Gujarat election may be held in two phases
- દિલ્હીથી મીડિયા અહેવાલનો દાવો; ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન યોજાશે અને બીજો તબક્કો 4 કે 5 ડિસેમ્બરે યોજવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ઓક્ટોબરના અંત સુધીમાં થઈ શકે છે. દિલ્હીથી મીડિયા અહેવાલે (Media reports from Delhi) દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાંની આસપાસ યોજાઈ શકે છે તેમજ બીજો તબક્કો 5 ડિસેમ્બરની આસપાસ હોઈ શકે છે.
દિલ્હીથી મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ થવાની પૂરેપૂરી શક્યાતાઓ છે. એટલે કે મતગણતરી 8મી ડિસેમ્બરે થઈ શકે છે.
18 ફેબ્રુઆરીએ મુદત સમાપ્ત થશે :
ગુજરાતમાં 14મી વિધાનસભાની મુદત 18 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવાની છે. જે વર્ષ 2017ના ડિસેમ્બરમાં 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતી સાથે ચૂંટણી જીતીને પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર બનાવવામાં આવી હતી.
ચૂંટણી પંચની તૈયારીઓ :
ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનો પણ દિલ્હીના મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે. જે બાબતે ઉલ્લેખનીય છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમોએ ગુજરાતની મુલાકાત લીધી છે.
જેઓએ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે. ગુજરાતની ચૂંટણી બાબતે અમૂક જાણકારી પણ આપી છે. મહત્વનું છે કે બીજી તરફ ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવાનું શરૂ કરી દીધું છે.
2017 ચૂંટણીમાં શુ પરિણામ આવ્યા હતા :
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાંથી 40 બેઠકો અનામત છે. તેમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિના આદિવાસી સમાજ માટે અનામત છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 77 સીટો આવી. આ સિવાય ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 2 સીટમાં 1 સીટ, એનસીપીને મળી હતી. ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી.
આ પણ વાંચો :-