Home Blog Page 1299

ગેહલોત અને રઘુ શર્મા પાસે સમય નથી, ને કોંગ્રેસના ચૂંટણી ઉમેદવારોની પસંદગી અટવાઈ

0

Gehlot and Raghu Sharma have no time

  • કોંગ્રેસ હાઇકમાન્ડે સૌથી વફાદાર ગણાતા ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યાં ગેહલોતના પોતાના ઘરમાં જ આગ લાગી છે.

રાજસ્થાન કોંગ્રેસનો (Rajasthan Congress) વિવાદની સીધી અસર જો કોઈને થઈ હોય તો તે ગુજરાત છે. કારણે રાજસ્થાનની રાજકીય આગથી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) બળ્યું છે. રાજસ્થાન વિવાદના કારણે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની (Congress candidates) પસંદગી અટવાઈ છે. 1થી 3 ઓક્ટોબર ગુજરાત કોંગ્રેસની ઉમેદવારો માટેની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની હતી.

પરતું ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજસ્થાન કોંગ્રેસના વિવાદમાં વ્યસ્ત છે. ત્યારે જિલ્લા પ્રભારીઓએ કોંગ્રેસના દાવેદારોને સાંભળી રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ બાદ કમિટીમાં ઉમેદવારોના નામોને આખરી ઓપ આપવાનો હતો. તે કામ અટક્યું છો. તો બીજી તરફ રાજસ્થાન વિવાદના કારણે પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ પણ અટવાયો છે.

ગેહલોત કે રઘુ શર્મા, કોઈને ગુજરાત માટે ટાઈમ નથી :

રાજસ્થાન વિવાદમાં ગુજરાત કોંગ્રેસની ઉમેદવાર પસંદગી અટવાઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ચૂંટણી નિરીક્ષણ અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેઓ હાલ પોતાના રાજ્યમાં વિવાદમાં વ્યસ્ત છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને કેટલાક નિરીક્ષકો રાજસ્થાન વિવાદમાં વ્યસ્ત છે. એક તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજસ્થાનમાં અને સ્ક્રીનીંગ કમિટી ચેરમેન યાત્રામાં વ્યસ્ત થયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં હાલ ચૂંટણી અંગે નિર્ણયો લેવામાં કોઈ ધરીધોણી નથી.

પ્રિયંકા ગાંધીનો પ્રવાસ અટવાયો  :

તો બીજી તરફ રાજસ્થાન વિવાદના કારણે પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ પણ અટવાયો છે. પ્રિયંકા ગાંધીનો નવરાત્રિમાં ગુજરાત પ્રવાસ નિર્ધારિત કરાયો હતો. જે બાદમાં લંબાવાયો છે. પરંતુ રાજસ્થાન વિવાદને કારણે તે પ્રવાસ પણ ફાઈનલ થઈ શક્યો નથી.

રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય ભુકંપના આંચકા ગુજરાત કોંગ્રેસને લાગી શકે છે. ચૂંટણી આવતા જ માંડ માંડ બેઠી થયેલી કોંગ્રેસને રાજસ્થાનનો રાજકીય ભૂકંપ નુકસાન નોતરી શકે છે. વિધાનસભા ચુંટણી પૂર્વે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમની ગુજરાત પર ભારે અસર પડશે. રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલ સંકટથી ગુજરાત કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  (The crisis created in the Rajasthan Congress has again created a wave of anxiety in the Gujarat Congress.)

આ પણ વાંચો :-

ગરબામાં કેજરીવાલ પર ફેંકાઈ પાણીની બોટલ, શખ્સે સીધો બોટલનો ઘા કર્યો

0

A bottle of water was thrown at Kejriwal

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રાજકોટમાં પાણીની બોટલ ફેંકવામાં આવી. ખોડલધામ ટ્રસ્ટના નોર્થ ઝોનના ગરબામાં બની ઘટના.

