Home Blog Page 1273

ચૂંટણી પહેલા ભાજપે જાહેર કર્યા નિરીક્ષકોના નામ, હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા થશે શરૂ

0

Before the elections, BJP announced the

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારી હાથ ધરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે નિરીક્ષકોની (BJP observers) નિમણૂક કરી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં 6-6 નિરીક્ષકો તો જિલ્લા પ્રમાણે 3-3 નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. ગુજરાતમાં (Gujarat) ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ, આગામી કાર્યક્રમો, ઉમેદવારો નામ સહીતના મુદ્દે મંથન ચાલી રહ્યું છે.

No description available.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારી હાથ ધરી છે. આવતી કાલથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આજે ભાજપે આજે ઝોન વાઇઝ નિરીક્ષકોની યાદી જાહેર કરી છે.

No description available.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને અહીં સતત ભાજપ જીતતી આવી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં વિજય મેળવવા માટે શુ સ્ટેટેજી અપનાવે છે તે મહત્વનું રહેશે. તેવામાં ચુંટણીની જાહેરાત અગાઉ ભાજપે નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે.

ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.

No description available.

ઉલ્લેખનીય છે કે આવતી કાલથી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો પ્રવાસ કરશે.

No description available.

આ નિરીક્ષકોની ટીમ દરેક જિલ્લાઓમાં પદાધિકારીઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. નોંધનીય છે કે, ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણી 2022માં પેટર્ન બદલવામાં આવી છે.

આ પણ વાંચો :-

27 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાંઈબાબાની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

27th October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ- ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો..

વૃષભઃ- આવક જળવાય ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ- આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ- આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જૂના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ, સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ- વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ- આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ- માન-સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી-શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે, પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ- સંગીત પ્રત્યેનો પ્રેસ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુનો લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ- સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ, પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ- મિત્રોથી લાભ, જૂના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ, હાડકા રોગોથી સાચવવું.

કુંભઃ- નકારાત્મક વિચારો ત્યાગવા, નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્ની સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ- આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે, પ્રિન્ટીંગ, સ્ટેશનરી, અેક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

વિકાસ યોજનાઓના પ્રચાર કરવા સાથે વેપાર, ઉદ્યોગ જગતને મોકળુ મેદાન આપો, આપોઆપ અર્થતંત્ર બેઠું થઈ જશે

Give open ground to trade

  • વિક્રમ સંવત ૨૦૭૮નું વર્ષ પણ સરેરાશ નિરાશાભર્યું રહ્યું, ડોલર સામે રૂપિયો તૂટીને૮૩ થઈ ગયો, અર્થતંત્રને સમયસર બેઠું કરવામાં નહીં આવે તો લોકો વધુ બેહાલ થઈ જશે.
  • નોટબંધીની મધરાતથી વેપાર, ઉદ્યોગની કઠણાઈની શરૂઆત થઈ હતી, પરંતુ કોરોનાની મહામારીએ આ પીડા ભુલાવી દીધી હતી.
  • અને હવે ગુજરાતમાં ચૂંટણીના ઢોલ વાગી રહ્યાં છે, વેપાર, ઉદ્યોગ જગતને સરકાર બદલવામાં કોઈ રસ નથી, ધંધા, રોજગારનો માર્ગ મોકળો કરી આપો, લોકો જ સરકાર બનાવી દેશે.

વિક્રમ સંવત ૨૦૭૮નું વર્ષ પણ સરેરાશ નિરાશાભર્યુ રહ્યું સરકારના વિકાસના (Development of Govt) નામે હોકારા, પડકાર વચ્ચે સામાન્ય નાગરિક અને વેપાર, ઉદ્યોગમાં સરવાળે નિરાશા જ છવાયેલી રહી, ડોલર સામે રૂપિયો તૂટીને ૮૩ રૂપિયા થઇ ગયો છતાં સરકાર એવું ચિત્ર રજુ કરવા મથામણ કરતી રહી કે, બીજા કરતા આપણી સ્થિતિ સારી છે. મતલબ કે આપણા કરતા આર્થિક રીતે નબળા દેશો સાથે સરખામણી કરીને આપણે મજબૂત હોવાનું મનમનાવી રહ્યા છીએ. હકીકતમાં દેશમાં થોડા ઘણા પૂંજીપતિઓને બાદ કરતા મોટાભાગનો મધ્યમ અને ગરીબવર્ગ માંડમાંડ બે છેડા ભેગા કરી રહ્યો છે. વેપાર ઉદ્યોગની કઠણાઇના દિવસો નોટબંધીની (Demonetisation) મધરાતથી શરૂ થયા હતા. પરંતુ હવે નોટબંધીના નામે રડવાનો કોઇ મતલબ નથી. કારણ કોરાનાની મહામારીએ (Corona epidemic) નોટબંધીની પીડાને ભુલાવી દીધી હતી. પરંતુ કોરાનાની મહામારીના બે વર્ષ પછી પણ દેશના વેપાર, ઉદ્યોગો પાટા ઉપર ચઢયા નથી. સેંકડો કારખાના બંધ થઇ ગયા, સેંકડો લોકો બેરોજગાર થઇ ગયા અને અસંખ્ય લોકોએ આત્મહત્યાઓ કરી લીધી. ભારત (India) છોડીને વિદેશ જનારાઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

