Home Blog Page 1276

આ ધનતેરસે દુકાનમાંથી નહીં, આ જગ્યાએથી ખરીદો સોનું, સારું ડિસ્કાઉન્ટ અને વ્યાજ પણ મળશે

0

This Dhanteras buy gold from this place and not

  • દિવાળી નજીક છે ત્યારે ધનતેરસ પર લોકો મન મૂકીને સોનાની ખરીદી કરતા હોય છે. આ વખતે ધનતેરસ પર તમે દુકાનમાંથી નહીં પરંતુ આ રીતે સોનાની ખરીદી કરશો તો તમને ડિસ્કાઉન્ટ તો મળશે જ સાથે સાથે વ્યાજ પણ મળશે. ખાસ જાણો કેવી રીતે….

દિવાળી (Diwali) નજીક છે. ધનતેરસને હવે ગણતરીના દિવસો છે. ધનતેરસે (Dhanteras) દેશભરમાંથી લોકો સોનાની મન મૂકીને ખરીદી કરે છે. જો તમે પણ આ ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમે ફિઝિકલ  ગોલ્ડની જગ્યાએ ડિજિટલ ગોલ્ડની ખરીદી પણ કરી શકો છો. ડિજિટલ ગોલ્ડમાં (digital gold) તમને ફિઝિકલ ગોલ્ડની (Physical Gold) સરખામણીએ વધુ ફાયદા થાય છે.

ક્યાંથી ખરીદી શકો છો ડિજિટલ સોનું :

તમે ધનતેરસ પર ફોન પે, પીટીએમ, અને ગૂગલ પે જેવી એપ દ્વારા ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે ધનતેરસ અને ફેસ્ટિવલ્સના અવસરે અનેક સારા પ્લેટફોર્મ શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર પણ આપે છે.

એટલે કે તમે એ પ્લેટફોર્મ્સ પર દુકાનથી સસ્તું સોનું ખરીદી શકશો. આ સાથે જ અનેકવાર આ પ્લેટફોર્મ પર કેશબેક જેવી ઓફર પણ ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત તમે સરકારની ગોલ્ડ બોન્ડ યોજના દ્વારા પણ ડિજિટલ સોનું ખરીદી શકો છો.

ડિજિટલ ગોલ્ડ પર વ્યાજ અને ડિસ્કાઉન્ટ :

જો તમે ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરશો તો તેના પર તમને ડિસ્કાઉન્ટ અને વ્યાજ બંનેનો ફાયદો થાય છે. ડિજિટલ સોનાની સૌથી ખાસ વાત એ છે કે તેના પર તમને પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયા વધુ ડિસ્કાઉન્ટ મળે છે.

ગોલ્ડ બોન્ડ દ્વારા જો તમે સોનું ખરીદશો અને ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તે પ્રમાણે પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. આ સાથે જ તમને ગોલ્ડ બોન્ડ યોજનામાં વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ મળે છે.

1 ગ્રામ સોનું ખરીદવાની પણ સુવિધા :

ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડ યોજનામાં તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. આ સાથે જ વ્યક્તિ દીઠ તેના દ્વારા આપણને વધુમાં વધુ 4 કિલોગ્રામ સુધી સોનું ખરીદવાનો પણ વિકલ્પ મળે છે. ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ગ્રાહકોને બજારથી સસ્તા ભાવે સોનું ખરીદવાની તક મળે છે.

સ્ટોરેજ અને ક્વોલિટી :

સોનું ખરીદ્યા બાદ આપણી સામે જે સૌથી મોટી સમસ્યા આવે છે તે છે તેને રાખવાની. અનેકવાર લોકો પોતાના ઘરેણા કે સોનાને બેંકના લોકરોમાં મૂકે છે અને આ માટે તેમણે ચાર્જ પણ આપવો પડે છે. પરંતુ ડિજિટલ ગોલ્ડમાં તમારી આ સમસ્યા પણ ઉકેલાઈ જાય છે.

