Home Blog Page 1313

વજન ઘટાડવા માટે ગરમ પાણી પીતા લોકો સાવધાન ! શરીરને પહોંચી શકે છે આ ગંભીર નુકસાન

People who drink hot water to lose weight,

  • વજન ઘટાડવા માટે કેટલાક લોકો ગરમ પાણી પીવાનું શરૂ કરે છે. આ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.

દરેક વ્યક્તિ ફિટ દેખાવા (Look fit) માંગે છે. પરંતુ દરેક વ્યક્તિ માટે નિયમિત કસરત અને ડાયેટનું પાલન કરવું પૂરતું નથી. ખરાબ જીવનશૈલીના કારણે લોકોનું વજન સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણી (hot water) પીવાનું શરૂ કરી દે છે.

પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી પીવાથી અથવા વધારે માત્રામાં ગરમ ​​પાણી પીવાથી તમને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. મહત્વનું છે કે વધુ પડતું ગરમ ​​પાણી પીવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. ગરમ પાણી પીતા પહેલા તેના ગેરફાયદા વિશે ચોક્કસથી જાણી લો.

ગરમ પાણી પીવાથી થતું નુકસાન :

  • જો તમે વધારે પ્રમાણમાં ગરમ ​​પાણી પીઓ છો તો તેની તમારી ઊંઘ પર નકારાત્મક અસર પડશે. તમને જણાવી દઈએ કે વારંવાર યુરિન આવવાના કારણે તમે અનિદ્રાનો શિકાર પણ બની શકો છો.
  • વધુ પડતા ગરમ પાણીનું સેવન તમારા શરીરના આંતરિક અંગોને અસર કરી શકે છે. જો તમે વધુ ગરમ પાણી પીશો તો તમારા આંતરડા પર નકારાત્મક અસર થઈ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં ગરમ ​​પાણી પી રહ્યા છો, તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
  • જો તમે ગરમ પાણીનું સેવન કરો છો તો તમને હીટસ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. ધ્યાન રાખો કે જો તમે તડકામાં બહાર જવાના હોવ તો ભૂલીને પણ ગરમ પાણી ન પીવો. સાદા પાણીનું જ સેવન કરો. આ સિવાય ગરમ પાણી પીવાથી તમારી જીભને નુકસાન થઈ શકે છે. ગરમ પાણી તમારા ગળા અને હોઠને પણ અસર કરી શકે છે.
  • મહત્વનું કે જો તમે નિયમિતપણે વધુ પડતા ગરમ પાણીનું સેવન કરો છો, તો તમને કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

 આ પણ વાંચો :-

ભાજપના નેતા અને શિક્ષિકા વચ્ચેની બિભત્સ ચેટ વાયરલ ! જમીની ફાઈલ ક્લીયર કરવા માંગ્યા રૂપિયા

A nasty chat between BJP leader and teacher

  • ભાજપના પાર્થે જમીનની ફાઇલ ક્લીયર કરવા 7 લાખ રૂપિયા માગ્યા હોવાની ઓડિયો ક્લીપ સામે આવી છે. એટલું જ નહીં આ ઉપરાંત ઉત્તર ગુજરાતની શિક્ષિકા સાથેની બિભત્સ ચેટ પણ વાઇરલ થઈ છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly) ચૂંટણીઓ નજીક આવી રહી છે તેની સાથે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. એટલું જ નહીં હવે ફરી એકવાર ઓડિયો અને વીડિયો ક્લીપ (Video clip) વાયરલ થવાનો દોર શરૂ થઈ ગયો છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં શહેર ભાજપના નેતા પાર્થની એક ઓડિયો ક્લીપ અને એક શિક્ષિકા (Teacher) સાથેની બિભત્સ ચેટિંગ (Nasty chatting) વાયરલ થતાં હાલ ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ શિક્ષિકા વડોદરામાં 7થી 9 ઓગસ્ટ હોટલમાં રોકાઈ હતી. ઉત્તર ગુજરાતમાં આવેલી એક સ્કૂલનો ભાડા પટ્ટો વધારવા માટે શહેર ભાજપના પાર્થે 7 લાખ રૂપિયામાં કામ કરાવી આપશે તેમ કહી ટ્રસ્ટની શિક્ષિકાને વડોદરા બોલાવી હતી.

