Home Blog Page 1265

જાણીતી અભિનેત્રીની સ્ટ્રોકના કારણે બગડી તબિયત, બે વખત કેન્સર સામે જીતી ચૂકી છે જંગ

The well-known actress’s health

  • Aindrila Sharmaની અચાનક તબિયત બગડવાને કારણે તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સ્ટ્રોક પહેલા તેમણે બે વખત કેન્સર સામે જંગ જીતી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી (Film industry) એક હૃદયને હચમચાવી નાખે તેવા અહેવાલ સામે આવ્યાં છે. જાણીતી અભિનેત્રી એન્ડ્રીલા શર્માની તબિયત નાજુક બની છે. એન્ડ્રીલા શર્મા (Andreela Sharma) હોસ્પિટલમાં દાખલ છે. થોડા દિવસો પહેલા અચાનક તેની તબિયત બગડી (Health deteriorated) હતી. ત્યારબાદ તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યા તબીબોની ટીમે તેમની સ્થિતિને ગંભીર જણાવી છે.

હોસ્પિટલમાં દાખલ છે અભિનેત્રી  :

જાણકારી મુજબ એન્ડ્રીલા શર્મા હાવડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમને અચાનક જ સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમના મગજમાં બ્લડ કલોટસ જમા થયા છે. એવામાં અભિનેત્રીની તબિયત ખૂબ નાજુક બની છે. ડોકટરોએ અભિનેત્રીને વેન્ટીલેટર પર રાખી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની સ્થિતિ સારી નથી. ઉલ્લેખનીય છે કે એન્ડ્રીલા બે વખત કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જંગ જીતી ગઇ છે.

કેન્સર સામે જીતી જંગ  :

એન્ડ્રીલા શર્માને જ્યારે બીજી વખત કેન્સર હોવાની જાણકારી મળી તો ત્યારે પણ તેમણે હાર નહોતી સ્વીકારી. અભિનેત્રીએ તેની ક્રિટીકલ સર્જરીને પૂરી કરાવી. આ દરમ્યાન તેમના કીમોથેરાપીના સેશન ચાલ્યા હતા. ત્યારબાદ ડોક્ટર્સે તેમને સારું હોવાનુ બતાવ્યું હતુ.

એન્ડ્રીલા શર્મા એક્ટિંગમાં પોતાનુ કમબેક પણ કરી ચૂકી હતી. પરંતુ હવે અભિનેત્રીની તબિયત ફરીથી બગડી ગઇ. આ સ્થિતિમાં તેમના પરિવારની સાથે-સાથે પ્રશંસકો પણ વધારે દુ:ખી છે.

આ પણ વાંચો :-

ઈલેકશન ૨૦૨૨ : ઈસુદાન ગઢવી બન્યાં AAPના CM પદના ઉમેદવાર, કહ્યું- સિસ્ટમ ખરાબ…….

0

Election 2022: Yesudan Gadhvi

  • આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરી દીધી છે.

ઈસુદાન ગઢવી (Isudan gadhvi)ની સીએમ પદ માટે પસંદગી કરાઈ છે. સંબોધન દરમિયાન કેજરીવાલે (Kejriwale) કહ્યું કે અમે ગુજરાતના લોકો પાસેથી વિવિધ મંતવ્યો માગ્યા હતા. જેનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળ્યો. કુલ 16,48,500 રિસપોન્સ આવ્યાં હતા. જેમાંથી 73% લોકોએ ઈસુદાન ગઢવીના (Isudan gadhvi) નામને પસંદ કર્યું છે.

ભાવુક થયા ઈસુદાન ગઢવી :

CM પદના ચહેરાની જાહેરાતમાં પોતાનું નામ સામે આવતા ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા. તેમણે તરત જ માતાના આશિર્વાદ લીધા હતા. ઢોલ-નગારા સાથે પાર્ટીએ તેમના નામને વધાવ્યું હતું.