ડિજિટલ ગોલ્ડમાં આપણે સ્ટોરેજની ચિંતા કરવાની હોતી નથી. આ ઉપરાંત તેમાં આપણે સોનાની ક્વોલિટી અંગે પણ ચિંતા કરવાની જરૂરી રહેતી નથી. ડિજિટલ ગોલ્ડમાં જે સોનું ખરીદવામાં આવે છે તે 24 કેરેટ સોનાની શુદ્ધતા સાથે લિંક કરવામાં આવે છે.

અમદાવાદમાં RTOનો અણઘડ વહીવટ : કોન્ટ્રાક્ટના ચક્કરમાં લાખો લાયસન્સ અટવાયા ! 

0

Clumsy administration of RTO in Ahmedabad

  • અમદાવાદ RTOની ભૂલના કારણે 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા છે. જૂની કંપનીએ વાહનચાલકોના નવા, જૂના, નામ-સરનામા સુધારા સહિતના જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ ડિસ્પેચ કર્યા નથી. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

અમદાવાદ (Ahmedabad) RTOની ભૂલના કારણે 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા છે. જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ ડિસ્પેચ (License Dispatch) ન કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ ડિસ્પેચ ન કરવાની સાથે જૂના લાયસન્સના (Old license) ડેટાની પણ સ્પષ્ટતા કરી નથી.

મહત્વનું છે કે વાહન વ્યવહાર વિભાગે ડ્રાઈવિંગ લાયસન્સ માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. એવામાં બે કંપનીના વિવાદ વચ્ચે 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા છે.

જૂનથી સપ્ટેમ્બર સુધીના બનાવાયા નથી લાયસન્સ :

વાહનચાલકોના નવા, જૂના, નામ-સરનામા સુધારા સહિતના લાયસન્સ ડિસ્પેચ થયા નથી. જૂનથી સપ્ટેમ્બર સુધીના લાયસન્સ બનાવવામાં આવ્યા નથી. જેથી વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાયસન્સ બનાવવા માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે.

નવી કંપનીએ સપ્ટેમ્બર મહિના પછીના લાયસન્સ બનાવવાની કામગીરી શરૂ કરી છે. એવામાં સવાલ એ ઉભો થાય છે કે જૂનથી સપ્ટેમ્બરના લાયસન્સ ક્યારે બનશે? જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ નથી કર્યાં ડિસ્પેચ, લાયસન્સ ડિસ્પેચ ન કરવા સાથે જૂના લાયસન્સના ડેટાની પણ સ્પષ્ટતા કરી નથી.

RTOના ધક્કા નહીં ખાવા પડે :

અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાન્સફર જેવી સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે રાહત આપી છે. એવું કહેવાય છે કે, 58 એવી સુવિધાઓ સાથે જોડાયેલા કામો માટે હવે તમારે RTOના ધક્કા ખાવા પડશે નહીં.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે લીલી ઝંડી આપી દીધી છે. મંત્રાલયે સ્વૈચ્છિક રીતે આધાર વેરિફિકેશન દ્વારા 58 સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે. મંત્રાલયે શનિવારે તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે.

નોટિફિકેશન અનુસાર આ સેવાઓ સંપર્ક રહિત અને ફેસલેસ રીતે આપવામાં આવશે. તેનાથી લોકોનો સમય બચશે અને તેનો બોઝ ઓછો થશે. સાથે જ આરટીઓની ઓફિસોમાં ભીડ ઓછી થશે. તેનાથી સરકારી કામમાં સુધારો પણ આવશે.

આ સેવાઓનો લાભ મળશે :

ઓનલાઈન મળતી સેવાઓમાં લર્નિગ લાયસન્સ માટે અરજી, લર્નિંગ લાયસન્સમાં સરનામું, નામ, ફોટો, ફોટો બદલવો, ડુપ્લીકેટ લર્નિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ કાઢવાની જોગવાઈઓ વગેરે સામેલ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ આપવા, કંડક્ટર લાયસન્સમાં સરનામા બદલવા જેવા કામો માટે પણ હવે આરટીઓ ઓફિસે જવાની જરુર નહીં પડે.

નોકરીને લઈને ગુડ ન્યૂઝ : દેશભરના હજારો યુવાનોને ખાસ દિવાળી ગિફ્ટ આપશે PM મોદી 

0

Good news about jobs: PM Modi will give

  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM 22 ઓક્ટોબરે એટલે કે દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે.

દિવાળીનો (Diwali) તહેવાર રોજગારની શોધમાં હોય તેવા યુવાનો માટે ખુશીઓ લઈને આવશે. કારણ કે આ વખતે દિવાળી રોજગારલક્ષી બનવાની છે. એવા અહેવાલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેશભરમાં હજારો નોકરીઓની (Job) જાહેરાત કરશે. ખાસ વાત એ છે કે તેમણે જૂનમાં જ કહ્યું હતું કે આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM 22 ઓક્ટોબરે એટલે કે દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ 75 હજાર યુવાનોને રોજગારની ‘ગિફ્ટ‘ પણ આપશે. વિવિધ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે.

નોકરી ક્યાં મળશે ?

આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, CISF, CBI, કસ્ટમ, બેંકિંગ સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં યુવાનોને નોકરીની જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઓડિશાથી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતથી આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, ચંદીગઢથી માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, મહારાષ્ટ્રથી પીયૂષ ગોયલ, રાજસ્થાનથી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, તમિલનાડુથી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, ઉત્તરપ્રદેશથી ભારે ઉદ્યોગ પ્રધાન મહેન્દ્ર પાંડે, ઝારખંડમાંથી આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડા અને બિહારમાંથી પંચાયતી રાજ પ્રધાન ગિરિરાજ સિંહ સામેલ થશે.

આ પણ વાંચો :-

Rupee VS Dollar / રૂપિયામાં રેકોર્ડ બ્રેક ઘસારો ! અમેરિકન ડોલરની સામે 83.08 નું લેવલ પણ વટાવ્યું 

0

Rupee VS Dollar / Record break depreciation

  • બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, ડોલર સામે 83.0925 પર ખુલ્યા બાદ રૂપિયો હવે 83.1212ના નીચલા સ્તરના નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો છે.

ભારતીય રૂપિયો ડોલર (Indian Rupee Dollar) સામે ફરી નીચલી સપાટીએ પહોંચ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 83.08 પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. બ્લૂમબર્ગે (Bloomberg) જણાવ્યું હતું કે ડોલર સામે 83.0925 પર ખુલ્યા બાદ રૂપિયો હવે 83.1212ના નીચલા સ્તરના નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો છે. બુધવારે પણ ડોલર સામે રૂપિયો 82 રૂપિયા 95 પૈસાના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

મહત્વનું છે કે અગાઉ 16 ઓક્ટોબરે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે રૂપિયાએ ઉભરતા બજારના અન્ય ચલણોને પાછળ રાખી દીધા છે. મંત્રીની ટિપ્પણી રૂપિયો 82.69ની સર્વકાલીન નીચી સપાટીએ ગબડ્યાના કેટલાક દિવસો બાદ આવી છે. ભારતીય ચલણના ઘટાડા અંગે વાત કરતાં સીતારમણે કહ્યું હતું કે ડોલર મજબૂત થવાને કારણે આવું થયું છે. તેમણે કહ્યું કે રૂપિયાનું અવમૂલ્યન નથી થઈ રહ્યું.

શું કહ્યું હતું નિર્મલા સિતારમણે

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, હું તેને રૂપિયામાં ઘટાડાના રૂપમાં નહીં. પરંતુ ડોલરના સતત મજબૂતી તરીકે જોઉં છું. સીતારમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે ત્યાં વધુ પડતી અસ્થિરતા ન હોય અને ભારતીય ચલણના મૂલ્યને પુનઃપ્રાપ્ત કરવા માટે કોઈ બજાર હસ્તક્ષેપ ન થાય.

