Home Blog Page 1266

T20માં પંડયા સોંપાઈ કમાન, ODIમાં આ સ્ટાર ખેલાડી કેપ્ટન : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમનું એલાન

0

Pandya given command in T20

  • ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમાશે,T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના સોંપાઈ જ્યારે વન ડે ટીમનો કેપ્ટન શિખર ધવન.

ટી-20 વર્લ્ડ કપ 2022 પછી ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ (Team India New Zealand) ના પ્રવાસે જશે. સોમવારે BCCIએ જે બાબતે ટીમની જાહેરાત કરી છે. ભારત ન્યૂઝિલેન્ડની સામે ત્રણ ટી-20 વર્લ્ડ કપ અને ત્રણ વન ડે મેચ રમશે.

આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને (Senior player) આરામ આપવામાં આવ્યો છે. જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડયાના સોંપવામાં આવી છે. વન ડે ટીમની કેપ્ટન શિખર ધવનને (Captain Shikhar Dhawan) બનાવવામાં આવ્યાં છે.

ટી 20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા :

હાર્દિક પંડયા (C), ઋષભ પંત (vc & wk), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (wk), ડબલ્યુ સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

વન ડે ટીમ ઈન્ડિયા :

શિખર ધવન (C), ઋષભ પંત (vc& wk), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (wk), ડબલ્યુ સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચહર , કુલદીપ સેન, ઉમરાન મલિક.

આ પણ વાંચો :-

સુરતમાં બે વર્ષની બાળકીને નરાધમે પીંખી-રોડ પર ફેંકી દીધી, મહિલા પોલીસની કાર્યવાહીના કારણે તાત્કાલિક ધરપકડ 

Naradham threw two-year-old girl on Pinkhi

  • નરાધમે બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરી માસૂમ બાળકી કેનાલ રોડ પરથી તરછોડી દીધી.

સુરતમાં (Surat) વેસુ વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના (A misdemeanor incident) સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ સિટી લાઈટ અણુવ્રત દ્વાર (City Light Atomic Gate) નજીક અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં અપહરણ કરાયેલી માસૂમ બાળકી કેનાલ રોડ (Canal Road) પરથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.

આ તરફ નરાધમે બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચાડી હોવાનું પણ ખૂલ્યું છે. જોકે મહિલા કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરીને કારણે નરાધમ પકડાઇ ગયો છે.

સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતના સિટી લાઈટ અણુવ્રત દ્વાર નજીક બે વર્ષની બાળકીનું એક ઇસમે અપહરણ કર્યું હતું. જે બાદમાં દુષ્કર્મ આચરી અપહરણ કરાયેલી માસૂમ બાળકી કેનાલ રોડ પર છોડી દીધી હતી. કેનાલ રોડ પર મળેલી બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઈજા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મહિલા કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરી :

સુરતમાં બે વર્ષની માસૂમ બાળકી કેનાલ રોડ પરથી મળી આવ્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. જે બાદમાં પોલીસ કંટ્રોલમાં માહિતી મળતા જ આખો વિસ્તાર કોર્ડન કરી લેવાયો હતી. આ તરફ મહિલા કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરીને કારણે નરાધમ ઈસમ પકડાઇ ગયો છે. જે બાદમાં પોલીસે આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2 વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ :

સુરતના સિટી લાઈટ અણુવ્રત દ્વાર નજીક બે વર્ષની બાળકીનું એક ઇસમે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરી માસૂમ બાળકી કેનાલ રોડ પર છોડી દીધી હતી. જોકે બાળકી મળતા તેને ગુપ્ત ભાગે ગંભીર ઇજા હોવાનું સામે આવતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો :-

પોષક તત્વોનું પાવરહાઉસ છે અંજીર ! દૂધની સાથે આ રીતે મિક્સ કરીને સેવન કરો, મળશે ગજબના લાભ

Figs are a powerhouse of nutrients

  • અંજીરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત ઘણા ફાયદાકારક મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે.

