ગમે ત્યારે જશે શિંદેની ખુરશી, ‘મોટો ખેલ’ કરવાની તૈયારીમાં ફડણવીસ : ઠાકરે જૂથના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ

Share this story

Shinde’s chair will go anytime, Fadnavis

  • શિવસેનાના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેનાએ દાવો કર્યો છે કે શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે. આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે.

ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) આગેવાની હેઠળની શિવસેનાએ (Shiv Sena) તેના મુખપત્ર સામનામાં દાવો કર્યો છે કે શિવસેનાના 40 બળવાખોર ધારાસભ્યોમાંથી 22 ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. પોતાના સાપ્તાહિક કોલમમાં શિવસેનાએ વરસાદ અને દુષ્કાળ દરમિયાન નિષ્ક્રિય રહેવા બદલ મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) પર તંજ કસ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ દાવો કર્યો છે કે એકનાથ શિંદેને (Eknath Shinde) મુખ્યમંત્રી બનાવવા એ ભાજપની એક અસ્થાયી વ્યવસ્થા છે.

મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે : શિવસેના

સમાનામાં રોકઠોક કોલમમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘હવે બધા સમજી ગયા છે કે તેમની (શિંદેની) મુખ્યમંત્રીની વર્દી ગમે ત્યારે ઉતારી દેવામાં આવશે.’ શિવસેનાએ સામનામાં કહ્યું છે કે, “મહારાષ્ટ્રની ગ્રામ પંચાયત અને સરપંચ ચૂંટણીમાં સફળતાનો શિંદે જૂથનો દાવો ખોટો છે. શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે.

આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.” સંપાદકીયમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, શિંદેના કાર્યોથી મહારાષ્ટ્રને ઘણું નુકસાન થયું છે અને રાજ્ય તેમને માફ નહીં કરે. શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી  પોતાના ફાયદા માટે શિંદેનો ઉપયોગ કરતી રહેશે.

દરેક જગ્યાએ ફડણવીસ જોવા મળે છે : શિવસેના

કોલમમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “શિંદેનું મહારાષ્ટ્રના સીએમ તરીકે વિકાસમાં યોગદાન દેખાઈ રહ્યું નથી. દેવેન્દ્ર ફડણવીસ દરેક જગ્યાએ જોવા મળે છે. દિલ્હીમાં શિંદેનો કોઈ પ્રભાવ નથી. ફડણવીસ મંગળવારે દિલ્હી ગયા હતા. મુંબઈને સ્લમમાંથી બહાર કાઢવાની મહત્ત્વાકાંક્ષી રણનીતિ તરીકે ધારાવી પુનર્વિકાસ પરિયોજના માટે મહારાષ્ટ્ર સરકાર રેલવે પાસેથી જમીન માટે રેલવે મંત્રાલય પાસેથી મંજૂરી લઈ આવી છે.”

આ પણ વાંચો :-