If you also have a CNG car read it carefully
- આપણી કાર વર્ષોના વર્ષો સુધી ચાલશે અને તેમાં કોઈ મુશ્કેલી ન આવે આ માટે એક્સ્ટ્રા કેર કરવી જરૂરી છે. ખાસ કરીને જો તમે CNG વાહનનો ઉપયોગ કરો છો તો તમારું કામ વધી શકે છે.
વરસાદની સિઝનમાં આપણે આપણા સ્વાસ્થ્યની (Health) સાથે વાહનના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. આપણી કાર વર્ષોના વર્ષો સુધી ચાલશે અને તેમાં કોઈ મુશ્કેલી ન આવે આ માટે એક્સ્ટ્રા કેર (Extra care) કરવી જરૂરી છે. ખાસ કરીને જો તમે CNG વાહનનો ઉપયોગ કરો છો તો તમારું કામ વધી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે વરસાદની સિઝનમાં (Rainy season) તમારા CNG વાહનની કેવી રીતે કાળજી રાખવી.
કવર્ડ પાર્કિંગ :
તમારું CNG વાહન હંમેશા ખુલ્લી જગ્યામાં પાર્ક ન કરો. તેને કવર્ડ પાર્કિંગમાં જ પાર્ક કરો. આ સિઝનમાં જ્યારે વરસાદ પડતો નથી ત્યારે ખૂબ જ ગરમી પડે છે. આ સ્થિતિમાં તમારી કાર ખૂબ જ ગરમ થઈ શકે છે. આ સિવાય વરસાદ પડે ત્યારે ભીની થઈ શકે છે. એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા વાહનના બુટમાં પાણી ન જાય, જ્યાં CNG સિલિન્ડર રાખવામાં આવે છે.
બોનેટ અને બૂટ સાફ કરો :
તમારી કારને બૂટલીડ અને બોનેટની નીચે સાફ રાખો. ઘણીવાર પાંદડા અને અન્ય વસ્તુઓ તેમાં ફસાઈ જાય છે. અવારનવાર અહીં પાણી એકઠું થાય છે અને કાટ લાગે છે જેના કારણે કેબિનમાં પાણી આવવા લાગે છે. તે તમારા CNG સિલિન્ડર માટે જોખમી છે.
આ રીતે રાખો ઈન્ટીરિયરનું ધ્યાન :
જો તમે ગાડીમાં બેસતી વખતે પલડી જાવ તો તમારી સીટને સુરક્ષિત રાખવાની સૌથી સરળ રીત એ છે કે એક મોટો ટુવાલ લપેટી લો અને ખાસ કરીને બેકરેસ્ટ અને હેડરેસ્ટ ભીના થવાથી બચાવો.
આ પણ વાંચો :-