ડ્રાયફ્રૂટ્સનું (Dry fruits) સેવન આપણા શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે. આજે અમે તમને એવા જ એક ડ્રાયફ્રૂટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સ્વસ્થ રાખશે. આ સાથે તે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. અંજીરનો (Anjeer) ઉપયોગ અનેક રોગો સામે દવા તરીકે થાય છે. સ્થૂળતા વધવાથી લઈને કબજિયાત (Constipation) સુધીની અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

અંજીરના ફાયદા :

કેલ્શિયમનો સારો સ્ત્રોત :

અંજીરને કેલ્શિયમનો (Calcium) સારો સ્ત્રોત માનવામાં આવે છે. દૂધ સાથે તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે કેલ્શિયમ હાડકા અને દાંત માટે જરૂરી છે. જેમના શરીરમાં આયર્નની ઉણપ છે તેમના માટે અંજીર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયર્નની ઉણપથી પીડાતા લોકોએ સૂકા અંજીરનું સેવન કરવું જોઈએ.

હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક :

હૃદયની બીમારીઓથી પીડિત લોકો માટે અંજીર ખાવું ફાયદાકારક છે. તેમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. રાત્રે અંજીરને દૂધમાં પલાળી રાખો અને સવારે તે દૂધ અને અંજીરનું સેવન કરો.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરો છે અંજીર :

અંજીરમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ શરીરના કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી બીપીનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ : પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા, ઘણા સમયથી હતા નારાજ

0

Big break in BJP ahead of elections

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં (Bharatiya Janata Party) મોટું ભંગાણ સામે આવ્યું છે. વિગતો મૂજબ પંચમહાલના (Panchmahal) પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ (Ex.MP Prabhat Singh Chauhan) કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં (Congress) જોડાયા છે.

ખેડામાં ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ  :

ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. મહત્વનું છે કે, આજે કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.

ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો  :

મહત્વનું છે કે અત્યાર સુધી કોંગ્રેસ કે આપમાંથી નેતાઓ કે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા હતા. જોકે આજે ભાજપના કદાવર સાંસદ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે NCPનાં વડોદરાનાં નેતા ડોકટર તસવીન સિંહ પણ કોંગ્રેસમાં જોડાયા હતા.

આ પણ વાંચો :-

 

AAP નેતા સત્યેન્દ્ર જૈને રૂ.10 કરોડ લીધા : સુકેશ ચંદ્રશેખરના લેટર બોમ્બથી દિલ્હીમાં ખળભળાટ

0

AAP leader Satyendra Jain took Rs 10 crore

  • મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે.

મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrasekhar) દિલ્હીના ઉપરાજ્ય વિનય કુમાર સક્સેનાને (Vinay Kumar Saxena) પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) પર ગંભીર આરોપ લગાવ્યા છે.

સુકેશ ચંદ્રશેખરે લખેલા પત્રમાં દાવો કર્યો છે કે તેણે AAP નેતાને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હતા અને દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીમાં એક મુખ્ય પદ માટે પાર્ટીને 50 કરોડ રૂપિયા દાન આપ્યું હતું. સુકેશે આ મામલે એલજી દ્વારા તપાસની માંગ કરી છે.

આ વાતને લઈને હાલ ભાજપ આમ આદમી પાર્ટી પર ઘણા હુમલા કરી રહ્યું છે. બીજેપી નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ‘આ એક મોટો મુદ્દો છે ! સુકેશ ચંદ્રશેખરે AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની આપ્યા હતા. અને પાર્ટીને લગભગ 50 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. આમાં કોઈ શંકા નથી કે આમ આદમી પાર્ટીને કટ્ટર કરપ્શન પાર્ટી કેમ કહેવામાં આવે છે .’

સુકેશે તેના પત્રમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈને મને પૈસા આપવા માટે મજબૂર કર્યો હતો અને તેના  દબાણના કારણે 2-3 મહિનાના ગાળામાં 10 કરોડની રકમ મારી પાસે વસૂલવામાં આવી હતી. સુકેશે દાવો કર્યો હતો કે આ સમગ્ર પૈસા કોલકાતામાં સત્યેન્દ્ર જૈનના નજીકના સાથી ચતુર્વેદી દ્વારા લેવામાં આવ્યા હતા. આ રીતે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

સુકેશે જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન છેલ્લા 7 મહિનાથી તિહાર જેલમાં બંધ છે પણ તેઓ એ મને ડીજી જેલ સંદીપ ગોયલ અને જેલ પ્રશાસન દ્વારા ધમકી આપી હતી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા માટે મારા પર દબાણ બનાવ્યું હતું અને મને હેરાન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

વડોદરામાં બિલ માટે થઈ બબાલ અને ગેંગે આપી આખું કાફે બોમ્બથી ઉડાવવાની ધમકી-મારામારી, પોલીસ એક્શનમાં

In Vadodara, there was an uproar over the bill

  • અગાઉ દિવાળી સમયે આ ગેંગ દ્વારા એક પરિવાર સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર કાફેમાં જઈ મારામારી કરી હોવાનું સામે આવ્યું.

વડોદરાના (Vadodara) માંજલપુરમાં સિકલીગર ગેંગનો (Sikligar Gang in Manjalpur) આંતક સતત વધી રહ્યો છે. અગાઉ દિવાળી સમયે આ ગેંગ દ્વારા એક પરિવાર સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર કાફેમાં જઈ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ સિકલીગર ગેંગના (Sikligar Gang) લોકો એક કાફેમાં જમવા ગયા હતા. જ્યાં જમવાના બિલ બાબતે કોઈ માથાકૂટ (Headbutt) થતાં ગેંગના સભ્યોએ મારામારી કરી હતી.

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુરમાં સિકલીગર ગેંગનો દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં સિકલીગર ગેંગના લોકો શહેરના એક કાફેમાં જમવા ગયા હતા. જ્યાં જમવાના બિલ બાબતે બબાલ થતાં આ ગેંગે મારામારી કરી હતી. આ સાથે ગેંગે કાફેને બોમ્બથી ઉડાવવાની ધમકી પણ આપી હતી.

આ સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે બાદમાં કાફેના સંચાલકે સિકલીગર ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની ધરપકડ કરી છે.

દિવાળીના દિવસે પણ ગેંગે આતંક મચાવ્યો હતો  :

મહત્વનું છે કે અગાઉ પણ સિકલીગર ગેંગના સાગરીતોએ મારામારી કરી હતી. દિવાળીના દિવસે ગેંગે એક પરિવાર સાથે મારામારી કરી હતી. વિગતો મુજબ સિંધવાઈ માતા રોડ પર રિંકુ સિકલીગરએ ઘરમાં સળગતી દેશી હવાઈ છોડી હતી. જેથી પરિવારે આવું ન કરવાની ટકોર કરતાં ગેંગના11 સભ્યોએ પરિવાર સાથે મારામારી કરી હતી. જેમાં મહિલાને ઘરના ગેટ પાસે પટકી અને ઘરના પુરુષ સભ્યો પર પણ હુમલો કર્યો હતો. આ ઘટના પણ CCTVમાં  કેદ થઇ હતી.

આ પણ વાંચો :-

ભારતનો અત્યંત રહસ્યમય કૂંડ, તાળી પાડો તો થાય છે આ ‘ચમત્કાર’, ન્હાવાથી પૂરી થાય છે માનતા !

0

India’s most mysterious pond, this miracle

  • વિજ્ઞાન ભલે ગમે તેટલી પ્રગતિ કરી લે પરંતુ પ્રકૃતિ તેના કરતા બે ડગલા આગળ જોવા મળતી હોય છે. આમ તો માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે પરંતુ ધરતીના અનેક રહસ્યો એવા છે જેના પર હજુ પણ પડદો પડેલો છે. કુદરતે એવી અનેક રહસ્યમય જગ્યાઓ બનાવેલી છે જેને જોઈને લોકો આજે પણ મોંઢામાં આંગળા નાખી જાય છે.