આ તરફ ગરીબોનાં ઘરનો ચૂલો સળગતો નથી, લોકોને બે ટંકનું ખાવાના ફાંફા છે. ભુલકાનાં મોઢાનું દૂધ તો ક્યારનુંય છીનવાઈ ગયું છે અને છતાં વિકાસનાં નામે વાર્તાઓ આપણે ક્યાં સુધી સંભળાવતા રહીશું.

ગરીબોને પેટનો ખાડો પુરવા પુરતુ કામ જોઈએ છે. કામ મેળવવા માટે પણ ભીખ માંગવી પડે તો આને કઈ રીતે વિકાસ કહી શકાય?

આ નરી વાસ્તવિકતા હોવા છતાં સરકાર દેશના અર્થતંત્રનું ચિત્ર ગુલાબી દોરવાની મથામણ કરી રહી છે. પરંતુ વેપાર, ઉદ્યોગની ગાડી ક્યારે પાટા ઉપર ચડશે એ નક્કી નથી.

આ બધાની વચ્ચે ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. ગુજરાતના રાજકારણમા આ વખતે આમ આદમી પાર્ટીના ત્રીજા પરિબળનો ઉમેરો થયો છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ચૂંટણી લડાતી હતી પરંતુ આ વખતે કોંગ્રેસની છાવણીમાં પ્રમાણમાં શાંતિ છે પરંતુ ‘આપ’ની છાવણી અપેક્ષા કરતા વધારે ઉત્સાહિત જણાય છે ‘આપ’ને કેટલી બેઠકો મળશે એ તો સમય આવશે ખબર પડશે.

ગુજરાતની તાસીર મૂજબ અહિંયા ત્રીજા પક્ષને ભાગ્યે જ જગ્યા મળી છે. પરંતુ દિલ્હી અને પંજાબમા સત્તા ધરાવતી ‘આપ’ પાર્ટીના નેતાઓ ગુજરાતમાં સત્તા માટે નહી પરંતુ ગુજરાતમાં ઘુસવા માટે પ્રયાસ કરતા હોય એવું લાગી રહ્યું છે.
આ તરફ ભાજપની આંતરિક જુથબંધી પણ ચરમસીમાએ છે બહારથી ભલે બધુ શાંત દેખાતુ હોય પરંતુ ભાજપની આંતરિક એકતા સંતોષકારક નથી જ. અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતની ચૂંટણીની બાજી પોતાના હાથમાં લીધી છે. ભૂતકાળની ચૂંટણીઓ કરતા આ વખતે વડાપ્રધાનનો પ્રવાસ અને સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. વડાપ્રધાન મોદીના ભાષણોને બારીકાઇથી સાંભળવામાં આવે તો ભૂતકાળમાં જે રીતે પ્રસાર કરતા હતા કંઇક એવી જ રીતે લોકોને પોતાનામાં (મોદી) વિશ્વાસ મુકવા અપીલ કરી રહ્યા છે.

વિકાસના કામોની સાથે નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની ‘‘ડબલ એન્જિન’’ સરકારને વારંવાર રજુ કરી રહ્યા છે કારણ કે ભુપેન્દ્ર પટેલ મૃદુ અને સરળ સ્વભાવના હોવા ઉપરાંત આધ્યાત્મિક હોવાથી સત્તા માટે મહત્વકાંક્ષી નથી. પરંતુ તેમનું વ્યક્તિત્વ લોકો ઉપર પ્રભાવ છોડી રહ્યું છે. ભુપેન્દ્ર પટેલની નિખાલસતા અને નિર્દોષતા લોકોને ગમે છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વારંવાર ભૂપેન્દ્ર પટેલના નિર્લેપ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરીને આગળ કરી રહ્યા છે.

