Home Blog Page 1243

કોઈના બાપથી ડરતા નહીં, ભાજપના ઉમેદવારે આવું કહ્યું અને પછી…! Video Viral

0

Not afraid of one’s father

  • હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી. હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે હવે એકદમ માહોલ ગરમાઈ ગયો છે. રાજકીય પક્ષો (Political parties) અને નેતાઓ દ્વારા આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દૌર શરૂ થઈ ગયો છે. ત્યારે ક્યારેક નેતાઓની જીભ લપસતી હોય છે તો ક્યારેક નેતાઓ તાનમાં આવીને પણ જાણી જોઈને ચર્ચામાં રહેવા માટે વિવાદિત નિવેદનો આપતા હોય છે.

કંઈક આવું જ ભાજપના નેતા હીરા સોલંકીએ (Heera Solanki) પણ કર્યું હોવાનું સામે આવ્યું. હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી (Awe threat) આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી. હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે.

ભાજપના દબંગ ધારાસભ્ય હીરા સોલંકીએ વિરોધીઓ પર નિશાન સાધતા કાંઈક એવું નિવેદન આપ્યું જેનાથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમરેલી- રાજુલા (Amreli- Rajula) વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી.

હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. હીરા સોલંકીના આ નિવેદનનો વીડિયો વાયરલ (Viral Video) થયો અને બસ રાજનીતિના ગલિયારાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

વાત એવી છે કે ભાજપના કાર્યકર્તાઓને કેટલાક લોકોએ ધમકી આપી હશે. અને આ વાતની ખબર તેમના નેતા અને પૂર્વ સંસદીય સચિન હીરા સોલંકીને પડી. બસ પછી તો હીરા સોલંકીએ કહ્યું કે,” કોઈના બાપથી ડરતા નહીં અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. ધાક ધમકી આપવા માટે જે લોકો અહીંયા નિકળ્યા છે તે લોકોના ડબ્બા હુ ગુલ કરી કાઢવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નિકળ્યા છે તેનું ધ્યાન રાખજો. આપણે ખૂબ સારા મતોથી જીતવા જઈ રહ્યા છે.”

કોણ છે હીરા સોલંકી?

હીરા સોલંકી ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. સાથે જ તેઓ પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીના ભાઈ છે. પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી કોળી સમાજના પ્રભાવશાળી નેતાઓ છે. સૌરાષ્ટ્ર પર સોલંકી ભાઈઓની પકડ છે. અને હીરા સોલંકી દબંગ નેતા તરીકે જાણીતા છે. આ વખતે ભાજપે તેમને અમરેલી-રાજુલા વિધાનસભા બેઠકથી ટિકિટ આપી છે.

આ પણ વાંચો :-

10 કલાક સેલ્યુલર જેલમાં વિતાવી આવો…: સાવરકર મામલે ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને આપ્યો જવાબ

0

Spend 10 hours in a cellular jail

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયા સાથે ગુજરાતની ચૂંટણી, પક્ષની વિચારધારા, સમાન નાગરિક સંહિતા અને સાવરકર મામલા પર ખુલીને વાત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એવામાં રાજ્યના પૂર્વ સીએમ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ પોતાની પૂરી તાકાત લગાવીને પ્રચાર કરી રહ્યા છે. આ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ (Chief Ministers) પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) મીડિયા સાથે ગુજરાતની ચૂંટણી, પક્ષની વિચારધારા, સમાન નાગરિક સંહિતા અને સાવરકર પર ખુલીને વાત કરી હતી. વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ચૂંટણી વિશે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખશે અને વધુમાં વધુ બેઠકો અને મતોથી જીતીને રેકોર્ડ સર્જશે.

આ સાથે જ એમને રાહુલે વીર સાવરકરની દેશભક્તિ પર ઉઠાવેલા સવાલો પર પણ વાત કરી હતી અને આ સાથે જ અમિત શાહે ગુજરાત સરકારની રચના થતાં જ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત કરી છે.

ભાજપ આ વખતે તમામ રેકોર્ડ તોડશે – શાહ

એક મીડિયાના ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીતની આગાહી કરી હતી અને કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખશે. ભાજપ વધુમાં વધુ બેઠકો અને મતોથી જીતીને રેકોર્ડ સર્જશે.’

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે ‘આ વખતે ભાજપ બે રેકોર્ડ તોડશે. એક તો મહત્તમ બેઠકોનો રેકોર્ડ અને બીજો વોટ ટકાવારીના રેકોર્ડને પણ તોડશે. આ સાથે જ ભાજપ ગુજરાતમાં જંગી બહુમતી સાથે સરકાર બનાવશે.’

આ પણ વાંચો :-

મુકેશ અંબાણી બન્યાં નાના, ઈશા અંબાણીએ આપ્યો જોડિયા બાળકોને જન્મ

0

Mukesh Ambani became younger

  • મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તેમના ઘરે એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો છે.

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) પુત્રી ઈશા અંબાણીના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર (Piramal family) દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ઈશા અંબાણીએ (Isha Ambani) 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.

મીડિયા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઈશા અને આનંદ પીરામલને જોડિયા બાળકો છે અને માતા ઈશાની સાથે તેમના બંને બાળકો પણ સ્વસ્થ છે. પુત્રનું નામ કૃષ્ણા અને પુત્રીનું નામ આદિયા જણાવવામાં આવ્યું છે અને બંને સ્વસ્થ છે.

તેમ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવાયું હતું :

મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલના માતા-પિતા અજય અને સ્વાતિ પીરામલ દ્વારા જારી કરાયેલ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છે અને તેઓ બધા ખૂબ જ ખુશ છે. આશીર્વાદ અને શ્રેષ્ઠતાની રાહ જોઈ રહ્યા છીએ. ઈચ્છાઓ આ તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે.

ઈશા અને આનંદ પીરામલના લગ્ન વર્ષ 2018માં થયા હતા :

વર્ષ 2018 માં ઈશા અંબાણીએ હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પીરામલના માલિક અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોની યાદીમાં સામેલ છે. જેમાં દેશ, બોલિવૂડ અને દુનિયાભરની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થઈ હતી.

ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર છે :

મુકેશ અંબાણીની એકમાત્ર દીકરી ઈશા અંબાણીને તાજેતરમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર બનાવવામાં આવી છે. મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તે જ સમયે તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી બિઝનેસમાં MBA નો અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો :-

‘ગુજરાતમાં પાટીદારો આ વખતે ભાજપની સાથે છે’, Hardik Patelએ કારણ આપીને શું કહ્યું…

0

‘Patidars in Gujarat are with BJP this time

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વિરમગામથી ભાજપે આ વખતે હાર્દિક પટેલને ટિકિટ આપી છે. હાર્દિક વિરમગામનો ગઢ જીતવા માટે પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે (Hardik Patel) આ વખતની ચૂંટણી વિશે જણાવ્યું હતું કે, 2017માં ચૂંટણીમાં સ્થિતિ અલગ હતી અને મુદ્દા અલગ હતા. પરંતુ હવે પાટીદારો એક છે. તે PM મોદી સાથે ઊભા છે.

2017ની ચૂંટણીનો મુદ્દો અલગ હતો :

એક ન્યૂઝ એજન્સી આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું કે પાટીદાર એક છે. તેમણે PM મોદીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. 2017ની ચૂંટણીમાં મુદ્દો અલગ હતો. 10 ટકા EWS ક્વોટાથી ગુજરાતમાં પટેલો સહિત અન્ય વર્ગોથી ગરીબો અને વંચિતો માટે આરક્ષણનો લાભ વધાર્યો છે. આ વખતે પટેલો ભાજપને પ્રચંડ બહુમત મળે તે નક્કી કરશે.

