Home Blog Page 1275

110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન : ‘સિતરંગ’ વાવાઝોડાએ ટેન્શન વધાર્યું, અહીં ભારે વરસાદની આગાહી

110 kmph wind to blow : Cyclone

  • હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા.

ઉત્તર આંદામાન સમુદ્ર (North Andaman Sea) અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતી વખતે કહ્યું કે, આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. તે 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના (West Bengal) દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. આ ચક્રવાતને સિતરંગ (Sitrang) નામ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે તોફાનના કારણે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે કોલકાતા હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજીવ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે તે તીવ્ર ચક્રવાત નહીં હોય. આ સાથે 26 ઓક્ટોબરે વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

કયા કયા સ્થળોએ આગાહી :

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા છે. આ દબાણ 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે 23 ઓક્ટોબરે બંગાળની ખાડી પર પહોંચી શકે છે. તે ધીરે-ધીરે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે.

બંગાળ સરકારે કેટલાક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. ત્યારે ઓડિશાએ તેના ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં સતર્કતા વધારી છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંને રાજ્યોમાં સોમવારે કાલી પૂજા અને મંગળવારે દિવાળી ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં અહીંના લોકો માટે પહેલાથી જ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 23 ઓક્ટોબર 2022 :  આજે  આ રાશિ જાતકોને લાભ, જાણો કેવો રહેશે દિવસ

Today’s Horoscope 23 October 2022

મેષઃ
શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તના ધંધામાં લાભ.

વૃષભઃ
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીકના ધંધામાં લાભ.

મિથુનઃ
વાહનસુખમાં વૃદ્ધિ, સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
પરિવારમાં સુખ-શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનં ધ્યાન રાખવંું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્યજીવનમાં આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઈગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદવિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
મિત્રોનો સાથ મળતા આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારું છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારું રહેશે. પત્ની પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ
ભાગ્યના જોરે ઓછી મહેનત સફળતા મળતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જૂની ઉઘરાણી છુટી થતાં નાણાની છુટ વર્તાય. આરોગ્ય સારું રહેશે.

કુંભઃ
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનંું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

આ વર્ષે 500 કરોડ ફોન બની જશે ‘કચરો’, ખતરનાક પ્રદૂષણને લઈને ટેન્શન વધ્યું, જાણો કારણ

0

This year 500 crore phones will become

  • ઈ-વેસ્ટનો ઢગલો આજે લગભગ 54 મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચી ગયો છે. જે આગામી ત્રણ દાયકામાં ડબલ થઇ શકે છે.

વિશ્વભરમાં કચરાની સાથે-સાથે ઈ-વેસ્ટ (E-waste) એટલે કે ઈલેક્ટ્રીક સામાનોનો (Electric goods) કચરો પણ વધી રહ્યો છે. જાણકારો મુજબ આ વર્ષે આશરે 5.3 અબજથી વધુ મોબાઈલ ફોન બેકાર થઇ જશે. જેના કારણે આ વેસ્ટના વધુ વધવાના અણસાર છે.

ઉલ્લેખનીય છે કે મોબાઈલ બનાવતી કંપની બેકાર ડિવાઈસમાંથી નિકાળવામાં આવેલુ સોનુ, તાંબુ, ચાંદી, પેલેડિયમ જેવા મુલ્યવાન કોમ્પોનન્ટસને રિસાઈકલ કરે છે. જેને જોઇને વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ વર્ષે લગભગ 5.3 બિલિયન મોબાઈલ ફોન ઉપયોગથી બહાર થઇ જશે. જેમાંથી મોટાભાગની ડિવાઈસોને કચરામાં ફેંકી દેવામાં આવે છે.

આજે સરેરાશ પરિવારમાં લગભગ 74 ઈ-પ્રોડક્ટ હોય છે :

એક નવા ગ્લોબલ સર્વે મુજબ આજે સરેરાશ પરિવારમાં લગભગ 74 ઈ-પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ્સમાં ફોન, ટેબલેટ, લેપટોપ, વિજળીના ઉપકરણ, હેર ડ્રાયર, ટોસ્ટર અને અન્ય ડિવાઈસનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંથી 13 ડિવાઈસ ઉપયોગમાં હોતી નથી.