હાલ દિલ્હીના મુખ્યમંત્રી (Chief Minister of Delhi) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગઈકાલે રાજકોટમાં (Rajkot) સભા ગજવી હતી. તો સાથે જ રાજકોટ ખાતે ખોડલધામ રાસોત્સવમાં હાજરી આપી હતી. કેજરીવાલના આગમન સમયે એક ટીખળખોર શખ્સે તેમના પર પાણીની બોટલનો ઘા કર્યો હતો. ખોડલધામ રાસોત્સવમાં (Khodaldham Rasotsav) કેજરીવાલ આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના ખોડલધામના નોર્થ ઝોનના દાંડિયામાં મહેમાન બન્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં સભા બાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાસગરબાના ઉત્સવમાં હાજરી આપી હતી. આ સમયે ટીખળખોરે પાણીની બોટલ ફેંકી હતી પરંતુ તે કેજરીવાલની ઉપરથી પસાર થઈ ગઈ હતી. મા અંબાની આરતી કરી કેજરીવાલે પાટીદારો સાથે બેઠક પણ યોજી હતી.

તો બીજી તરફ નીલ સીટી ક્લબ ખાતે પંજાબના CM ભગવંત માને હાજરી આપી હતી અને તેમણે ખેલૈયાઓને ઉત્સાહિત કરવા માટે પંજાબી સ્ટાઇલમાં રાસ લીધા હતા. તો સાથે જ ભગવંત માને પણ નીલ સીટી કલબના દાંડિયામાં ગુજરાતી સ્ટાઈલમાં ગરબા લીધા હતા.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બે સ્થળે જાહેર સભા સંબોધશે. તેઓ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર કરશે. ભગવંત માન અને કેજરીવાલ જનતાને સંબોધશે અને સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં વધુ ગેરેટીની જાહેરાત કરશે. હાલ અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે.

આ પણ વાંચો :-

02 ઓક્ટોબરનું રાશિફળ : આ રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતા, જાણો તમારો દિવસ કેવો રહેશે

02 October Horoscope : Gujarat Guardian

મેષઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રાપ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ
દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાકીય બાબતો અંગે સામાન્ય દિવ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાાકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો.

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ
સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આધ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઈજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાકચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમિયાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ બન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્યસુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ
માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
દિવસ દરમિયાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ
નાણાકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલિંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂં છે. નાના એક બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ
મનોબળ મજબૂતત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે..

આ પણ વાંચો :-

 

જો તમારી પાસે પણ CNG કાર હોય તો ખાસ વાંચી લો, નહીંતર ભોગવવું પડશે મોટું નુકસાન

0

If you also have a CNG car read it carefully

  • આપણી કાર વર્ષોના વર્ષો સુધી ચાલશે અને તેમાં કોઈ મુશ્કેલી ન આવે આ માટે એક્સ્ટ્રા કેર કરવી જરૂરી છે. ખાસ કરીને જો તમે CNG વાહનનો ઉપયોગ કરો છો તો તમારું કામ વધી શકે છે.

વરસાદની સિઝનમાં આપણે આપણા સ્વાસ્થ્યની (Health) સાથે વાહનના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. આપણી કાર વર્ષોના વર્ષો સુધી ચાલશે અને તેમાં કોઈ મુશ્કેલી ન આવે આ માટે એક્સ્ટ્રા કેર (Extra care) કરવી જરૂરી છે. ખાસ કરીને જો તમે CNG વાહનનો ઉપયોગ કરો છો તો તમારું કામ વધી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે વરસાદની સિઝનમાં (Rainy season) તમારા CNG વાહનની કેવી રીતે કાળજી રાખવી.

કવર્ડ પાર્કિંગ :

તમારું CNG વાહન હંમેશા ખુલ્લી જગ્યામાં પાર્ક ન કરો. તેને કવર્ડ પાર્કિંગમાં જ પાર્ક કરો. આ સિઝનમાં જ્યારે વરસાદ પડતો નથી ત્યારે ખૂબ જ ગરમી પડે છે. આ સ્થિતિમાં તમારી કાર ખૂબ જ ગરમ થઈ શકે છે. આ સિવાય વરસાદ પડે ત્યારે ભીની થઈ શકે છે. એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા વાહનના બુટમાં પાણી ન જાય, જ્યાં CNG સિલિન્ડર રાખવામાં આવે છે.