જેમાં પાર્થે યુવતી સાથે બીભત્સ ચેટિંગ કરી હોવાના પણ સ્ક્રીન શોટ વાઇરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલી સ્કૂલની જમીનનો ભાડાપટ્ટો વધારવા માટે ત્યાંની એક શિક્ષિકાએ વડોદરાના વકીલનો સંપર્ક કરી વડોદરા શહેરના ભાજપના પાર્થ સાથે વાતચીત કરાવી હતી. જેમાં આ કામગીરી કરવા માટે પાર્થે 7 લાખ રૂપિયાની માંગ કરી પહેલાં 3 લાખ રૂપિયા અને ખર્ચના 50 હજાર રૂપિયા લઈ લેવા જણાવ્યું હતું.

એડવોકેટ ભાવિન વ્યાસ-ભાજપ નેતા પાર્થની ઓડિયો વાયરલ :

પાર્થ : પેલામાં 6.50થી 7 જેવો ખર્ચ થશે, બીજી વસ્તુ કે એ આપણે ધક્કા થશે એનો ખર્ચ કોણ કાઢશે?

ભાવિન : એ લોકો જ આપશે ને

પાર્થ : બીજું કે સાહેબ તો નીકળી ગયા છે, વાત થઈ નથી હું રાતે વાત કરું છું

ભાવિન : અમે પણ નીકળી ગયા હતા ખંડેરાવ માર્કેટમાં ચિંતનભાઈ ની ઓફિસમાં

પાર્થ : 7 પેટી કહી દે, હમણાં લાખ આપે, 50 હજાર આપણા ખર્ચના.

ભાવિન : સાડા ત્રણ લાખ.

પાર્થ : અને બીજા પોણા ચાર રહ્યા એવું કહી દે.

ભાવિન : થઈ જશે કહી દઉં ને

પાર્થ : એ તો જોઈએ ત્યાં સુધી કંઈ કહેવાય નહીં, મારે વાત થઈ પણ આપણે જે સવાલ છે ને એ જ લોકોના માઇન્ડમાં છે, ક્રિશ્ચન ટ્રસ્ટ છે.

ભાવિન : એટલે મેઇન ટ્રસ્ટી જોડે વાત કરી લઉં.

પાર્થ : બીજી એવી વાત છે જે હું ક્લિયર કરું છું આપણે કામ પહેલા, જઈને આવીએ ત્યાર પછી 500 ના સ્ટેમ્પ પેપર પણ લખાણ લખાવવાનું છે. આ પેમેન્ટ કરે છે તે કોઈ જમીન વિશે એક નથી.

ભાવિન : લીગલ એડવાઇસ

પાર્થ :ના, જમીનની મેટર નથી લેવાની, તેમાં અમારી શાળામાં રમત ગમતની તાલીમ આપવા મારી એકેડેમીનું નામ આપી દઈશ,તેઓએ 2020-21 અને 22માં તાલીમ આપેલી હતી. તે પેટેના 7 લાખ ચૂકવી રહ્યા છે.

ભાવિન : બરાબર

પાર્થ : જેની તાલીમ જુલાઈ 2022 ના રોજ ખતમ થઈ છે અને અમે પેમેન્ટ ચૂકી રહ્યા છે. જમીનનો વિષય ન આવે. કાલે ઉઠીને કોઈ વિષય એવો બને કે મારા ફ્યુચર પોલિટિકલ પર અસર થાય, મારા પર જમીનનો આક્ષેપ થાય તો મારી પાસે સોગંદનામં હોય. આપણા ભવિષ્યનો વિચાર કરી રહ્યો છું. 5 વર્ષ પછી પલટી જઈ અને દાવ લઈને આવે તો શું કરવાનું ?

ભાવિન : હા બરાબર, હું પણ ભરોસો નથી કરતો

પાર્થ : આપણે બે દિવસથી ઓળખીએ છીએ.

શિક્ષિકા વડોદરામાં 7થી 9 ઓગસ્ટ સુધી હોટલમાં રોકાઈ હતી. જ્યાં પાર્થ તેને મળ્યો હતો અને ફાઇલ વિશે ચર્ચા કરી હતી. જોકે ત્યારબાદ સાહેબને મળવા માટે 7 લાખમાં કામ થશે તેમ જણાવી હૈયાધારણા આપી હતી, પરંતુ કોઈ કારણસર કામ ન થતાં તે કામગીરી થઈ શકી નહતી.

શહેરના વકીલ અને પાર્થ વચ્ચે વાઇરલ થયેલા ઓડિયોમાં રૂા. 500 સ્ટેમ્પ પર રૂા. 7 લાખ જમીન પેટે નહિ, પરંતુ પાર્થની એકેડેમીએ શાળામાં તાલીમ આપી હોવાથી ચૂકવી રહ્યા હોવાનું લખાવવાની વાત થઈ છે. જોકે આ ઓડિયો સાથે શિક્ષિકા સાથે પાર્થે કરેલી બીભત્સ ચેટ પણ વાઇરલ થઈ છે.

આ પણ વાંચો :-

જૂનાગઢના બુટગલેરે વીડિયો બનાવી પોલીસને ધમકી આપી, ગોળી મારવી હોય તો મારી દો…

0

Junagadh bootlegger made a video and threatened the police

  • બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે.

જૂનાગઢમાં (Junagadh) સ્ટેટ મોનિટરિંગ સેલના (State Monitoring Cell) દરોડા પડ્યા છે. જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સહિત સાત જેટલા લોકો સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જેમા તે કોઇ પણ પ્રકારના ખૌફ વિના પોલીસને ધમકી આપી રહ્યો છે.

બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ ધીરેન કારીયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે જેમા તે કહી રહ્યો છે કે, મને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી રહ્યો છે. જો આવી રીતે જ મને હેરાન કરવામાં આવશે તો હું આત્મહત્યા કરી લઇશ.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

તમને જણાવી દઇએ કે આ પહેલા 22.40 લાખનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો. આ દારૂનું કટિંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને આ દારૂ લિસ્ટેડ બુટલેગરે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે બુટલેગરનો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં ધીરેન કારિયાએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે, તે પોતાના પિતાના શ્રાધમાં હતો અને તેની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે સાથે જ ધીરેન કારિયાએ વીડિયોમાં એવું પણ કહ્યું છે કે તેની પાસે 1 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જેનો કેસ વંથલી કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસ પરત ખેંચવા માટે જ પોલીસે તેના પર ખોટો કેસ કર્યો છે.

આ પણ વાંચો :-

VIDEO : પાકિસ્તાનથી દુબઈ જઇ રહેલી ફ્લાઈટમાં યુવક પઢવા લાગ્યો નમાઝ, ક્રૂએ રોક્યો તો ફ્લાઈટમાં કરી તોડફોડ

ગુજરાતમાં આવેલું છે દુનિયાનું સૌથી પહેલું શાકાહારી શહેર, માંસ પર છે સંપૂર્ણ પ્રતિબંધ, શું તમારું શહેર તો નથી 

0

Gujarat is home to the world’s first vegetarian

  • ગુજરાતનું પાલીતાણા શહેર દુનિયાનું સૌથી મોટું શાકાહારી શહેર છે. અહીં માંસ સંપૂર્ણપણે બેન છે. જાણો આ શહેર વિશે વિગતવાર

ભારતનાં (India) દરેક રાજ્યની અલગ અલગ પરંપરાઓ હોય છે. આ જ પરંપરાઓ અને રિવાજોને કારણે ભારત વિવિધતાસભર દેશ બની જાય કે. એવું માનવામાં આવે છે કે દર 10 કિલોમીટર પર ભારતમાં (India) પરિવર્તન જોવા મળે છે. અમુક એવી જગ્યાઓ હોય છે.

જેની અનોખી પરંપરાથી ભારતની એક અલગ ઓળખાણ બની જાય છે. આમાં ગુજરાતનો એક એવો પ્રદેશ છે, જેના વિશે સૌ કોઈ જાણે છે. આ રાજ્યમાં એકમાત્ર એવું શહેર છે. જે સંપૂર્ણ રીતે શાકાહારી (Vegetarian) છે. પાલીતાણા શહેરની આપણે વાત કરી રહ્યા છીએ, જે સંપૂર્ણ રીતે શાકાહારી છે. આ શહેરમાં માંસ સપૂર્ણ રીતે ગેરહાજર છે.

દુનિયાનું સૌથી પહેલું શાકાહારી શહેર  :

ગુજરાતનાં પાલીતાણા શહેરમાં જૈન મંદિરોની સંખ્યા ઘણી છે. વર્ષ 2014માંઆ 200થી વધારે જૈન મુનિ અને સંતોએ હન્ગર સ્ટ્રાઈક કરી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે પ્રાણીઓને મારવા પર રોક લગાવવામાં આવે અને વહેલી તકે સ્લૉટર હાઉસ પર બેન લગાવવામાં આવે.

આ સ્ટ્રાઈકને જોઈને સરકારે પણ ઝૂકવું પડ્યું. તમને જણાવી દઈએ કે  આ શહેર ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં સ્થિત છે. અહીં શત્રુજયની પહાડીઓ છે. આ શહેરમાં લગભગ 1000થી વધારે મંદિર છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

અહીં જૈન ધર્મમાં માનનારા લોકોની સંખ્યા વધારે છે. આવામાં ઘણા લાંબા સમયથી જૈન મુનિઓની માંગ હતી, આ શહેરમાં માંસને સંપૂર્ણ રીતે બેન કરી દેવામાં આવે. સરકારે જૈન અનુયાયીઓની વાત માની લીધી. આ સાથે જ કડક નિયમ બનાવવામાં આવ્યો અને લોકોને ચેતવણી આપવામાં આવી કે આ પ્રકારની ગતિવિધિઓમાં જો કોઈ પકડાયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પાલીતાણા વિશ્વનું પહેલું શાકાહારી શહેર બની ગયું છે.

જૈન ધર્મનું સૌથી પવિત્ર સ્થળ  :

ગુજરાતનાં પાલીતાણા શહેરમાં સુંદર પહાડોની શૃંખલા છે. આ જૈન ધર્મનાં અનુયાયીઓ માટે કેન્દ્ર માનવામાં આવે છે. આવા અહીં ઘણાઆ મંદિરો છે, જે મુખ્ય રૂપથી જૈન ધર્મના પહેલા તીર્થંકર ભગવાન આદિનાથને સમર્પિત છે. સૌથી મોટું ચોમુખા મંદીઓર છે. આ ઉપરાંત કુમારપાળ, સમપ્રતિ રાજ, વિમલ શાહ મંદિર પણ અહીં જ છે. મંદિરોના વાસ્તુ કળાને જોઈને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

સંગેમરમરનાં પત્થરોથી નિર્મિત આ મંદિર પોતાની વાસ્તુકળાને લઈને એક અલગ જ છાપ છોડે છે. 11મીથી 12મી સદી દરમિયાન અહીં જૈન મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એવી માન્યતા છે એ કે ઋષિ મુનિઓને મોક્ષની પ્રાપ્તિ અહીં જ થઈ હતી અને એટલા માટે પાલીતાણાને જૈન અનુયાયીઓ માટે સૌથી પવિત્ર શહેરના ઉપમા જોવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

સુરતના Dumas Beachને કેમ ભૂતિયા હોવાની વાત ફેલાવે છે લોકો ? રહસ્યોથી ઘેરાયેલી છે કહાની

0

Why do people spread the word that Dumas Beach

  • ગુજરાતના સુરતમાં આવેલ આ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવમાં આવે છે.

દરિયા કિનારે (on the seashore) જઈને લોકોને ઘણી શાંતિ મળે છે. પણ ઘણા એવા બીચ છે જ્યાં જવા માટે હિંમતની જરૂર પડે છે. એ અમુક બીચની કહાનીઓ ભૂતથી જોડાયેલ છે અને તેને ભૂતિયા બીચ (Haunted Beach) તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ મહત્વ અને કહાનીઓ ધરાવતા આ બીચ વિશે ચાલો જાણીએ.

આજ સુધી ભૂતિયા ઘર અને જગ્યાઓ વિશે સાંભળ્યું હશે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ દરિયાકિનારો ભૂતિયા હોય? આપણા ગુજરાતના સુરતમાં આવેલો ડુમસ બીચ સ્થાનિકોમાં તો ઘણો ફેમસ અને ચર્ચિત છે પણ ડુમસ બીચને ઈન્ટરનેટ પર લોકો એક અલગ રીતે ઓળખી રહ્યા છે. આ બીચનું નામ પડતા જ લોકો ડરવા લાગે છે.

ડુમસ બીચ – Dumas Beach :

ગુજરાતના સુરતમાં આવેલ આ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવમાં આવે છે. ડુમસ બીચ સાથે ઘણી ડરામણી કહાનીઓ જોડાયેલ છે. ત્યાં જોડાયેલ સ્થાનિક વાર્તાઓને અનુસાર કહેવામાં આવે છે કે એ દરિયાકિનારાનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવતો હતો અને તેને કારણે જ એ દરિયા કિનારાની રેતી કાળી છે.

આ સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે એ દરિયા કિનારે રાત્રે ઘણી આત્માઓ પણ ભટકે છે અને એટલા માટે જ એ બીચ પર રાત્રે એકલું જવાની મનાઈ છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

જો કે ઘણા લોકો આ વાત માનતા નથી પણ એવું કહેવામાં આવે છે કે જે લોકો આ બીચ પર રાત્રે એકલા ગયા છે એ ક્યારેય પાછા ફર્યા નથી. અને તેને કારણેજ સુરતના ડુમસ બીચનું નામ ભારતની મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. રાતના સમયે આ બીચની આસપાસ કોઈ વ્યક્તિ ભટકતુ પણ નથી.

ચાંદીપૂર બીચ – Chandipur Beach :

બંગાળની ખાડીના કિનારે આવેલ આ બીચને સુપ્ત સમુદ્ર તટ પણ કહેવામાં આવે છે કારણકે ત્યાંના દરિયામાં આવતા મોજા લો ટાઈડ એટલે કે ઓરતીને કારણે 5 કિલોમીટર સુધી પાછળ ચાલ્યા જાય છે. કહેવાય છે કે આ ઘટના દિવસમાં 2 વખત થાય છે.

મુઝપ્પિલંગડ બીચ – Muzhappilangad Beach :

આ બીચ એશિયામાં સૌથી લાંબી ડ્રાઇવ માટે જાણીતો છે. આ  જગ્યા પર તમે બીચ રોડ ટ્રિપ લઈ શકો છો. મુઝપ્પિલંગડ બીચ કેરળના કન્નુરમાં લગભગ 5 કિલોમીટર જેટલો લાંબો પટ છે. લોકો અહીંઅલગ અલગ વોટર સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે દૂર દૂરથી આવે છે. આ સાથે, તમે અહીં બેસ્ટ સીફૂડનો પણ આનંદ લઈ શકો છો.

આ પણ વાંચો :-

3300GB ડેટા, 75 દિવસની વેલીડિટી…કિંમત ફક્ત 275 રૂપિયા, આ કંપની આપી રહી છે જબરદસ્ત ઓફર

3300GB data, 75 days validity…

  • આ ઓફર હેઠળ કંપનીનો 599નો પ્લાન 275માં લઇ શકો છો. જો કે, આ પ્લાનની વેલીડિટી 75 દિવસની જ છે, એ પછી યુઝર્સને પ્લાનનો રેગ્યુલર ટેરિફ ચૂકવવો પડશે.

આજકાલ વધતાં કોમ્પિટિશન વચ્ચે ટેલિકોમ કંપનીઓ (Telecom company) અલગ અલગ ઓફર્સ રાખીને ગ્રાહકોને તેની તરફ આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે આ બધા વચ્ચે BSNL પણ યુઝર્સને ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. BSNL એ થોડા સમય પહેલા સ્વતંત્રતા દિવસની (Independence Day) ઓફર રજૂ કરી હતી.

જેના કારણે યુઝર્સને ઘણો ફાયદો થાય છે.  જો કે જણાવી દઈએ કે ફક્ત BSNL બ્રોડબેન્ડ યુઝર્સ જ આનો લાભ લઈ શકે છે. BSNLની આ ઓફર હેઠળ કંપનીનો 599નો પ્લાન 275માં લઇ શકો છો. જો કે આ પ્લાનની વેલીડિટી 75 દિવસની જ છે, એ પછી યુઝર્સને પ્લાનનો રેગ્યુલર ટેરિફ ચૂકવવો પડશે.

BSNL બ્રોડબેન્ડ યુઝર્સને મળે છે 3300GB હાઇ સ્પીડ ડેટા :

આ પ્લાન સાથે BSNL બ્રોડબેન્ડ યુઝર્સને 3300GB હાઈ સ્પીડ ડેટા પણ મળે છે. આ 3300GB ડેટા 60Mbps હાઈ સ્પીડ સાથે આપવામાં આવે છે. પ્લાનમાં ડેટા પૂરા થયા પછી સ્પીડ ઓછી થઈ જાય છે અને તમારી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 2Mbps થઈ જશે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

BSNLના આ બ્રોડબેન્ડ પ્લાન સાથે યુઝર્સને વધુ એક ફાયદો મળી રહ્યો છે અને એ છે યુઝર્સ પાસેથી કંપની કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ વસૂલતી નથી. એટલા માટે જો તમારું બજેટ ઓછું છે અને ઘર પર સસ્તું બ્રોડબેન્ડ સર્વિસ મેળવવા માંગતા હોય તો આ પ્લાન સારો છે.

જણાવી દઈએ કે હાલમાં જ ખાનગી ટેલિકોમ કંપનીઓએ 5G સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ 5G સર્વિસ સાથે તમને ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળી શકે છે. જોકે હાલ પ્રારંભિક તબક્કામાં આ 5G સર્વિસ માત્ર મેટ્રો શહેરોમાં જ આપવામાં આવશે.

આ પણ વાંચો :-

 

આજનું રાશિફળ 20 સપ્ટેમ્બર : કન્યા-કુંભ રાશિના જાતકોને ધંધામાં લાભ થવાના સંકેત, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today’s Horoscope September 20 Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્ની સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવા.

મિથુન
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતી થતી જણાય. સત્ય વાત શાંતીથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ, આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્ક
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યા
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાન દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલા
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા-પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિક
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્યદાયક બનતી જણાય. પોતાના અહ‍્મનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધન
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકર
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાના દુખાવો રહે.

કુંભ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્ત્વના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીન
શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિ સ્પર્ધીઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

પતિ બેન્કર અને પત્ની CA, નોકરી છોડી બંનેએ શરૂ કરી ખેતી, હવે વર્ષે દહાડે કરે છે કરોડોની કમાણી

0

Husband banker and wife CA, both quit their

  • અભ્યાસ કર્યા બાદ લોકો નોકરી શરૂ કરે છે અને કેટલાક લોકોને એકદમ ઓછા સમયમાં સફળતા મળી જાય છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે સારી એવી નોકરી છોડીને કોઇ ખેતી (Organic Farming) શરૂ કરી દીધી છે.

જોધપુરના એક કપલે એવું કર્યું છે કે જામેલી નોકરી છોડીને ખેતી શરૂ કરી અને આજે તેમનો વાર્ષિક નફો લગભગ 1 કરોડ રૂપિયા છે.

જોધપુરના (Jodhpur) રહેવાસી લલિતે (Lalite) એમબીએ કર્યા બાદ બેંકમાં નોકરી જોઇન કરી, જ્યારે તેમની પત્ની ખુશ્બુ ચાર્ટર્ડ એકાઉન્ટેટ હતી. ત્યારબાદ તેમણે જોબ છોડીને ઓર્ગેનિક ખેતી (Organic Farming) શરૂ કરી અને તેને પ્રોફિટનો બિઝનેસ (Business of profit) બનાવી દીધો. આજે લલિત અને ખુશ્બુ બીજા માટે ઉદાહરણ બની ગયા છે. જે ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે.

નોકરી દરમિયાન લલિત ઓર્ગેનિક ખેતી વિશે વધુ જાણતા નથી અને તેના વિશે બસ તેમણે સાંભળ્યું હતું. જોકે તેની શરૂઆત કરતાં પહેલાં જૈનિક ખેતી પર સંપૂર્ણ રિસર્ચ કર્યું અને જોધપુર આવીને ઉદ્યાન વિભાગમાંથી ટ્રેનિંગ લીધી. તેમણે પોલીહાઉસ અને ગ્રીન હાઉસ વિશે સમજ્યા. જયપુરમાં કૃષિ રિસર્ચ સેન્ટરમાં ઉદ્યાન વિભાગના અધિકારીઓ પાસેથી બારીકીઓ શીખી.

જ્યારે લલિતે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી ત્યારે લોકોએ તેમને ડરાવ્યા કે આ સક્સેસ નથી, પરંતુ તેમણે તેની ચિંતા કરી નહી અને આ ક્ષેત્રમાં ઉતરવાનો નિર્ણય કર્યો. લલિતે કહે છે કે તેના માટે જ્યારે તેમણે પિતાના પૂર્વજોની જમીન માંગી તો શરૂઆતમાં તે રાજી થયા નહી, પરંતુ પછી ધીમે ધીમે માની ગયા.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

ટ્રેનિંગ બાદ લલિતે પોતાના ફાર્મ પર શેડનેટ હાઉસ લગાવી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું અને પછી ધીમે ધીમે પોલીહાઉસ પણ લગાવ્યું. તેમણે ઉદ્યાન વિભાગ પાસે ગ્રાન્ટ લઇને ખીરાનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું અને તેના માટે તુર્કીથી બીજ મંગાવ્યા. વર્ષ 2015-16 માં અડધા વિના જમીન પર કુલ 28 ટન ખીરા કાકડીનું ઉત્પાદન શરૂ કયું અને ચાર લાખ રૂપિયાના ખર્ચે 12 થી 13 લાખ રૂપિયાનો શુદ્ધ ફાયદો થયો.

ત્યારબાદ લલિતે નર્સરીની શરૂઆત કરી અને તે સમયે તેમનું ટર્નઓવર 23 થી 30 લાખ રૂપિયા હતું. ત્યારબાદ ધીમે ધીમે આ 60 થી 80 લાખ રૂપિયા સુધી પહોંચ્યું. આજે તેમની વાર્ષિક કમાણી 1 કરોડ રૂપિયાથી વધુ છે.

લલિતની પત્ની ખુશ્બુ સીએ છે અને શરૂઆતમાં તેમને ઓર્ગેનિક ખેતી વિશે કંઇપણ જાણકારી ન હતી. જોકે તેમણે પોતાના પતિને પુરો સપોર્ટ કર્યો અને હવે તે સંપૂર્ણ બિઝનેસને સંભાળી રહ્યા છે. ખુશ્બુ કહે છે કે આજે તે લોકો અત્યાર સુધી 60 હજારથી વધુ ખેડૂતોને ખેતીના ગુણ શીખવાડી ચૂક્યા છે.

આ પણ વાંચો :-