આંકડા મુજબ એકલા 2022માં વિશ્વભરમાં ઉત્પાદિત સેેલ ફોન, ઈલેક્ટ્રીક ટૂથબ્રશ, ટોસ્ટર અને કેમેરા જેવી નાની વસ્તુઓનુ અનુમાનિત વજન કુલ 24.5 મિલિયન ટન હશે. જે ગીજાના મહાન પિરામિડના વજનના ચાર ગણા બરોબર છે.

દરેક દેશમાં ઈ-વેસ્ટની રીસાઈકલ માટે વાપસીના દર અલગ-અલગ :

યુએનઆઈટીએઆરના સસ્ટેનેબલ સાઈકલ પ્રોગ્રામના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ગ્લોબલ ઈ-વેેસ્ટ મોનિટરના મુખ્ય સંશોધનકર્તા ડો. કીસ બાલ્ડે મુજબ દરેક દેશમાં ઈ-વેસ્ટની રીસાઈકલ માટે વાપસીના દર અલગ-અલગ છે. પરંતુ ગ્લોબલ લેવલ પર કુલ ઈલેક્ટ્રોનિક વેસ્ટનો માત્ર 17 ટકા ઈ-વેસ્ટ એકત્રિત કરવામાં આવે છે અને તેને રિસાઈકલ કરવામાં આવે છે.

ખતરનાક પ્રદૂષણનું કારણ બને છે આ મોબાઈલ :

રિપોર્ટસ મુજબ ઘણી ડિવાઈસ લેન્ડફિલ દરમ્યાન સમાપ્ત થાય છે. પરંતુ તેના કારણે ખતરનાક પ્રદૂષણ ફેલાય છે. આ ઉપરાંત ભારે માત્રામાં ધાતુઓ અને ખનિજ જેવા તાંબા અને પેલેડિયમની બરબાદી થાય છે.

આ પણ વાંચો :-

JIOએ લોન્ચ કર્યું સૌથી સસ્તુ લેપટોપ ! 8 કલાકની બેટરી લાઈફ સાથે મળશે સિમ કાર્ડની પણ સુવિધા, જાણો કિંમત

0

JIO launched the cheapest laptop! With 8 hours

  • જીયોએ દિવાળીના અવસર પર નવું ડિવાઈસ લોન્ચ કરી દીધુ છે. કંપનીએ પહેલું લેપટોપ ઓફિશ્યલ રીતે લોન્ચ કર્યું છે. આ પહેલા પણ JioBookની જાણકારી સામે આવી હતી. પરંતુ કંપનીએ ઓફિશ્યલ રીતે કંઈ જણાવ્યું ન હતું.

Jioએ પોતાનું સસ્તુ લેપટોપ ઓફિશ્યલ રીતે લોન્ચ કરી દીધુ છે. હવે JioBook દરેક યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ ડિવાઈસ એ લોકો માટે એક સારો ઓપ્શન છે જે એક સારૂ અને સસ્તુ લેપટોપ (Cheap laptop) ખરીદવા માંગે છે. JioBookને તમે રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) સ્ટોરથી ઓનલાઈન ખરીદી શકો છો. તેમાં દમદાર બેટરી અને SIM સપોર્ટ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

જીયોના આ લેપટોપ કોમ્પેક્ટ સાઈઝમાં આવે છે. તેમાં 11.5-inchનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ આ ડિવાઈસને GEM પોર્ટલ પર સ્પોર્ટ કરવામાં આવ્યું હતું. જોકે કંપનીએ આ ખૂબ જ સસ્તી કિંમત પર લોન્ચ કર્યું છે. આવો જાણીએ JioBookની કિંમત અને ફિચર્સ.

JioBookનું સ્પેસિફિકેશન :

લેપટોપના ફિચર્સની વાત કરીએ તો આ LTE સપોર્ટેડ ડિવાઈસ છે. એટલે કે તમે તેમાં સિમ કાર્ડ પણ યુઝ કરી શકો છો. તેમાં 11.6-inchનું 1366×768 પિક્સલ રેજ્યોલુશન વાળુ ડિસ્પ્લે મળે છે. લેપટોપ ઓક્ટાકોર CPUની સાથે આવે છે.

ડિવાઈસ Jio OS પર કામ કરે છે. આ ઓપરેટિંગ સિસ્ટમને ખાસ કરીને જીયો બુક માટે ઓપ્ટમાઈઝ કરવામાં આવ્યું છે. કંપનીનું માનીએ તો ડિવાઈઝ 8 કલાકથી વધારે બેટરી લાઈફની સાથે આવે છે. તેનું વજન ફક્ત 1.2 ગ્રામ છે.

JioBookમાં તમે ઘણા બધા સારા એપ્સ પ્રી-ઈન્સ્ટોલ્ડ મળશે. ડિવાઈઝ 4G LTE સપોર્ટ સાથે આવે છે. જેની મદદથી તમે ક્યાંય પણ ક્યારે પણ કનેક્ટેડ રહી શકો છો. તેમાં તમને માઈક્રોસોફ્ટ ઓફિસના એપ્સની સાથે જીયો એપ્સનું પણ એક્સેસ મળશે.

JioBookની કિંમત : 

જીયો બુક ફક્ત એક કોન્ફિગ્રેશનમાં લોન્ચ થયું છે. તમે તેને 15,799 રૂપિયામાં Reliance Digital ઓનલાઈન સ્ટોરથી ખરીદી શકો છો. તેના પર બેન્ક ડિસ્કાઉન્ટ અને બીજી ઓફર્સ પણ મળી રહી છે. તમે ડિવાઈસને નો-કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો. ડિવાઈઝ ફર્ત એક કલર ઓપ્શન Jio Blueમાં આવે છે.

આ પણ વાંચો :-

 

શું ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન જશે ? કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું ? 

0

Will Team India go to Pakistan for Asia Cup

  • ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઈવોલ્ટેજ ડ્રામાથી ભરપુર રહેતી હોય છે. આવતીકાલે રમાનારી મેચ પર પણ સૌ કોઈની મીટ મંડાયેલી છે.

ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલાં ટી20 વર્લ્ડ કપમાં ધીરેધીરે ક્રિકેટનો રોમાંચ વધી રહ્યો છે. હવે લીગ મેચ બાદ સિલસિલો રસ્કા-કસ્સી તરફ આગળ વધી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ (Indian team) પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન (Pakistan) સામે મેલબોર્ન ખાતે રમશે.

લાંબા સમયથી ક્રિકેટ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યાં હતાં. તેને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ સ્ટેડિયમ ખિચોખિચ ભરેલું જોવા મળશે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના એક નિવેદનથી ફરી એકવાર મામલો ચર્ચામાં આવ્યો છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન અંગે સવાલ પૂછ્યો. પ્રેસમાં રોહિતને ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આનો જવાબ આપતા રોહિતે કહ્યું કે મારું માનવું છે કે અમે વર્લ્ડ કપ રમવા આવ્યા છીએ અને અમારે તેના પર જ ધ્યાન આપવું જોઈએ કારણ કે તે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

રોહિત શર્માએ ખુબ સારી રીતે જવાબ આપતા કહ્યું કે આગળ શું થવાનું છે એની અમને ચિંતા નથી. એશિયા કપ અંગેનો અંતિમ નિર્ણય પણ બીસીસીઆઈ જ લેશે. અમે આ સમયે માત્ર વર્લ્ડ કપ વિશે જ વિચારી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન પાસે છે પરંતુ BCCIના સચિવ જય શાહે પહેલા જ કહી દીધું છે કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.

રોહિત શર્માએ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તેની ટીમના ખેલાડીઓ પર કોઈ દબાણ નથી. તેણે કહ્યું કે પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનનો નિર્ણય મેચના દિવસે મેલબોર્નના હવામાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે કારણ કે અહીંનું હવામાન ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે.

રોહિત શર્માએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના વખાણ કર્યા અને કહ્યું કે તે લયમાં છે. રોહિત શર્માએ એમ પણ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મેલબોર્નની મેચ સંપૂર્ણ 40 ઓવરની હોય. પરંતુ જો ઓવર ઓછી થાય તો અમે તૈયાર છીએ. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ બની રહેશે.

આ પણ વાંચો :-

આમળાના બનેલા આ હેર પેક સફેદ વાળને કરી દેશે છુમંતર ! જાણો ઘરે બનાવવાની યોગ્ય રીત

This hair pack made of amla will

  • વાળને પૂરતું પોષણ ન મળવાને કારણે વાળ સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી સફેદ વાળને કાળા કરી શકો છો. જાણો કઈ રીતે…

સફેદ વાળની (white hair) ​​સમસ્યા લોકોમાં નાની ઉંમરે જ જોવા મળી રહી છે. ખરાબ-ખોરાક, પ્રદૂષણ વગેરેના કારણે વાળને નુકસાન થાય છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે. સાથે જ વાળને પૂરતું પોષણ (Adequate nutrition) ન મળવાને કારણે વાળ સફેદ થવા લાગે છે.

કેટલાક લોકો મોંઘા હેર કેર પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રોડક્ટ્સ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં તમે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો. જી હા અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું, જેને અપનાવીને તમે સફેદ વાળને કાળા કરી શકો છો.

આ રીતે કરો આમળાનો ઉપયોગ  :

સવારે ખાલી પેટે કરો સેવન  :

આમળાનું સીધું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તે તમારા શરીર અને વાળ બંનેને પોષણ આપે છે અને મજબૂત બનાવે છે. તેથી જો તમે રોજ સવારે ખાલી પેટે આમળાનું સેવન કરો છો તો તેનાથી તમારા વાળ કાળા થશે અને તમને સફેદ વાળથી છુટકારો મળશે.

આમળાનું હેર પેક બનાવો  :

વાળમાં તમે આમળાને હેર પેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થશે. આને લગાવવા માટે આમળા પાઉડરમાં નારિયેળ તેલ, બદામ, સરસવનું તેલ મિક્સ કરો અને આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. આમ કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં કાળા થવા લાગશે.

આમળા અને ડુંગળીનો રસ :

આમળાની જેમ ડુંગળીનો રસ પણ વાળને કાળા કરવામાં ફાયદાકારક છે. આને લગાવવા માટે ડુંગળીના રસમાં આમળા પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો હવે તેને વાળમાં લગાવો. આમ કરવાથી સફેદ વાળથી છુટકારો મળશે.

આ પણ વાંચો :-

સુરતમાં અડધી રાત્રે ડિમોલીશન ! પોલીસના કાફલા વચ્ચે દરગાહ અને મંદિરના દબાણો કરાયા દૂર

0

 Demolition at midnight in Surat

  • સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવા  મનપા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા દરગાહ અને મંદિરનું ડિમોલિશન કરાયું છે.

રીંગરોડ સહારા દરવાજા (RingRoad Sahara Darvaja) પાસે ડિમોલિશનની કાર્યવાહી (Demolition proceedings) હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રે 11.30 વાગ્યે મહિધરપુરા પોલીસ સ્ટેશન (Mahidharpura Police Station) વિસ્તારમાં ડિમોલિશન કરાયું હતું. રિંગ રોડ પર આવેલા મંદિર, દરગાહને દૂર કરવામાં આવ્યા. શાંતિપૂર્ણ રીતે ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી.

દ્વારકા બાદ સુરતમાં ડિમોલેશન :

દ્વારકામાં ડિમોલિશનની કામગીરી સતત ચર્ચામાં હતી ત્યારે હવે આચનક રાત્રે સુરતમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ગઇકાલે રાત્રે સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન પ્રક્રિયામાં રેલવે સ્ટેશનથી કાપડ માર્કેટના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અહીં ઓવરબ્રિજ પાસે જ કાળી માતાનું મંદિરનું હતું.

