્યા બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા જ વલસાડ જિલ્લામાં દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ એલર્ટ મોડ પર છે.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. આથી જિલ્લાના દરિયા કિનારે મરીન પોલીસ સહિત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમો દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં અને વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ પોલીસ દ્વારા માછીમારોને મલી અને જરૂરી સૂચન કરવામાં આવી રહ્યા છે અને દરિયામાં થતી કોઈપણ શંકાસ્પદ હીલચાલ પોલીસ સુધી પહોંચવા પહોંચાડવા માટે માછીમારોને જણાવવામાં આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર પોલીસ બાજ નજર રાખી રહી છે.

જિલ્લાના દરિયા કિનારામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જો કે અગાઉ પણ વલસાડનો દરિયા કિનારો આરડીએક્સ લેન્ડિંગ પ્રકરણે બદનામ થઈ ચૂક્યો છે. ત્યારે હવે કોઈ આવી ગતિવિધિઓ ન થાય તે માટે પોલીસ એલર્ટ છે.

આ પણ વાંચો :-

વકીલોની રેલી બાદ દબાણમાં આવી ગયેલી પોલીસે સાજન ભરવાડને વહેલી સવારે જ કોર્ટમાં રજુ કરી દીધો, લાજપોર જેલ ભેગો થયો…

0

Pressured after the lawyers

  • વકીલ મેહુલ બોધરા ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

વકીલ મેહુલ બોધરા (Mehul Bodhra) ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police deployment) સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં સાજનની ઉપર ટપલીદાવ રમાઈ ગયો હતો. કોર્ટમાં પોલીસે સાજન ભરવાડના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ (Public Prosecutor) અને સાજન ભરવાડના વકીલની દલીલો બાદ કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

આજે ગુરુવારે સાજન ભરવાડના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજુ કરવાનો હતો. રિમાન્ડના સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યાંની આસપાસ સાજનને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો હતો. જો કે બુધવારની વકીલો ની રેલી બાદ માહોલ ગરમાયો હતો.

સ્થિતિ વણસે એવી ભિતીને જોતા અગમચેતીના પગલાં રૂપે પોલીસે સાજન ભરવાડને વહેલી સવારે જ કોર્ટમાં રજુ કરી દીધો હતો. પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતા કોર્ટે તેને જ્યૂડિશ્યિલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. સાજન ભરવાડને લાજપોર જેલ ભેગો કરી દેવાયો હતો.

આ અગાઉ વકીલ ઉપર થયેલા હુમલાને લઇને બુધવારે સુરત જિલ્લા વકીલ મંડળે વિશાળ રેલી કાઢી હતી. કોર્ટથી રેલી સ્વરૂપે વકીલો કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં. કલેક્ટર કચેરીમાં સાજન ભરવાડ હાય હાય, વકીલ એકતા જીંદાબાદના નારા લાગ્યા હતા. ત્યારબાદ વકીલોએ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને તટસ્થ તપાસની માંગ કરી હતી.

આ પણ વાંચો :-

ફેમસ ગુજરાતી અભિનેત્રી હેપી ભાવસારનું નિધન, અઢી મહિના પહેલા જ માતા બન્યા હતા

0

Famous Gujarati actress

  • ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી અને અભિનેતા મૌલિક નાયકના પત્નિ હેપી ભાવસારનું યુવા વયે અવસાન.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને (Gujarati Film Industry) મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. ‘પ્રેમજી અને મહોતુ’ની અભિનેત્રી હેપી ભાવસારનું (Happy Bhavsar) નાની ઉંમરે નિધન થયુ છે. ફેફસાના કેન્સરની (Lung cancer) બીમારીના કારણે હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે અકાળે અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફરી વળી છે.

હેપી ભાવસાર ગુજરાતી અભિનેતા મૌલિક નાયકના પત્ની હતા. હેપી ભાવસારે અઢી મહિના પહેલાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમણે ‘21મું ટિફિન’ અને પ્રેમજી અને મહોતુ જેવી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યુ હતું.

સાથે જ શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવી જાણીતા બન્યા હતા. ‘પ્રીત પીયુને પાનેતર’ના 500થી વધુ શો કર્યા હતા. સાથે જ મોન્ટુની બીટ્ટુ અને મૃતતૃષ્ણા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

ગુજરાતી સિનેમામાં હેપી ભાવસાર વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે લોકપ્રિય રહ્યા હતા. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને તેઓ ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા. હેપી ભાવસાર અનેક ગુજરાતી સિરીયલ્સ, નાટકો અને ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. પ્રેમજી, મૉન્ટુ ની બીટ્ટુ, મૃગતૃષણા જેવી જાણીતી ફિલ્મોમાં તેમના અભિનયને ભારે વખાણવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

5 મહિનાની ગર્ભવતી સાથે દુષ્કર્મ કરનારાઓનું હાર-તોરાથી સ્વાગત યોગ્ય નથી : ફડણવીસ

Rapists with

  •  ‘આરોપી એ આરોપી જ હોય છે અને તે કૃત્યને યોગ્ય ન ઠેરવી શકાય’

મહારાષ્ટ્રના (Maharashtra) નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) બિલ્કિસ બાનો કેસ (The case of Bilkis Bano) સાથે સંકળાયેલા દોષિતો મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. ફડણવીસે જણાવ્યું કે, જો દોષિતોને સન્માનિત કરવામાં આવ્યા છે તો તે યોગ્ય નથી અને આ પ્રકારના કૃત્યોનું કોઈ સ્પષ્ટીકરણ ન હોઈ શકે.

ફડણવીસે જણાવ્યું કે, 2002માં બનેલા બિલ્કિસ બાનો રેપ કેસના 11 દોષિતોને તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ ગુજરાત સરકારે માફી નીતિના આધાર પર મુક્ત કર્યા હતા. પરંતુ ક્રાઈમ સાથે સંકળાયેલા લોકોને સન્માનિત કરવા યોગ્ય નથી.

ભંડારા ખાતે 35 વર્ષીય મહિલાનું યૌન ઉત્પીડન :

વિધાન પરિષદમાં ભંડારા જિલ્લા ખાતે 3 લોકોએ એક 35 વર્ષીય મહિલાનું કથિત યૌન ઉત્પીડન કર્યું તે મામલે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ફડણવીસે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને સદનમાં બિલ્કિસ બાનો મુદ્દો ઉઠાવવાનું કોઈ કારણ નથી તેમ પણ કહ્યું હતું.

આરોપીઓએ જેલમાં 14 વર્ષ વિતાવ્યા :

ફડણવીસે જણાવ્યું કે, આરોપીઓને આશરે 20 વર્ષ બાદ, 14 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ મુક્તિ મળી છે. પરંતુ જો કોઈ આરોપીને સન્માનિત કરવામાં આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે તો તે ખોટું છે. આરોપી એ આરોપી જ હોય છે અને તે કૃત્યને યોગ્ય ન ઠેરવી શકાય.

ઉલ્લેખનીય છે કે, બિલ્કિસ બાનો ગેંગરેપ અને તેમના પરિવારના 7 સદસ્યોની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહેલા 11 દોષિતોને ગત 15મી ઓગષ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે માફી નીતિ અંતર્ગત તેમને સજા પૂર્ણ થયા પહેલા જ છોડી મુક્યા હતા. ગોધરા જેલમાંથી બહાર આવ્યા બાદ દોષિતોનું ફૂલોની માળા પહેરાવીને અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આરોપીઓની મુક્તિનો વિરોધ :

બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રિટાયર્ડ જસ્ટિસ યૂડી સાલ્વી અને અભય થિપ્સીએ પણ બિલ્કિસ બાનોના સમર્થનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જસ્ટિસ અભય થિપ્સી થોડાં વર્ષો પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે જ્યારે જસ્ટિસ યૂડૂ સાલ્વીએ જ બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો :-

 

 

 

 

શું ફરીથી પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થશે ? આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવ વધ્યા

Will petrol diesel prices increase again?

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળતા ફરી એકવાર પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થશે ?

ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) મોંઘુ થવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ (Crude oil) પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયું છે અને બ્રેન્ટ પણ 101 ડોલરની ઉપર પહોંચી ગયું છે. જો કે આજે દેશમાં સતત 95માં દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil Marketing Company) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી અને 22 મેથી તે યથાવત છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 101 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 2 ઓગસ્ટ, 2022 પછીના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહી છે.

વાસ્તવમાં ઈરાન દ્વારા ક્રૂડનો પુરવઠો શરૂ કરવાની સંભાવના પછી સાઉદી અરેબિયાએ ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવાની હિમાયત કરી છે, ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.

કાચા તેલની કિંમત  :

કાચા તેલ ગઈ કાલે 100 ડૉલરને પાર કરી ગયું હતું અને આજે તેમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ પ્રતિ બેરલ $95.60 પર છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $101.97 પર છે.

દેશના ચાર મુખ્ય મહાનગરોમાં ઇંધણના દરો :

દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે
કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

આ પણ વાંચો :-

 

Jharkhand : મુખ્યમંત્રીના ‘ખાસમખાસ’ ગણાતા વ્યક્તિના ઘરેથી 2 AK-47 રાઈફલ મળી આવી, 18 ઠેકાણે ED ની રેડ

0

Jharkhand: 2 AK-47 rifles found in the

  • મની લોન્ડરિંગ મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર બુધવારે સવાર સવારમાં એક સાથે રેડ મારી.

મની લોન્ડરિંગ (Money laundering) મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના (Jharkhand) ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર બુધવારે સવાર સવારમાં એક સાથે રેડ મારી. રેડ દરમિયાન ઈડીને રાંચીમાં એક સ્થળેથી એકે-47 સિરીઝની બે અસોલ્ટ રાઈફલ (Two assault rifles) મળી આવી.

ઈડીની રેડમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા :

રેડમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઈડીની ચીમો રાંચીના અરગોડા ચોકના સમીપ વસુંધરા એપાર્ટમેન્ટના 8માં માળે સ્થિત પ્રેમ પ્રકાશની ઓફિસ, ઓલ્ડ એજી કોલોની સ્થિત એક સ્કૂલ અને અરગોડા ચોક પર વેપારી એમ કે ઝાના મકાનને ઈડીની ટીમોએ સુરક્ષાદળો સાથે ઘેરી લીધા અને સર્ચ અભિયાન શરૂ કર્યું. એવા ખબર છે કે રાંચીમાં 12 ઠેકાણા ઉપરાંત તમિલનાડુ, બિહાર, ઝારખંડ અને દિલ્હી-એનસીઆરમાં છ ઠેકાણા પર રેડ ચાલી રહી છે.

ઈડીને મળ્યા હતા અનેક ઈનપુટ્સ :

એવું કહેવાય છે કે મની લોન્ડરિંગ મામલે તાજેતરમાં ધરપકડ કરાયેલા સીએમ હેમંત સોરેનના વિધાયક પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને અનેક ઈનપુટ મળ્યા હતા. જેના આધારે ગેરકાયદેસર ખનન સંલગ્ન મામલે કાર્યવાહી થઈ રહી છે.

નોંધનીય છે કે આ અગાઉ 25મી મેના રોજ પણ ઈડીએ પ્રેમ પ્રકાશ અને અન્ય એક વેપારીના પાંચ ઠેકાણા પર દરોડા પાડીને અનેક દસ્તાવેજ તથા કિંમતી સામાન જપ્ત કર્યો હતો. ત્યારબાદ પ્રેમ પ્રકાશની અનેક રાઉન્ડની પૂછપરછ  થઈ હતી. તે પહેલા ઝારકંડના સિનીયર આઈએએસ પૂજા સિંઘલ અને તેમના સહયોગીઓના બે ડઝન ઠેકાણા પર દરોડા બાદ ઈડીએ ઝારખંડમાં 100 કરોડથી વધુના માઈનિંગ કૌભાંડની ભાળ મેળવી હતી.

સૂત્રોના જણાવ્યાં મુજબ ઈડીના તાજા દરોડાની કડીઓ આ મામલા સાથે પણ જોડાઈ રહી છે. ઈડીના આ દરોડાથી રાજ્યમાં સત્તા સંબંધિત અનેક લોકો અને બ્યૂરોક્રેસીની પરેશાની વધી શકે છે. પ્રેમ પ્રકાશનો સંબંધ રાજ્યના અનેક મોટા નેતાઓ અને ઓફિસરો સાથે રહ્યો છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ, 25 ઓગસ્ટ 2022 : 51 વર્ષ બાદ આ રાશિના લોકો પર મહાદેવ થશે પ્રશન્ન – જાણો તમારી રાશી અનુસાર

 

Today’s Horoscope, 25 August 2022

મેષઃ
બપોર સુધી પ્રસન‍્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતું જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ આવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાપ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં ‌વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલિયતથી સફળતા મળે. અધિકારનો દૂરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-