Home Blog Page 1223

મોત બાદ પણ સિદ્ધુ મુસેવાલાનો જલ્વો યથાવત, ગૂગલમાં મોસ્ટ સર્ચ એશિયન 2022 જાહેર

Even after death, Sidhu Musewala

  • ગુગલે 2022ની મોસ્ટ સર્ચ્ડ એશિયનની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભારતમાંથી દિવંગત સિદ્ધૂ મૂસેવાલા ત્રીજા નંબરે છે. તો અભિનેત્રીની વાત કરીએ તો કેટરીના કૈફ સૌથી વધુ સર્ચ કરવામાં આવતી લોકપ્રિય અભિનેત્રી બની છે.

ગુગલ (Google) તરફથી ટોપ 10 મોસ્ટ સર્ચ્ડ એશિયનની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પંજાબી રેપર સિદ્ધૂ મૂસેવાલા (Siddhu Moosewala) ત્રીજા નંબરે છે. તો લત્તા મંગેશકર પાંચમાં નંબરે છે. સાતમા, આઠમા અને નવમા નંબરે અનુક્રમે કેટરીના કૈફ (Katrina Kaif), આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા છે. તો દસમા નંબરે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે.

કોરિયાઈ બેન્ડ બીટીએસ ફાઈવ ગૂગલ મોસ્ટ સર્ચ એશિયનની યાદીમાં પહેલા નંબરે :

કોરિયાઈ બેન્ડ બીટીએસ ફાઈવ ગૂગલ મોસ્ટ સર્ચ એશિયન ની યાદીમાં પહેલા નંબરે છે. આ બેન્ડના પ્રશંસકો આખી દુનિયામાં છે  અને તેમના ગીતો પણ બધાને પસંદ આવે છે. તો બીજા નંબરે જંગકુક છે. ચોથા નંબરે જિમિન છે અને છઠ્ઠા નંબરે લિસા છે. 2022 થોડા સમયમાં પુરૂ થવાનું છે. બધા પોતાના આગામી નવા વર્ષને લઇને રિજોલ્યુશનની તૈયારીમાં જોડાયા છે.

ગૂગલે મોસ્ટ સર્ચ્ડ એશિયન 2022ની યાદી જાહેર કરી :

ગૂગલે આ દરમ્યાન મોસ્ટ સર્ચ્ડ એશિયન 2022ની યાદી જાહેર કરી છે. જેમાં સારા અલી ખાન, દિશા પટણી, જ્હાન્વી કપૂર જેવી અભિનેત્રીનુ પણ નામ છે. પરંતુ ટોપ ટેનમાં રહેલી ભારતીય અભિનેત્રીમાં કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડાનુ જ નામ છે. આલિયા ભટ્ટની હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલીઝ થઇ હતી.

તો હાલમાં એક પુત્રીની માં પણ બની છે. તેમણે રણબીર કપૂર સાથે આ વર્ષે લગ્ન પણ કર્યા છે. તેઓ થોડા સમયમાં કરણ જોહરની ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં દેખાશે. આ ફિલ્મમાં તેમના સિવાય રણવીર સિંહની મહત્વની ભૂમિકા હશે.

આલિયા ભટ્ટ બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળશે :

આલિયા ભટ્ટ બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ દેખાશે. કેટરીના કૈફ સલમાન ખાન અને ઈમરાન હાશમીની સાથે ટાઈગર 3માં જોવા મળશે. પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ અને કેટરીના કૈફની સાથે જી લે જરામાં જોવા મળવાની છે. તો પ્રિયંકા ચોપરા લવ અગેનમાં દેખાશે.

આ પણ વાંચો :-

માથે તિલક અથવા ચોટી રાખી આવતા વિદ્યાર્થી પર એસિડથી અટેક કરવાની ખાનગી શાળાએ આપી ધમકી

A private school has been accused

  • હરિયાણાના યમુનાનગરમાં સ્કૂલ ટીચર પર ફરીથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ વખતે ઘટના ડીએવી પબ્લિક સ્કૂલમાંથી સામે આવી છે.

હરિયાણાના (Haryana) યમુનાનગરમાં સ્કૂલ ટીચર પર ફરીથી ધાર્મિક ભાવનાઓને (Religious Spirit) ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ વખતે ઘટના ડીએવી પબ્લિક સ્કૂલમાંથી સામે આવી છે. આરોપ છે કે ડીએવી પબ્લિક સ્કૂલના (DAV Public School) શિક્ષકોએ ચોટી રાખવા અને માથા પર તિલક લગાવીને આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપી છે.

આ વાતથી પીડિત વિદ્યાર્થીઓ ડરી ગયા છે. તેમણે ઘરે આવીને પોતાના વાલીઓને આપબીતી સંભળાવી હતી. જેને લઈને પરિવારના લોકો ખૂબ જ નારાજ છે. જોત જોતામાં મામલો હિન્દુ સંગઠનો સુધી પહોંચી ગયો અને ગુસ્સે થયેલા હિન્દુ સંગઠનના લોકો વાલીઓ સાથે સ્કૂલમાં પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

આચાર્યએ શાણપણ વાપરીને સ્કૂલના શિક્ષકોની ભૂલ સ્વિકારી અને માફી માગી મામલો શાંત પાડ્યો હતો. વાલીઓના જણાવ્યા અનુસાર તેમના બાળકો 11માં અને 12માં ક્લાસમાં ભણે છે. ઘરથી મળેલા સંસ્કારોને લઈને તેઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિથી પ્રેરાઈને માથે તિલક અને ચોટી રાખતા હોય છે. જો કે શાળામાં આવતા બાળકોને શિક્ષકોએ ચોટી અને તિલક લગાવીને નહીં આવવાની ધમકી આપી હતી. જો આવું કરશે તો એસિડ ફેંકવાની ધમકી આપી હતી.

બે મહિના પહેલા પણ થયો હતો વિવાદ :

અહીં ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા પણ આ પ્રકારની ઘટના કેમ્પની સરકારી સ્કૂલમાં થઈ હતી અને હિન્દુ સંગઠન દ્વારા સ્કૂલ પ્રાંગણમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ આરોપી શિક્ષકે માફી માગી લોકોનો ગુસ્સો શાંત કર્યો હતો.

આ પણ વાંચો :-

 

મની પ્લાન્ટમાં નાંખો દૂધના ચાર-પાંચ ટીપા નાખ્યા બાદ જોવા મળશે આ ચમત્કાર

After putting four-five drops

  • વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને ઘરની અગ્નિ દિશામાં લગાવવું બહુ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

ભારતમાં મોટાભાગના ઘરમાં લોકો મની પ્લાન્ટ (money plant) લગાવતા હોય છે. આ પ્લાન્ટ મૂકવાથી ઘરમાં રૂપિયા આવે છે તેવી માન્યતા છે. મની પ્લાન્ટ દેખાવમાં બહુ જ સુંદર હોય છે. સાથે જ વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ (money plant) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ વાસ્તુ શાસ્ત્ર (Vastu Tips) માં ઘરમાં મની પ્લાન્ટને લગાવવાને લઈને કેટલાક નિયમો પણ બતાવવામાં આવ્યા છે. આવો જાણીએ એ નિયમ વિશે.

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને ઘરની અગ્નિ દિશામાં લગાવવું બહુ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવુ બહુ જ પૂર્વ માનવામાં આવે છે. આ દિશા ભગવાન ગણેશની દિશા કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ભાગ્ય સુધરી જાય છે.

મની પ્લાન્ટને પાણી આપતા સમયે તેમાં દૂધના કેટલાક ટીપા જરૂર મિક્સ કરો. આવુ કરવાથી ધનમાં વધારો થયો છે. મની પ્લાન્ટને તમે કોઈ રસી કે દંડાના સહારાથી બાંધો. આવુ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. તેમજ ભાગમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

આ પણ વાંચો :-

પિતા વિહોણી 300 દીકરીઓને પરણાવશે સવાણી પરિવાર, 1 લાખ લોકો લેશે અંગદાનના સોગંદ

0

Savani family will marry 300 fatherless daughters

  • સવાણી ગ્રુપ દ્વારા આયોજીત લગ્ન સમારોહમાં આ વર્ષે પિતા ગુમાવનારી 300 દીકરીઓના લગ્ન કરવામાં આવશે. જેમાં સવાણી પરિવારના પણ દીકરા-દીકરી લગ્નની ગ્રંથીએ જોડાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી. સવાણી ગ્રુપ (P.P. Savani Group) દ્વારા સુરતમાં ફરીથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓ માટે સમૂહ લગ્નનું (Group Marriage) આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં સવાણી પરિવાર 300 દીકરીઓને પરણાવશે.

જેમાં 4 મુસ્લિમ અને 1 ખ્રિસ્તી દીકરીઓના પણ તેમના ધર્મ પ્રમાણે લગ્ન કરાવવામાં આવશે. આ સમારોહ 24 અને 25 ડિસેમ્બર એમ બે દિવસ યોજાશે. જે 300ના લગ્ન થવાના છે. તેમાં અલગ-અલગ સમાજ અને જાતિમાંથી આવતી દીકરીઓનો સમાવેશ થાય છે.

મહત્વની વાત એ છે કે આ લગ્ન સમારોહમાં સવાણી પરિવારના દીકરા-દૂકરીના પણ લગ્ન કરવામાં આવશે. જણાવી દઈએ કે મહેશ સવાણીના સગા ભાઈઓના દીકરા-દીકરી પણ આ સમારોહમાં જ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે.

જણાવી દઈએ કે મહેશ સવાણી અને તેમનો પરિવાર દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે. અત્યારસુધીમાં તેઓ 4,872 થી વધુ નિરાધાર દીકરીઓને લગ્નમાં મદદ કરી ચૂક્યા છે. આ લગ્ન સમારોહમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ધર્મની છોકરીઓ તેમના જીવનસાથી સાથે લગ્નના તાંતણે બંધાશે.

જણાવી દઈએ કે લગ્ન સમારોહ સિવાય 1 લાખથી વધુ લોકો એક સાથે અંગદાન માટે સોગંદ લઈને એક વિક્રમ સર્જશે. આ સાથે જ, 1000 વિદ્યાર્થી દત્તક યોજના અંતર્ગત જે બાળકે માતા પિતા ગુમાવ્યા છે. દિવ્યાંગ અથવા આર્થિક નબળા પરિવારના બાળકોને દત્તક લેવામાં આવશે.

જેમાં આ દીકરા-દીકરીઓને JEE/NEET/CA/UELTS અને SAT તેમજ વિવિધ પરીક્ષાની તૈયારી તેમજ ડોક્ટરી, સીએ સહિતના અભ્યાસ માટે તેમને આર્થિક તેમજ શૈક્ષણિક મદદ કરવામાં આવશે.

લગ્ન સમારોહ બાદ જો દીકરીને કોઈ તકલીફ ન પડે તે માટે પણ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, મેડિકલ સહાય, વિધવા સહાય, શૈક્ષણિક સહાય, દીકરીઓના લગ્ન, અકસ્માત વીમો, લોન સુવિધા સહિતના અનેક લાભો પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

અમે તો આમ આદમી પાર્ટીના કારણે જ ગુજરાતમાં ચૂંટણીમાં હાર્યા, નહીંતર ભાજપને બતાવી દેત : રાહુલ ગાંધી

0

We lost the election in Gujarat

  • રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં આપ ન હોત, તો કોંગ્રેસ ભાજપને હરાવી દેત.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની (Gujarat Congress) હાર માટે આમ આદમી પાર્ટીને (Aap Gujarat) જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં આપ ન હોત, તો કોંગ્રેસ ભાજપને હરાવી દેત. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શુક્રવારે 100 દિવસ પુરા કરી ચુકી છે. જે બાદ રાજસ્થાનની (Rajasthan) રાજધાની જયપુરમાં (Jaipur) તેમણે અશોક ગહલોત (Ashok Gehlot) સાથે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, જો આપને પ્રોક્સી તરીકે ન રાખવામાં આવ્યા હોત અને કોંગ્રેસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં માટે ઉપયોગ ન કર્યો હોત તો કદાચ ત્યાં પણ ભાજપ હારી જાત. આપને જણાવી દઈએ કે ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 17 સીટો મળી છે. જ્યારે આપને 5 સીટો જ મળી છે. તો ભાજપને નિર્ણાયક રીતે 156 સીટ સાથે ફરી વાર સરકાર બનાવી છે.

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે ત્યાં પુરી સંઠનાત્મક શક્તિનો ઉપયોગ કર્યો પણ અમે તેમને હરાવી દીધા. તેમણે આગળ કહ્યું કે ચોક્કસપણે ગુજરાતમાં જો આપને પ્રોક્સી તરીકે ન રાખ્યા હોત અને કોંગ્રેસને ટાર્ગેટ બનાવાનો ઉપયોગ ન કર્યો હોત તો અમે ત્યાં પણ ભાજપને હરાવી દેત. હાલમાં જ ભાજપે ગુજરાતમાં ક્લિન સ્વીપ કર્યું છે.

આ પણ વાંચો :-

શું તમે ગુટકાના બંધાણી છો ? તો સરકાર પાન-મસાલા અને ગુટકાના બંધાણીઓને આપવા જઈ રહી છે ઝટકો ?

0

Are you a Gutka Bandani

  • GST કાઉન્સિલની 48મી બેઠક આજે યોજાવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ  (GST Council)ની બેઠક શનિવારે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિવાદો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ટેક્સની જોગવાઈઓમાં સ્પષ્ટતા લાવવા માટે એક ડઝનથી વધુ નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા થઈ શકે છે.

GST કાઉન્સિલની 48મી બેઠક (GST Council Metting)માં પાન-મસાલા અને ગુટખા જેવી વસ્તુઓ પર વધારાનો ટેક્સ લગાવવા પર વિચારણા થઈ શકે છે. હકીકતમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ના રિપોર્ટમાં ગુટખા કંપનીઓની કરચોરીના મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ એક્સ્ટ્રા ટેક્સ લાદવાની પણ વાત કરવામાં આવી હતી.

38 વસ્તુઓ પર પ્રસ્તાવ :

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GOM)એ એક ‘સ્પેસિફિક ટેક્સ આધારિત વસૂલાત’નો પ્રસ્તાવ મૂક્યો છે. પેનલે કુલ 38 વસ્તુઓ પર વિશિષ્ટ ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મુક્યો છે. આમાં પાન-મસાલા, હુક્કા, ચિલમ, તમાકુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓની છૂટક વેચાણ કિંમત પર 12 ટકાથી લઈને 69 ટકા સુધીનો વધારાનો ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. હાલમાં તેના પર 28 ટકાના દરે GST વસૂલવામાં આવે છે.

કરચોરી રોકવામાં મળશે મદદ :

ઓડિશાના નાણામંત્રી નિરંજન પૂજારીની આગેવાની હેઠળની પેનલે આ મુદ્દે પોતાનો અંતિમ રિપોર્ટ સુપરત કર્યો છે. શનિવારે GST કાઉન્સિલની બેઠકમાં તેને રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જો રિપોર્ટ મંજૂર થાય છે, તો આ ક્ષેત્રોમાં રિટેલર અને ડિસ્ટ્રિબ્યુટર બંને સ્તરે આવકના લીકેજને રોકવામાં મદદ મળશે.

કેટલો વધશે ટેક્સ?

ધારો કે કોઈ પાંચ રૂપિયાના પાન-મસાલાના પેકેટ પર ઉત્પાદક 1.46 રૂપિયાનો GST ચૂકવે છે. પછી ડિસ્ટ્રીબ્યૂટર રૂ.0.88 ચૂકવે છે. આ રીતે કુલ રૂ.2.34નો ટેક્સ ભરાયો. હવે પ્રસ્તાવિત પગલા મુજબ, ટેક્સ આઉટગો કમોબેશ 2.34 રૂપિયાથી રહેશે. પરંતુ ઉત્પાદક 2.06 રૂપિયા અને ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલરને 0.28 રૂપિયા ચૂકવશે.

આ પણ વાંચો :-

ગુજરાતનાં પૂર્વ ક્રિકેટરના બે બેંક એકાઉન્ટ જપ્ત કરાયા, થઈ લાખો રૂપિયાની વસૂલાત, જાણો સમગ્ર મામલો

0

Two bank accounts of ex-cricketer of Gujarat

  • ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ભરૂચના ઈખર ગામના રહેવાસી મુનાફ પટેલ મોટા વિવાદમાં સપડાયા છે. યુપી રેરા (UP Rera) દ્વારા રિકવરી સર્ટિફિકેટ પર કાર્યવાહી કરતા મુનાફ પટેલના બેંક ખાતાને ફ્રીઝ કરીને 52 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

ટીમ ઈન્ડિયાના (Team India) પૂર્વ ક્રિકેટર અને ભરૂચના ઈખર ગામના રહેવાસી મુનાફ પટેલ (Munaf Patel) મોટા વિવાદમાં સપડાયા છે. યુપી રેરા (UP Rera) દ્વારા રિકવરી સર્ટિફિકેટ પર કાર્યવાહી કરતા મુનાફ પટેલના બેંક ખાતાને ફ્રીઝ કરીને 52 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. 2011ના વર્લ્ડકપ ટીમમાં મહત્વપૂર્ણ ખેલાડી મુનાફ પટેલની કંપની પર છેતરપિંડીના આક્ષેપ લાગ્યા છે.

શું હતો સમગ્ર મામલો ?

મુનાફ પટેલ ઉત્તર પ્રદેશના નોઈડામાં બિલ્ડર કંપની ‘નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ’ના ડિરેક્ટર છે. આ કંપનીનો વનલીફ ટ્રોય નામનો પ્રોજેક્ટ છે. જે સમય પર પૂરો ન થતા રોકાણકારોએ યુપી રેરામાં ફરિયાદ કરી હતી. જેના પર સુનાવણી બાદ યુપી રેરાએ બિલ્ડર વિરુદ્ધ આદેશ કર્યો હતો અને તેનું પાલન ન થતા યુપી રેરાએ રિકવરી સર્ટિફિકેટ જારી કર્યા છે. હાલમાં યુપી રેરા પાસે બિલ્ડર વિરુદ્ધ 10 કરોડની રકમના 40 જેટલા રિકવરી સર્ટિફિકેટ છે. અધિકારીઓ રિકવરી કરી રહ્યા છે પરંતુ બિલ્ડર પૈસા નથી આપી રહ્યો.

હજુ પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ રહેશે :

અધિકારીઓએ જણાવ્યું કે, ક્રિકેટર મુનાફ પટેલ પણ કંપનીમાં ડાયરેક્ટર છે. નોઈડા અને ગુજરાતમાં એક્સિક બેંકની બે બ્રાન્ચમાં તેમના એકાઉન્ટ છે. બંને ખાતાને જપ્ત કરીને રિકવરી સર્ટિફિકેટની રકમ વસૂલવામાં આવી છે. બંને બેંક એકાઉન્ટમાંથી લગભગ 52 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બિલ્ડર વિરુદ્ધ આગળ પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો :-

જો જો હો ! કોઈ તમારા દસ્તાવેજથી ખેલ ન કરી જાય, સોશિયલ મીડિયામાંથી ફોટા લઈ બારોબાર લોન લેવાઈ, આવી રીતે ફૂટ્યો ભાંડો

If yes! No one can play with your documents

  • રાજ્યમાં ખોટા દસ્તાવેજો આપીને છેતરપીંડી કરવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આવો જ એક બનાવ મેઘરજમાં બનવા પામ્યો છે.

રાજ્યમાં ખોટા દસ્તાવેજો (False documents) આપીને છેતરપીંડી કરવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આવો જ એક બનાવ મેઘરજમાં બનવા પામ્યો છે. જેમાં એસઆરપી (SRP) જવાનના નામે  ખોટા દસ્તાવેજો બનાવડાવી કોઈ પણ કોમર્શિયલ મિલકત (Commercial property) ન હોવા છતાં ખોટા પુરાવા ઉભા કરી બેંકમાંથી લોન લઈ બેંક સાથે છેતરપીંડી કરતા મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

બે ભેજાબાજોએ ખોટા ભાડા કરાર કર્યા :

મેઘરજના મૂળ વતની અને એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા આશીશભાઈ ધોબી જેઓએ મેઘરજ માં કોઈ જ પ્રકારની કોમર્શિયલ મિલકત ધરાવતા ન હોવા છતાં તેમના નામે ખોટા પુરાવા ઉભા કરી બે ભેજાબાજ વ્યક્તિઓએ મેઘરજની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી લાખો રૂપિયાની લોનની રકમ ઉપાડી લીધી હતી. ભેજાબાજોએ ખોટા ભાડા કરાર અને નોટરી કરી લોનના કાગળો બેંકમાં રજુ કર્યા હતા.

મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી :

ત્યારે એસઆરપી જવાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પાસપોર્ટ સાઈઝ ફોટા પણ મેળવી લેવાયા હતા એસઆરપી જવાનના નામે લાખો રૂપિયાની લોન ઉધરી ગઈ હોવાનું ધ્યાનમાં આવતા આશીશભાઈ ધોબી નામના જવાને મેઘરજ પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ રજૂ કરી લાખોની લોન મેળવી લેનારા મેઘરજ તાલુકાના રોલા ગામના રાવળ ભીખાભાઈ હીરાભાઈ અને મોડાસા તાલુકાના રામપુર- શીનાવાડ ગામના મનહરભાઈ પુનાભાઈ ખાંટ સામે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે તપાસ શરૂ કરી છે.

બેંક મેનેજર શું કહે છે :

આ બાબતે બેંક મેનેજર નિકુંજ ચૌધરીએ જણાવ્યું હતું કે આશિષ ધોબીના નામે કોઈએ લોન લીધી નથી. પરંતું આશિષભાઈ ધોબીને દુકાનના માલિક બનાવીને અન્ય બે વ્યક્તિ દ્વારા ભાડા કરાર કરીને લોન લેવામાં આવી છે. ત્યારે બેંકમાં લોનનો હપ્તો નિયમિત ન ભરતા હોઈ આ બાબતની જાણ થવા પામી છે. ત્યારે આરોપીઓ દ્વારા અત્યાર સુધી માત્ર લોનનું વ્યાજ જ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે લોનની રકમ ચૂકવવાની બાકી છે. આ બાબતે અમે લીંગલ નોટીસ મોકલી છે.

આ પણ વાંચો :-

પાલિતાણામાં જૈનોના પવિત્ર યાત્રાધામમાં તોડફોડથી સમાજ રોષે ભરાયો, હુમલા બાદ તત્કાલ હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

0

Harsh Sanghvi held a meeting with

  • ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન બાદ શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવીના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે

પાલિતાણા ગિરિરાજ પર્વત (Palitana Giriraj Mountain) પર ચાલતો વિવાદનો ક્યારે અંત આવશે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ગિરિરાજ પર્વત પર સીસીટીવીના થાંભલાની તોડફોડ કરાઈ છે. શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવી ના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ (Sabotage) કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે જૈન સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન ચાલ્યું હતું. જેમાં ગુજરાત ભરના સંતો મહંતો શિવ મંદિર બચાવવા આંદોલનમાં જોડાયા હતા અને અંતે સરકારની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. ત્યારે હવે પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ નુકશાન કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

જ્યારે શિવ મંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવ મંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેત્રુંજય પર્વત પર સુરજકુંડ પાસે CCTV ઉભા કરાયા હતા. કેટલાક લોકોએ CCTV ના પોલ હટાવ્યા છે.

ત્યારે સોશિયલ મીડિયામાં તોડફોડની ઘટના પર મહંતે સ્પષ્ટતા કરી છે કે કોઈ તોડફોડ નથી કરાઈ માત્ર પોલ હટાવવામાં આવ્યા. તો બીજી તરફ, વીજ પોલ હટાવવામાં આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળઈ છે. શિવ મંદિરમાં જૈનો દ્વારા દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવે છે.

મામલો ગૃહ વિભાગમાં પહોંચ્યો :

પાલીતાણા ડુંગર પર તોડફોડ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. ગૃહ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. 5 વાગે ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં IG, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. જવાબદારો સામે પગલાં ભરવા ગૃહ રાજ્યમંત્રી આદેશ આપશે.

તો બીજી તરફ શેત્રુંજય પર્વત પર ભગવાન આદિનાથના પગલાં ખંડિત થવાનો મામલે જૈન સમાજ ગિન્નાયો છે. અમદાવાદના તમામ જૈન સંઘોએ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં તમામ જૈન સંઘના એક હજારથી વધુ લોકો એકત્રિત થયા હતા. તો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ બેઠકમાં પહોંચ્યા હતા. આ બેઠકમાં આકરા નિર્ણય લેવાય તેવી સંભાવના છે. તો આગામી રવિવારે પ્રતિક સ્વરૂપે રેલી પણ યોજાશે.

આ મામલે શ્રી મહાસંઘ અમદાવાદના પ્રમુખ મહેન્દ્ર શાહે જણાવ્યું કે, મંદિરની આસપાસ થતું માઈનિંગ અટકવું જોઈએ. અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કરી જૈન અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. માત્ર 2-5 વ્યક્તિઓની ધરપકડથી નહિ ચાલે. આ ષડયંત્ર બંધ થવું જોઈએ. 10 મુદ્દાઓની માગણી સાથે સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળશે.

આ પણ વાંચો :-

 M S યુનિવર્સિટી બની નશાનો અડ્ડો ? ગાંજાની સિગારેટ ફૂંકતા વિદ્યાર્થીઓના ફોટો વાયરલ થતા વિવાદ, જાણો સમગ્ર મામલો

0

Has MS University become a hangout

  • એમ.એસ. યુનિવર્સિટી અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે ફરી પાછી એમ.એસ.યુનિવર્સિટી વિવાદમાં આવવા પામી છે. યુનિવર્સિટીમાં ગાંજાની સિગારેટ ફૂંકતા ફોટો વાયરલ થવા પામ્યા છે.

એમ.એસ. યુનિવર્સિટી (M.S. University) અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે ફરી પાછી એમ.એસ. યુનિવર્સિટી વિવાદમાં આવવા પામી છે. યુનિવર્સિટીમાં ગાંજાની સિગારેટ (Cannabis cigarettes) ફૂંકતા ફોટો વાયરલ થવા પામ્યા છે. ત્યારે વાયરલ થયેલ ફોટોમાં યુવક ગાંજાની સીગરેટ ફૂંકતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓનાં ફોટા વાયરલ થતા વિવાદ થવા પામ્યો છે. વાયરલ ફોટામાં વિદ્યાર્થી હોસ્ટેલમાં બેસીને નશો કરતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારે યુનિવર્સિટીમાં અગાઉ દારૂ પાર્ટીને લઈને વિવાદ થયો હતો. ત્યારે આ વાયરલ ફોટાની Gujarat Guardian પુષ્ટિ કરતું નથી.

અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે એમ.એસ.યુનિવર્સિટી :

અગાઉ વડોદરાની MS યુનિવર્સિટી વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. શિક્ષણના ધામ સમાન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અજાણ્યા શખ્સોએ યુનિવર્સિટીમાં પાર્ટી કેમ કરી તેવો અણીયારો સવાલ ઊભો થયો છે.

વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂ અને નોનવેજની પાર્ટી :

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ‘ચિકન કુકડુ કુ‘ ગીત વાગે છે. તેમજ હોસ્ટેલ રૂમમાં બેસીને અજાણ્યા વિદ્યાર્થીઓ દારૂ અને ચિકનની પાર્ટીની મોજ માણતા નજરે  પડે છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસ યુનિવર્સિટી સત્તાધીશોનું આબરૂ ધૂળધાણી થઇ છે.

બીજી બાજુ MS યુનિવર્સિટીમાં પાર્ટીની રંગતને લઇને અજાણ્યા વિદ્યાર્થીઓને કોનું છે પીઠબળ ? અને શિક્ષણના ધામને અભડાવવાનો ઉદ્દેશ શું ? તેવા પણ સવાલો ઊભા થયા છે. જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-