બોનેટ અને બૂટ સાફ કરો :

તમારી કારને બૂટલીડ અને બોનેટની નીચે સાફ રાખો. ઘણીવાર પાંદડા અને અન્ય વસ્તુઓ તેમાં ફસાઈ જાય છે. અવારનવાર અહીં પાણી એકઠું થાય છે અને કાટ લાગે છે જેના કારણે કેબિનમાં પાણી આવવા લાગે છે. તે તમારા CNG સિલિન્ડર માટે જોખમી છે.

આ રીતે રાખો ઈન્ટીરિયરનું ધ્યાન  :

જો તમે ગાડીમાં બેસતી વખતે પલડી જાવ તો તમારી સીટને સુરક્ષિત રાખવાની સૌથી સરળ રીત એ છે કે એક મોટો ટુવાલ લપેટી લો અને ખાસ કરીને બેકરેસ્ટ અને હેડરેસ્ટ ભીના થવાથી બચાવો.

આ પણ વાંચો :-

Gujarat Election : પાટીદાર આગેવાન નરેશ પટેલનું નિવેદન, ‘અત્યારે રાજકારણની વાત કરીશું નહીં, પણ…’

0

Gujarat Election Patidar leader Naresh Patel

  • નવરાત્રિ આયોજન અંગે તેમને કહ્યું હતું કે, આ ખૂબ સારું આયોજન છે. પરંતુ અત્યારે રાજકારણની વાત કરીશું નહીં. માતાજીની આરાધના કરીશું અને પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા તથા મતદારોએ શું કરવું જોઈએ.

નવરાત્રીની (Navratri) શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખોડલધામના (Khodaldham) ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) સુરતની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં તેમને કોઈ પણ રાજકિય ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુરતના મોટા વરાછા ખાતે આવેલા કેપિટલ ફાર્મમાં (Capital Farm) યોજાયેલી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં પાટીદાર અગ્રણી (Patidar prominent) અને ખોડલધામ સંસ્થાના નરેશ પટેલ હાજર રહ્યા હતા. આ પહેલા તેમને ઉમિયા મંદિર ખાતે આરતી કરી હતી.

નવરાત્રિ આયોજન અંગે તેમને કહ્યું હતું કે આ ખૂબ સારું આયોજન છે. પરંતુ અત્યારે રાજકારણની વાત કરીશું નહીં. માતાજીની આરાધના કરીશું અને પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા તથા મતદારોએ શું કરવું જોઈએ. તે અંગેની સ્પષ્ટતા ચૂંટણી જાહેર થયા બાદ કરવામાં આવશે.

ભરૂચ થી દહેજ નોકરી પર જતા આવતા કંપની કર્મચારીઓ ટ્રાફિકજામનાં કારણે અટવાયા

ખોડલધામના વડા નરેશ પટેલ સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમર્થનને લઈને મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે કહ્યું હજી ઇલેક્શન જાહેર થયું નથી. જો કે નરેશ પટેલ કોની સાથે રહેશે તેના જવાબમાં કહ્યું ઈલેક્શન બાદ ખ્યાલ આવી જશે કોની સાથે છું. (However, Naresh Patel said in response to whom he will be with, after the election, he will know who he is with)

આ પણ વાંચો :-

 

અજબ-ગજબ : વીજળી જતાં જ માતાજીની મૂર્તિ પર જોવા મળે છે પરસેવો, જાણો ક્યાં આવ્યું છે આ મંદિર

0

Strange As soon as the lightning strikes  e

  • મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાં આશરે 600 વર્ષ પહેલા કાળી માંની આ ભવ્ય પ્રતિમાને ગોંડવાના સામ્રાજ્ય દરમ્યાન સ્થાપિત કરવામાં આવી હતી.

શ્રદ્ધાળુઓેએ પહેલા ત્યાં કૂલર લગાવી દીધુ. પરંતુ ત્યારબાદ પણ જ્યારે માં કાળીને પરસેવો આવતો હતો ત્યારે ત્યાં એસી લગાવવામાં આવ્યું, જે દિવસ-રાત ચાલતુ રહ્યું છે. આને આસ્થા અથવા અંધશ્રદ્ધા (Belief or superstition) તો કહી ના શકો. હા પણ ગજબ જરૂર કહી શકશો. માણસને ગરમીમાં પરસેવો આવવો સામાન્ય વાત છે. પરંતુ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં (Jabalpur) એક એવુ મંદિર છે.

જ્યાં સ્થાપિત માં કાળીની મૂર્તિને પરસેવો આવે છે. પરસેવો નિકળતા જોઇ શકાય છે. માતાને એટલો પરસેવો થતો હતો કે પૂજારીઓને તેના વસ્ત્રો પણ બદલવા પડતા હતા. જો કે પૂજારીઓએ ત્યાં એસી લગાવી દીધુ કારણકે માંને ગરમી ના લાગે.

મંદિરમાં 24 કલાક રાખવુ પડે છે એસી  :

નવરાત્રી દરમ્યાન શહેરના એવા ઐતિહાસિક મંદિરોનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે, જેના રહસ્યો આજે પણ વણઉકેલ્યાં છે. આવુ જ એક મંદિર સ્થિત છે સંસ્કારધાની જબલપુરમાં ગોંડ કાલી માં કાળીના દરબારમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. જેનુ રાજ આજે પણ રહસ્ય છે. મંદિરની મુખ્ય માન્યતા એવી છે કે જો મંદિરમાં લાઈટ બંધ થાય તો માંને એટલો પરસેવો આવે છે કે ઘણા વસ્ત્રો બદલવા પડે છે. હવે મંદિરમાં 24 કલાક એસી ચાલી રહ્યું છે, કારણકે માતાને પરસેવો ના થાય.

કૂલરથી પણ ના બની વાત :

મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાં આશરે 600 વર્ષ પહેલા માં કાળીની આ ભવ્ય પ્રતિમાને ગોંડવાના સામ્રાજ્ય દરમ્યાન સ્થાપિત કરવામાં આવી હતી. કહેવાય છે ત્યારથી માતાની મૂર્તિને જરા પણ ગરમી સહન થતી નથી. મૂર્તિને પરસેવો આવતો હતો. જો કે તે જગ્યાએ શ્રદ્ધાળુઓેએ પહેલી વખત ત્યાં કૂલર લગાવ્યુ. પરંતુ ત્યારબાદ પણ જ્યારે માં કાળીને પરસેવો આવતો હતો ત્યારે ત્યાં એસી લગાવવામાં આવ્યું. જે દિવસ-રાત ચાલુ રહે છે. (But even after that, AC was installed there when I was sweating profusely. Which continues day and night.)

આ પણ વાંચો :- 

આકર્ષક લુક સાથે મારુતિની Grand Vitara થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત

0

Maruti Grand Vitara launched with attractive l

  • ગ્રાન્ડ વિટારા (Grand Vitara) મારુતિની બીજી કાર છે જે સનરૂફ સાથે આવે છે આ પહેલા સનરૂફ ફીચર સાથે મારુતિએ નવી Brezza લોન્ચ કરી હતી.

મારુતિ-સુઝુકી (Maruti Suzuki) એ તેની નવી SUV ગ્રાન્ડ વિટારા (Grand Vitara) ની કિંમતોનું એલાન કરી દીધું છે. ગ્રાન્ડ વિટારા (Grand Vitara) મિડ-સાઇઝ SUV છે અને જણાવી દઈએ કે આ મારુતિ સુઝુકીની પહેલી કાર છે જે હાઇબ્રિડ એન્જિન સાથે લોન્ચ થશે. આ સહિત આ SUVમાં ઘણા શાનદાર ફીચર્સ મળશે. ગ્રાન્ડ વિટારા (Grand Vitara) મારુતિની બીજી કાર છે જે સનરૂફ સાથે આવે છે આ પહેલા સનરૂફ ફીચર સાથે મારુતિએ નવી Brezza લોન્ચ કરી હતી.