ઈન્ટરનેશનલ મોનેટરી ફાઈનાન્સ કમિટી (IMFC)ને સંબોધતા સીતારમણે કહ્યું હતું કે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 23 સપ્ટેમ્બર 2022 સુધીમાં $537.5 બિલિયન હતું. જે અન્ય સમકક્ષ અર્થતંત્રો કરતાં વધુ સારું છે. યુએસ ડોલરની મજબૂતીને કારણે મૂલ્યાંકનમાં ફેરફાર આ શેરમાં બે તૃતીયાંશ ઘટાડા માટે ફાળો આપે છે.

આ પણ વાંચો :-

શું સાચે ‘તારક મહેતા..’ શોમાં થવા જઈ રહી છે જૂના ‘ટપુડા’ ની એન્ટ્રી? ભવ્ય ગાંધીએ આ વાત પર તોડ્યું મૌન

Is the entry of the old ‘Tapuda’ really going

  • સમાચાર આવ્યા હતા કે ભવ્ય ગાંધી એટલે કે જૂનો ટપૂ ફરીથી શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ વિશે અપડેટ સામે આવી છે.

બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે. હિટ બનવા માટે બદલાવ જરૂરી છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma)ની સફળતા સામે આ બધી વાતો ખોટી સાબિત થઈ રહી છે. 28 જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ શો એ લાંબા સમય સુધી ટીઆરપી લિસ્ટમાં (TRP list) અને લોકોના દિલ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે.

ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ એ દરેક લોકોને પસંદ આવતો એક શો છે. આ કોમેડી સિરિયલ લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. અને એવામાં વચ્ચે સમાચાર આવ્યા હતા કે ભવ્ય ગાંધી એટલે કે જૂનો ટપૂ ફરીથી શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ વિશે અપડેટ સામે આવી છે.

ભવ્યએ અફવા પર પૂર્ણવિરામ લગાવ્યું :

સમાચાર આવ્યા હતા કે તારક મહેતા શોના નિર્માતા ફરીથી ભવ્ય ગાંધીને ટપુના રોલ માટે સંપર્ક કરી રહ્યા છે પણ ભવ્ય ગાંધીએ તેનાથી વિપરિત વાત કરી છે. તમને જણાવી દઈએ કે ટપુના કિરદારમાં ભવ્ય ગાંધી ફરી એક વખત એન્ટ્રી કરશે આ સમાચાર પર ભવ્ય ગાંધીએ પૂર્ણવિરામ લગાવતા એ સમાચારને અફવા ગણાવી હતી.

હાલ અફવાઓથી ઘેરાયેલ રહે છે શો  ‘તારક મહેતા..’ :

જો કે હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ઘણી અફવાઓથી ઘેરાયેલ છે અને ઘણા દિવસોથી આ સિલસિલો ચાલુ રહ્યો છે. પહેલા સમાચાર આવ્યા હતા કે દિશા વાકાણી ગળાના કેન્સર સામે ઝઝૂમી રહી છે પણ એ પછી દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણીએ આ સમાચાર પર પૂર્ણવિરામ મુકતા કહ્યું હતું કે એ બધી અફવા છે.

આ કારણોસર ભવ્ય ગાંધીએ છોડ્યો હતો શો :

ભવ્ય ગાંધી વિશે વાત કરીએ તો તેને થોડા વર્ષો પહેલા આ શોને અલવિદા કહ્યું હતું. એ સમયે સમાચાર મળ્યા હતા કે ગુજરાતી સિનેમા અને થિયેટરમાં કામ કરવા માટે એમને આ શો છોડી દીધો હતો. જો કે એ પછી શોમાં ટપુની ભૂમિકામાં ભવ્ય ગાંધીની જગ્યાએ રાજ અનડકટે લીધી હતી. જણાવી દઈએ કે રાજ પણ એક નિશ્ચિત સમયગાળા માટે શોનો હિસ્સો બન્યો હતો. મળતી માહિતી મુજબ રાજ હવે બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

આપણે જાણીએ જ છીએ કે આ પહેલા તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું હતું. મેકર્સ અને શૈલેષ લોઢા વચ્ચે ઘણા અણબનાવ બન્યા હતા અને અંતે મામલો ઉગ્ર બન્યો હતો. જે પછી એમને શો છોડી દીધો હતો.

જો કે જ્યારથી દિશા વાકાણીએ આ શો છોડી દીધો છે. ત્યારથી દર્શકોને આ શો જોવામાં કંઈ ખાસ મજા નથી આવી રહી. લોકોનું કહેવું છે કે દયાબેન વિના શો અધૂરો લાગે છે. પહેલા શોનો જે ચાર્મ હતો તે હવે જોવા નથી મળતો.

આ પણ વાંચો :-

મહાત્મા ગાંધી બાદ એક માત્ર પ્રધાનમંત્રી મોદી જ દેશની નાડી પારખી શકે છે – જાણો કોણે કહ્યું

0

After Mahatma Gandhi, PM Modi is the

  • વડાપ્રધાન મોદી પર લખાયેલ પુસ્તક ‘મોદી એટ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ની ગુજરાતી આવૃત્તિ સોમવાર, 17 ઓક્ટોબરે ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) વડાપ્રધાનના કામની પ્રશંસા કરી હતી. અને કહ્યું કે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) પછી નરેન્દ્ર મોદી (Narendra Modi) બીજા એવા નેતા છે જેઓ દેશની જનતાની નાડી ઓળખે છે.

રાજનાથ સિંહે કહ્યું કે, પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે ભારતને વિશ્વ સ્તરે મજબૂત સ્થાન મળ્યું છે. “પીએમ મોદી માત્ર વર્તમાનને બદલવા માટે સખત મહેનત કરી રહ્યા નથી પરંતુ દેશના ભવિષ્યને આકાર આપવા માટે તેમના વિઝન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મહાત્મા ગાંધી પછી પીએમ મોદી એકમાત્ર એવા બીજા નેતા છે જે આપણા દેશની નાડી જાણે છે કારણ કે તેઓ દેશના લોકો સાથે સીધો સંવાદ કરે છે.”

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, “આ પુસ્તક વડાપ્રધાનના વિઝનને ડીકોડ કરે છે અને લોકોના ભલા માટે આપણે જે મોટા સપનાઓ જોતા હોય છે તે સમજવામાં મદદ કરે છે. આ પુસ્તક પીએમ મોદીની 20 વર્ષની કારકિર્દીમાં સુશાસનનો સાચો હિસાબ છે જેમાં મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ અને વડાપ્રધાન તરીકે 8 વર્ષનો સમાવેશ થાય છે.”

વધુમાં જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગન પણ હાજર હતા. ‘Modi@20: Dreams Meet Delivery’ પુસ્તક અંગ્રેજીમાં લખાયેલું છે.

અહેવાલો અનુસાર આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીની રાજકીય સફરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુલ 21 પ્રકરણો છે, જે ગૃહમંત્રી અમિત શાહથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સુધા મૂર્તિ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ગોરખધંધાનો થયો ઘટસ્ફોટ : યુવતિને 4 મહિનામાં 40 યુવકો સાથે સૂવા કરી મજબૂર

Ghorkha business revealed: Girl forced

  • સોહેલ અગાઉ બળાત્કાર, હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં પકડાઇ ચૂક્યો છે તેની પત્ની રૂબીના પણ હિસ્ટ્રીશીટર છે. તેની સામે અપહરણ સહિતના ૧૨ ગુના નોંધાયા છે. પોલીસે રૂબીનાના ૮ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

સુરતના લિંબાયત (Limbayat of Surat) વિસ્તારની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી કે અલગ અલગ યુવકો સાથે સૂવા માટે મજબૂર કરનારી માથાભારે રૂબીનાની (Headstrong Rubina) પોલીસે કડોદરાથી ધરપકડ કરી હતી. પીડિતાને ઘરમાં આશરો આપી રૂબીનાએ પતિ પાસે બદકામ કરાવ્યું હતું. મોબાઇલમાં અશ્લીલ ફોટા (Indecent photos) પાડી બ્લેકમેઇલ કરી પીડિતા પાસે ગોરખધંધા (Embroidery) કરાવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

સુરતના લિંબાયતમાં રહેતી 15 વર્ષીય યુવતી મૂળ યુપીની વતની છે. યુવતિનો ભાઇ કોઇક ગુનામાં જેલમાં હોય તે પરિચિત રૂબીનાના ઘરે રહેતી હતી. રૂબીનાનો પતિ સોહેલ ઉર્ફે ગુન્ડેએ પોતાના ઘરમાં યુવતિની એકલતાનો લાભ લઇ મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યારબાદ મોબાઇલમાં અશ્લીલ ફોટા પાડી સોહેલ વારંવાર બ્લેકમેઇલ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. દોઢ મહિના પહેલાં સગીરાએ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે સોહેલ ઉર્ફે ગુન્ડે (રહે. લિંબાયત) સામે બળાત્કાર, છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો.

પરિવારે રૂબીના સામે શંકા વ્યક્ત કરતા ડિંડોલી પોલીસે ગુનો નોંધી તે દિશામાં તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યાં લિંબાયત પોલીસે કડોદરાથી સોહેલ ઉર્ફે ગુન્ડેની પત્ની રૂબિના ઉર્ફે મુબારક જુલ્ફેકાર ઉર્ફે સોહેલ ગુન્ડે એઝાઝ સિદ્દીક (ઉ.વ. ૪૧, રહે. શાસ્ત્રી ચોક, લિંબાયત- મૂળ જલગાંવ)ની ધરપકડ કરી હતી.

રૂબીના સાથે સગીરા પણ મળી આવી હતી. પોલીસે સગીરાની પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. સગીર પીડિતાનો ચુંગાલમાંથી થયો છુટકારો રૂબીનાએ જ તેના પતિ સાથે મિલીભગત રચી હતી. પતિ સોહેલે બદકામ કરી ફોટા પાડી લીધા હતા. ફોટા બતાવી બ્લેકમેઇલ કરી છેલ્લાં ચારેક માસમાં પીડિતાને ૩૫-૪૦ યુવકો સાથે સૂવા મજબૂર કરી હતી.

રૂબીનાને 8 દિવસના રિમાન્ડ મેળવી અને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ રૂબીના આ સગીરાને કઈ કઈ જગ્યાએ લઈ ગઈ હતી અને કઈ રીતે આખી દુનિયાને અંજામ આપતી હતી. 12 ગુનાનો ઇતિહાસ રૂબીનાનો પતિ સોહેલ ઉર્ફે ગુન્ડે માથાભારે તરીકેની છાપ ધરાવે છે.

સોહેલ અગાઉ બળાત્કાર, હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં પકડાઇ ચૂક્યો છે તેની પત્ની રૂબીના પણ હિસ્ટ્રીશીટર છે. તેની સામે અપહરણ સહિતના ૧૨ ગુના નોંધાયા છે. પોલીસે રૂબીનાના ૮ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતના રસ્તા પર વધુ બસો દોડશે, મંત્રી પૂર્ણેશ મોદીએ નવી 91 બસોને બતાવી લીલીઝંડી

0

More buses to run on Gujarat roads

  • એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ગાંધીનગર ખાતે BS6ની 91 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ તકે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ (Transport Minister Purnesh Modi) જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આજે એક વિશિષ્ટ દિવસ છે. વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) કર કમલોથી આજે વર્ચુઅલી હિન્દુસ્તાન-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી 130 કિલોમીટર દૂર બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા મુકામે એરબેઝનો કાર્યક્રમ સવારે સંપન્ન થયો.

હાલ અત્યારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલતી અમારી ગુજરાત સરકાર જેમના વાહન વ્યવહાર વિભાગ તરફથી દર વર્ષે 1000 બસ કંડમ થાય અને 1000 બસ નવી મૂકવામાં આવે છે. જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા BS6 નોર્મ્સ ધરાવતી 251 અને ૩ LNG નવી બસોને લીલીઝંડી બતાવવામાં આવી હતી અને આજે પણ 91 જેટલી બસને લીલીઝંડી બતાવવામાં આવી છે. આ બસોને લોકસેવામાં મૂકવામાં આવી છે.

દરરોજ 25 લાખ જેટલા મુસાફરો લઈ રહ્યા છે એસટીનો લાભ : પૂર્ણેશ મોદી

તેમણે જણાવ્યું હતું કે સરકારનું આ સેવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. દરરોજ 25 લાખ જેટલા મુસાફરો ગુજરાત એસટીનો લાભ લઈ રહ્યા છે. 08 નવેમ્બર 2021 દિવાળીની રજામાં ગત વર્ષે એસ.ટી બસના સમગ્ર હિન્દુસ્તાન નહીં પરંતુ વિશ્વ વિક્રમ 95,438 જેટલા બુકિંગ થયા હતા. લોકોએ એસટી પર ભરોસો મૂક્યો છે.

ડ્રાઈવરો અને કંડક્ટરોની ઘણી માંગો સંતોષી લેવાઈ :

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત એસટી વિભાગના 40,000 હજાર ડ્રાઈવરો અને કંડક્ટરોની ભૂતકાળમાં જે માંગણી હતી, તેમાંથી ઘણી માંગણીઓ સંતોષી લેવામાં આવી છે. અનેક પ્રકારના ભથ્થામાં વધારો કરાયો છે. ગ્રેડ-પેમાં વધારો કરાયો છે. આમ એસટી વિભાગના તમામ કર્મચારીઓને દિવાળીની હું શુભેચ્છા આપું છું.

આ પણ વાંચો :-

20 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ 5 રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની ખાસ કૃપા રહેશે- જાણો આજનું રાશિફળ

0
20 October 2022, Today’s Horoscope  Gujarat Guardian
મેષ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક જળવાય. આવક અંગે નવી તકો પ્રાપ્‍ત થાય. પરિવારમાં શાંતિ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સારું રહેશે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના.
વૃષભ
નાણાંકીય બાબતો અંગે શુભદિવસ છે. પરિવારમાં મનમેળ રહે. ભાગ્યના જોરે કાર્ય સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસના યોગનું નિર્માણ થાય. ગેસ ટ્રબલ તથા પેટની તકલીફ રહે.
મિથુન
સ્વભાવમાં જીદ્દીપણાનો અનુભવ થાય. દીલ દુભાય એવા પ્રસંગો બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ. સામાન્ય શરદી-ખાંસીની સમસ્યા રહે.
કર્ક
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે.
સિંહ
શરદી-ખાંસી-તાવની સમસ્યાનો સામનો કરવો પડે. માથાની ઈજાથી સાવધાની જરૂરી. ખોટા વિચારોને કારણે ડિપ્રેશનમાં ન અવાય એનું ધ્યાન રાખવું. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ.
કન્યા
સંતાન સુખમાં વૃદ્ધિ. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા. જુના મિત્રોની મુલાકાત શક્ય બને તથા એમના તરફથી સહકાર મળતો જણાય.
તુલા
નવા વાહન, મિલકતની ખરીદી શક્ય બને. માતાની તબિયત સારી રહે. માતૃસુખમાં વધારો થાય. નોકરિયાતને બઢતીના યોગ, ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. ટ્રાવેલિંગ, ઠંડાપીણાના ધંધામાં વિશેષ ફાયદો.
વૃશ્ચિક
પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્યનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સાથે મતભેદ ટાળવા.
ધન
ઉત્તમ વિચારની પ્રાપ્તિ થાય. સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. આવકનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. બહેનોને ગર્ભાશય સંબંધી સમસ્યાથી સાવધાની જરૂરી.
મકર
દૃઢ મનોબળનો અનુભવ થાય છતાં થોડી ઉદાસીનતા વર્તાય. વૈવાહિક જીવનમાં અશાંતિના પ્રસંગો બને. ધંધામાં સાવધાનીથી કાર્ય કરવું. પડવા-વાગવાથી સાચવવું. આંખની કાળજી રાખવી.
કુંભ
નાણાંની લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. નાણાં ઉધાર લેવા કે આપવા નહીં. આવક સામાન્ય રહેશે. ખોટા ખર્ચ ટાળવા. સંતાન સાથે લાગણીશીલતા વધે. મિત્રોથી સાથ સહકાર મેળવી શકશો. આરોગ્ય જળવાશે.
મીન
આત્મવિશ્વાસ સાથે ગુસ્સાનો અનુભવ થાય. નવા મિત્રોની ઓળખાણ થાય. તથા તેમનો સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

આ પણ વાંચો :-

WhatsApp પર બહુ મોકલો છો ને આવો મેસેજ, સાવધાન થઈ જશો નહીંતર એકાઉન્ટ થશે બંધ

If you send a lot of messages on WhatsApp

  • WhatsApp પર ઘણા બધા ગુડ મોર્નિંગ મેસેજ મોકલો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ તમારા WhatsApp એકાઉન્ટને બેન કરી શકે છે.

શું તમે પણ WhatsApp પર ગુડ મોર્નિંગ ટેક્સ્ટ મેસેજ મોકલો છો? જો તમે પણ તમારા મિત્રોને WhatsApp પર ઘણા બધા ગુડ મોર્નિંગ મેસેજ મોકલો છો.  તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ તમારા  WhatsApp એકાઉન્ટને બેન કરી શકે છે.

લાખો એકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે :

એક રિપોર્ટ અનુસાર કંપની તેને સ્પામ ગણી શકે છે અને તમારા વોટ્સએપ એકાઉન્ટ પર રોક લગાવી શકે છે. આ સિવાય જો તમે ઘણા લોકોને ખોટી માહિતી કે મેસેજ ફોરવર્ડ કરો છો તો વોટ્સએપ એકાઉન્ટ પર બેન લગાવી શકાય છે. તમે લાખો ભારતીય વોટ્સએપ એકાઉન્ટ્સ ઘણી વખત બેન થયાના સમાચાર પણ સાંભળ્યા હશે.

આ એકાઉન્ટ્સ કંપનીની નીતિના ઉલ્લંઘન ના લીધે બેન થાય છે. કંપનીએ ઘણા કારણો આપ્યા છે જેના કારણે તમારું એકાઉન્ટ પણ પ્રતિબંધિત થઈ શકે છે. અહીં અમે તમને તે કારણો વિશે જણાવી રહ્યા છીએ.

ખોટી માહિતી ફોરવર્ડ કરવી જોઈએ નહી :

જો તમે મોટાભાગના કોન્ટેક્ટ્સને તમામ મેસેજ ફોરવર્ડ કરો છો તો તમારું WhatsApp એકાઉન્ટ બેન થઈ શકે છે. આ કારણોસર તમારે સંદેશાઓ ફોરવર્ડ કરવા પર મર્યાદા મૂકવી જોઈએ. જો તમને મેસેજનો સોર્સ ખબર નથી અથવા તમે તે મેસેજની ખરી કરી નથી. તો તેને ફોરવર્ડ કરશો નહીં. ખોટી માહિતી આપતા મેસેજ ફોરવર્ડ ન કરો.

ફીચર્સનો ખોટો ઉપયોગ ન કરો :

વોટ્સએપના બ્રોડકાસ્ટ ફીચરના ખોટા ઉપયોગથી તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. આ ફીચરનો ઉપયોગ બલ્ક મેસેજ મોકલવા માટે થાય છે. જો કે સંદેશ પ્રાપ્ત કરવા માટે લોકોએ તમારો નંબર પણ સેવ રાખવો આવશ્યક છે.

વોટ્સએપ પોલિસીનું કરો પાલન :

જો તમે પરવાનગી વગર કોઈને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરો છો. તો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. કંપનીએ કહ્યું છે કે જો કોઈ તમને વોટ્સએપ પર મેસેજ કરવાનો ઇનકાર કરે છે તો તેને મેસેજ કરીને હેરાન ન કરો નહીંતર એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.

સૌથી છેલ્લે WhatsAppની નીતિનું ઉલ્લંઘન કરશો નહીં. આ તમારા એકાઉન્ટને બ્લોક કરી શકે છે. જો કે, જો તમને લાગે છે કે તમારું એકાઉન્ટ ભૂલથી પ્રતિબંધિત થઈ ગયું છે, તો તમે તેના માટે અપીલ કરી શકો છો.

આ પણ વાંચો :-