ખેર, ગુજરાતમાં ચૂંટણીઓના કારણે પણ વેપાર, ઉદ્યોગની મંદીની પીડા ટેમ્પરી ભુલાઇ રહી છે. લોકોના ખિસ્સા ખાલી છે. પરંતુ ચૂંટણીના ઢોલ વાગી રહ્યા હોવાથી લોકોની નજર ચૂંટણી પ્રક્રિયા ઉપર કેન્દ્રીત થઇ રહી છે. હવે ગણતરીના દિવસોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થશે અને ચૂંટણી પ્રચારમાં બધા જ લોકોની થોડા દિવસો માટે આર્થિક તંગીની પીડા ભુલાઇ જશે.

અલબત્ત નવી સરકાર ભાજપની જ બનશે. તેમ છતાં બેરોજગારી અને આર્થિક સંકટનો માર ઝીલી રહેલા લોકોએ કંઇક જુદુ જ મન બનાવી લીધું છે.

આર્થિક બેહાલ થઇ ગયેલા નાના મોટા કારખાનેદારો ડરના માર્યા બોલતા નથી પરંતુ આ વખતે કંઇક જુદુ જ કરવાના મૂડમાં હોવાના સંકેત મળી રહ્યા છે અને આ અણસાર ભાજપ નેતાગીરીને પણ મળી ચૂક્યા હોવાના કારણે જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખુદ મેદાનમાં આવ્યા છે અને ક્રમશઃ ચિત્ર બદલવામા કંઇક અંશે સફળ પણ થયા છે પરંતુ ભાજપ નેતાગીરીએ એ પણ યાદ રાખવું જરૂરી છે કે ભૂતકાળમાં ‘મજપા’ અને ‘જીપીપી’ જેવા રાજકીય જુથનુ ભાજપના આંતરિક અસંતોષના કારણે જ સર્જન થયું હતું.

એક હકીકત એ પણ સ્પષ્ટ થઇ રહી છે કે આ વખતે ‘કોમવાદ’ ના આધારે લોકો વિભાજીત થઇ જાય એવું પણ ચિત્ર નથી બલ્કે હવે મ‌ુસ્લિમ સમૂદાય પણ સમજી ગયો છે કે ઉશ્કેરણી કરવામાં આવે તો પણ શેરીઓમાં ઉતરી આવે તેવી શક્યતા નથી. બીજી એક એવી વાત સપાટી ઉપર આવી રહી છે કે આ વખતે મુસ્લિમ સમૂદાય કોંગ્રેસને છોડીને ‘આપ’નો પાલવ પકડે એવું ચિત્ર ઉપસી રહ્યું.

અલબત્ત હજુ ચૂંટણીની તારીખો જાહેર થઇ નથી અને ભાજપે પોતાની વ્યુહરચના જાહેર કરી નથી.
ખરેખર તો ઉમેદવારોની પસંદગી પછી જ સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 26 ઓક્ટોબર 2022 :  આજે આ રાશિ જાતકોને લાભ, જાણો કેવો રહેશે દિવસ

Today’s Horoscope 26 October 2022 :

મેષઃ
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આગત્યના કાર્યો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું

વૃષભઃ
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

મિથુનઃ
આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, અેકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિ વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરત ધરવી.

કર્કઃ
શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

સિંહઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન, મકાનથી લાભ, સ્થાવર જંગમ મિલકતની ખરીદ-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યાઃ
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્સ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-અેક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ
વિનયી વિવેકી માનવતાવાદી વલણને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધે. સાચુ-ખોટું પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેરખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધન
બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકરઃ
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકૂફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્ર‌ગતિ થતી જણાય. આવક જળવાશે છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં. અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીનઃ
બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી-માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આવકમાં પણ વધારો થાય.