પંજાબની ચૂંટણી નીતિ ગુજરાતમાં અપનાવી :

પંજાબની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ભગવંત માનને ચૂંટણી પહેલા જ પોતાની પાર્ટી જીતે તો CMનો ચહેરો બનાવ્યો હતો. હવે આ જ રણનીતિ આપ અહીં ગુજરાતમાં અપનાવવા જઈ રહી છે.

બે તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી :

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતમાં બે તબક્કે ચૂંટણી યોજાશે. 1 ડિસેમ્બરે પહેલો અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. મતગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 

હિમાચલ પ્રદેશ : રોડ શોમાં કેજરીવાલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર બાદ થઈ હાથાપાઈ, માહોલ ગરમાતા ભાષણ ટૂંકાવવું પડ્યું

0

Himachal Pradesh: Clashes broke out after

  • અરવિંદ કેજરીવાલ હિમાચલમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે સોલન પહોંચ્યા હતા. જ્યાં તેમના રોડ શો દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો.

તેવામાં મીડિયા રિપોર્ટ્સ આધારે રોડ શોમાં હાજર કેટલાક લોકોએ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારપછી AAPના કાર્યકર્તાઓ સાથે ઝઘડો થયો હતો. આ વિવાદ વકરતા કાર્યકર્તાઓ એકબીજા સાથે બાખડી પડ્યા અને હાથાપાઈ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. આના પરિણામે AAPના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ભાષણ ટૂંકાવી દીધું હોવાનું પણ સામે આવ્યું છે.

કેજરીવાલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર બાદ માહોલ ગરમાયો :

ગુરૂવારે અરવિંદ કેજરીવાલ સોલનમાં રોડ શો કરી રહ્યા હતા. જ્યાં તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વળી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેજરીવાલ અહીં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયો હતો. જેમાં લોકોએ એક પછી નારા લગાવતા મામલો ગરમાયો હતો. અહેવાલો પ્રમાણે આ દરમિયાન AAPના કાર્યકર્તાઓ અને નારા લગાડતા લોકો વચ્ચે ઝઘડો થઈ ગયો અને હાથાપાઈ થઈ હતી.

હોબાળો થતા કેજરીવાલે કહ્યું…

અરવિંદ કેજરીવાલે હોબાળા મુદ્દે કહ્યું કે આ હોબાળામાં જે ગુંડાઓ છે અન્ય પાર્ટીઓએ મોકલ્યા હોય એમ લાગી રહ્યું છે. આવો હોબાળો અન્ય પાર્ટીઓ જ કરી શકે. આમ આદમી પાર્ટીમાં આવા ગુંડાગીરી કરનારાઓનું કોઈ સ્થાન નથી. આવું કરવું હોય તો અન્ય પાર્ટી સાથે ચાલ્યા જાઓ.

કેજરીવાલના આકરા પ્રહારો…

રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે પહેલા લોકો પાસે ચોક્કસ પાર્ટીઓ સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. હવે તેમની પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. અમે જનતા માટે કાર્યરત છીએ અને તેમના હિતમાં એક સારુ કાર્ય કરીએ એવા વિકલ્પ તરીકે સામે આવી શકીશું.

આ પણ વાંચો :-

23 દિવસની બાળકીના પેટમાંથી એવી વસ્તુ મળી… ડોક્ટર બોલ્યા – આ તો દુનિયાનો પહેલો કેસ !

0

Such a thing was found in the stomach

  • 10 ઓક્ટોબરના રોજ તેનો જન્મ થયો ત્યારથી પેટમાં સોજાના પગલે તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનના આધારે એવું માનવામાં આવ્યું કે બાળકીના પેટમાં ડર્માઈટ સિસ્ટ થઈ હોઈ શકે છે.