બ્રિજ પર ચડવાના નાકા પર મંદિર હતું. જ્યારે વર્ષો જુની બીબી અમ્માની અને હાજી યુસુફની દરગાહનું ડિમોલીશન જે દરગાહ રસ્તાના વચ્ચે હતી. જ્યારે જાહેર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મનપા કમિશનર શાલિની અગ્રવાલની આગેવાની હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

VHP તથા બજરંગ દળ આવ્યું હતું મેદાને :

સુરતના રીંગરોડ સહારા દરવાજા વિસ્તારમાં આવેલ વર્ષો જુના બીબી ઉસ્માની અને હાજી યુસુફ દરગાહ સહિત મહાકાળી મંદિરને પણ મોડી રાત્રે સુરત મહાનગરપાલિકા દ્વારા છૂપી રીતે તોડી પાડવામાં આવ્યું હતું. ડીમોલેશન પહેલા રીંગરોડ પર લોકોની અવરજવર વધી હતી.

બેરીકેટ મુકીને અટકાવવામાં આવ્યા હતા. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બંને દરગાહ રિંગ રોડની વચ્ચે હતી જ્યારે મંદિર ફ્લાયઓવર બ્રિજ માટે અડચણરૂપ સાબિત થઈ રહ્યું હતું. VHP તથા બજરંગ દળ મંદિર ન હટાવવાનો વિરોધ કરી રહ્યું હતું. અંતે શરત એવી હતી કે દરગાહ હટાવવામાં આવશે ત્યારે જ મંદિર હટાવવામાં આવશે. જેથી મોડી રાત્રે મંદિર તથા દરગાહ તોડી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો :-

કર્તવ્ય પથ એટલે ઈંટ-પત્થરનો માર્ગ નહીં ભારતના લોકતાંત્રિક ભૂતકાળ અને સર્વકાલીન આદર્શોનો જીવન માર્ગ  – મોદી

0

The path of duty is not a path

  • કર્તવ્ય પથનાં ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્લેક ગ્રેનાઈડથી બનેલી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ પ્રતિમા બનાવનાર શિલ્પકારો સાથે પણ વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) 9 સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) પ્રતિમાનું અનાવરણ કરીને ‘કર્તવ્ય પથ‘નું (Kartavya patha) ઉદ્ઘાટન કર્યું હતું.

તેના નિર્માણ સાથે સંકળાયેલા કામદારો સાથે વાતચીત કરતા વડાપ્રધાને તેમના પ્રયાસો અને રાષ્ટ્રમાં યોગદાનની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું, “કર્તવ્ય પથએ માત્ર ઈંટો અને પથ્થરોનો માર્ગ નથી. તે ભારતના લોકતાંત્રિક ભૂતકાળ અને સર્વકાલીન આદર્શોનો જીવંત માર્ગ છે.”

કર્તવ્ય પથની કાયાપલટ અને પુનઃવિકાસના કાર્યમાં રોકાયેલી એજન્સી, કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે ખૂબ જ ચુસ્ત સમયમર્યાદામાં મુશ્કેલ કાર્ય પૂર્ણ કર્યું. કર્તવ્ય પથનું કામ માર્ચ 2021 માં શરૂ થયું હતું અને તેનો પ્રથમ તબક્કો 26 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સમયસર પૂર્ણ થયો હતો. પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ રૂ. 608 કરોડ છે અને તબક્કો-1 પૂરો થવા સાથે અત્યાર સુધીમાં રૂ. 522 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 

કેટલીક જાણવા જેવી બાબતો :

ગ્રેનાઈટથી બનેલા વોકવેની કુલ લંબાઈ 16.5 કિમી છે. સેન્ટ્રલ રોડનું સંપૂર્ણ નવીનીકરણ, 300 સીસીટીવી કેમેરા, બેસવા માટે 422 પથ્થરની બેન્ચ, મલ્ટીપલ ટ્વીન સ્ટોન ડસ્ટબિન, સેવાઓ માટે લગભગ 165 કિલોમીટરની ભૂગર્ભ પાઇપલાઇન્સ અને ભારે વરસાદના પાણીના નિકાલ માટે 10 કિલોમીટરની ભૂગર્ભ ગટરોને મજબૂત અને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

નોંધનીય છે કે કર્તવ્ય પથને રાહદારીઓ અને ટ્રાફિકના નેવિગેશન માટે વધુ અનુકૂળ બનાવવામાં આવ્યો છે.  આમાં પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 8 મીટર પહોળા ચાર પદયાત્રી અંડરપાસ – બે જનપથ અને સી-હેક્સાગોન જંક્શન પર  આપવામાં આવ્યા છે.

આઠ ભૂગર્ભ જાહેર સુવિધા બ્લોક્સ અને છ વેન્ડિંગ પ્લાઝા હાલના વૃક્ષોને ધ્યાનમાં લઈને નાગરિક વપરાશકર્તાઓ અને પ્રવાસીઓ માટે આરામદાયક બનાવવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે. પાર્કિંગ ફેઝ-1માં 580 કાર અને 35 બસોને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

કર્તવ્ય પથની બાજુ પરનાં  ફૂટપાથ પર જ્યાં માટીઓ પડી રહેતી હતી ત્યાં ગ્રેનાઈટ વોકવે બનાવવામાં આવ્યો છે. કેનાલની બહારના વિસ્તારો કે જ્યાં પહોચવું શક્ય ન હતું ત્યાં વોકવે અને કાયમી પુલના માધ્યમ દ્વારા સુલભ બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત કર્તવ્ય પથની નજીક આવેલાં ઘાસના મેદાનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને મોટાભાગના જાબુંનાં વૃક્ષોને જાળવી રાખવામાં આવ્યા છે અને વૃક્ષારોપણની આયોજનબદ્ધ વ્યૂહરચના દ્વારા વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. કુલ 90 એકર વિસ્તારમાં ઘાસના મેદાનો વિકસાવવામાં આવ્યા છે.

એ પણ નોંધનીય છે કે CPWD એ લીકેજને રોકવા માટે નહેરોનું નવીનીકરણ કર્યું છે અને વધુમાં નહેરોમાં શુદ્ધ પાણીની ખાતરી કરવા માટે 60 એરેટર અને 28 ફિલ્ટરેશન ટાંકી સ્થાપિત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

દીકરો હોય તો આવો ! ઘરકામમાં થાકી જતી માને જોઈ ન શક્યો, માત્ર 10 હજારમાં બનાવી મહિલા રોબોટ

0

Come if you have a son! Could robot

  • દીકરાથી માંને સતત કામ કરતી જોઈ રહેવાય નહીં તો શું કરે? પત્ની લઈ આવે? ના. રોબોટ પણ બનાવી શકે. ભારતના ભેજાબાજ દીકરાએ જુઓ કેવી કમાલ કરી.

ગોવાના (Goa) એક ડેલી વર્કરે તાજેતરમાં જ કમાલ કરી હતી અને તેણે તેની વિકલાંગ પુત્રી (Disabled daughter) માટે એક રોબોટ (Daily Worker Made Robot) તૈયાર કર્યો હતો. જે તેની સંભાળ રાખશે અને તેને ખવડાવશે પણ. તો હવે કેરળના એક 17 વર્ષના છોકરાએ તેની જબરદસ્ત પ્રતિભા બતાવીને એક મહિલા રોબોટ (17 Year Boy made lady robot) બનાવ્યો છે.

જે રસોડામાં તમામ કામ કરશે અને તેને ભોજન પીરસશે અને તેને પાણી આપશે. હકીકતમાં કિશોરને આ વિચાર તેની માતાની મદદ (Helping Mother) માટે કંઇક કરવા માટે આવ્યો હતો. હાલ તેના આ કમાલની વાહવાહી સોશ્યલ મીડિયા (Social Media)માં ખૂબ જ થઇ રહી છે.

કઇ રીતે આવ્યો રોબોટ બનાવવાનો વિચાર ?

આ શાનદાર કમાલ કરનાર છોકરાનું નામ મોહમ્મદ શિયાદ છે. જે કેરળના કન્નુર જિલ્લાનો રહેવાસી છે અને તે માત્ર 17 વર્ષનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રોબોટ બનાવવાનો વિચાર છોકરાને ત્યારે આવ્યો. જ્યારે કોરોના કાળ દરમિયાન તે પોતાની માતાને ઘરના કામકાજમાં મદદ કરવા અને તેની સંભાળ રાખવા માટે પ્લાનિંગ બનાવવા પર વિચાર કરી રહ્યો હતો. તેણે વિચાર્યું કે તે તેની માતાને મદદ કરવા માટે કંઈક કરવું જોઇએ.

10 હજાર રૂપિયામાં તૈયાર થયો રોબોટ :

આ પછી તેણે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન છોકરાને એક સ્કૂલ પ્રોજેક્ટ પણ મળ્યો અને તેણે આ પ્રોજેક્ટ હેઠળ આ રોબોટ બનાવ્યો. રોબોટ બનાવવા માટે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ શીટ, ફીમેલ ડમી, સર્વિંગ પ્લેટ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છોકરાએ પોતે કહ્યું કે રોબોટમાં અલ્ટ્રાસોનિક સેન્સર છે. તે આ સેન્સર દ્વારા સંચાલિત અને નિયંત્રિત થાય છે. તેને બનાવવામાં લગભગ દસ હજાર રૂપિયાનો ખર્ચ લાગ્યો હતો.

 

રોબોટને આપ્યું નામ :

તેમણે કહ્યું કે રોબોટ તેની માતાને દરેક કામમાં મદદ કરે છે. તેણે આ રોબોટનું નામ પથુટી રાખ્યું છે અને તેણે તેને એક છોકરીના કપડા પણ પહેરાવ્યા છે. આ રોબોટ રસોડામાં પણ મદદ કરે છે અને ભોજનને ડાઇનિંગ હોલના ટેબલ પર પીરસી દે છે. આ ઉપરાંત પાણી પણ ભરી આપે છે. આ રોબોટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરમાં દેખાયું એલિયન? રહસ્યમયી ચળકતી ચીજ દેખાતા લોકો કુતૂહલ સર્જાયું

0

Alien seen in Surendranagar

  • સુરેન્દ્રનગરમાં સાંજના સમયે આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો, ચળકતી ચીજ એક લાઈનમાં જતી જોવા મળી… લોકોમાં કુતૂહલ સર્જાયું

ગુજરાતનું આકાશ કુતુહલોથી (Sky Curiosities) ભરેલું છે. ગુજરાતના આકાશમાં ફરી એકવાર અજાયબ નજારો જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના (Surendranagar) બગોદરા-લીંબડી (Bagodara-Limbdi) વચ્ચે રાત્રિ દરમિયાન અવકાશી નજારો જોવા મળ્યો હતો.

આકાશમાં એક લાઈનમાં ચમકતી ચીજ કેદ થઈ હતી. આ ચળકતી ચીજ આકાશમાં એકલાઈનમાં આગળ વધી રહી હતી. ત્યારે લોકોએ પોતાના મોબાઈલમાં તેનો વીડિયો બનાવ્યો હતો.

સુરેન્દ્રનગરના અવકાશમાં ચળકતી ચીજ જોવા મળી છે. જેથી સ્થાનિક લોકોમાં પણ કૂતુહલતા સર્જાઈ હતી. બગોદરા અને લીંબડી વચ્ચેના ગામોમાં આ અવકાશી નજારો જોવા મળ્યો હતો. જેથી કોઈ ખગોળીય વસ્તુઓ અને પદાર્થ હશે તેવી ચર્ચા લોકોમા શરૂ હતી.

મામલતદાર અને તંત્રની ટીમ દ્વારા અવકાશી નજારામાં કયો પદાર્થ હશે તે અંગે તપાસ કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલ મહિનામાં કચ્છમાં ખુબ જ પ્રકાશિત ઉલ્કા ફાયરબોલ જેવો પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ અને રોમાંચ ફેલાયા હતા અને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને જાણ કરવા લાગ્યા હતા.

જો કે સુરેન્દ્રનગરના આકાશમાં દેખાયેલ આ ચળકતી લાઈનબંધ ચીજ સેટેલાઈટ ટ્રેન હોવાનું પણ ચર્ચાય છે. દુનિયાના સૌથી ધનિક એલન મસ્કે સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે સ્ટારલિંક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત સેંકડો સેટેલાઈટ છોડવામાં આવ્યા છે. આ સેટેલાઈટ દુનિયાના અલગ અલગ ભાગમાં નરી આંખોથી જોઈ શકાય છે. તે આકાશમાં એક ટ્રેનની જેમ ઉડતા દેખાય છે.

આ પણ વાંચો :-