વિજ્ઞાન (Science) ભલે ગમે તેટલી પ્રગતિ કરી લે પરંતુ પ્રકૃતિ (The nature) તેના કરતા બે ડગલા આગળ જોવા મળતી હોય છે. આમ તો માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે પરંતુ ધરતીના અનેક રહસ્યો એવા છે જેના પર હજુ પણ પડદો પડેલો છે. કુદરતે એવી અનેક રહસ્યમય જગ્યાઓ બનાવેલી છે.

જેને જોઈને લોકો આજે પણ મોંઢામાં આંગળા નાખી જાય છે. ભારતમાં જ આવી એક જગ્યા છે. જેનું રહસ્ય હજુ પણ વણઉકેલ્યું છે. એક એવો કૂંડ છે જ્યાં તાળી વગાડવામાં આવે તો પાણી આપોઆપ બહાર આવવા લાગે છે.

તાળી વગાડતા જ થાય છે આ ચમત્કાર :

ભારતના આ રહસ્યમય કૂંડનું નામ દલાહી કૂંડ છે. જે ઝારખંડના (Jharkhand) બોકારો શહેરથી 27 કિલોમીટર દૂર આવેલો છે. આ કૂંડની સામે જો તાળી પાડવામાં આવે તો પાણી ઉપરની બાજુ આવવા લાગે છે. જેને જોઈને લાગે છે કે જાણે કોઈ વાસણમાં પાણી ઉકળી રહ્યું છે. આ કૂંડનું રહસ્ય આજે પણ એક રહસ્ય જ રહેલું છે. આ કૂંડને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

ઋતુ પ્રમાણે પાણી :

આ કૂંડનું પાણી ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળામાં ગરમ રહે છે. એવી માન્યતા છે કે આ કૂંડમાં ન્હવાથી ચામડીના રોગ દૂર થાય છે. જો કે આ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાણીમાં સલ્ફર અને હીલિયમ છે જેના કારણે ચામડીના રોગ દૂર થાય છે.

સંક્રાતિ પર થાય છે મેળો :

આ સ્થળે મકર સંક્રાંતિ પર મોટો મેળો લાગે છે. આ રહસ્યમય કૂંડ દેવતા દલાહી ગોસાઈનું પૂજા સ્થળ છે. અહીં લોકો દર રવિવારે પૂજા કરે છે. કૂંડ પ્રત્યે લોકોની ખુબ આસ્થા છે. લોકોનું માનવું છે કે આમાં ન્હાતી વખતે જે પણ માનતા માની હોય તે પૂરી થાય છે.

આ કૂંડ વિશે અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો એવું પણ જાણવા મળ્યું કે તેનું પાણી જમુઈ નામના એક નાળામાંથી પસાર થઈને ગર્ગા નદીમાં જાય છે. તાળી વાગવાથી ધ્વનિ તરંગોના કારણે થતા કંપનના કારણે પાણી ઉપરની બાજુ આવવા લાગે છે.

આ પણ વાંચો :-

ઈલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટર ખરીદવું હોય તો પહેલા બેટરી વિશે આ 5 બાબતો જાણી લેવી

0

If you want to buy an electric bike or scooter

  • જયારે ઈ-વાહન (electronic Vehicle) ખરીદવાની વાત આવે છે, ત્યારે બેટરી માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. એવામાં સવાલ એ થાય છે કે તમારી જરૂરિયાત મુજબ કયો વિકલ્પ શ્રેષ્ઠ છે ? આ પાંચ પોઈન્ટથી સમજો.

જયારે ઈ-બાઈક (electronic bike) ખરીદવાની વાત આવે છે. ત્યારે બાઇક અને બેટરી બંને માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. એવામાં સવાલ એ થાય છે કે તમારી જરૂરિયાત મુજબ કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? એવામાં અમે તમને ઈલેકટ્રીક બાઇકની બેટરી સાથે જોડાયેલી 5 મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે જાણવી જરૂરી છે.

પહેલા બેટરી વિશે જાણીએ :

બેટરી પેક વ્યક્તિગત બેટરી “સેલ્સ” થી બનેલા હોય છે. સેલ્સને નળાકાર સેલ્સ અને પ્રિઝમેટિક સેલ્સમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બેટરીના દરેક વર્ગનું ઉત્પાદન વિવિધ સ્વરૂપ અને પરિબળોમાં થાય છે ( બેટરી વિશ્વમાં આ શબ્દ સરેરાશ કદ માટે વપરાય છે). ઈ-બાઈક બેટરી પેકમાં સેલનું સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ફોર્મ-ફેક્ફેટર 18650 છે.

શ્રેષ્ઠ ઈ-બાઈક બેટરી (electric bike battery) કઈ છે ?

યોગ્ય બેટરી પસંદ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે? શું તમે એવી બેટરી ઇચ્છો છો કે જેની લાંબી રેન્જ હોય, પછી ભલે તે યોગ્ય પાવર ધરાવતી ન હોય? અથવા શું તમને એવી બેટરી જોઈએ છે, જેમાં વધુ પાવર હોય પણ તે લાંબો સમય ચાલે? ઈ-બાઇક (electronic bike) માટે લિથિયમ-આયન (લિ-આયન) બેટરી બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે. બેટરીની કિંમત અને ગુણવત્તા વચ્ચે પણ મજબૂત સંબંધ છે.

તેથી દરેક બ્રાન્ડની લિથિયમ-આયન બેટરી સારી હોય તે શક્ય નથી. બેટરી ઉદ્યોગમાં ઘણી જાણીતી કંપનીઓનું સારું નામ છે. તેમની કિંમત ઊંચી હોય છે પરંતુ ગુણવત્તા પણ સારી હોય છે. જો તમે ઈ-બાઈક ખરીદવા જઈ રહ્યા છો. તેમાં જો સેલ ઉત્પાદકની માહિતી ન હોય તો તેને ખરીદવાનું ટાળવું જોઈએ. તેજ રીતે એ પણ ધ્યાનમાં રાખો કે જો યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો સારી બેટરી પણ ખરાબ થઈ શકે છે.

ઈ-બાઈક બેટરીની રેન્જ કેટલી છે ?

બેટરી પેકની રેન્ઝ તેની અંદર ભરેલી ઊર્જાના જથ્થા પર આધારિત છે અને તેને વોટ-કલાક (Wh)માં માપવામાં આવે છે. વોટ-કલાકોની ગણતરી બેટરી વોલ્ટેજ દ્વારા બેટરીની ક્ષમતાને ગુણાકાર કરીને કરવામાં આવે છે. ધારો કે સરેરાશ, 1 માઇલ માટે લગભગ 25 Wh ઉર્જા જરૂરી છે. તેથી 14Ah, 36V બેટરી તમને ચાર્જ દીઠ લગભગ 25-માઇલની રેન્જ આપે છે. સાથે તેમાં ચલાવનારનું વજન બહારના તાપમાનની સ્થિતિ અને પેડલિંગની માત્રા રેન્જમાં નોંધપાત્ર તફાવત લાવે છે.

તમારી ઈ-બાઈકની બેટરી કેવી રીતે ચાર્જ કરવી ?

ઊંચું તાપમાન તમારી બેટરીને અન્ય કોઈપણ વસ્તુ કરતાં ઝડપથી ખતમ કરી નાખે છે. જો તમારી ઈ-બાઈક સંપૂર્ણપણે ચાર્જ થઈ ગઈ હોય અને એવી જગ્યાએ પાર્ક કરેલી હોય જ્યાં તાપમાન ખૂબ વધારે હોય. તો તેને ઘરની અંદર લઈ જાઓ. શક્ય તેટલીવાર ઓરડાના તાપમાને તમારી બેટરી ચાર્જ કરો.

આ પણ વાંચો :-

મોરબી દુર્ઘટના : નીતિન પટેલે કહ્યું સરકારનો આમાં કોઈ રોલ નથી, તંત્ર દ્વારા રિનોવેશન થયું

0

Morbi Tragedy: Nitin Patel said the government

  • બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી: નીતિન પટેલ

મોરબીમાં (Morbi) ઝૂલતો પૂલ (Swinging pool) તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં અત્યાર સુધી 134 લોકોના મોત નિપજ્યાં છે. જોકે આ દરમ્યાન હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું (Former Chief Minister Nitin Patel) નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે મોરબી બ્રિજનું નવીનીકરણ (Renovation of Bridges) અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જોકે અહી મહત્વનું છે કે હજી ગઈકાલે જ એક ખાનગી ચેનલમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે.

શું કહ્યું નીતિન પટેલે

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણ છે. તેવામાં ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જૂનો પુલ નાનો હતો અને ખાનગી ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ પ્રવાસીઓની અવરજવર માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

અગાઉ શું કહ્યું હતું નીતિન પટેલે

મહત્વનું છે કે ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં નીતિન પટેલે કહ્યું હતું કે આ જવાબદારી અમારી છે. કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા.

આ કોઈ છૂપી વાત નથી તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ટૂંક સમયમાં તેનો રિપોર્ટ બધાની સામે આવશે જે બાદમાં આમાં કોની ભૂલ છે તે શોધી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ઈન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કરી રહ્યું છે લોકોના એકાઉન્ટ ? વોટ્સએપ બાદ આ સોશિયલ પ્લેટફોર્મ પર સમસ્યા

0

Instagram is suspending people’s accounts

  • ઘણા ઈન્સ્ટાગ્રામ યૂઝર્સે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સનું કહેવું છે કે તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ઇન્સ્ટાગ્રામે આ વિશે માહિતી આપી છે.

થોડા દિવસ પહેલા કલાકો સુધી વોટ્સએપ ડાઉન (WhatsApp down) રહ્યું જેનાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હવે સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામની (The networking app Instagram) સાથે આવી સમસ્યા આવી છે.

લોકોનો દાવો છે કે લોગ ઇન કરવા પર એકાઉન્ટ સસ્પેન્ડ હોવાનું નોટિફિકેશન જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો સ્ક્રીનશોટ (screenshot) શેર કરી રહ્યાં છે. તો શું ખરેખર ઈન્સ્ટાગ્રામ લોકોના એકાઉન્ટ સસ્પેન્ડ કરી રહ્યું છે?

ઈન્સ્ટાગ્રામની કમ્યુનિકેશન ટીમે ટ્વીટ કરી કહ્યું, અમને આ વાતની જાણકારી છે કે તમારૂ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. પરેશાની માટે ખેદ છે. એક યૂઝરે લખ્યું- ઈન્સ્ટાગ્રામ આ શું થઈ રહ્યું છે? કોઈ કારણ વગર મારૂ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ. જ્યારે હું કોડ વેરિફાઈ કરવાનો પ્રયાસ કરૂ છું તો એરર દેખાડે છે. શું કોઈ અન્યને પણ આવી સમસ્યા થઈ રહી છે ?

જાણકારો પ્રમાણે સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે સર્વર પર સાઇબર એટેક થાય છે. ટ્વિટરની સામે પણ આવી મુશ્કેલી આપી હતી. બાદમાં જાણવા મળ્યું કે હેકરે બેન્કેડનું એક્સેસ લઈ લીધુ હતું. પરંતુ કોઈપણ સોશિયલ પ્લેટફોર્મે હેકિંગની જાણકારી ક્યારેય આપી નથી.

રિયલટાઇમ ઓનલાઇન આઉટેઝ ટ્રેકર ડાઉન ડિટેક્ટરની વાત કરીએ તો તેમાં દેખાડવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક કલાકમાં આશરે 7 હજાર યૂઝર્સને આ પ્રકારની સમસ્યા આવી રહી હતી. જાણવા મળી રહ્યું છે કે ઘણા યૂઝર્સના ફોલોઅર પણ અચાનક ઘટવા લાગ્યા છે.

આ પણ વાંચો :-