Home Blog Page 1276

ધનતેરસની રાતે ઘરમાં આ 5 જગ્યાઓ પર દીવા પ્રગટાવો, ધનની કમી દૂર થશે

On the night of Dhanteras, light lamps

  • ધનતેરસ દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસનો તહેવાર 22 ઓક્ટોબર, શનિવારના રોજ ઉજવવામાં આવશે.

 

પૌરાણિક માન્યતાઓ (Mythology) અનુસાર જો તમે ધનતેરસના (Dhanteras) દિવસે કોઈ ચોક્કસ સ્થાન પર દીવો પ્રગટાવો છો તો તમારી આર્થિક પરેશાનીઓ (Financial distress) દૂર થઈ જાય છે. ચાલો જાણીએ કે ધનતેરસના દિવસે ક્યાં દીવો પ્રગટાવીને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે.

-ધનતેરસની રાત્રે સ્મશાનમાં દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

-ધનતેરસનો તહેવાર સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે પૂજા રૂમમાં દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. સાથે જ ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે.

-ધનતેરસના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો)માં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. કપાસની વાટને બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. દીવો પ્રગટાવતી વખતે તેમાં કુમકુમ નાખો. તે જ સમયે, દીવો જમીન પર ન રાખો અને તેને ચોખા પર રાખો.

-ધનતેરસની સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો તો જીવનમાં ધનની કમી દૂર થાય છે.

-જો કોઈ પ્રકારની આર્થિક સમસ્યા હોય તો ધનતેરસની રાત્રે મોગરાના છોડ નીચે દીવો પ્રગટાવો. આમ કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિ વધે છે.

Disclaimer :

અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. વાચકો અથવા વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ. વધુમાં તેનો કોઈપણ રીતે ઉપયોગ કરવાની જવાબદારી વપરાશકર્તા અથવા વાચકની પોતે રહેશે.’

આ પણ વાંચો :-

Alpesh Thakor ની ધમકી : જાણો કેમ કહ્યું કે, આવજોને ચૂંટણી પત્યા પછી આ એજ અલ્પેશ ઠાકોર છે

0

Alpesh Thakor’s threat

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ગુજરાતમાં નેતાઓનો આંતરિક વિખવાદ પણ હવે સ્ટેજ પર જોવા મળી રહ્યો છે. પક્ષ ટિકિટ જાહેર કરે તે પહેલા નેતાઓ પોતાને ઉમેદવાર જાહેર કરવા લાગ્યા છે.

રાધનપુરની (Radhanpur) સીટ પરથી અલ્પેશ ઠાકોરને (Alpesh Thakor) પરણાવવા માટે એલાન કરી દીધું છે. જેના કારણે ઠાકોર સમાજની અંદર ફાંટા પડી ગયા છે. આ બાબતે અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં એવું તે શું બગાડ્યું હતું કે 2019માં બધા મને હરાવવા આવી ગયા હતા. કેટલા વિડિઓ (How many videos) બનાવીને જેમતેમ બોલે છે તે ને કહું છું આવજોને ચૂંટણી પત્યા પછી આ એજ અલ્પેશ ઠાકોર છું.

દિયોદરના કોતરવાડામાં અલ્પેશ ઠાકોર સમાજના એક જાહેર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જયાં તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં સમાજમાં શિક્ષણના કારણે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. છેલ્લી 10 ભારતીયોમાં અનેક સમાજના દીકરી-દીકરાઓ નોકરીએ લાગ્યા છે. આજે સમાજના દીકરાઓ ભણીને આગળ ગયા છે ખેતી પણ આધુનિક કરવા લાગ્યા છે આજ બદલાવ છે. મારા માટે ઘણા લોકોને અનેક સવાલ થતા હશે.

હું જ્યારે વ્યસન મુક્તિને લઈને નીકળ્યો ત્યારે લોકોએ મારી મશ્કરીઓ કરી હતી. એક લેબલ લાગી ગયું કે દારૂ એટલે આપણા સમાજવાળાએ બદલાવ થઈને રહ્યો. જ્યારે દારૂબંધીની વાત કરી ત્યારે લોકો કહેતા હતા કે આ દારૂ તો બંધ કરાવો છો તો આ બુટલેગરોનું શુ થશે? પરંતુ આજે સમાજના દીકરા દીકરીઓમાં ધંધા રોજગાર અને પ્રગતિની ભૂખ લાગી છે.

સમાજના કામ માટે રાજનીતિ પસંદ કરી :

રાજનીતિ એ માટે કરી કે આપણા સમાજને ફાયદો થાય દરેક સમાજના લોકોએ સરકારમાં બેઠેલા લોકોની મદદ લીધી છે. મેં રાજનીતિ એટલે પસંદ કરી કે સમાજના કામ થાય. હું આંદોલનમાંથી આવ્યો છું તો સમાજની મારી ઉપર વધારે અપેક્ષા છે. આ સમાજને સરકારની જરૂર છે.

મને વ્યક્તિગત તો બહુ મળ્યું છે પણ મારા સમાજ માટે બહુ ખૂટે છે. સમાજની તકલીફો અને બદલાવ લાવવા માટે મથી રહ્યો છું. જે લોકો મને ગાળો દેતા હોય તો દે એની પરવાહ નથી. કેટલાક ફેસબુક, વોટ્સપ અને સોશિયલ મીડિયામાં બેઠા બેઠા લોકો જ્યારે કોઈની ચિંતા નથી કરી તેવો મારી ખામી કાઢી છે.

ચૂંટણીઓ આવી એટલે કુવાના દેડકાઓ બહાર નીકળી પડ્યા છે. સાંજે 6-7 વાગ્યે તો એ ટુલ્લી થઈને ફરે છે. પણ એવા લોકો સમાજને ગુમરાહ કરવા અને અહિંત કરવાનું કાર્ય કરે છે.

અલ્પેશની ધમકી :

હું 2017ની ચૂંટણી રાધનપુરથી લડ્યો તો બધા લોકો ત્યાં આવી ગયા. 2019માં જે લોકો ઝોળીઓ ફેલાવતા હતા તે જ હવે મારા દુશ્મન થઈ ગયા. અલ્પેશ ઠાકોરના હારવાથી ગુજરાતના ઠાકોર સમાજનું કેટલું અહિંત થયું છે એ તમને ખબર છે. આજે પણ એ લોકો કહે છે અમે અલ્પેશ ઠાકોરને હરાવવા પહોંચી જઈશું. દરેક સમાજોએ પોતાના લોકોને સરકારમાં મોકલીને તેમનો વિકાસ કર્યો છે.

દરેક સમાજોએ પોતાના લોકોને સરકારમાં મોકલીને તેમનો વિકાસ કર્યો છે. ફક્ત ધારસભ્ય મંત્રી બનવું સપનું નથી પણ એવી જગ્યાએ મારા સમાજના લોકોને ત્યાં બેસાડવા છે જ્યાં તેમનું સપનું છે. મેં એવું તે શું બગાડ્યું હતું કે 2019માં બધા મને હરાવવા આવી ગયા હતા. કેટલા વિડિઓ બનાવીને જેમ તેમ બોલે છે તેને કહું છું આવજો ને ચૂંટણી પત્યા પછી આ એ જ અલ્પેશ ઠાકોર છે.

ગુજરાતના ઇતિહાસમાં આ વખતે 150 સીટો ન આવે તો મને કહેજો. મને કહું છું સામા પવનને ન જતા. વા લોકોને કહેજો કે રાધનપુર અલ્પેશ ઠાકોરને હરાવવા ગયા હતા તો હજુ પણ જજો.

આ પણ વાંચો :-

સુરત મનપાએ કોર્પોરેશનના 149 કર્મચારીઓએ ખરીદ્યા ઈ-વ્હીકલ, જાણો શું છે ઈ-વ્હીકલ ખરીદવા પાછળનો ઉદેશ 

0

149 employees of Surat Municipal Corporation

  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને રાહત દરે ઈલેક્ટ્રિક વાહનો મળી શકે છે અને મહાનગરપાલિકાની ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ પર લોન આપવાની યોજના છે.

