Maruti Grand Vitara launched with attractive l
- ગ્રાન્ડ વિટારા (Grand Vitara) મારુતિની બીજી કાર છે જે સનરૂફ સાથે આવે છે આ પહેલા સનરૂફ ફીચર સાથે મારુતિએ નવી Brezza લોન્ચ કરી હતી.
મારુતિ-સુઝુકી (Maruti Suzuki) એ તેની નવી SUV ગ્રાન્ડ વિટારા (Grand Vitara) ની કિંમતોનું એલાન કરી દીધું છે. ગ્રાન્ડ વિટારા (Grand Vitara) મિડ-સાઇઝ SUV છે અને જણાવી દઈએ કે આ મારુતિ સુઝુકીની પહેલી કાર છે જે હાઇબ્રિડ એન્જિન સાથે લોન્ચ થશે. આ સહિત આ SUVમાં ઘણા શાનદાર ફીચર્સ મળશે. ગ્રાન્ડ વિટારા (Grand Vitara) મારુતિની બીજી કાર છે જે સનરૂફ સાથે આવે છે આ પહેલા સનરૂફ ફીચર સાથે મારુતિએ નવી Brezza લોન્ચ કરી હતી.
કેટલી છે કિંમત ?
મારુતિ-સુઝુકી (Maruti Suzuki) ગ્રાન્ડ વિટારા (Grand Vitara) ની કિંમત 10.45 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 19.65 લાખ રૂપિયા સુધી મળી રહે છે. કંપનીએ તેને Sigma, Delta, Zeta, Zeta+, Alpha અને Alpha+ ટ્રિમ્સમાં લોન્ચ કર્યું છે અને તેમાં Toyota Highrider જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મારુતિ સુઝુકીની આ કારને હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ જેવી કાર સામે ટક્કર કરવી પડશે.
શરૂ થઈ ગઈ બુકિંગ :
મારુતિની આ ઘણા સમયથી રાહ જોવાતી SUV માટે બુકિંગ શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 55 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યા છે. આ કારના કેટલાક વેરિઅન્ટ્સનો વેઇટિંગ પિરિયડ 5-6 મહિના સુધીનો છે. મારુતિની આ કાર હાઈબ્રિડ ટેક્નોલોજી પર આધારિત છે.
દમદાર છે એન્જિન :
કંપનીએ આ તેની આ નવી SUVમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન આપ્યું છે જે 115 hp પાવર અને 141 Nm ટોર્ક જનરેટ કરે છે. માઈલ્ડ હાઇબ્રિડ વર્ઝનમાં આ કારનું એન્જિન 103 hp પાવર અને 135 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ મારુતિ સુઝુકીએ દાવો કર્યો છે કે સ્ટ્રોંગ હાઈબ્રિડ મોડમાં 28 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે.
ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ :
મારુતિની નવી SUV ગ્રાન્ડ વિટારા (Grand Vitara) 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે સાથે આવશે. મારુતિ સુઝુકીને તેની ગ્રાન્ડ વિટારા (Grand Vitara) પાસેથી ઘણી આશાઓ છે. એક સમયે મારુતિ સુઝુકીનો ભારતીય કાર બજારમાં 50 ટકાથી વધુ હિસ્સો હતો. જે હવે ઘટીને 40 ટકા થઈ ગયો છે. (At one point Maruti Suzuki had more than 50 percent share of the Indian car market)
આ પણ વાંચો :-