કેટલી છે કિંમત ? 

મારુતિ-સુઝુકી (Maruti Suzuki) ગ્રાન્ડ વિટારા (Grand Vitara) ની કિંમત 10.45 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 19.65 લાખ રૂપિયા સુધી મળી રહે છે. કંપનીએ તેને Sigma, Delta, Zeta, Zeta+, Alpha અને Alpha+  ટ્રિમ્સમાં લોન્ચ કર્યું છે અને તેમાં Toyota Highrider જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મારુતિ સુઝુકીની આ કારને હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ જેવી કાર સામે ટક્કર કરવી પડશે.

શરૂ થઈ ગઈ બુકિંગ :

મારુતિની આ ઘણા સમયથી રાહ જોવાતી SUV માટે બુકિંગ શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 55 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યા છે. આ કારના કેટલાક વેરિઅન્ટ્સનો વેઇટિંગ પિરિયડ 5-6 મહિના સુધીનો છે.  મારુતિની આ કાર હાઈબ્રિડ ટેક્નોલોજી પર આધારિત છે.

દમદાર છે એન્જિન  :

કંપનીએ આ તેની આ નવી SUVમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન આપ્યું છે જે 115 hp પાવર અને 141 Nm ટોર્ક જનરેટ કરે છે. માઈલ્ડ હાઇબ્રિડ વર્ઝનમાં આ કારનું એન્જિન 103 hp પાવર અને 135 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ મારુતિ સુઝુકીએ દાવો કર્યો છે કે સ્ટ્રોંગ હાઈબ્રિડ મોડમાં 28 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે.

ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ :

મારુતિની નવી SUV ગ્રાન્ડ વિટારા (Grand Vitara) 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે સાથે આવશે. મારુતિ સુઝુકીને તેની ગ્રાન્ડ વિટારા (Grand Vitara) પાસેથી ઘણી આશાઓ છે. એક સમયે મારુતિ સુઝુકીનો ભારતીય કાર બજારમાં 50 ટકાથી વધુ હિસ્સો હતો. જે હવે ઘટીને 40 ટકા થઈ ગયો છે. (At one point Maruti Suzuki had more than 50 percent share of the Indian car market)

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 01 ઓક્ટોબર: આ રાશિના જાતકોએ સ્વાસ્થની રાખવી પડશે કાળજી, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today’s Horoscope 01 October Gujarat Guardian

મેષઃ
માનસિક અસ્થિરતા વર્તાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. ખર્ચનું પ્રમાણ વધે. નાના ભાઈ બહેનોની ચિંતા રહે. આરોગ્ય જાળવવું. મગજમાં ઈજા થાય તો બેદરકાર રહેવું નહીં.

વૃષભઃ
માનસિક સ્થિરતા જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. જીવનસાથી સાથે આનંદ, પરંતુ જીવનસાથીની તબિયતની કાળજી રાખવી.

મિથુનઃ
આર્થિક બાબતો માટે નબળો દિવસ નાના ભાઈ બહેનોની તબિયત સાચવવી. નવા રોકાણો કરતી વખતે સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. લોહી સંબંધી રોગોથી પરેશાની રહે.

કર્કઃ
મગજ ઉપર ભાર રહે. ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ સાચવવું. આવક જળવાય. સંતાન સાથે વાદવિવાદ ટાળવા. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ખોટી સોબતથી સાચવવું.

સિંહઃ
ખર્ચનું પ્રમાણ વધે. શરદી-ખાંસી-તાવનો ઉપદ્રવ રહે. આજે બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. નોકરીમાં શાંતિ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય સારું.

કન્યાઃ
આવક જળવાય, છતાં નાણાની વખતસર હેરફેરમાં પરેશાનીનો અનુભવ થાય. હાડકાનો દુઃખાવો તથા આંખની કાળજી રાખવી જરૂરી. પિતાની તબિયત સાચવવી. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે.

તુલાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનોની ચિંતા સતાવે. આરોગ્ય સાચવવું. બિમાર વ્યક્તિઓ માટે વિશેષ સાવધાની જરૂરી. પિતાની તબિયત સાચવવી.

વૃશ્ચિકઃ
કાબેલિયતથી સફળતા મેળવી શકાય. અધિકારનો દુરુપયોગ કરવો નહીં. માનસિક ચિંતા રહે. મુત્રપિંડ આમાશય, પિત્તજન્ય રોગ તથા માનસિક રોગોથી સાવધાની જરૂરી. વકીલ, સેલ્સમેન, ટેકનોલોજીના વ્યવસાયથી લાભ.

ધનઃ
માનસિક ચિંતા રહે. વિચારોમાં નકારાત્મકતા વધતી જણાય. ડિપ્રેશન વાળી વ્યક્તિને એકલી મુકવી નહીં. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ જળવાય. મિત્રોનો સહકાર મળે.

મકરઃ
મનોબળ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. માથાના દુઃખાવાની સમસ્યા રહે. પરિવારના સભ્યોની ચિંતા સસતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત જરૂરી. મિત્રોની સલાહ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં.

કુંભઃ
નાણાનો બગાડ અટકાવવો. હયાત રોકાણોમાંથી આવક જળવાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. વાહન સુખ મળે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

મીનઃ
સ્વભાવમાં આત્મ વિશ્વાસ તથા ગુસ્સાનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતાે જણાય. આરોગ્ય જળવાય. વિજાતિય વ્યક્તિઓ સાથેના સંબંધમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો નથી.

આ પણ વાંચો :-

‘હે મા માતાજી..’ નવરાત્રીમાં થઈ શકે છે દયાબેનની વાપસી, ‘તારક મહેતા..’ શો ના મેકર્સ આપી શકે છે ખુશખબર

‘Hey Maa Mataji..’ Dayaben may

  • મેકર્સ નવરાત્રીને ભેટ આપતા દિશા વાકાણીને પરત શોમાં લાવી શકે છે. મેકર્સ એમને પાછા લઈ આવવા માટે પૂરતી કોશિશ કરી રહ્યા છે.

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના (Taarak Mehta ka ooltah chashmah) ફેન્સ માટે એક ખુશ ખબર છે. જલ્દી જ શોમાં દયાબેન પરત ફરી શકે છે. જી હાં, આવનાર થોડા સમયમાં દયાબેન (Dayaben) પોતાના ગરબા કરતા ટીવીમાં દેખાઈ શકે છે. ટીવીના ફેમસ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં લાંબા સમયથી દયા બેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani) જોવા નથી મળી રહી. તે મેટરનિટી લીવ પર ગઈ હતી પરંતુ પરત ન ફરી. આ વચ્ચે ઘણી વખત સાંભળવા મળ્યું કે દિશા સીરિયલમાં પરત ફરવાની છે. પરંતુ ફેન્સને હંમેશા નિરાશા જ મળી.

દિશા વાકાણી સાથે વાતચીત ચાલી રહી છે :

પણ હાલ એક ખુશ-ખબર સામે આવી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેકર્સ નવરાત્રીને ભેટ આપતા દિશા વાકાણીને પરત શોમાં લાવી શકે છે. મેકર્સ એમને પાછા લઈ આવવા માટે પૂરતી કોશિશ કરી રહ્યા છે. એમને ફરી એક વખત દિશા વાકાણીનો સંપર્ક સાધ્યો છે અને બંને વચ્ચે ફરી સિરિયલને લઈને વાતચીત ચાલી રહી છે એવો ખુલાસો થયો છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

હવે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ માં મેકર્સ દયાબેનની વાપસી કરાવવા માંગે છે અને એટલા માટે  દિશા વાકાણી સાથે વાતચીત ચાલી રહી છે અને જો એ નહીં માને તો બીજો કોઈ અભિનેત્રીને દયા બેનનો રોલ ઓફર કરવામાં આવશે. શો ના મેકર્સનો પ્લાન છે કે ઓકટોબર કે નવેમ્બરની શરૂઆતમાં દયાબેનની એન્ટ્રી થઈ જવી જોઈએ.