આ પણ વાંચો :-

તોફાની તત્વોએ વડોદરાની શાંતિ ડહોળી, દિવાળીની રાતે કોમી હિંસામાં કરાઈ તોડફોડ

Riot elements disturbed the peace of Vadodara

  • વડોદરામાં દિવાળીની રાત્રે પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના… સામાન્ય માથાકૂટમાં પથ્થરમારો થતાં બે જૂથોએ આગચંપી અને તોડફોડ કરી…

વડોદરામાં (Vadodara) દિવાળીની રાત્રે કોમી હિંસા ફાટી નીકળી હતી. શહેરના સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો (Throw stones), આગચંપી અને તોડફોડના બનાવ બન્યા હતા. જેને પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ વણસી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાણીગેટનાં હરણખાના રોડ વિસ્તારમાં દિવાળી રાતે તોફાનો થયા હતા. કેટલાક તોફાની તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી ગયા હતા, અને જોતજોતામાં સ્થિતિ વણસી હતી. જેના બાદ બંને જૂથો વચ્ચે ગરમાવો વધતા પથ્થરમારો કરાયો હતો. તેના બાદ મામલો વધુ બિચક્યો હતો.

ટોળાએ ભારે તોડફોડ કરી હતી. એટલુ જ નહિ, વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. આખરે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. તોફાની તત્વોએ પોલીસ પર પણ પેટ્રોલબોમ્બ ઝીંકી એ ઉત્પાત મચાવ્યો હતો. આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પહોંચી પરિસ્થિતિ થાળે પાડ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ કરાયુ હતું.

આ પણ વાંચો :-

25 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગણેશજીની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

25 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઈસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ
થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ
ખર્ચનું પ્રમાણ વધતું જણાય છતાં આનંદ ઉત્સાહ જળવાય. હિંમત, વિદ્વતા તથા મનોબળમાં વધારો થાય. અણુઉર્જા, ઈલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનંંુ પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્ની સાથે પ્રેમ જળવાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી-ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઈલ ડીલર તથા ટ્રાવેલિંગના ધંધામાં લાભ.

કુંભઃ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નીના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા વાગવાથી સાચવવું. સંતાન સુખ સારું.

આ પણ વાંચો :-

બે ફેઝમાં થઈ શકે છે ગુજરાતની ચૂંટણી, હિમાચલની સાથે જ રિઝલ્ટ, જાણો મતદાનની સંભાવના ક્યારે : રિપોર્ટ

0

Gujarat election may be held in two phases

  • દિલ્હીથી મીડિયા અહેવાલનો દાવો; ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન યોજાશે અને બીજો તબક્કો 4 કે 5 ડિસેમ્બરે યોજવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ઓક્ટોબરના અંત સુધીમાં થઈ શકે છે. દિલ્હીથી મીડિયા અહેવાલે (Media reports from Delhi) દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાંની આસપાસ યોજાઈ શકે છે તેમજ બીજો તબક્કો 5 ડિસેમ્બરની આસપાસ હોઈ શકે છે.

દિલ્હીથી મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ થવાની પૂરેપૂરી શક્યાતાઓ છે. એટલે કે મતગણતરી 8મી ડિસેમ્બરે થઈ શકે છે.

18 ફેબ્રુઆરીએ મુદત સમાપ્ત થશે :

ગુજરાતમાં 14મી વિધાનસભાની મુદત 18 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવાની છે. જે વર્ષ 2017ના ડિસેમ્બરમાં 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતી સાથે ચૂંટણી જીતીને પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર બનાવવામાં આવી હતી.

ચૂંટણી પંચની તૈયારીઓ :

ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનો પણ દિલ્હીના મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે. જે બાબતે ઉલ્લેખનીય છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમોએ ગુજરાતની મુલાકાત લીધી છે.

જેઓએ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે. ગુજરાતની ચૂંટણી બાબતે અમૂક જાણકારી પણ આપી છે. મહત્વનું છે કે બીજી તરફ ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવાનું શરૂ કરી દીધું છે.

2017 ચૂંટણીમાં શુ પરિણામ આવ્યા હતા :

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાંથી 40 બેઠકો અનામત છે. તેમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિના આદિવાસી સમાજ માટે અનામત છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 77 સીટો આવી. આ સિવાય ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 2 સીટમાં 1 સીટ, એનસીપીને મળી હતી. ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી.

આ પણ વાંચો :-

પાવાગઢ જતા ભક્તો આ દિવસે નહી કરી શકે માતાજીના દર્શન; શું છે કારણ ?

0

Devotees going to Pavagadh cannot

  • પાવાગઢના મંદિરના દર્શન પર જાહેર જનતા માટે એક દિવસ પૂરતી રોક લગાવવામાં આવી છે. આગામી તારીખ 25.10.2022 ના દિવસે સૂર્યગ્રહણના યોગ હોવાથી તારીખ 24.10.2022 ની મધ્યરાત્રિથી લઈને તારીખ 25ના સાંજે 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.