ઝારખંડના (Jharkhand) પાટનગર રાંચીમાં 23 દિવસની એક નવજાત બાળકીના (Newborn baby girl) પેટમાંથી આઠ ભ્રૂણ મળી આવ્યા છે. અહીંના ડોક્ટર્સનો દાવો છે કે કદાચ સમગ્ર દુનિયામાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. મેડિકલ ટર્મમાં (A medical term) બાળકના પેટમાં ભ્રૂણ મળી આવવાના મામલાને ફીટસ ઈન ફીટૂ કહેવાય છે.

નવજાત બાળકના પેટમાં એક કે બે ભ્રૂણના કેસ (Two fetal cases) રેર હોય છે. પરંતુ આવા કેસ અનેક જગ્યાએ આવ્યા છે. એક સાથે 8 ભ્રૂણ મળવાનો પોતાની રીતે આવો પહેલો મામલો સામે આવ્યા બાદ ડોક્ટરો પણ અવાક થઈ ગયા છે. શહેરના રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઓપરેશન બાદ બાળકીના પેટમાંથી તમામ ભ્રૂણ કાઢી નાખવામાં આવ્યા છે. બાળકી ઝારખંડના રામગઢની રહીશ છે.

10 ઓક્ટોબરના રોજ તેનો જન્મ થયો ત્યારથી પેટમાં સોજાના પગલે તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનના આધારે એવું માનવામાં આવ્યું કે બાળકીના પેટમાં ડર્માઈટ સિસ્ટ થઈ હોઈ શકે છે. પ્રાથમિક સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. બુધવારે તેનું ઓપરેશન થયું તો એક સાથે આઠ ભ્રૂણ કાઢવામાં આવ્યા.

બાળકીનું ઓપરેશન કરનારા પીડિયાટ્રિક એક્સપર્ટ ડો.ઈમરાનના જણાવ્યાં મુજબ દુનિયામાં 5-10 લાખ બાળકોમાંથી કોઈ એકમાં આવો ફીટસ ઈન ફીટૂ કેસ સામે આવે છે. અત્યાર સુધીમાં આવા 200થી પણ ઓછા કેસ મળ્યા છે. હકીકતમાં ગર્ભમાં જ્યારે એક કરતા વધુ બાળક ઉછરી રહ્યા હોય છે ત્યારે ભ્રૂણના વિકાસ સમયે બીજા ભ્રૂણના સેલ્સ કોઈ એક ભ્રૂણની અંદર જતા રહે છે.

જેનાથી ગર્ભસ્થ બાળકના પેટમાં હજુ બીજુ બાળક ઉછરવા લાગે છે. તેના કારણો પર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યું છે પણ તેને લઈને અત્યાર સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકાયું નથી. હવે એક સાથે બાળકના પેટમાં આટલી મોટી સંખ્યામાં ભ્રૂણ મળી આવવું એ પોતાનામાં એક દુર્લભ કેસ છે.

આ પણ વાંચો :-

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર, જાણો AAP નેતા અલ્પેશ કથીરિયા ક્યાંથી લડી શકે છે ચૂંટણી ?

0

The biggest news of Gujarat politics

  • AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતના રાજકારણના (Politics of Gujarat) સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે AAP નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) ગોંડલથી ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અલ્પેશ કથીરિયાને ગોંડલથી (Gondal) ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.

AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપે પણ અલ્પેશ કથીરિયાને સમર્થન આપ્યુ છે.

મહત્વનું છે કે થોડા સમય પહેલા જ અલ્પેશ કથીરિયાએ AAPની ટોપી પહેરી છે. AAPએ ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યું છે. ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી ઉમેદવાર બદલાઈ શકે છે. ત્યારે હવે AAP અલ્પેશ કથીરિયાને ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. અલ્પેશ કથીરિયાને ગોંડલ બેઠકથી ટિકિટ મળે તેવી શક્યતા છે.

અલ્પેશને લઈને “આપની” સ્ટ્રેટેજી :

અલ્પેશ કથીરિયાને AAP માં સામેલ કરાવીને અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવા માંગે છે. કેજરીવાલની સ્ટ્રેટેજી મિશન સૌરાષ્ટ્ર છે. અલ્પેશના આગમનથી કેજરીવાલ સૌરાષ્ટ્રના 5 જિલ્લા પર ટાર્ગેટ કરી શકે છે. અલ્પેશના આપમાં જોડાવાથી સુરતની 5 બેઠકો પર સીધી અસર થશે. સાથે જ ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢની બેઠકો પર પણ અસર થશે. પાટીદાર અનામત આંદોલનની અસરવાળા વિસ્તારો પ્રભાવિત થશે.

આ પણ વાંચો :-

 

ભારતને હરાવો, તમારા છોકરા સાથે લગ્ન કરીશ : પોપ્યુલર એક્ટ્રેસે ઝીમ્બાબ્વેને આપી અનોખી ઓફર

0

Beat India, marry your boy

  • પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી સેહર શિનવારીએ ઓફર આપી છે કે જો તે આગામી મેચમાં ભારતીય ટીમને હરાવી નાખે તો તે ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરશે. ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત તેના અંતિમ સુપર-12 મેચમાં ઝીમ્બાબ્વે સામે 6 નવેમ્બરે ટકરાવવાનું છે.

ટી-20 વર્લ્ડ કપ 2022નો (T-20 World Cup 2022) રોમાંચ ચરમસીમાએ છે અને સુપર-12ની થોડી મેચ બાકી છે. પરંતુ અત્યારે પણ બંને ગ્રુપમાં સેમી ફાઈનલમાં (Semi Finals) પહોંચવા માટે દરેક ટીમ દાવ રમી રહી છે. કોઈનું પણ નામ સત્તાવાર કન્ફર્મ થયુ નથી. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ઝીમ્બાબ્વે (Pakistan Zimbabwe) સામે હારી ગયું હતું.

હવે જ્યારે ઝીમ્બાબ્વેએ સાઉથ આફ્રિકાને (South Africa) હરાવ્યું તો તેની આશા લાગી ગઈ. જો કે તેને ક્વોલિફાઈ કરવા માટે જરૂરી ફેક્ટ એ છે કે ઝીમ્બાબ્વેએ ભારત સામે જીતવુ પડશે. જેના માટે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ એક આકર્ષક ઓફર પણ આપી છે.

ભારતને હરાવો તો લગ્ન કરીશ  :

સેહર શિનવારીએ ટવિટ કરીને ઝીમ્બાબ્વેને ઓફર આપી છે કે જો તેઓ આગામી મેચમાં ભારતીય ટીમને હરાવી દે છે તો તે ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરશે.

તેમણે ટવિટ કર્યુ હું ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરીશ. જો તેમની ટીમ પ્રભાવશાળી રીતે આગામી મેચમાં ભારતને હરાવી નાખે તો. ત્યારબાદ તેમના ટવિટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી. હજારોની સંખ્યામાં લાઈક્સ મળ્યાં છે તો સેકડો લોકોએ રિટવિટ કર્યા છે.

6 નવેમ્બરે છે મેચ  :

ભારતીય ટીમ છેલ્લી મેચ ઝીમ્બાબ્વે સામે રમશે. આ મેચ સુપર-12ની અંતિમ હશે. આ મેચ 6 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એટલે કે આ મેચ એ જ હશે જ્યાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં 4 વિકેટથી જીત નોંધાવી હતી.

આ પણ વાંચો :-

દિલ્લીનો શ્વાસ રૂંધાયો ! શાળાઓ “લોક”, વાહનો માટે ઓડ-ઈવનની તૈયારી, ઝેરી હવાના એટેક બાદ પ્રતિબંધો લાગુ

0

Delhi breathless! Schools  locked

  • દિલ્હીમાં પ્રદૂષણના વધતાં સ્તરની વચ્ચે સરકારે લગાવ્યા પ્રતિબંધો, સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી.