EWSથી ભાજપને ફાયદો થશે :

હાર્દિકે કહ્યું કે EWSથી ભાજપને ખૂબ ફાયદો થશે. પાછલી વખતે પાટીદાર આંદોલનથી લગભગ 20 સીટો પર પ્રત્યક્ષ રીતે અસર કરી હતી અને ઘણી અન્ય સીટો પર અપ્રત્યક્ષ અસર થઈ હતી. પરંતુ હવે માત્ર પટેલ જ નહીં અન્ય ઘણા સમાજને પણ અનામતનો લાભ મળશે.

કેજરીવાલ વિશે શું કહ્યું?

AAPને લઈને સવાલ પૂછતા હાર્દિક પટેલે કહ્યું કે તે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીને ભાજપ માટે કોઈ ખાસ પડકાર તરીકે નથી જોતા. કોંગ્રેસ જ પ્રતિદ્વંદ્વી છે. જોકે ચૂંટણીમાં તે ઘણા અંતરથી બીજા નંબર પર રહેશે. તેમણે કહ્યું કે AAP ચૂંટણી લડવા માટે આઝાદ છે. પરંતુ ભગવાન વિષ્ણુ અને મહેશ પર તેમના નેતાઓની ટિપ્પણીઓએ ગુજરાતના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

આ પણ વાંચો :-

 

VIDEO : સુરતમાં AAPની જનસભા વચ્ચે DJ સાથે નીકળી BJP રેલી, પછી જે થયું તે જોવા જેવું

0

VIDEO : BJP rally with DJ in AAP’s public meeting in Surat

  • સુરતમાં ચૂંટણી ટાણે સરથાણાના યોગીચોક બાદ હવે લિંબાયતમાં પણ ભાજપ અને AAPના કાર્યકરો સામસામે આવી જતા ઘટનાસ્થળે સૂત્રોચ્ચારના દ્રશ્યો સર્જાયા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે દરેક પક્ષો દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસારને લઇને ઠેર-ઠેર જાહેર સભાઓ અને રેલીઓ નીકાળવામાં આવી રહી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં જંગી જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે સુરતના લિંબાયતમાં (Limbayat of Surat) એકાએક ભાજપ અને AAPના કાર્યકરો સામસામે આવી ગયા હતા.

લિંબાયતમાં ભાજપ-AAPના કાર્યકરો આવી ગયા હતા સામસામે :

લિંબાયતમાં AAPની જાહેરસભા ચાલી રહી હતી એ દરમ્યાન બીજી તરફથી ભાજપની રેલી નીકળી. ત્યારે બંને પક્ષના કાર્યકરો થોડી વાર માટે સામસામે આવી ગયા હતા. આથી બંને પક્ષના કાર્યકરોએ સામસામે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે બંને પક્ષો સામસામે આવી જતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તાત્કાલિક ધોરણે પોલીસે સમગ્ર સ્થિતિ સંભાળી લીધી હતી.

અગાઉ સરથાણાના યોગીચોકમાં પણ ઘર્ષણ થયું હતું :

તો બીજી બાજુ એક દિવસ અગાઉ સુરતના સરથાણાના યોગીચોકમાં ઘર્ષણની પણ એક ઘટના સામે આવી હતી. જેમાં AAP અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતા મોટી બબાલ થઇ હતી. બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને કારમાં તોડફોડ કરી હતી.

જો કે આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સાથે CRPFની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.પથ્થરમારાની આ ઘટનામાં કેટલાંક કાર્યકર્તાઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી હતી. જોકે આ ઘટના બાદ યોગીચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હજુ વધારે તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો :-

શું ગુજરાતમાં ત્રીજા પક્ષની એન્ટ્રી ભાજપના આ ગઢને હલબલાવી મૂકશે ? 12 સીટો પર ખેલાઇ શકે છે મોટો રાજકીય દાવ

0

Will the entry of a third party in Gujarat shake

  • ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપનો ગઢ કહેવાતી સુરતની બેઠક પર “દિલ્હી મોડલ”ની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે સુરતની 12 સીટો પર રાજકીય દાવ ખેલાઈ શકે છે.

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે 182 બેઠકોને લઇને ત્રિપાંખિયો જંગ જામશે. એવામાં તમામ રાજકીય પક્ષો (Political parties) દ્વારા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટેના રાજકીય દાવ અપનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં સુરત એક એવો જિલ્લો છે કે જેની 12 બેઠકોને લઈને રાજકારણ ગરમાઈ શકે છે.

ગુજરાતમાં ત્રીજા પક્ષની એન્ટ્રીથી સુરતની 12 સીટો પર જામશે ત્રિપાંખિયો જંગ :

તમને જણાવી દઈએ કે સુરતમાં 12 વિધાનસભા બેઠકો આવે છે. કોંગ્રેસ અને ભાજપ અહીંયા વર્ષોથી પોતાનો રાજકીય ખેલ અપનાવી રહી છે. પરંતુ આ વખતે મુકાબલો વધારે રોમાંચક થવા જઇ રહ્યો છે. કારણ કે આ વખતે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે AAPની એન્ટ્રી થઈ છે. જેના પડઘા છેક ભાજપની કબ્જાવાળી 12 સીટો પર પણ દેખાઇ રહ્યાં છે.

જોકે સુરતની 12 વિધાનસભા સીટો પરની સ્થિતિ શું હશે તે તો 8 ડિસેમ્બરના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે. પરંતુ વર્ષ 2021માં મ્યુનિસિપલ ચૂંટણી જીતીને સુરતમાં AAPએ એન્ટ્રી તો કરી લીધી હતી. એ દરમ્યાન પાર્ટીના 27 પાર્ષદોએ જીત હાંસલ કરી હતી. જોકે થોડાક સમય બાદ તેમાંથી 5 પાર્ષદોએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. મહત્વનું છે કે આ વખતે રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાવા જઇ રહ્યું છે.

આ વખતની ચૂંટણીમાં AAPએ મોટા પાટીદાર ચહેરાઓને મોકો આપ્યો :

આ વખતની ચૂંટણીમાં AAPએ 12 વિધાનસભા બેઠકો પર મોટા પાટીદાર ચહેરાઓને મોકો આપ્યો છે. જેમાંથી વરાછા બેઠક પરથી અલ્પેશ કથીરિયા, ઓલપાડથી ધાર્મિક માલવિયા અને કતારગામથી ગોપાલ ઇટાલિયાનું નામ સામેલ છે કે જેઓ આ વખતે ચૂંટણી લડશે. એમાંય વળી ગોપાલ ઈટાલિયા પાસે તો AAPની કમાન પણ છે. આ સાથે પ્રચાર અભિયાન દરમ્યાન પણ પાર્ટીના પ્રમુખ ચહેરા તરીકે પણ તેઓ સામે આવી ચૂક્યાં છે.

આ સિવાય AAPએ ઈસુદાન ગઢવીને પણ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઈસુદાન ગઢવીને પણ AAPએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઇસુદાન ગઢવી કે જેઓ AAPના CM પદના કેન્ડીડેટ છે. તેઓ જામખંભાળિયાથી ચૂંટણી લડશે. તથા દ્વારકા બેઠક પરથી નકુમ લખમણભાઇ બોઘાભાઈને ટિકિટ અપાઈ છે.

આ પણ વાંચો :-

 

Rahul Gandhi એ જ્યારે માતાને પૂછ્યું – શું હું સુંદર છું ? સોનિયા ગાંધીએ આપ્યો હતો ચોંકાવનારો જવાબ

0

When Rahul Gandhi asked his mother

  • કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન હાલમાં જ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની એક તસવીર સામે આવી હતી. જેમાં રાહુલ ગાંધી માતાના જૂતાની દોરી બાંધતા નજરે ચડ્યા હતા. હવે રાહુલ ગાંધીએ પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. જ્યારે તેમણે માતા સોનિયા ગાંધીને પૂછ્યું હતું કે શું તેઓ દેખાવમાં સુંદર છે?

કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા દરમિયાન હાલમાં જ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમના માતા સોનિયા ગાંધીની (Sonia Gandhi) એક તસવીર સામે આવી હતી. જેમાં રાહુલ ગાંધી માતાના જૂતાની દોરી બાંધતા નજરે ચડયાં હતા. હવે રાહુલ ગાંધીએ પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. જ્યારે તેમણે માતા સોનિયા ગાંધીને પૂછ્યું હતું કે શું તેઓ દેખાવમાં સુંદર છે?

સોનિયા ગાંધીએ આપ્યો હતો ચોંકાવનારો જવાબ :

આમ તો સામાન્ય રીતે દરેક માતા પોતાના બાળકોના વખાણ જ કરે છે પરંતુ રાહુલ ગાંધીના આ સવાલ પર સોનિયા ગાંધીએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યારે તેમના માતાને પૂછ્યું કે શું હું સુંદર છું? ત્યારે સોનિયા ગાંધીએ જવાબ આપ્યો હતો કે ‘ના, ઠીક ઠાક છે’.

રાહુલ ગાંધીએ પોતે કર્યો ખુલાસો :

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના બાળપણનો આ કિસ્સો સંભળાવતા પોતે આ વાતનો ખુલાસો કર્યો. વાત જાણે એમ છે કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ એક યુટ્યૂબર સમદીશ ભાટિયા સાથે ઈન્ટરવ્યુમાં પોતાના બાળપણના આ કિસ્સાને શેર કરતા કહ્યું કે જ્યારે હું બાળક હતો ત્યારે મે મારી માતા પાસે જઈને પૂછ્યું કે મમ્મી, શું હું સુંદર દેખાઉ છું? ત્યારે મારા માતાએ મારી તરફ જોયું અને કહ્યું કે ‘ના, તું ઠીક ઠાક (સામાન્ય) દેખાય છે.’

હંમેશા સચ્ચાઈનો સામનો કરાવે છે માતા- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સોનિયા ગાંધી હંમેશા સત્યનો સામનો કરાવે છે. તેમણે કહ્યું કે, ‘મારા માતા આવા જ છે. મારા માતા તરત અરીસો દેખાડે છે. મારા પિતા પણ આવા જ હતા. મારો આખો પરિવાર આવો છે. જો તમે કઈક કહો તો તેઓ તમને સચ્ચાઈનો સામનો કરાવે છે.’

રાહુલ ગાંધીએ શેર કર્યો ઈન્ટરવ્યુનો વીડિયો :

રાહુલ ગાંધીએ ઈન્ટરવ્યુનો વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે ‘ઈશ્વર વિશે, ભારતના વિચાર સહિત ઘણું બધુ. ભારત જોડો યાત્રા દરમિયાન એકદમ સ્પષ્ટ અને શાનદાર વાતચીત.’

રાહુલ ગાંધીએ પોતાની લાઈફસ્ટાઈલ વિશે પણ કરી વાત :

પોતાના જીવન અને લાઈફસ્ટાઈલ વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પોતાના માટે જૂતા ખરીદે છે, પરંતુ ક્યારેક ક્યારેક તેમના માતા અને બહેન પણ તેમને જૂતા મોકલે છે. તેમણે કહ્યું કે ‘મારા કેટલાક નેતા મિત્ર પણ મને જૂતા ભેટમાં આપે છે’. જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈ ભાજપના નેતા તેમને જૂતા મોકલે છે? તો તેમણે જવાબ આપ્યો કે ‘તેઓ તેને મારા પર ફેંકે છે.’

આ પણ વાંચો :-

યુટ્યુબનું મોટું એલાન, Shortsના લીધે ક્રિએટર્સની કમાણી હવે વધી જશે, લોન્ચ કર્યું નવું ફીચર

0

YouTube’s big announcement

  • આગામી દિવસોમાં યુટ્યુબ તેના કન્ટેન્ટ સર્જકોને પણ પૈસા કમાવવાની તક આપી રહી છે. ત્યારે કંપની રેવન્યુ જનરેટ કરવા માટે યુટ્યુબ શોર્ટસ પર ઘણું કામ કરી રહી છે.

યુટ્યુબ (Youtube) આ દિવસોમાં તેના શોર્ટ વિડીયો (Short video) પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ શોર્ટસ પર ઘણું કામ કરી રહ્યું છે. કંપની આ પ્લેટફોર્મથી રેવન્યુ જનરેટ (Generate revenue) કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. કંપની માત્ર પોતાને જ નહીં પરંતુ કન્ટેન્ટ સર્જકોને પણ કમાણીની તક આપવા માંગે છે. આ માટે તે પોતાના પ્લેટફોર્મ પર સતત નવા ફીચર્સ એડ કરી રહી છે.

ટૂંકી વિડિઓઝનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. વપરાશકર્તાઓ અન્ય કોઈપણ સોશિયલ મીડિયા વેબસાઇટ અથવા વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ કરતાં ટૂંકા વિડિયો પ્લેટફોર્મ પર વધુ સમય વિતાવી રહ્યા છે. આ જ કારણ છે કે યુટ્યુબે તેના પ્લેટફોર્મ પર શોર્ટ વિડીયો એટલે કે યુટ્યુબ શોર્ટનું ફીચર રજૂ કર્યું હતું.

હવે તે આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે અને કંપની તેનાથી આવક મેળવવાની યોજના બનાવી રહી છે. માત્ર કંપની જ નહીં પણ સર્જકોને પણ YouTube Shortsમાંથી પૈસા કમાવવાની તક આપે છે.

યુટ્યુબ પર નવું ફીચર આવ્યું :

મંગળવારે કંપનીએ યુટ્યુબ શોર્ટસ પર એક નવું ફીચર ઉમેર્યું છે. કેટલાક નિર્માતાઓ અમેરિકામાં આ સુવિધાનું પરીક્ષણ કરી રહ્યા હતા. તેની મદદથી યુઝર્સ વીડિયોમાં પ્રોડક્ટને ટેગ કરી શકે છે. ગૂગલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ‘યુએસ, ભારત, બ્રાઝિલ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના દર્શકો ટેગ અને ઈન્ટરેક્શન વિકલ્પ જોશે. અમે ધીમે ધીમે અન્ય સર્જકો માટે ટેગિંગની સુવિધાઓ લાવવાનું શરૂ કરીશું. યુટ્યુબના આ ફીચરની ચર્ચા પહેલા જ થઈ ચૂકી છે.

શોર્ટ વિડિયો બનવાના શરૂ થયા :

ત્યારે ટીક ટોક પર દુનિયાનાં કેટલાક દેશોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતમાં પણ ટીક ટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટીક ટોકના આવ્યા બાદ જ શોર્ટ વિડિયો બનવાના શરૂ થયા હતા.

યુ ટ્યુબર્સ શોર્ટ અને ઈન્સ્ટાગ્રામ રીતને ફાયદો :

જો કે માર્કેટમાં ટીક ટોક ગાયબ થઈ જવાથી યુ ટ્યુબર્સ શોર્ટ અને ઈન્સ્ટાગ્રામ રીતને ફાયદો થયો છે. પરંતુ જે બજારોમાં ટીક ટોક છે ત્યા આ એપ્લીસેશન સખ્ત સ્પર્ધાનો સામનો કરી રહી છે. હાલમાં જ યુ ટ્યુબે તેની ટીવી એપમાં શોટર્સ વિડિયો પણ ઉમેર્યા છે.

આ પણ વાંચો :-

Royal Enfield માત્ર 68,000 રૂપિયામાં લાવ્યું બાઈક, પરંતુ ખરીદ્યા પછી પણ નહીં ચલાવી શકો !

Royal Enfield brought the bike for only

  • સ્કેલ મોડેલ એ એક આર્ટિફેક્ટ (કલાકૃતિ) હોય છે જે ઓબ્જેક્ટ જેવું લાગે છે. સામાન્ય રીતે બાઈક અને કારના સ્કેલ મોડલ બનાવવામાં આવે છે. તે અસલ વાહન જેવું જ દેખાય છે. જો કે માત્ર રાખવામાં આવે છે.

જો તમે પણ સસ્તું રોયલ એનફિલ્ડ બાઈકની (Royal Enfield Bike) રાહ જોઈ રહ્યા હતાં. તો તમારા માટે સારા અને ખરાબ એમ બન્ને સમાચાર છે. સારા સમાચાર એ છે કે Royal Enfield એક સસ્તું મોટરસાઇકલ લઈને આવ્યું છે. પરંતુ ખરાબ સમાચાર એ છે કે તમે આ બાઈકને ખરીદ્યા પછી પણ ચલાવી શકશો નહીં.

વાસ્તવમાં કંપનીએ તેની Royal Enfield Classic 500 બાઇકનું સ્કેલ મોડલ રજૂ કર્યું છે. મોડલ ઓરિજિનલ બાઇક જેટલું જ મોટું છે. તે કંપનીની ગોવામાં ચાલી રહેલી રાઈડર મેનિયા ઈવેન્ટમાં ખરીદી શકાય છે. આ ઈવેન્ટ 20 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે.

શું છે સ્કેલ મોડેલની વિશેષતા?

સ્કેલ મોડેલ એ એક આર્ટિફેક્ટ (કલાકૃતિ) હોય છે જે ઓબ્જેક્ટ જેવું લાગે છે. સામાન્ય રીતે બાઇક અને કારના સ્કેલ મોડલ બનાવવામાં આવે છે. તે અસલ વાહન જેવું જ દેખાય છે. જો કે માત્ર રાખવામાં આવે છે. તેઓનો ઉપયોગ કરી શકાતો નથી.

વજન છે 8.5 કિગ્રા  :

Royal Enfield એ આ સ્કેલ મોડલની કિંમત 67,990 રૂપિયા રાખી છે. આ કિંમતમાં તમે Hero MotoCorp, Bajaj અને TVS ની કેટલીક બાઇક ખરીદી શકો છો. આ મોડેલ હાથથી બનાવવામાં આવ્યું છે. તેનું વજન 8.5 કિલો છે. તેની લંબાઈ 780 mm, પહોળાઈ 380 mm અને ઊંચાઈ 261 mm છે.

તેના નિર્માણમાં નાની વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં ફ્યુઅલ ટેન્કથી જ આગળ અને પાછળનું સસ્પેન્શન, થ્રોટલ ગ્રિપ અને ક્લચ લીવર પણ ઓરિજિનલ બાઇકની જેમ કામ કરે છે. વાસ્તવિક બાઈકની જેમ પ્રતિકૃતિ આઠ પેઇન્ટ સ્કીમ્સ- રેડડિચ રેડ, ટીલ ગ્રીન, ક્રોમ બ્લેક, ગન ગ્રે, મરૂન ક્રોમ, બેટલ ગ્રીન, ડેઝર્ટ સ્ટોર્મ અને જેટ બ્લેકમાં પણ ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો :-

 

21 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકોને માં ખોડીયારની કૃપાથી થશે ધનલાભ, સર્જાશે પ્રવાસનો યોગ

21 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદમાં વૃદ્ધિ થાય મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જૂના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહવધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણા. લક્ષ્મીની પ્રાપ્‍તી થાય. પરિવારમાં શાંતી વધે. માતાની તબિયત સાચવવી સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધન હાનિનાના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્ની સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નીસુખમાં વૃદ્ધિધ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધન:
દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિઅે સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવશે.

આ પણ વાંચો :-