રજા પડે એટલે દૂર દૂરથી લોકો જુદા જુદા પ્રકારના હિલ સ્ટેશને (At the hill station) ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતા હોય છે. ત્યારે હિન્દુ ધર્મના (Hinduism) મહાપર્વ દિવાળીનો અને નવા વર્ષનો તહેવાર નિમિત્તે લોકો વિવિધ સ્થળોએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. તેવામાં દિવાળીના દિવસે મા પાવાવાળીના (Ma Pawawali) દર્શન કરવા લાખો ભક્તો પાવાગઢ જતા હોય છે. પરંતુ આ વર્ષે સૂર્યગ્રહણનો (solar eclipse) સંયોગના કારણે મંદિર 24 તારીખના મઘ્ય રાત્રિથી લઈ 25 તારીખના સાંજના 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.

દિવાળીના તહેવાર દરમિયાન લગભગ લાખોની સંખ્યામાં લોકો પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન અર્થે આવતા હોય છે.પરંતું સૂર્યગ્રહણના કારણે પાવાગઢના મંદિરના દર્શન પર જાહેર જનતા માટે એક દિવસ પૂરતી રોક લગાવવામાં આવી છે. આગામી તારીખ 25.10.2022 ના દિવસે સૂર્યગ્રહણના યોગ હોવાથી તારીખ 24.10.2022 ની મધ્યરાત્રિથી લઈને તારીખ 25ના સાંજે 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.

તારીખ 25ની સાંજે 6:45 મિનિટ બાદ 7:00 વાગ્યે માતાજીની નિત્ય આરતી કરવામાં આવશે. આરતી કર્યા પછી મહાકાળી માતાના મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે અને રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકાશે .તેમજ તારીખ 26 10 2022 થી નિયમિત પણે મંદિરના નીતિ નિયમો અનુસાર મહાકાળી માતાના દર્શન રોજિંદા મુજબ શરૂ રહેશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દીવાળી તહેવાર નિમિત્તે દર્શનાર્થે આવવા માંગતા લોકોએ પોતાના પ્લાન માં ચેન્જીસ કરવા પડશે. કારણ કે દિવાળી ના દિવસની મધ્ય રાત્રી થી નવા વર્ષની સાંજ સુધી યાત્રાધામ પાવાગઢનો મુખ્ય નીજ દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેવાનો છે .

જો પાવાગઢ આવવાનો પ્રોગ્રામ બનાવી જ દીધો હોય તો આ જગ્યાઓ ની મુલાકાત લઈ શકો છો :

પાવાગઢ ની આજુબાજુ આવેલ ચાંપાનેર હેરિટેજ સીટી ની મુલાકાત લઈ શકો છો. જેમાં આવેલ જામા મસ્જિદ અને કેવડિયા મસ્જિદ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત પાવાગઢ થી થોડાક જ કિલોમીટરના અંતરે વડા તળાવ આવેલું છે. જેનું પ્રાકૃતિક દ્રશ્ય નયનરમ્ય હોય છે.

હજારોની સંખ્યામાં લોકો સુંદર મજાનું પ્રાકૃતિક દ્રશ્ય નિહાળવા માટે વડા તળાવની મુલાકાત લેતા હોય છે. તેમજ પ્રી વેડિંગ શુટીંગ અને ફોટોગ્રાફી માટે આ સ્થળ એકદમ બેસ્ટ છે. આ ઉપરાંત તેની નજીકમાં જ વિરાસત વન આવેલું છે જેમાં બાળકોને ખૂબ જ મજા પડશે.

આ પણ વાંચો :-

 

ગમે ત્યારે જશે શિંદેની ખુરશી, ‘મોટો ખેલ’ કરવાની તૈયારીમાં ફડણવીસ : ઠાકરે જૂથના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ

0

Shinde’s chair will go anytime, Fadnavis

  • શિવસેનાના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેનાએ દાવો કર્યો છે કે શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે. આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે.

ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) આગેવાની હેઠળની શિવસેનાએ (Shiv Sena) તેના મુખપત્ર સામનામાં દાવો કર્યો છે કે શિવસેનાના 40 બળવાખોર ધારાસભ્યોમાંથી 22 ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. પોતાના સાપ્તાહિક કોલમમાં શિવસેનાએ વરસાદ અને દુષ્કાળ દરમિયાન નિષ્ક્રિય રહેવા બદલ મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) પર તંજ કસ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ દાવો કર્યો છે કે એકનાથ શિંદેને (Eknath Shinde) મુખ્યમંત્રી બનાવવા એ ભાજપની એક અસ્થાયી વ્યવસ્થા છે.

મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે : શિવસેના

સમાનામાં રોકઠોક કોલમમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘હવે બધા સમજી ગયા છે કે તેમની (શિંદેની) મુખ્યમંત્રીની વર્દી ગમે ત્યારે ઉતારી દેવામાં આવશે.’ શિવસેનાએ સામનામાં કહ્યું છે કે, “મહારાષ્ટ્રની ગ્રામ પંચાયત અને સરપંચ ચૂંટણીમાં સફળતાનો શિંદે જૂથનો દાવો ખોટો છે. શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે.

આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.” સંપાદકીયમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, શિંદેના કાર્યોથી મહારાષ્ટ્રને ઘણું નુકસાન થયું છે અને રાજ્ય તેમને માફ નહીં કરે. શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી  પોતાના ફાયદા માટે શિંદેનો ઉપયોગ કરતી રહેશે.

દરેક જગ્યાએ ફડણવીસ જોવા મળે છે : શિવસેના

કોલમમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “શિંદેનું મહારાષ્ટ્રના સીએમ તરીકે વિકાસમાં યોગદાન દેખાઈ રહ્યું નથી. દેવેન્દ્ર ફડણવીસ દરેક જગ્યાએ જોવા મળે છે. દિલ્હીમાં શિંદેનો કોઈ પ્રભાવ નથી. ફડણવીસ મંગળવારે દિલ્હી ગયા હતા. મુંબઈને સ્લમમાંથી બહાર કાઢવાની મહત્ત્વાકાંક્ષી રણનીતિ તરીકે ધારાવી પુનર્વિકાસ પરિયોજના માટે મહારાષ્ટ્ર સરકાર રેલવે પાસેથી જમીન માટે રેલવે મંત્રાલય પાસેથી મંજૂરી લઈ આવી છે.”

આ પણ વાંચો :-

 

 

રખડતા ઢોરના આતંકનો વધુ એક વીડિયો, રસ્તે જતા માતા-પુત્ર પર હુમલો કરી ગાયે ખૂંદી નાખ્યા

0

Another video of the terror of stray cattle

  • રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધુ વકરતી જાય છે. છાસવારે રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે જ ભાવનગરમાં એક બાઈક સવારનું ઢોરનું અડફેટે મોત થયું હતું.

મોરબીમાં (Morbi) માતા-પુત્ર પર ગાયે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગાયના હુમલાની (Cow Attack) આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મોરબીમાં ગાયનો માતા-પુત્ર પર હુમલો :

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં માતા-પુત્ર ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક સામે ઊભેલી ગાય તેમના તરફ દોડતી આવે છે અને બાળક પર હુમલો કરે છે. બાળકને બચાવવા માટે સામે આવતા ગાય તેમને પણ અડફેટે લે છે અને નીચે પાડી દે છે.

સ્થાનિક લોકોએ માંડ માંડ બચાવ્યા :

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. જેમાં જોઈ શકાય છે કેવી રીતે ગાય માતા-પુત્ર પર હુમલો કરે છે. જોકે એટલામાં જ આસપાસના લોકો દોડીને બંનેને બચાવવા ત્યાં પહોંચી જાય છે. તેમ છતાં ગાય તેમને નીચે પાડીને પગથી ખૂંદી નાખે છે.

જો કે માંડ માંડ કરીને લોકો ગાયને ત્યાંથી ભગાડવામાં સફળ થાય છે અને મા-દીકરાને છોડાવે છે. ઘટના શુક્રવારે સવારના સમયે બની હતી. જેનો વીડિયો હવે સામે આવ્યો છે. જો લોકો ત્યાં બચાવવા સમય પર ન આવ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

ગઈકાલે ભાવનગરમાં ઢોરની અડફેટે યુવકનું મોત થયું :

નોંધનીય છે કે દિવાળીની પૂર્વ સંધ્યાએ ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. ઘરેથી બાઈક પર દુકાને જવા નીકળેલા યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. તંત્રની બેદરકારીના કારણે દિવાળી ટાંણે જ યુવકના મોતથી પરિવારમાં હવે માતમ છવાયો હતો.

આ પણ વાંચો :-