દિલ્હીમાં (Delhi) શાળાઓને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ વાહનો માટે પણ ઓડ ઈવનની (Odd Even) પદ્ધતિ અમલમાં આવી શકે છે.

દિવાળી પછીથી સતત પ્રદૂષણ સામે લડી રહેલા દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારમાં શ્વાસ લેવો દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યો છે. ત્યાંનું પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ શ્રેણીમાં પહોચી ગયું છે અને આ પોલ્યુશનનો કિસ્સો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોચી ગયો છે. દિલ્હી-NCR માં આ પ્રદૂષણ ઘટાડવાની માંગ વાળી એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ અરજી પર 10 નવેમ્બર પર સુનાવણી થશે.

દિલ્હી-NCR માં વધતાં પ્રદૂષણ વિશે વાત કરતાં CM કેજરીવાલ બોલ્યા હતા કે, ‘પંજાબમાં પરાલી સળગાવવામાં આવી રહી છે તો અમે અને અમારી સરકાર જવાબદાર છે. અમે પરાલી માટે ઘણા પ્રયાસ કર્યા છે અને આશા છે કે આગામી વર્ષ સુધીમાં આ ઘટનાઓમાં ઘટાડો આવશે.’

શુક્રવારે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક બની ગયું છે અને ધુમ્મસની ગાઢ ચાદરને કારણે એવું લાગી રહ્યું છે કે જાણે આખું દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. જણાવી દઈએ કે પ્રદૂષણનો સૌથી મોટો પુરાવો ગણાતા AQIનું સ્તર દિલ્હીના ઘણા વિસ્તારોમાં 750ને પણ પાર કરીને 800ની આસપાસ પહોંચી ગયું છે. આ સાથે જ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મોરબી હોનારતનું 5 દિવસે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ, રાહત કમિશનરે કરી જાહેરાત, ગોઝારી ઘટનામાં 136 લોકોના થયા મોત

0

Morbi disaster rescue operation completed

  • મોરબી ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયૂ ઓપરેશન આજે 5માં દિવસે પૂર્ણ થયું છે.

મોરબીમાં (Morbi) ઝૂલતા પુલની (suspension bridge) દુર્ઘટનાના 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે. આ અંગે રાહત કમિશનરે (Relief Commissioner) રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ (Rescue operation complete) થયું હોવાનું જાહેર કર્યું છે. મચ્છુ નદીમાં (Machhu river) વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી. આ દુર્ઘટનામાં 136 લોકોએ  ગુમાવ્યા જીવ હોવાનું સામે આવ્યું છે.

જેને લઈને રાહત કમિશનરે આજે મોરબીની મુલાકાત લિધી હતી જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા :

આપને જણાવી દઈએ કે મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા છે. ત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે.

6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 4 બોટને રિઝર્વમાં રખાઇ હતી. ત્યારબાદ આજે 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે.

આ પણ વાંચો :-

 

 

નેતાઓ  રહેજો સાવધાન ! ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ‘ઠગ્સ ઓફ પોલિટિક્સ’, રાહુલ ગાંધીનો PA બોલું છું કહી ટિકિટના નામે કોંગી નેતાઓ…..

0

Leaders be careful! Congolese leaders

  • ગુજરાતમાં વડોદરા કોંગ્રેસના બે નેતાઓ સાથે ટિકિટના નામે છેતરપિંડીનો પ્રયાસ. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરાઈ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર ઠગો (Cyber fraud) સક્રિય થયા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને એક ઠગે મેસેજ તેમજ વોટસએપ કોલ મારફતે રાહુલ ગાંધીનો (Rahul Gandhi) PA બોલું છું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તમારે વિધાનસભાની ટિકિટ (Assembly ticket) જોઈતી હોય તો પૈસા આપવા પડશે કહીને છેતરપિંડી (Fraud) આચર્યાનો પ્રયાસ કરાયો.

બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી :

પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં 2 નેતાઓને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સત્યજીત ગાયકવાડ બાદ હવે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફેક કોલ કરી નાણાં માંગવામાં આવ્યા. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

સત્યજીત ગાયકવાડ વાઘોડિયા અને ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ રાવપુરા બેઠકના છે દાવેદાર :

ચૂંટણીમાં ટિકિટ અપાવવાનાં નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યાં છે. વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાનાં નામે ઠગાઈનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડ અને રાવપુરા બેઠક પર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દાવેદાર છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોંગ્રેસનાં વોર્ડ નં. 16ના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે.

સત્યજિત ગાયકવાડને પણ ફોન આવ્યો હતો :

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બંનેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ પણ વાંચો :-

Bharat Jodo Yatra દરમિયાન પોથરાજૂ કેમ બન્યા રાહુલ ગાંધી ? પોતાને માર્યા કોરડા

0

Why Pothraju became Rahul Gandhi

  • તેલંગાણામાં પોતાની માર્ચના નવા દિવસે યાત્રા સંગારેડ્ડી જિલ્લામાં પ્રવેશ કરી ગઇ. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (ટીપીસીસી) ના પ્રમુખ એ.રેવંત રેડ્ડી, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી અને ઘણા અન્ય નેતા અને પાર્ટીના ઘણા કાર્યકર્તા યાત્રામાં ભાગ લઇ રહ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Congress leader Rahul Gandhi) ગુરૂવારે તેલંગાણાના સંગારેડ્ડી (Sangareddy of Telangana) જિલ્લામાં ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન પોતાને ચાબૂક મારવાની પ્રથામાં ભાગ લીધો અને પોથરાજૂની ભૂમિકા ભજવી. તેલંગાણાના (Telangana) પારંપારિક તહેવાર બોનાલૂમાં પાર્ટીના ધારાસભ્ય જગ્ગા રેડ્ડી (MLA Jagga Reddy) સાથે ભાગ લેતાં રાહુલ ગાંધી પોતાને ચાબૂક માર્યા.

પોથરાજૂ તેલંગાણામાં કાઢવામાં આવતી વાર્ષિક બોનાલૂ જુલુસમાં એક પાત્ર છે. તેમણે ‘મહાકાલી’ દેવીના વિભિન્ના રૂપોની સાત બહેનોનો ભાઇ ગણવામાં આવે છે. જુલુસનું નેતૃત્વ કરતાં પોથરાજૂ એક ચાબુક લઇને ચાલે છે અને ઢોલની થાપના અવાજની સાથે પોતાને ચાબુક વડે કોરડા મારે છે.

પોતાની યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદે સ્થાનિક લોકોની સાથે વાતચીત કરી. સ્થાનિક સાંસ્કૃતિક કલાકારોની સાથે ડાન્સ કર્યો અને બાળકો સાથે રમત પણ રમી. પૂર્વ નૌસેના અધ્યક્ષ એડમિરલ રામદાસ અને તેમની પત્ની અને સામાજિક કાર્યકર્તા લલિતા રામદાસ પણ યાત્રામાં જોડાયા હતા.

તેલંગાણામાં પોતાની માર્ચના નવા દિવસે યાત્રા સંગારેડ્ડી જિલ્લામાં પ્રવેશ કરી ગઇ. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (ટીપીસીસી) ના પ્રમુખ એ. રેવંત રેડ્ડી, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી અને ઘણા અન્ય નેતા અને પાર્ટીના ઘણા કાર્યકર્તા યાત્રામાં ભાગ લઇ રહ્યા હતા.

તેલંગાણામાં પગપાળા માર્ચ 7 નવેમ્બર સુધી ચાલશે અને 4 નવેમ્બરના રોજ એક દિવસનો બ્રેક હશે. આ રાજ્યની 19 વિધાનસભા અને સાત સંસદીય ક્ષેત્રોમાં કુલ 375 કિલોમીટરનું અંતર પુરૂ કરશે. યાત્રા તેલંગાણાથી સાત નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો :-