Home Blog Page 1280

ગુજરાતના રસ્તા પર વધુ બસો દોડશે, મંત્રી પૂર્ણેશ મોદીએ નવી 91 બસોને બતાવી લીલીઝંડી

0

More buses to run on Gujarat roads

  • એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ગાંધીનગર ખાતે BS6ની 91 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ તકે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ (Transport Minister Purnesh Modi) જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આજે એક વિશિષ્ટ દિવસ છે. વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) કર કમલોથી આજે વર્ચુઅલી હિન્દુસ્તાન-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી 130 કિલોમીટર દૂર બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા મુકામે એરબેઝનો કાર્યક્રમ સવારે સંપન્ન થયો.

હાલ અત્યારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલતી અમારી ગુજરાત સરકાર જેમના વાહન વ્યવહાર વિભાગ તરફથી દર વર્ષે 1000 બસ કંડમ થાય અને 1000 બસ નવી મૂકવામાં આવે છે. જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા BS6 નોર્મ્સ ધરાવતી 251 અને ૩ LNG નવી બસોને લીલીઝંડી બતાવવામાં આવી હતી અને આજે પણ 91 જેટલી બસને લીલીઝંડી બતાવવામાં આવી છે. આ બસોને લોકસેવામાં મૂકવામાં આવી છે.

દરરોજ 25 લાખ જેટલા મુસાફરો લઈ રહ્યા છે એસટીનો લાભ : પૂર્ણેશ મોદી

તેમણે જણાવ્યું હતું કે સરકારનું આ સેવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. દરરોજ 25 લાખ જેટલા મુસાફરો ગુજરાત એસટીનો લાભ લઈ રહ્યા છે. 08 નવેમ્બર 2021 દિવાળીની રજામાં ગત વર્ષે એસ.ટી બસના સમગ્ર હિન્દુસ્તાન નહીં પરંતુ વિશ્વ વિક્રમ 95,438 જેટલા બુકિંગ થયા હતા. લોકોએ એસટી પર ભરોસો મૂક્યો છે.

ડ્રાઈવરો અને કંડક્ટરોની ઘણી માંગો સંતોષી લેવાઈ :

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત એસટી વિભાગના 40,000 હજાર ડ્રાઈવરો અને કંડક્ટરોની ભૂતકાળમાં જે માંગણી હતી, તેમાંથી ઘણી માંગણીઓ સંતોષી લેવામાં આવી છે. અનેક પ્રકારના ભથ્થામાં વધારો કરાયો છે. ગ્રેડ-પેમાં વધારો કરાયો છે. આમ એસટી વિભાગના તમામ કર્મચારીઓને દિવાળીની હું શુભેચ્છા આપું છું.

આ પણ વાંચો :-

20 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ 5 રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની ખાસ કૃપા રહેશે- જાણો આજનું રાશિફળ

0
20 October 2022, Today’s Horoscope  Gujarat Guardian
મેષ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક જળવાય. આવક અંગે નવી તકો પ્રાપ્‍ત થાય. પરિવારમાં શાંતિ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સારું રહેશે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના.
વૃષભ
નાણાંકીય બાબતો અંગે શુભદિવસ છે. પરિવારમાં મનમેળ રહે. ભાગ્યના જોરે કાર્ય સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસના યોગનું નિર્માણ થાય. ગેસ ટ્રબલ તથા પેટની તકલીફ રહે.
મિથુન
સ્વભાવમાં જીદ્દીપણાનો અનુભવ થાય. દીલ દુભાય એવા પ્રસંગો બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ. સામાન્ય શરદી-ખાંસીની સમસ્યા રહે.
કર્ક
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે.
સિંહ
શરદી-ખાંસી-તાવની સમસ્યાનો સામનો કરવો પડે. માથાની ઈજાથી સાવધાની જરૂરી. ખોટા વિચારોને કારણે ડિપ્રેશનમાં ન અવાય એનું ધ્યાન રાખવું. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ.
કન્યા
સંતાન સુખમાં વૃદ્ધિ. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા. જુના મિત્રોની મુલાકાત શક્ય બને તથા એમના તરફથી સહકાર મળતો જણાય.
તુલા
નવા વાહન, મિલકતની ખરીદી શક્ય બને. માતાની તબિયત સારી રહે. માતૃસુખમાં વધારો થાય. નોકરિયાતને બઢતીના યોગ, ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. ટ્રાવેલિંગ, ઠંડાપીણાના ધંધામાં વિશેષ ફાયદો.
વૃશ્ચિક
પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્યનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સાથે મતભેદ ટાળવા.
ધન
ઉત્તમ વિચારની પ્રાપ્તિ થાય. સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. આવકનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. બહેનોને ગર્ભાશય સંબંધી સમસ્યાથી સાવધાની જરૂરી.
મકર
દૃઢ મનોબળનો અનુભવ થાય છતાં થોડી ઉદાસીનતા વર્તાય. વૈવાહિક જીવનમાં અશાંતિના પ્રસંગો બને. ધંધામાં સાવધાનીથી કાર્ય કરવું. પડવા-વાગવાથી સાચવવું. આંખની કાળજી રાખવી.
કુંભ
નાણાંની લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. નાણાં ઉધાર લેવા કે આપવા નહીં. આવક સામાન્ય રહેશે. ખોટા ખર્ચ ટાળવા. સંતાન સાથે લાગણીશીલતા વધે. મિત્રોથી સાથ સહકાર મેળવી શકશો. આરોગ્ય જળવાશે.
મીન
આત્મવિશ્વાસ સાથે ગુસ્સાનો અનુભવ થાય. નવા મિત્રોની ઓળખાણ થાય. તથા તેમનો સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

આ પણ વાંચો :-

WhatsApp પર બહુ મોકલો છો ને આવો મેસેજ, સાવધાન થઈ જશો નહીંતર એકાઉન્ટ થશે બંધ

If you send a lot of messages on WhatsApp

  • WhatsApp પર ઘણા બધા ગુડ મોર્નિંગ મેસેજ મોકલો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ તમારા WhatsApp એકાઉન્ટને બેન કરી શકે છે.

શું તમે પણ WhatsApp પર ગુડ મોર્નિંગ ટેક્સ્ટ મેસેજ મોકલો છો? જો તમે પણ તમારા મિત્રોને WhatsApp પર ઘણા બધા ગુડ મોર્નિંગ મેસેજ મોકલો છો.  તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ તમારા  WhatsApp એકાઉન્ટને બેન કરી શકે છે.

લાખો એકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે :

એક રિપોર્ટ અનુસાર કંપની તેને સ્પામ ગણી શકે છે અને તમારા વોટ્સએપ એકાઉન્ટ પર રોક લગાવી શકે છે. આ સિવાય જો તમે ઘણા લોકોને ખોટી માહિતી કે મેસેજ ફોરવર્ડ કરો છો તો વોટ્સએપ એકાઉન્ટ પર બેન લગાવી શકાય છે. તમે લાખો ભારતીય વોટ્સએપ એકાઉન્ટ્સ ઘણી વખત બેન થયાના સમાચાર પણ સાંભળ્યા હશે.

આ એકાઉન્ટ્સ કંપનીની નીતિના ઉલ્લંઘન ના લીધે બેન થાય છે. કંપનીએ ઘણા કારણો આપ્યા છે જેના કારણે તમારું એકાઉન્ટ પણ પ્રતિબંધિત થઈ શકે છે. અહીં અમે તમને તે કારણો વિશે જણાવી રહ્યા છીએ.

ખોટી માહિતી ફોરવર્ડ કરવી જોઈએ નહી :

જો તમે મોટાભાગના કોન્ટેક્ટ્સને તમામ મેસેજ ફોરવર્ડ કરો છો તો તમારું WhatsApp એકાઉન્ટ બેન થઈ શકે છે. આ કારણોસર તમારે સંદેશાઓ ફોરવર્ડ કરવા પર મર્યાદા મૂકવી જોઈએ. જો તમને મેસેજનો સોર્સ ખબર નથી અથવા તમે તે મેસેજની ખરી કરી નથી. તો તેને ફોરવર્ડ કરશો નહીં. ખોટી માહિતી આપતા મેસેજ ફોરવર્ડ ન કરો.

ફીચર્સનો ખોટો ઉપયોગ ન કરો :

વોટ્સએપના બ્રોડકાસ્ટ ફીચરના ખોટા ઉપયોગથી તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. આ ફીચરનો ઉપયોગ બલ્ક મેસેજ મોકલવા માટે થાય છે. જો કે સંદેશ પ્રાપ્ત કરવા માટે લોકોએ તમારો નંબર પણ સેવ રાખવો આવશ્યક છે.

વોટ્સએપ પોલિસીનું કરો પાલન :

જો તમે પરવાનગી વગર કોઈને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરો છો. તો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. કંપનીએ કહ્યું છે કે જો કોઈ તમને વોટ્સએપ પર મેસેજ કરવાનો ઇનકાર કરે છે તો તેને મેસેજ કરીને હેરાન ન કરો નહીંતર એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.

સૌથી છેલ્લે WhatsAppની નીતિનું ઉલ્લંઘન કરશો નહીં. આ તમારા એકાઉન્ટને બ્લોક કરી શકે છે. જો કે, જો તમને લાગે છે કે તમારું એકાઉન્ટ ભૂલથી પ્રતિબંધિત થઈ ગયું છે, તો તમે તેના માટે અપીલ કરી શકો છો.

આ પણ વાંચો :-

ગુજરાતના આ જિલ્લામાંથી ઝડપાયું રાજ્યનું સૌથી મોટું ગાંજાનું વાવેતર, 2 કરોડ 27 લાખના જથ્થા સાથે 2ની ધરપકડ

State’s largest ganja plantation caught from

  • અરવલ્લીમાંથી રાજ્યનું સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાયું છે. અરવલ્લીના બાયડના વાગવલ્લા ગામેથી 2 કરોડ 27 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો (quantity of drugs) ઝડપાયો હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે રાજ્યમાં વધુ એક જગ્યાએથી લાખોની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઠેર-ઠેર રાજ્યમાં ખાનગી રાહે પ્રતિબંધત્મક કેફી દ્રવ્યોનું (Restrictive caffeine substances) ગેરકાયદેસર વાવેતર કરવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. એવામાં બાયડના વાગવલ્લા ગામે 11 જેટલાં ખેતરોમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

2 આરોપીઓની ધરપકડ જ્યારે 7 ફરાર :

11 ખેતરોમાંથી કુલ 2 હજાર 272 કિલો ગાંજાનો જથ્થો પોલીસને હાથે લાગ્યો છે. ખેતરમાં તુવેર અને કપાસની વચ્ચે ગાંજાનું વાવેતર થયું હતું. ડ્રોનની મદદથી બે કિમી સુધીના વિસ્તારમાંથી ડ્રગ્સનું રેકેટ ઝડપાયું છે. હાલમાં પોલીસે આ મામલે કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

જેમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 7 આરોપીઓ ફરાર થઇ ગયા છે. બાયડ પોલીસ અને LCBએ તમામ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

11 ખેતરોમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું :

તમને જણાવી દઇએ કે બાયડના ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા વાઘવલ્લા ગામે આવેલા ખેતરમાં પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાની ખેતી થતી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે અરવલ્લી જિલ્લા LCB, SOG અને બાયડ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા લગભગ 11 જેટલા ખેતરોમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું. જેને લઈને આખાય વાઘવલ્લા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ પણ વાંચો :-

ગુજરાત ભાજપના બાહુબલી ધારાસભ્યએ પોતે જ પોતાની ટિકિટ કન્ફર્મ કરી, કહ્યું મારી ટિકિટ નક્કી છે, 50 હજાર મતોથી જીતીશ

0

Baahubali MLA of Gujarat BJP himself

  • વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો હુંકાર, ચૂંટણી જીતવાનો કર્યો દોવો કહ્યું “મારી ટિકિટ નક્કી છે”

મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) હુંકાર કર્યો છે અને કહ્યું કે મારી ટિકિટ નક્કી છે અને હું 50 હજાર મતોથી જીતીશ અને કોંગ્રેસ,આપ કે અપક્ષ કોઈ પણ સામે આવે ડિપોઝીટ જપ્ત (Deposit forfeiture) થઈ જશે. તેમણે કહ્યું કે, મને મીડિયાએ દંબગ બનાવ્યો છે પરંતું હું તો મારા મતદારોના કામ કરવા માટે જ દંબગ છું.

તેમણે કહ્યું કે છ વખત ચૂંટણી જીત્યો છું આ વખતે તેનાથી ડબલ મતોથી અને પાર્ટીના નીશાનથી 50 હજાર મતોથી જીતવાનો છું. જુઆ વીડિયો…

શ્રી વાસ્તવે જણાવ્યું હતું કે મને મીડિયાએ બાહુબલી બનાવ્યો છે પરંતું હુ મારા મતદારો માટે બાહુબલી છું તેમણે કહ્યું કે મારી પ્રજાના કોઈ કામ માટે કોઈ અધિકારી પાસે ગયો અને તે સાચો કામ હોવા છતા ન કરતો હોય તો પછી દંબગ બનું છું.

આ પણ વાંચો :-

ટ્રેનમાં એક ટિકીટ પર આનાથી વધુ સામાન લઇ ગયા તો ચૂકવવો પડશે ચાર્જ, લાગશે આટલો ચાર્જ

0

If you carry more luggage than this on

  • ટ્રેનમાં સ્લીપર કોચ, ટિયર-2 કોચ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં સામાન લઇ જવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. તમારી ટિકીટ મુજબ એક નક્કી વજન કરવામાં આવ્યું છે અને ટ્રેનમાં તે મુજબ સામાન લઇ જઇ શકશો.

દિવાળી (Diwali) અને છઠ પૂજાનો સમય છે. લોકોએ પહેલાંથી જ ટ્રેનની ટિકિટ (Train ticket) બુક કરી લીધી છે. જ્યારે કોઇ પોતાના ઘરે જાહેર છે ત્યારે સ્પષ્ટ છે કે તહેવારના સમયે સામાન પણ લઇને જાય છે. શું તમે જાણો છો કે એક મુસાફર ટ્રેનમાં (Passenger Train) પોતાનો સાથે કેટલો સામાન લઇને જઇ શકે છે.

જોકે આ ક્લાસના હિસાબે અલગ હોય છે. જો ટ્રેનમાં ચેકિંગ દરમિયાન તમારી સામે નિર્ધારિત લિમિટથી વધુ મળી આવે છે તો તમારે તમારા ખિસ્સા ઢીલા કરવા પડી શકે છે એટલે કે તમારે દંડ ચૂકવવો પડી શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કયા ક્લાસમાં કેટલો સામાન લઇને જઇ શકો છો.

ટ્રેનમાં સ્લીપર કોચ, ટિયર-2 કોચ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં સામાન લઇ જવા માટે નિયમ નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે તમે એક નિર્ધારિત સીમા સુધી જ સામાન લઇ શકો છો. તમારી ટિકીટ મુજબથી એક વજન નક્કી કરવામાં આવ્યું છે અને ટ્રેનમાં તે મુજબ સામાન લઇ જઇ શકો છો.

રેલવેના નિયમો અનુસાર સ્લીપર કોચમાં એક પેસેન્જર 40 કિલો સામાન લઇ શકે છે. જો બે લોકો હોય તો 80 કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. આ લિમિટ પ્રતિ મુસાફર મુજબ છે. તો બીજી તરફ ટિયર-2 કોચમાં એક મુસાફર 50 કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. ફર્સ્ટ ક્લાસમાં આ લિમિટ વધુ થઇ જાય છે. ફર્સ્ટ ક્લાસમાં મુસાસરી કરનાર 70 કિલો સુધી સામાન લઇ જઇ શકે છે.

આ છે દંડનો નિયમ :

જો કોઇ લિમિટથી વધુ સામાન લઇને ટ્રેનમાં મુસાફરી કરે છે તો તેને 500 કિલોમીટર સુધી મુસાફરી કરવામાં 600 રૂપિયાથી વધુ ફાઇન ચૂકવવો પડે છે. આ દંડ અંતરના આધારે નક્કી કરવામાં આવે છે. જો સામાન વધુ છે તો લગેજ બોગીમાં તેને જમા કરાવવાનો હોય છે.

આ પણ વાંચો :-

ઘરે બેઠા કરો દર્શન : હનુમાનજીની 54 ફુટની વિશાળ પ્રતિમાનું મુખ-છાતીનો ભાગ કુંડળ આવી પહોંચ્યો, સંતોએ કર્યું પૂજન

0

Do darshan at home: The face-chest part

  • બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે.

સાળંગપુર (Salangpur) ધામે કિંગ ઓફ સાળંગપુરમાં 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની (Hanumanji Dad) મૂર્તિ મુકવાની છે જે મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચતાં કુંડળ ધામે (Kundal Dhame) સંતો અને મહંતો દ્વારા દાદાની મૂર્તિના મુખનું વિધિવત પૂજન કરી આરતી ઉતારી હતી.

ત્યારબાદ સાળંગપુર જવા રવાના થયા છે. મંગળવારે સવારે સાળંગપુર મંદિરના પટાંગણમાં સંતો દ્વારા વિધિવત પૂજન (Ritual worship) કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે આજે હજારો લોકોના આસ્થાના આ મંદિર પર લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે.

ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહીંયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

સાળંગપુરમાં 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની મૂર્તિના પગ અને છાતીનો ભાગ અગાઉ આવી ગયેલ હોઈ જેને ફીટીગ કરવાની કામગીરી શરુ કરેલ છે. ત્યારે આજે સાંજના સમયે હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચ્યો હતો. ત્યારે કુંડળ ધામ ખાતે સંતો, મહંતો દ્વારા હનુમાનજી દાદાની મૂર્તિના મુખના ભાગનું વિધિવત પૂજન કરી આરતી ઉતારી હતી. તેમજ પ્રસાદ ધરાવાયો હતો. ત્યારબાદ મૂર્તિ સાળંગપુર જવા રવાના કરવામાં આવી હતી.

આ મૂર્તિ મુક્યા બાદ ભક્તો સાત કિલોમીટર દુરથી દાદાની મૂર્તિના દર્શન કરી શકાશે. ત્યારે ભકતોના હૃદયમાં ખુબ જ આનંદ અને ભાવ પ્રગટી રહ્યો છે અને જયારે આ હનુમાનજી દાદાની 54 ફુટ ઉંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે એટલે વિશેષ માહોલમાં વધારો થશે. મંગળવારે સવારે સાળગપુર મંદિરના પટાંગણમાં સંતો દ્વારા પૂજન વિધિ કરવામા આવી છે.

આ પણ વાંચો :-

તહેવારોમાં સાચવજો ! ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો દેશનો સૌ પ્રથમ કેસ, જાણો કેટલો છે ઘાતક?

Save in festivals! The country’s first case

  • દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે એવામાં ગુજરાતની જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ગુજરાતમાં અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાયો છે.

 

ભારત (India) સહિત હવે વિશ્વભરમાં ધીરે-ધીરે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. દેશમાં કોરોનાના નવા એક્ટિવ (Corona’s new active) કેસોની સંખ્યા 26 હજારની નજીક છે. લોકો પણ હવે ધૂમધામથી તહેવારો મનાવી રહ્યાં છે. એવામાં ગુજરાતમાંથી (Gujarat) એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.

દર્દીની કોઈ વિદેશ હિસ્ટ્રી પણ ન હોતી :

હવે જ્યારે તહેવારો નજીક આવી રહ્યાં છે. રાજ્યમાંથી કોરોનાને લગતા પ્રતિબંધો પણ હટાવી દેવાયા છે. એવામાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ્સ BF.7 અને XBB ઘણા દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનના નવા BF.7 વેરિઅન્ટે દેખા દીધી છે. અમદાવાદમાં ડ્રાઈવ ઈન રોડ પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધમાં આ વાઈરસ જોવા મળ્યો હતો.

જોકે આ દર્દીને દાખલ કરવાની જરૂર ન હોતી પડી. આ સાથે દર્દીની કોઈ વિદેશ હિસ્ટ્રી પણ ન હોતી. પરંતુ સાવચેતીના ભાગરૂપે મ્યુનિ.એ દર્દીના પરિવાર અને કોન્ટેક્ટમાં આવેલા 10થી વધુ લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી. કારણ કે આ સબ વેરિએન્ટને (Sub Varianton) સંક્રમક કહેવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેની સંરચરણ ક્ષમતા પણ વધુ છે.

15મી જુલાઈએ આ દર્દીના સેમ્પલ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) માં તપાસ અર્થે મોકલાયા હતા. લેબોરેટરીમાં દર્દીના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરાયું હતું. જિનોમ સિક્વન્સિંગમાં વાઈરસનો સ્ટ્રેન BF.7 હોવા અંગે સોમવારે મ્યુનિ.ને જાણ કરાઈ હતી. આથી, મ્યુનિ. આરોગ્ય વિભાગની ટીમે દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી. જોકે તે પૈકી એક પણમાં તેના લક્ષણો જોવા ન હતા મળ્યા.

BF.7 વેરિઅન્ટ ચીન ઉપરાંત 5 દેશોમાં જોવા મળ્યો :

તમને જણાવી દઇએ કે BF.7 વેરિઅન્ટ ઓફ કન્સર્નના કેસ ચીન ઉપરાંત પાંચ દેશોમાં જોવા મળ્યા છે. જેમાં UK, જર્મની, ફ્રાન્સ, યુએસ અને હવે ભારતનો તેમાં સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

હિમાચલ પ્રદેશ ! ભાજપે 62 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર, પૂર્વ CM સહિત બે દિગ્ગજ નેતાઓને ન મળી ટિકિટ

0

Himachal Pradesh! BJP announced the

  • હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી | ભારતીય જનતા પાર્ટીએ કુલ 62 ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર, CM ઠાકુરને સેરાજથી મળી ટિકિટ.

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં (Gujarat and Himachal Pradesh) લોકતંત્રનું મહાપર્વ-ચૂંટણી નજીક છે. હિમાચલમાં તો મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે પ્રચારની સાથે સાથે હવે પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. બુધવારે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) તરફથી પોતાના 62 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

પહેલી યાદી જાહેર :

ખાસ વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સેરાજ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. સાથે સાથે અનિલ શર્મા મંડી જ્યારે સતપાલ સિંહને ઉના બેઠક પર દાવેદાર બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં 12મી નવેરમબરે એક જ ફેઝમાં મતદાન કરવામાં આવશે અને આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.

Image

મંગળવારે જ ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક કરવામાં આવી હતી જેમાં પીએમ મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ લિસ્ટ પર મહોર મારી હતી. નોંધનીય છે કે સામે પક્ષે કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધીમાં 46 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

Image

ચોંકાવનારા નિર્ણય :

Image

આ વખતે ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના પૂર્વ CM તથા ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમ કુમાર ધૂમલને ટિકિટ આપવામાં આવી નથી. ધૂમલના દીકરા અનુરાગ ઠાકુર મોદી કેબિનેટમાં સ્થાન ધરાવે છે. આટલું જ નહીં અનુરાગ ઠાકુરના સસરા ગુલાબ સિંહ ઠાકુરની ટિકિટ પણ કાપી લેવામાં આવી છે. તેઓ હવે 74 વર્ષના થઈ ગયા છે.

આ પણ વાંચો :-

ભારત ક્રિકેટ એશિયા કપ રમવા પાકિસ્તાન જશે કે નહિ ? BCCI તરફથી જય શાહએ કરેલી જાહેરાત સાંભળીને આંચકો લાગશે

0

Will India go to Pakistan to play Cricket Asia Cup

  • ભારતીય ટીમ એશિયા કપ 2023 (Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન નહીં જાય તેમ BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું છે.

જો કે શાહે એમ પણ કહ્યું કે ભારતીય ટીમ એશિયા કપની (Indian Team Asia Cup) મેચ તટસ્થ સ્થળે રમવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે 2023માં એશિયા કપનું (Asia Cup) આયોજન પાકિસ્તાનમાં (Pakistan) થવાની સંભાવના છે.

અગાઉ એ વાત સામે આવી હતી કે ભારતીય ટીમ 2023માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જઈ શકે છે. મંગળવારે (18 ઓક્ટોબર) મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા બાદ BCCIએ આ નિર્ણય લીધો છે. બીસીસીઆઈ ટૂર્નામેન્ટને આવતા વર્ષે શિફ્ટ કરવા અંગે વિચારણા કરશે.

BCCIના સચિવ અને એસીસીના પ્રમુખ જય શાહે જણાવ્યું હતું કે, “એશિયા કપને તટસ્થ સ્થળે રમવાની ઓફર કરવામાં આવશે અને અમે નિર્ણય કર્યો છે કે અમે આ ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જઈએ”. ભારત અને પાકિસ્તાન(India vs Pakistan)ની ટીમે વર્ષ 2012-13થી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમી નથી.

તમને જણાવી દઈએ કે આ વર્ષે રમાયેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો બે વખત એકબીજા સામે રમી હતી, જેમાં એક મેચમાં ભારત અને એક મેચમાં પાકિસ્તાનને જીત મળી હતી.

હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ટક્કર કરવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરે મેલબોર્નમાં ટકરાશે.

આ પણ વાંચો :-