Home Blog Page 1237

રેલવેના મુસાફરો માટે સારા સમાચાર, ઈમરજન્સીમાં ટિકિટ ન હોય તેવા કિસ્સામાં આ સુવિધા મળશે

0

Good news for railway passengers

  • Indian Railway New Rules : ટ્રેનમાં પ્રવાસ કરતા સમયે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પ્રવાસીને ટ્રેનમાં પ્રવાસ માટે કન્ફર્મ ટિકિટ નથી મળી શકતી. તો ઘણીવાર ઈમર્જન્સી હોય તેવા સમયે તમને ટ્રેનમાં જ ટિકિટની સિવિધા મળી જશે આવો સમજીએ કઈ રીતે.

ટિકિટ કન્ફર્મ (Ticket Confirmation) ન હોય તેવા કિસ્સામાં ટ્રેનમાં મુસાફરી (Travel) કરવાથી દંડ થઈ શકે છે. ઘણી વખત TTE મુસાફરને સ્થળ પર ટિકિટ આપી દે છે. જો કે ક્યારેક ઈમરજન્સીમાં (Emergency) ક્યાંક જવું પડે તેમ હોય અને કન્ફર્મ ટિકિટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરો સામે આ મુશ્કેલી હોય છે. પણ હવે રેલવે વિભાગે આ તકલીફનો ઉકેલ આપ્યો છે.

હવે તમે તે દંડ અથવા ટિકિટના પૈસા કાર્ડ દ્વારા ચૂકવી શકો છો. પેમેન્ટમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવેએ પોતાની ઈલેક્ટ્રોનિક સર્વિસ એટલે કે POSને 4જી સર્વિસ સાથે જોડી દીધી છે.

ટ્રેનની ટિકિટ ન મળે તો પણ તમે મુસાફરી કરી શકો :

રેલવેના નિયમ મુજબ જો તમારી પાસે રિઝર્વેશન ન હોય અને તમારે ક્યાંક ટ્રેનમાં જવાનું હોય તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો. જો કે ટ્રેનમાં ચઢ્યા પછી તમારે તમારી ટિકિટ માટે તરત જ ટિકિટ ચેકિંગ કર્મચારીને મળવું પડશે. આ સેવા ફક્ત કટોકટી દરમિયાન જ ઉપલબ્ધ છે. પરિવાર કે સમૂહમાં આ રીતે યાત્રા નહીં કરી શકો.

TTE આપશે ટિકિટ :

તમે ટિકિટ ચેકર પર જઈને સરળતાથી ટિકિટ લઈ શકો છો. આ નિયમ ભારતીય રેલવે નિયમો દ્વારા બનાવવામાં આવ્યો છે. આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટિકિટ ચેકર એટલે કે TTEનો તાત્કાલિક સંપર્ક કરવો પડશે. ત્યારબાદ TTE તમને જ્યાં જવાનું છે તે સ્થળની ટિકિટ આપશે.

હવે TTE પાસે 4G POS મશીન રહેશે :

રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર અધિકારીઓ પાસે પોઈન્ટ ઓફ સેલિંગ (POS) મશીનમાં 2જી સિમ લગાવેલા હોય છે, જેના કારણે ઘણી વખત દૂરના વિસ્તારોમાં ઈન્ટરનેટ નેટવર્કની સમસ્યા થાય છે. પરંતુ હવે તમારે નેટવર્કને કારણે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ મશીનો માટે રેલવે 4જી સિમની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. જેથી તમે સરળતાથી ચૂકવણી કરી શકશો. ટ્રેનની ટિકિટ માટે તમે કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકશો.

રેલવેએ આ નવું પગલું ભર્યું છે. હવે તમે ટ્રેનનું ભાડું અથવા તો રોકડની જગ્યાએ તમારા ડેબિટ કાર્ડથી દંડ ભરી શકો છો. એટલે કે હવે જો તમારી પાસે ટ્રેનની ટિકિટ ન હોય તો તમે ટિકિટ લઈ શકો છો અથવા ટ્રેનમાં ચડ્યા બાદ કાર્ડથી દંડ ભરી શકો છો.

આ પણ વાંચો :-

 

2017-21 સુધી ભાજપને ગુજરાતમાં સૌથી વધુ મળ્યું કોર્પોરેટ ફંડ, કોંગ્રેસની રકમ જાણીને ચોંકી જશો

0

From 2017-21 BJP received

  • ADR ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ 2017 અને 2021 વચ્ચે ગુજરાતમાં સૌથી વધુ કોર્પોરેટ ફંડ પ્રાપ્ત કરનારી પાર્ટી રહી છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR ) એ રવિવારે એક રિપોર્ટમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી 2017 અને 2021 વચ્ચે ગુજરાતમાંથી વધુ  કોર્પોરેટ ફંડ મેળવનાર પાર્ટી રહી છે. આ ફંડ કોંગ્રેસથી (Congress) 16 ગણું વધારે છે. રિપોર્ટ અનુસાર ચાર રાજકીય પાર્ટી- ભાજપ, કોંગ્રેસ, આપ અને એસકેએમને નાણાકીય વર્ષ 2016-2017 અને 2020-2021 વચ્ચે ગુજરાતના 1571 દાનદાતાઓ પાસેથી 174.06 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ફંડ (Corporate Fund) પ્રાપ્ત થયું છે.

આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 1519 દાનદાતાઓ પાસેથી 163.54 કરોડ રૂપિયાની રકમના કોર્પોરેટ ફંડ ભાજપને મળ્યું હતું. તો કોંગ્રેસને આ દરમિયાન માત્ર 10.46 કરોડ રૂપિયા મળ્યા છે. દાનના રૂપમાં રાજકીય પાર્ટીઓને 343 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ પ્રાપ્ત થયા છે. તો 174 કરોડનું કોર્પોરેટ દાન છે. પાર્ટી નાણાકીય વર્ષ 2018-2019માં કોર્પોરેટ ફંડની સૌથી મોટી પ્રાપ્તકર્તા પણ હતી જેની કિંમત 46.22 કરોડ રૂપિયા હતી. જે કોંગ્રેસના 2.61 કરોડથી લગભગ 18 ગણું વધુ હતું.

ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરનારી નવી આમ આદમી પાર્ટીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોર્પોરેટ દાનમાં કુલ 3.2 લાખ રૂપિયા મળ્યા છે. 2017-2020 વચ્ચે આપને કોઈ દાન મળ્યું નથી. પાંચ વર્ષના સમયગાળામાં રાજકીય દળો દ્વારા પ્રાપ્ત કુલ 4,014.58 કરોડ રૂપિયાના કોર્પોરેટ ફંડમાંથી 4.34 કે 174.06 કરોડ રૂપિયા ગુજરાતથી આવ્યા છે.

દેશભરની રાજકીય પાર્ટીઓની વાત કરીએ તો દરેક પાર્ટીને કુલ મળીને 16 હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે. જેમાંથી 80 ટકા ડોનેશન એટલે કે 12842 કરોડ રૂપિયા માત્ર આઠ રાજકીય પક્ષોને મળ્યા છે. જ્યારે પ્રાદેશિક પાર્ટીઓને ત્રણ હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે.

તમને જણાવી દઈએ કે ADR રિપોક્ટમાં તે પણ કહેવામાં આવ્યું હતું કે ભાજપ જે પ્રથમ તબક્કાની તમામ 89 સીટો પર ચૂંટણી લડી રહી છે. તેના 79 ઉમેદવાર એટલે કે 89 ટકા ઉમેદવારોની સંપત્તિ એક કરોડ રૂપિયાથી વધુ છે.

આ પણ વાંચો :-

મુંબઈ સે આયા મેરા દોસ્ત …! 30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન

0

Mumbai se aya mera dost

  • એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મુંબઈના ઝૂમાંથી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગમાં વાઘની આ જોડી લવાઈ છે. બદલામાં તેમની આપણાં તરફથી એક સિંહની જોડી આપવામાં આવી છે. 30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન થયું છે.

ભારત સરકારના (Government of India) પ્રાણીઓની જાળવણી અંગેના એટલે કે વાઈલ્ડ લાઈફના નિયમોને અનુસરીને આપણે ત્યાં અભ્યાસ અને પ્રવાસનના હેતુથી એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ (Animal Exchange Program) ચાલતો હોય છે. જેમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રાણીઓને ઝૂમાં એક્ષચેન્જ કરવામાં આવતા હોય છે. એ જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં મહારાષ્ટ્રથી (Maharashtra) લાવવામાં આવી છે એક વાઘની જોડી.

આ પ્રોગ્રામ અંતર્ગત આપણે ત્યાંથી એક સિંહની જોડી આપીને વાઘ અહીં લાવવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં આવેલાં સક્કરબાગમાં આ વાઘની જોડી લાવવામાં આવી છે.એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મુંબઈના ઝૂમાંથી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગમાં વાઘની આ જોડી લવાઈ છે. બદલામાં તેમની આપણાં તરફથી એક સિંહની જોડી આપવામાં આવી છે.

30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની જોડીનું આગમન થયું છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુંબઇથી વાઘની જોડી લવાઇ હોય તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. અંદાજે 150 વર્ષ કરતા જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે.

એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ અહિંથી પ્રાણીઓને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલી ત્યાંથી નવા પ્રાણી મંગાવવામાં આવે છે. ત્યારે એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ખાતેથી 2.5 વર્ષના સિંહ અને 2 વર્ષની સિંહણને સંજય ગાંધી નેશનલ પાર્ક મુંબઈમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી 2 વાઘને લવાયા છે. આમાં વાઘની ઉંમર 6 વર્ષની છે. જ્યારે વાઘણની ઉંમર 4 વર્ષની છે.

આ પણ વાંચો :-

આફતાબ પર હુમલાનો પ્રયાસ, કહ્યું-શ્રદ્ધાના 35 ટુકડા કરનારાના 70 ટુકડા કરીશું

Attempted attack on Aftab

  • દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો સાંજે 6.45 વાગે થયો જ્યારે આફતાબને દિલ્હી પોલીસ એફએસએલ ઓફિસ લઈને પહોંચી હતી.

શ્રદ્ધા મર્ડર કેસના (Shraddha Murder Case) આરોપી આફતાબ પૂનાવાલાની ગાડી પર સોમવારે (28 નવેમ્બર) ના રોજ દિલ્હીના (Delhi) રોહિણીમાં હુમલો થયો છે. પોલીગ્રાફ ટેસ્ટ (Polygraph test) બાદ એફએસએલ ટીમ આફતાબને લઈને બહાર નિકળી હતી.

ત્યારે કેટલાક લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી અને ગાડી પર હુમલો કરી દીધો. આ લોકોના હાથમાં તલવારો હતી અને આ આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા. ત્યારે એક પોલીસકર્મી વાનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંદૂક તાણી દીધી.

હવાઈ ફાયરિંગની વાત પણ કહેવામાં આવી રહી છે. ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ વાન પર પથ્થરમારો પણ કર્યો છે. હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે તેને બે મિનિટ બહાર નિકાળો, મારી નાખીશ. આફતાબની ગાડી પર હુમલો કરનાર કેટલાક આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હુમલાવરોએ હિંદુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કર્યો છે.

તલવાર લઈને આ લોકો પહેલાં પોલીસ સામે આવી ગયા. પોલીસે આ લોકોને જ્યારે રોકવાનો પ્રયત્ન કર્યો તેમના પર હુમલો પણ કર્યો. ત્યારબાદ પોલીસ જેવી થોડી પાછળ હતી. તેમણે તે વાનનો દરવાજો ખોલી દીધો જેમાં આફતાબ હાજર હતો. આ હુમલો સાંજે લગભગ 6.45 વાગે થયો. હુમલાવરોએ કહ્યું કે અમારી બહેન-દીકરીઓ આજના સમયમાં સુરક્ષિત નથી. એવામાં અમારી બહેનના 35 ટુકડા કરનારાના અમે 70 ટુકડા કરીશું.

આ પહેલાં FSL આસિસ્ટંટ ડાયરેક્ટર સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે એક્સપર્ટની ટીમ પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે અને જલદીજ અ આજનું સેશન પુરૂ કરી લેવામાં આવશે. જો જરૂરિયાત જણાશે તો કાલે પણ આફતાબને આ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ ખત થયા બાદ નાર્કો ટેસ્ટની શરૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

આજથી ઠંડી શરૂ ! સાંજ પડતા જ ઠંડાગાર થઈ જશે ગુજરાતના આ શહેરો, જાણો તમારા શહેરનું હવામાન

0

Starting cold from today

  • ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપામાન 18 ડિગ્રી થઈ જશે. જેના કારણે તો સાંજ પડતા જ મોટા ભાગના શહેરોમાં ઠંડક વર્તાવા લાગશે.