દિવાળી (Diwali) નિમિત્તે સુરત મહાનગરપાલિકાના 149 કર્મચારીઓએ ઈલેક્ટ્રિક વાહનોની (Electric vehicles) ખરીદી કરીને સુરતને ઈલેક્ટ્રિક (Electric) વ્હીકલ સિટી બનાવવામાં સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દેશમાં લગભગ 18 થી 20 ટકા વાહનો પ્રદૂષણ ટ્રાન્સપોર્ટ સેક્ટરને કારણે છે.

પ્રદૂષણની અસર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સુરત મહાનગરપાલિકાએ ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી સુરત શહેર માટે અલગ “સુરત સિટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021” થોડા સમય પહેલા જ અમલમાં મૂકી છે. અને સારી બાબત એ છે કે આ પોલિસીને ખુબ સારો સહકાર પણ મળી રહ્યો છે.

ઈ-વ્હીકલ પોલિસી લાગુ કરનાર સુરત દેશનું પ્રથમ શહેર છે :

સુરત શહેરને 01.01.2022 થી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મુકનાર દેશના પ્રથમ શહેર તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે. સુરત શહેરમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે માટે સુરત મહાનગરપાલિકા હંમેશા પ્રયત્નશીલ રહી છે.

તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 25 સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત અને શરૂ પણ કર્યા છે જે તેનો એક પુરાવો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરર્સ પાસેથી સીધું ડિસ્કાઉન્ટ મેળવીને સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ પણ આ અભિયાનમાં ભાગ લઈ શકશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારીઓને ઈ-વાહન ખરીદવા માટે સસ્તી લોન આપશે :

નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની દિશામાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આ માટે સુરત મહાનગરપાલિકા પણ ખુબ પ્રયત્નશીલ રહી છે. તેમના દ્વારા આ ઇનીસેટીવ અપનાવવામાં આવ્યું છે કે કોર્પોરેશનના કર્મચારીઓ પણ વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને રાહત દરે ઇલેક્ટ્રિક વાહનો મળી શકે છે અને મહાનગરપાલિકાની ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ પર લોન આપવાની યોજના છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 149 કર્મચારીઓએ દિવાળી નિમિત્તે ઈલેક્ટ્રિક વાહનોનું બુકિંગ કરીને શહેરમાં વાહનોનું પ્રદૂષણ ઘટાડવા અને વડાપ્રધાનની હાકલ પર સુરતને દેશનું પ્રથમ ઈલેક્ટ્રિક વ્હીકલ સિટી બનાવવા માટે સહકાર આપ્યો છે.

પ્રદુષણ ઘટાડવા માટે શહેરીજનોને અમૂલ્ય યોગદાન આપવા અપીલ :

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી ઈજનેર ખટવાણી દ્વારા તમામ નાગરિકોને દિવાળીના આ અવસર પર ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. શહેરમાં વાહનોના કારણે ફેલાતું પ્રદૂષણ ઘટાડવા પીએમ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે પણ ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કેવા અમીલ કરવામાં આવી છે.

કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું, માત્ર 5 વર્ષના બાળકને કોણ સમજાવશે કે માતા હવે દુનિયામાં નથી

0

Nature had allowed something different

  • જામનગરમાં ગોઝારા અકસ્માત બાદ બ્રેઇન ડેડ થયેલ તૃષાબેન શૈલેષભાઈ મહેતા કે જેઓ પોતે પી.એચ.ડી કરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ મેળવી હતી.

20 વર્ષના લગ્ન જીવનમાં (married life) 15 વર્ષ બાદ સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેવું માની પરિવાર દિવસો પસાર કરી લેશે પણ માત્ર પાંચ (5)વર્ષના નાના બાળકને (little child) કોણ સમજાવશે??? કે માતા હવે દુનિયામાં રહ્યા નથી.

કદાચ વાત સાંભળીને પણ આંખોમાં આંસુ આવી જાય આવી જ એક કરુણ ઘટના જામનગરના વિક્ટોરિયા પુલ નજીક ત્રણ દિવસ પૂર્વે ઘટી હતી. જેમાં નશામાં ધુત મારુતી સીયાજ કાર ચાલક દ્વારા ડો.તૃષાબેન શૈલેષભાઇ મહેતાની સ્ફુટીને પાછળથી ઠોકર મારી નાસી ગયાની ઘટનામાં ડોક્ટર દ્વારા તૃષાબેનને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા.

જ્યારે દુઃખના સમયમાં પણ સમગ્ર મહેતા પરિવારે સમાજને ઉપયોગી થવાની ઈચ્છા શક્તિ દર્શાવી અને પોતાના સ્વજનને ગુમાવવાની સાથે કેટલાક લોકોને નવજીવન આપવાનનો ઉમદા નિર્ણય કર્યો. અંગદાન જેવા મહાકાર્ય માટે સહમતિ દર્શાવી હતી.

આ નિર્ણયને પગલે આજ રોજ અમદાવાદ ખાતેથી ડોક્ટરની ટીમો રવાના થઈ ચૂકી છે અને લગભગ રાત્રીના 9:00 વાગ્યા આસપાસ આ ટીમો જામનગર પહોંચી અંગોને લઈ જવા માટેની કામગીરી હાથ ધરશે. જેમાં જામનગરના સાત રસ્તા નજીક આવેલ યુનિક હોસ્પિટલ અને આઈ.સી.યુના ડોક્ટર એ.ડી રૂપારેલીયાની દેખરેખ હેઠળ સમગ્ર અંગદાનનું મહાઓપરેશન હાથ ધરાશે. મહિલાની કિડની, લીવર, આંખ અને જો શક્ય હશે તો મહિલાની ચામડીનું પણ દાન કરવા માટે પરીવાર સંમત છે.

જ્યારે શૈલેષભાઈ મહેતાના પરિવાર દ્વારા એક આશા રખાઈ રહી છે કે પોતાના સ્વજનને તો પરત નહીં મેળવી શકાય પણ તૃષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પોલીસ વિભાગ અને સરકાર આ ગુનામાં દાખલા સ્વરૂપ કાર્યવાહી હાથ ધરે. જેથી કરી ભવિષ્યમાં કોઈ નિર્દોષ માણસનો હસતો રમતો પરિવાર દુઃખોની ખાઈમાં ન ધકેલાઈ.

આ પણ વાંચો :-

વાપરવું હોય એટલું વાપરો 5G ડેટા ! શું તમને મળશે Jio Welcome Offer? આ રીતે કરો ચેક

Use as much 5G data as you want

  • 5G સર્વિસનીં શરુઆત સાથે Jio વેલકમ ઓફર પણ રજૂ કરી છે. આ ઓફર હેઠળ યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા ફ્રીમા મળી રહ્યો છે.

5G સર્વિસનીં શરુઆત સાથે Jio વેલકમ ઓફર પણ રજૂ કરી છે. આ ઓફર હેઠળ યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા ફ્રીમા મળી રહ્યો છે. જો કે Jioની આ ઓફર ઈન્વાઈટ (Offer Invite) આધારીત છે અને માત્ર પસંદગીના યુઝર્સને જ તેનો લાભ મળી રહ્યો છે. શું તમને Jio તરફથી આ ઓફર મળી છે? તમે તેને સરળતાથી ચકાસી શકો છો.

Jio એ તેની સેવા ચાર શહેરોમાં શરુ કરી દીધી છે. જો કે ટૂંક સમયમાં તે અન્ય ધણા શહેરોમાં પણ વિસ્તરણ કરશે. 5G શરુકરતાની સાથે કંપનીએ Jio વેલકમ ઓફર પણ લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ કંપની યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા ઓફર કરી રહી છે. જો કે આ ઓફર તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી.

કંપની આ ઓફર ઇન્વાઈટ દ્વારા આપી રહી છે અને પસંદગીના યુઝર્સને તેનો ફાયદો મળી રહ્યો છે. જો તેમને આ ઓફર જોઈતી હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આની મદદથી તમે Jio વેલકમ ઓફર માટે એક રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અમને જણાવો કે તમારે આ ઓફર માટે શું કરવાનું છે.

Jio સ્વાગત ઓફર કેવી રીતે મેળવવી ?

Jio વેલકમ ઓફરનો લાભ લેવા માટે. તમારે પહેલા MY Jio એપમાં લોગિન કરવું પડશે. જો તમે પહેલાથી જ આ એપનો ઉપયોગ કરો છો. તો તમારે એપ ખોલવી પડશે. અહીં તમને હોસ સ્ક્રીન પર Jio વેલકમ ઓફર જોવા મળશે.

ત્યાં તમારે ક્લીક કરવી પડશે. જે ક્લીક કરતા જ તમે આગળના પેજ પર પહોચી જશો. જ્યાં તમને Jio True 5G ની જાણકારી મળશે. જ્યાં તમને Jio તરફથી મંજરી મળે તેની રાહ જોવી પડશે.

આ રિચાર્જ Jio 5G માટે હોવું જોઈએ :

જો કે Jio વેલકમ ઓફર હેઠળ વપરાશકર્તાઓને 5G સેવા મફતમાં મળી રહી છે. જો કે વપરાશકર્તા ક્યા રિચાર્જને ઉપયોગ કરે છે. તે ચોક્કસપણે તેના પર નિર્ભર છે. 5G સેવાનો ઉપયોગ કરવા માટે ઉપભોક્તાનો મોબાઈલ નંબર 239 રુપિયા કે તેથી વધુનું રિચાર્જ કરાવવું જોઈએ.

આ પણ વાંચો :-

22 ઓક્ટોબર 2022 : હનુમાનજીની અસીમ કૃપાથી આ રાશિના જાતકોના દરેક દુઃખ થશે દુર – લખો “બજરંગબલી ની જય”

22 October 2022 : With the infinite grace of Dada Hanumanji

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલિંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનાે ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દૃષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમિયાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાતિય વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને. શેરબજાર, કેમિસ્ટ, એડવોકેટ તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. એંજીનિયરિંગ, ખાણ, પથ્થર, મીઠાઈના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું‌ નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું‌ નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહેે. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

સોમવારથી ભારે વરસાદનું એલર્ટ : તબાહી મચાવી શકે છે વાવાઝોડું સિતરંગ, આ રાજ્યો પર છે સંકટ

0

Heavy rain alert from Monday

  • ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો.

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન (South Andaman) સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની (South East Bengal) ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે. તે 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. તે 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં (Bay of Bengal) પહોંચવાની સંભાવના છે.

લો પ્રેશર એરિયા ધીમે ધીમે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આઇએમડીએ જણાવ્યું હતું કે, “ત્યારબાદ, તે 25 ઓક્ટોબરના રોજ ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક પહોંચે તેવી સંભાવના છે.”

ચક્રવતનું નામ સિતરંગ  :

એક રાહતની વાત એ છે કે આઇએમડીએ ચક્રવાતને કારણે ભારે વરસાદ અને પવનની ગતિ અંગે હજી સુધી કોઈ આગાહી જારી કરી નથી. આ ચક્રવતનું નામ સિતરંગ રાખવામાં આવ્યું છે. છ હવામાન કેન્દ્રોનું જૂથ આરએસએમસી અને પાંચ પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રોના જૂથ ટીસીડબ્લ્યુસીએ સંયુક્ત રીતે ચક્રવાતનું નામ આપ્યું છે.

13 સભ્ય દેશોની પેનલ :

આ પેનલ 13 સભ્ય દેશોને આવરી લે છે. આ પેનલ ચક્રવાતને લગતી સલાહ જારી કરે છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે. આ ચક્રવાતી તોફાનનું નામ સિતરંગ થાઇલેન્ડે સૂચવ્યું છે.

છૂટોછવાયો વરસાદ પડી શકે છે :

વરસાદની આગાહી 24-25 ઓક્ટોબરે ઓડિશામાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં 24-25 ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે. 26 ઓક્ટોબરે છૂટાછવાયા સ્થળોએ પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવો જ વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

કેટરીનાના વાળ લાલ કરવામાં જેટલો ખર્ચ થયો એટલામાં બંગલો આવી જાય, છતાં પહેલા જ દિવસે ફિલ્મના આવા હાલ

As much as it cost to make Katrina’s hair

  • કેટરીના કૈફ બોલીવુડમાં લાંબી ઈનિંગ રમી ચૂકી છે. અંગ્રેજી ઉચ્ચારણવાળી હિન્દી હોવા છતા તેને મોટા પ્રોડક્શન હાઉસમાં સેલિબ્રિટીઓ સાથે તક મળી. તેણે લીકમાંથી હટીને કઈ પણ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમાં સફળતા ના મળી.

ફિતૂર તેની એવી જ નાકામ ફિલ્મ છે. કેટરીના કૈફ (Katrina Kaif) આવતા મહિને પોતાનાથી નાની ઉંમરના બે યુવાનો સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની (Chaturvedi and Ishan Khattar) સાથે ફિલ્મ ફોન ભૂતમાં આવી રહી છે. પહેલા પણ તે એક વખત આવો પ્રયોગ કરી ચૂકી છે. જેમાં તે ખરાબ રીતે નિષ્ફળ સાબિત થઇ હતી.

પોતાનાથી નાની ઉંમરના હીરો આદિત્ય રોય કપૂરની સાથે તેમની ફિલ્મ હતી ફિતૂર. 2016માં આવેલી આ ફિલ્મ ખૂબ ધૂમધામ અને ભરપૂર પ્રચારની સાથે રિલીઝ થઇ હતી. નિર્દેશક અભિષેક કપૂરની આની પહેલાની બે ફિલ્મો, રોક ઓન અને કાય પો છેના વખાણ કર્યા હતા.

એવામાં ફિતૂરમાં આદિત્ય રોય કપૂર અને કેટરીના કૈફની જોડી પર સિદ્ધાર્થ રોય કપૂરે ભરોસો કર્યો. સિદ્ધાર્થ આદિત્યના મોટાભાઈ છે. પરંતુ આ ફિલ્મ નિર્માતાઓ માટે મોટુ નુકસાનનો કરાર સાબિત થઇ છે.

કહાનીનું કાશ્મીર કનેક્શન :

ફિતૂર અંગ્રેજીના ક્લાસિક ઉપન્યાસ ગ્રેટ એક્સપેક્ટેશન્સથી પ્રેરિત હતી. ફિલ્મમાં કાશ્મીર હતુ. પાકિસ્તાન હતુ. એક બેગમ હતી. આ સાથે લવ સ્ટોરી હતી આદિત્ય રોય કપૂર અને કેટરીના કૈફનું. ફિલ્મને કાશ્મીરના ભવ્ય દ્રશ્યો પરથી સજાવવામાં આવી હતી. ફિતૂર શ્રીનગરમાં રહેતા ગરીબ નૂરની કહાનીના રૂપમાં સામે આવે છે.

જે બાળપણથી અમીર યુવતી ફિરદોસ સાથે પ્રેમ કરે છે. ફિરદોસની માં હજરત ક્યારેક આ પ્રેમને હવા આપે છે અને ક્યારેક તેને બુઝાવવાની કોશિશ કરે છે. નૂર દિલ્હી જઇને એક મોટી કલાકાર બની જાય છે અને જ્યારે ફરે છે ત્યારે જોવે છે કે નૂર સરહદ પાર એક રસૂખદાર પાકિસ્તાની સાથે લગ્ન કરવા તૈયાર છે.

આ પણ વાંચો :-

 

નવા કમલમથી કમળ ખિલશે ? સૌરાષ્ટ્રમાં આ ભાજપનું સૌથી મોટું કાર્યાલય, ધનતેરસે CR પાટીલની હાજરીમાં ગૃહપ્રવેશ

0

Will the lotus bloom with the new lotus

  • રાજકોટમાં બનેલા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદહસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યાલય 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે નિર્માણ પામ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પાર્ટીઓ (A political party) ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી મિશન 182 હાંસલ કરવા મથામણ કરી રહી છે.

એવામાં રાજકોટ મહાનગરમાં અત્યાધુનિક સુવિધાવાળું ભાજપનું કાર્યાલય તૈયાર થઈ ગયું છે. આવતીકાલે ધનતેરસના શુભ દિવસે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદહસ્તે નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ તકે પ્રદેશ-શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહેશે.

રાજકોટમાં બનેલા નવા કમલમમાં આવતીકાલે ગૃહપ્રવેશ :

વિધાનસભાની આગામી ચૂંટણીનું કેન્દ્ર હવે નવું કાર્યાલય બનશે. આ કાર્યાલય 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે નિર્માણ પામ્યું છે. આ કાર્યાલય ખાતે મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર જિલ્લાના આગેવાનો હાઈવેથી સીધા 150 ફૂટ રોડ પર સરળતાથી પહોંચી શકશે.

શિતલ પાર્ક પાસે ‘કમલમ’નું પાટીલના હસ્તે ઉદ્ઘાટન :

સ્ટે.કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે બીજા માળે પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની ચેમ્બર, પ્રદેશના વિવિધ મોરચાની ચેમ્બર, કોન્ફરન્સ રૂમ, વીઆઇપી બેઠક રૂમ, પેન્ટ્રી અને ત્રીજા માળે 514 બેઠકનું આધુનિક ઓડિટોરીયમ છે.

આ પણ વાંચો :-

ચાર કરોડની કાર લઈને નીકળેલા રણવીર સિંહે ટ્રાફિક નિયમનો કર્યો ભંગ, લોકોએ ચોરી પકડી લેતા જુઓ પોલીસે શું કર્યું

Ranveer Singh, who left with a car worth

  • રણવીરનો પોતાની પસંદગીની લક્ઝરી કાર ચલાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કારણ કે સોશિયલ મીડિયા યુઝરે અભિનેતા પર લાઈસન્સ એક્સપાયર્ડ થયા બાદ ડ્રાયવિંગનો આરોપ લગાવ્યો છે.

રણવીર સિંહ (Ranveer Singh) હાલમાં મુંબઈ એરપોર્ટ પર એક ચમકતી બ્લૂ રંગની આલીશાન એસ્ટન માર્ટિનને (Aston Martin) ચલાવતો જોવા મળ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા (Social media) પર એક્સપાયર્ડ રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

રણવીરનો લક્ઝરી કાર ચલાવતા એક વીડિયો વાયરલ થઈ ગયો કારણ કે એક સોશિયલ મીડિયા યુઝરે અભિનેતા પર ડ્રાઈવિંગનો આરોપ લગાવ્યો જ્યારે તેમનું લાયસન્સ સમાપ્ત થઈ ગયું હતું. યુઝરે પોતાના ટ્વીટમાં મુંબઈ પોલીસનો પણ ઉલ્લેખ કર્યો અને તેમને ટેગ પણ કર્યા.

લાઇસન્સ પ્લેટ પર તારીખ :

યુઝરે લખ્યું, “મુંબઈ પોલીસ, કૃપા કરીને રણવીર સિંહ સામે કડક કાર્યવાહી કરો. ગઈ કાલે તેણે જે કાર ચલાવી હતી તેનો વીમો પુરો થઈ ગયો હતો.” સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર અનુસાર રણવીરની લાયસન્સ પ્લેટ પર તારીખ 28 જૂન, 2020 છે. મુંબઈ પોલીસે યુઝરને જવાબ આપ્યો કે તેણે મુંબઈ ટ્રાફિક પોલીસને જાણ કરી છે. જો કે, અભિનેતાએ કોઈ ટિપ્પણી કરી નથી.

મુંબઈ પોલીસે કર્યું આ ટ્વીટ  :

આ ટ્વીટના જવાબમાં મુંબઈ પોલીસે પણ જવાબ આપ્યો અને લખ્યું- ‘અમે આ અંગે ટ્રાફિક બ્રાન્ચને જાણ કરી દીધી છે.’ વેલ, હવે આ ટ્વીટ પછી લોકો રણવીર સિંહને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે ગુસ્સો કાઢ્યો અને લખ્યું- ‘આટલી બધી સુવિધાઓ માત્ર VVIP લોકોને જ કેમ આપવામાં આવે છે?’

રણવીર સિંહની આગામી ફિલ્મો :

આ સિવાય જો રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે પણ મહત્વના રોલમાં છે.

આ સિવાય રણવીર આવતા વર્ષે કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો :-