દિલ્હીમાં પણ ઓપરેશન લોટસ ? આપના અનેક ધારાસભ્યો આઉટ ઓફ કવરેજ !

Share this story

Operation Lotus in Delhi too

  • આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે તેમના ધારાસભ્યો બીજેપી પર ખરીદવા માટે પ્રલોભન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

દિલ્હીમાં (Delhi) પણ રાજકીય ઉથલ-પાથલના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં ઓપરેશન લોટસની (Operation Lotus) સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના (AAM AADMI PARTY) અનેક ધારાસભ્યો આઉટ ઓફ કવરેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

આ બેઠક સવારે 11 વાગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (CM Arvind Kejriwal) નિવાસ સ્થાન પર થઈ હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે તેમના ધારાસભ્યો બીજેપી પર ખરીદવા માટે પ્રલોભન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

આપના ધારાસભ્યોએ શું લગાવ્યા આરોપ :

આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યોએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે બીજેપીએ તેમને 20-20 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. તેમનું કહેવું હતું કે તેમને કહેવામાં આવ્યું છે કે જો બીજેપીમાં ના આવ્યા તો મનીષ સિસોદીયાની જેમ સીબીઆઈ અને ઇડીના નકલી કેસ કરવામાં આવશે.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહનું કહેવું છે કે આપના ધારાસભ્ય અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી અને કુલદીપ કુમારનો બીજેપી નેતાઓએ સંપર્ક સાધ્યો હતો.

આ દરમિયાન પાર્ટી સૂત્રોએ કહ્યું કે પાર્ટી નેતૃત્વનો પોતાના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક થઇ શક્યો નથી. તેમને ડર સતાવી રહ્યો છે કે બીજેપી તેમના કેટલાક ધારાસભ્યોને તોડી ના દે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે. જેમાં અત્યાર સુધી 27 ધારાસભ્યો પહોંચ્યા હોવાના સમાચાર છે.

આ પણ વાંચો :-