ત્રણ વર્ષથી નથી જોવા મળ્યા દયાબેન  :

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમયથી દયા બેન એટલે કે દિશા વાકાણી જોવા નથી મળી રહી. તે મેટરનિટી લીવ પર ગઈ હતી પરંતુ પરત ન ફરી. આ વચ્ચે ઘણી વખત સાંભળવા મળ્યું કે દિશા સીરિયલમાં પરત ફરવાની છે આ સાથે જ બીજી ઘણી અભિનેત્રીઓનું નામ પણ સાંભળવા મળ્યું હતું પણ એ બધી વાતો અફવા હતી. જો કે એક ઇંટરવ્યૂમાં અસિત મોદી બોલ્યા હતા કે તએ દયાબેનના રોલ માટે નવી અભિનેત્રી શોધી રહ્યા છે પણ ફરી એક વખત શોના મેકર્સે દિશા વાકાણી સાથે સંપર્ક સાધ્યો છે.

આ પણ વાંચો :-

કેજરીવાલને જમવા બોલાવનાર રીક્ષાવાળો નીકળ્યો મોદી ફેન, કહ્યું યુનિયન મીટિંગમાં નક્કી થયું હતું કે…

0

The rickshaw puller who invited Kejriwal

  • અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં જે રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તે જ રીક્ષા ચાલક આજે ભાજપનો ખેસ પહેરીને PMની સભામાં પહોંચતા રાજકારણમાં ગરમાવો.

દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેઓ અમદાવાદના ઓટો રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના (Vikram Dantani) ઘરે જમવા ગયા હતા. ત્યારે હવે આ જ રીક્ષા ચાલક આજે PM નરેન્દ્ર મોદીની (Narendra Modi) જાહેર સભામાં પહોંચ્યા છે.

હું ભાજપ અને મોદી સાહેબનો આશિક છું, હું ભાજપ ને જ વોટ કરું છું : રીક્ષા ચાલક

તમને જણાવી દઈએ કે શહેરના અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારના દંતાણીનગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા માટે પહોંચ્યા હતા. ત્યારે હવે આ જ રીક્ષા ચાલક PM મોદીની જાહેરસભામાં પહોંચતા તેને આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘રીક્ષા યુનિયને મને જમવાનું પૂછવા કહ્યું હતું. મને કંઈ ખબર ન હોતી.

હું તો પહેલેથી ભાજપ પ્રેમી છું. આમ પણ ગુજરાતીના ઘરે કોઈ જમવા આવે એટલે એ તેને પ્રેમથી જમાડે છે. જમવા સિવાય કોઈ પણ પ્રકારની ચર્ચા આજ દિન સુધી નથી થઈ. હું ભાજપ અને મોદી સાહેબનો આશિક છું, હું ભાજપ ને જ વોટ કરું છું. કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્યો એનું મને દુઃખ લાગ્યું હતું. હું આપ સાથે નથી, ભાજપ માટે કામ કરું છું.’

થોડાક દિવસ અગાઉ જ કેજરીવાલ આ રીક્ષાચાલકને ઘરે જમવા ગયા હતા :

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ સાધ્યો હતો. જ્યાર બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા માટે ગયા હતા. ત્યારે હવે આ રીક્ષા ચાલકના ભાજપના ખેસ પહેરીને નરેન્દ્ર મોદીની સભામાં પહોંચ્યો હોવાથી રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે. (As Narendra Modi has reached the meeting, the political atmosphere has been heated)

આ પણ વાંચો :-