શિયાળો (Winter) શરૂ તો થઈ ગયો છે પણ હજુ સુધી જોઈએ એવી ઠંડી પડતી નથી. રાત્રે ઠંડી અનુભવાય છે પણ દિવસ દરમ્યાન વાતાવરણ ગરમ રહેતું હોય છે. પણ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આજથી વાતાવરણમાં પલટો આવશે. સાંજ પડતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આજ સાંજથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના કેટલાંક શહેરોમાં વાતાવરણમાં બદલા આવશે. વાતાવરણમાં પલટાને કારણે રાજ્યના કેટલાંક શહેરો ઠંડાગાર થઈ જશે.

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપામાન 18 ડિગ્રી થઈ જશે. જેના કારણે તો સાંજ પડતા જ મોટા ભાગના શહેરોમાં ઠંડક વર્તાવા લાગશે. વાતાવરણ બદલાતા આજથી રીતસર ઠંડીનો ચમકારો અનુભાવાશે.

આજે અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથ, મોરબી અને ભરૂચ જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે. તાપમાન ઘટતા આ જિલ્લાઓમાં અચાનક ઠંડી વધી ગઈ હોવાનો અહેસાસ થશે. તેથી સાંજે બહાર નીકળતા હોવ તો ગરમ કપડાં કે સાલ સાથે રાખવાનું ના ભૂલતા.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેશે.

તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 22 ડ઼િગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 37 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો :-

મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘૂસતા જોવા જેવી થઈ, ગેહલોતે આમાય ભાજપને કોસી, જુઓ શું કહ્યું

0

It was like seeing a bull enter the Congress meeting in Mehsana

  • મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જતા લોકોમાં નાસભાગ મચી હતી. અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે.

ગુજરાતમાં ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે. ત્રણય પક્ષો જીત માટે એડી ચોટીનો દમ લગાવી રહ્યાં છે અને વિવિધ સ્થળોએ પ્રચારનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિત શાહે ગુજરાતમાં પ્રચાર કમાન સંભાળી છે તો વળી કોંગ્રેસમાં અશોક ગહેલોત (Ashok Gehlot) સહિત કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.

આ બધાની વચ્ચે એક મહત્વની ઘટના સામે આવી છે જેમાં મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો અને લોકોમાં આખલાને પગલે નાસભાગ મચી હતી જે મુદ્દે અશોક ગહેલોત ભાજપ પર પ્રહાર કર્યા હતાં.

મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો :

મહેસાણા કોંગ્રેસની સભામાં આખલો ઘુસી ગયો હતો. જેના પગલે સભા સ્થળે લોકોમાં નાસભાગ મચી હતી. આખલા મામલે અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે અને જ્યારે જ્યારે કોંગ્રેસની સભા હોય ત્યારે ભાજપ આવું કરે છે પરંતુ છતા પણ કોંગ્રેસ જીતે છે.

આ પણ વાંચો :-

આ રીતે બનાવો મસાલા ચા, શરદી-ઉધરસ-શરીરનાં સોજાં થશે દૂર

Make masala tea in this way

  • મસાલાં ચામાં અનેક પૌષ્ટિક તત્વો રહેલાં હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ચાનો ટેસ્ટ પણ અદભૂત હોય છે જે તમને શરદી-ઉધરસમાં રાહત અપાવે છે. આ સિવાય પણ મસાલાં ચામાં અનેક ગુણો રહેલાં છે.

ચોમાસાની સિઝન હોય કે શિયાળાની, ભારતનાં લોકો હંમેશા ખુશનુમા વાતાવરણમાં ચાને (Tea) યાદ કરતાં હોય છે. ત્યારે શિયાળાના ઠંડીના વાતાવરણમાં ચાય જેટલીવાર મળી જાય તે ઓછું જ લાગે છે. તેવામાં જો તમને શરદી કે ઉધરસ કે ગળાંમાં દુ:ખાવો વધે છે તો આ મસાલા ચા જેવું અકસીર બીજું કંઈ નથી. આ ચામાં રહેલાં પૌષ્ટિક તત્વો ઈમ્યૂનિટી (Immunity) વધારવાની સાથે હાડકાંઓને પણ મજબૂત કરે છે.

મસાલાં ચા બનાવવાની રીત :

  1. ચા મસાલાં પાઉડર બનાવવા સૂંઠને પીસી લ્યો.
  2. હવે ધીમા ગૅસે એક તપેલાને મૂકી તેમાં લવિંગ, કાળા મરી, એલાઇચી અને તજ ઉમેરી ચડવા દો.
  3. આ તમામ મસાલાંને ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને ગ્રાઇન્ડરમાં પીસીને પાઉડર બનાવી લો.
  4. આ પાઉડરમાં પિસેલ સૂંઠ અને જાયફળનો પાઉડર ઉમેરી ફરી પીસી લો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું :

  1. મસાલા ચા બનાવતી વખતે દૂધ અને પાણીની માત્રાનું ધ્યાન રાખવું
  2. ચાને વધુ સમય સુધી ગેસ પર ન ચડાવવું
  3. જો ચા મસાલો વધુ તેજ અને તીખું પસંદ નથી તો મસાલાંની માત્રા થોડી ઓછી કરી દેવી અને કાળા મરી અને તજનો ઉપયોગ પણ ઓછો રાખવો.

આ ચાનાં ફાયદા :

મોટાભાગનાં લોકોને ઠંડીનાં વાતાવરણમાં હાડકાંઓનાં દુ:ખાવા પર ફરિયાદ રહેતી હોય છે અને શરીરમાં સોજાં પણ આવતાં હોય છે. તેવામાં તમે મસાલાં ચામાં આદૂ અને લવીંગનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારા શરીરનો દુ:ખાવો અને સોજાં દૂર થાય છે. આદૂ અને લવિંગ પણ આ તકલીફોમાં ફાયદાકારક રહે છે.

  • ઈમ્યૂનિટી વધશે :

મસાલાં ચામાં એન્ટીઓક્સિડેન્ટસ અને ફાઈટોકેમિકલ જેવા ગુણો રહેલાં છે જે તમારી ઇમ્યૂનિટીને મજબૂત બનાવે છે. ઠંડીમાં ઇમ્યૂનિટી ઘટી જતી હોય છે અને બિમારી વધી જતી હોય છે તેવામાં આ બિમારીઓથી બચવા અને ઇમ્યૂનિટી મજબૂત કરવાં આ મસાલાં ચાનું સેવન કરવું જોઇએ.

શિયાળાનાં સમયમાં બાળકોથી લઇને મોટી ઉંમરનાં તમામ લોકો એકવાર તો શરદી-ઉધરસ જેવા વાયરલનો ભોગ બને જ છે. તેવામાં જો તમે આદૂ, તુલસી જેવા તત્વોથી બનેલી અદભૂત મસાલાં ચાનું સેવન કરો છો તો થોડાં સમયમાં જ તમને ફાયદો દેખાશે અને શરદી-ઉધરસ-ફ્લૂથી રાહત મળશે.

આ પણ વાંચો :-

ફેસબુક યુઝર્સ સાવધાન ! જો-જો આવી ભૂલ કરતા નહીં તો એક ઝાટકે થઇ જશે બેંક એકાઉન્ટ સાફ

Facebook users beware

  • આજકાલ ફેસબુક દ્વારા અનેક રીતે ઓનલાઈન છેતરપિંડી થવા લાગી છે એટલા માટે ફેસબુકનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

ફેસબુક (Facebook) એ વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ્સમાંથી એક છે અને આ એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા તમે દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકો છો અને દુનિયાના કોઈપણ છેડેથી લોકો તમારી સાથે જોડાયેલ રહી શકે છે. ઓળખીતો હોય કે કોઈ અજાણ્યો કોઈ પણ ફેસબુક પર તમારો મિત્ર બની શકે છે.

તમારા વિચારો વ્યક્ત કરવા અને મિત્રોનું વર્તુળ વધારવા માટે ફેસબુક એ સારી એપ છે પણ આજકાલ ફેસબુક દ્વારા અનેક રીતે ઓનલાઈન છેતરપિંડી થવા લાગી છે. ઘણા ફેસબૂક યુઝર્સ અલગ અલગ રીતે અનેક છેતરપિંડીના શિકાર બન્યા છે. એટલા માટે હવે ફેસબુકનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. સાથે જ કેટલીક એવી બાબતો છે. જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફેસબુક દ્વારા જો કોઈ તમને કોઈ પણ લિંક મોકલે છે તો તે લિંક પર ક્લિક ન કરવું જોઈએ. સામાન્ય રીતે આવી લિંક્સ આકર્ષક ઓફર સાથે મોકલવામાં આવે છે અને લિંક ક્લિક કરવા પર તમારું એકાઉન્ટ હેક પણ થઈ શકે છે. એક વખત હેક થઈ ગયા પછી તમારી પ્રોફાઇલમાં રહેલ દરેક વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કરીને હેકર્સ તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકાય છે.

ફેસબુક પર ખૂબ જ સસ્તા દરે કે મફત વસ્તુઓ અને સામાન આપવાનો દાવો કરતી જાહેરાતોથી બચવું જોઈએ અને તેની જાળમાં ક્યારેય ન ફસાવવું જોઈએ. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુઝર્સના બેંક ખાતામાંથી આવી લોભમણી જાહેરાતોની આડમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા જ તમામ પૈસા ઉપાડીને બેંક ખાતું ખાલી કરી દેવામાં આવે છે.

Facebook પર તમારી ફ્રેન્ડ લિસ્ટમાં તમે જેને ઓળખો છો તેને જ એડ કરવા જોઈએ. આ ઉપરાંત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી કે સ્વીકારતા સમયે એ ખાતરી કરવી જોઈએ કે પ્રોફાઇલ ફેક તો નથીને. જો કોઈપણ અજાણ્યા વ્યક્તિને એડ કરી લેવાથી તે તમારા એકાઉન્ટની માહિતીની મદદથી છેતરપિંડી પણ કરી શકે છે.

જો તમારા કોઈ મિત્રના નામે ફરીથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી રહી હોય તો તે એક્સેપ્ટ ન કરવી જોઈએ. આ પાછળ કારણ એ છે કે હાલ સાયબર ક્રિમિનલ્સ ડુપ્લીકેટ ફેસબુક આઈડી બનાવીને લોકો સાથે આડેધડ છેતરપિંડી કરી રહ્યા છે.

ફેસબુક દ્વારા જો તમારો કોઈ ઓળખીતો વ્યક્તિ બેંક ખાતાની વિગતો અથવા પૈસા માંગે તો તે ક્યારેય ન આપવા જોઈએ. એવું પણ શક્ય છે કે કોઈ વ્યક્તિએ તમારા ઓળખીયા વ્યક્તિનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યું હોય અને પછી તેના નામે તમારી પાસેથી પૈસા માંગવામાં આવતા હોય છે.

આ પણ વાંચો :-

29 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

29 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આનંદ ઉત્સાહ પૂર્ણ ‌દિવસ આવકનું પાસુ મજબુત બનતું જણાય. આ‌‌ર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. માતૃસુખમાં વધારો થાય. ‌મિત્રોથી લાભ. પ‌રિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ‌ચિંતા રહે.

‌મિથુન
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાકી શકાય. નાણાંકીય, બાબતો માટે ઉત્તમ ‌દિવસ, નાના ભાઈ બહેનોની પ્રગ‌તિ થતી જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્ર‌તિકારક શ‌ક્તિ ઘટે. થાક લાગે.

કર્ક
‌મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્ય‌ક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પ‌ત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

‌સિંહ
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના ‌મિત્રો ને મળવાનું થાય. ‌મિત્રો નો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. ‌વિદ્યાર્થી ‌મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગ‌તિ આવક વધશે.

કન્યા
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્ય‌ક્તિને સફળતા મળે. માતા-‌પિતા તરફથી શાં‌તિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ અનુભવાશે.

તુલા
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનત ના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃ‌શ્ચિક
ભાગ્યના બળે આવકમાં વૃ‌દ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ‌ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધન
માન‌સિક અશાં‌તિ રહે. નકારાત્મક ‌વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાં‌તિથી ‌દિવસ પસાર કરવા. ભગવાન ‌શિવની ઉપાસનાથી લાભ થાય.

મકર
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા ‌વિશાળ મન રહેશે. ભ‌ક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું ‌નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધા‌ર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભ
જોમ-જુસ્સામાં વધારો થાય. ‌મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમ ભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ‌ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીન
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગ‌તિ થી આનંદ થાય. ‌વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ‌દિવસ. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ થાય. બીજા ને મદદ કરવાથી દીલ હરખાય. ‌મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

શ્રદ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેક્શન : સુરતના ડ્રગ પેડલર સાથે છે આફતાબનો સંબંધ

0

Gujarat connection in Shraddha murder case

  • આફતાબના ડ્રગ્સ એન્ગલમાં હવે સુરત સાથે તાર જોડાયા, સુરતનો કુખ્યાત ડ્રગ પેડલર આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હોવાનો ખુલાસો થયો.

દિલ્હીમાં (Delhi) શ્રદ્ધા મર્ડર કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હવે શ્રદ્ધા મર્ડર કેસનું ગુજરાત (Gujarat) કનેક્શન ખૂલ્યું છે. આફતાબ સાથે જોડાયેલ ડ્રગ પેડલરની (Drug peddler) ધરપકડ થઈ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, ડ્રગ પેડલર સુરતનો હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની (Faisal Momin) ધરપકડ કરાઈ છે. તે સુરતનો છે. ફૈઝલ મોમીન આફતાબ પૂનાવાલાને (Aftab Poonawalla) ડ્રગ પહોંચાડતો હતો. ત્યારે શ્રદ્ધા મર્ડર કેસમાં સુરત પોલીસ પણ દોડતી થઈ છે.

સુરતનો ફૈઝલ મોમીન આફતાબ પૂનાવાલાને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. તેથી હવે ફૈઝલ મોમીનના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની 4 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પાંડેસરા અને અમરોલીમાં 4 કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. ત્યારે ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.

બે વાર થયો છે આફતાબનો પોલિગ્રાફી ટેસ્ટ :

દિલ્હીના મહરૌલી વિસ્તારમાં પોતાની પ્રેમિકા શ્રદ્ધાની ઘાતકી હત્યા કરીને તેના મૃતદેહા 35 ટુકડા કરનાર આરોપી આફતાબનો સોમવારે ત્રીજીવાર પોલીગ્રાફી ટેસ્ટ થશે. હાલ કોર્ટે આફતાબને 13 દિવસની ન્યાયિક પૂછપરછમાં રાખ્યો છે. તે દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. આફતાબનો નાર્કો ટેસ્ટ આંબેડકર હોસ્પિટલના ડો.નવીન કરશે.

આફતાબ પૂનાવાલાનો અત્યાર સુધી બે વાર પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો છે. એફએસએલની ટીમે ગુરુવારે ટેસ્ટ દરમિયાન 8 કલાક તેની પૂછપરછ કરી હતી. શુક્રાવેર આફતાબની 3 કલાક પૂછપરછ કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આફતાબની તબિયત ખરાબ થવાને બીજા દિવસે અમે પૂછપરછ કરી શક્યા ન હતા. આ કારણે સોમવારે તેનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો છે.

શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ ફોરેન્સિક તપાસમાં થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જે હાડકાં પોલીસને મળી આવ્યા હતા તેના  બ્લડ ક્લોટ  અને શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલને મેચ કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે ફોરેન્સિક લેબે  બ્લડ ક્લોટ અને હાડકાનું શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલ સાથે મેચ કર્યું હતું. જેમાં ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયું હોવાની પુષ્ટિ થઈ છે.

સમગ્ર રિપોર્ટમાં લાગશે સમય :

પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફોરેન્સિક તપાસની ટીમે દિલ્હી પોલીસને એ વાતની મૌખિક જાણકારી આપી છે. એવું કહેવાયું છે કે સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને આપવામાં હજું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને થોડા દિવસનો સમય લાગી શકે છે.

પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા એગ્ઝાબિટની તપાસ બાદ શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ ગઈ છે. બીજી બાજુ ફોરેન્સિક ટીમે પોલીસને એ પણ જણાવ્યું કે તેમને આરીથી બોડી કાપવાના નિશાન મળ્યા છે. આવામાં પોલીસ હવે આગળની કાર્યવાહી કરવાની સાથે ડિટેઈલ રિપોર્ટ મળવાની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો :-