Home Blog Page 1222

નહાતી વખતે બ્લાસ્ટ થઈ શકે છે ગીઝર, તત્કાળ સુધારી લો આ આદત નહીંતર જીવનભર પસ્તાવું પડશે.

Geysers can explode while bathing

  • શિયાળામાં ગીઝર જરૂરી બની ગયું છે. વહેલી સવારે ગરમ પાણીથી સ્નાન કરવાનો આનંદ જ અલગ હોય છે. ગીઝર જેટલું ફાયદાકારક છે એટલું જ ખતરનાક પણ છે.

શિયાળામાં ગીઝર (Geyser) જરૂરી બની ગયું છે. વહેલી સવારે ગરમ પાણીથી સ્નાન કરવાનો આનંદ જ અલગ હોય છે. આવી સ્થિતિમાં લોકો ઘરમાં ગીઝર લગાવે છે. ગીઝર જેટલું ફાયદાકારક છે એટલું જ ખતરનાક પણ છે. કારણ કે ગીઝર સાથે આપણે ઘણી સાવચેતી રાખવી પડે છે. જો આ સાવચેતી ન રાખવામાં આવે તો મૃત્યુનો ખતરો બની શકે છે. તે કેવી રીતે છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.

ઘરનો એક એવો સદસ્ય ચોક્કસપણે છે જે હંમેશા ગીઝર ચાલુ કરીને ભૂલી જાય છે. જો ગીઝર લાંબા સમય સુધી ચાલુ રહે તો ગીઝરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની શકે છે. અમે તમને જાગૃત કરી રહ્યા છીએ કે આવું કોઈની સાથે ન થવું જોઈએ.

1.
જ્યારે પણ તમે અથવા તમારા ઘરની કોઈ વ્યક્તિ ગીઝર ચાલુ કરો ત્યારે અગાઉથી ગીઝરને બંધ કરવાનો સમય નક્કી કરો જેથી તમે ગીઝરને બંધ કરવાનું ભૂલશો નહીં. આજકાલ જે ગીઝર આવે છે તે આપોઆપ બંધ થઈ જાય છે. પરંતુ જેમની પાસે જૂના ગીઝર છે તેમની પાસે ઓટોમેટિક સ્વીચ ઓફ સિસ્ટમ નથી. આવી સ્થિતિમાં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ગીઝર ક્યારે બંધ કરવું.

2.
જ્યારે પણ તમે ગીઝર ખરીદો ત્યારે તેને ક્યારેય જાતે ફિટ કરવાનો પ્રયાસ ન કરો. કારણ કે જો તમે જાતે પ્રયાસ કરો અને વાયર અહીં અને ત્યાં હશે. તો આ ભૂલ તમને મોંઘી પડી શકે છે. આ ઉપરાંત હંમેશા ISI ચિન્હનાં ગીઝર ખરીદો. લોકલ ગીઝર ભૂલી જાવ.

3.
ગેસ સિલિન્ડરનો ટ્રેન્ડ ઘણો આગળ વધી ગયો છે. તેમાં બ્યુટેન અને પ્રોપેન નામના વાયુઓ છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. જો તમે તેને તમારા બાથરૂમમાં લગાવી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે ત્યાં એક્ઝોસ્ટ ફેન હોવો જોઈએ. જેથી તેમાંથી જે પણ ગેસ નીકળે છે તે બાથરૂમમાં જમા ન થાય. કારણ કે તે શરીર માટે સારું નથી.

4.
ગીઝરને બાળકોની પહોંચથી દૂર રાખવું જોઈએ. જેથી બાળકો ગીઝરને સ્પર્શ ન કરે. તેનાથી તેમને કરંટ પણ લાગી શકે છે.

આ પણ વાંચો :-

WhatsApp પર આજે જ બંધ કરી દો આ ઓપ્શન, નહીં તો લીક થઈ શકે છે આ જરૂરી માહિતી

Turn off this option on WhatsApp today

  • WhatsApp લાઈવ લોકેશનને બંધ કરવું ખૂબ જ સરળ બની જાય છે. તમારે તેને કેવી રીતે ચાલુ અને બંધ કરવું તે જાણવું જોઈએ.

WhatsAppના વિશ્વભરમાં 2 અબજથી વધુ યુઝર્સ છે. જરૂરી ફિચર્સના સંદર્ભમાં સામાજિક મેસેજિંગ એપ્લિકેશન (Social messaging app) લાઈવ લોકેશન સ્થાન પ્રદાન કરે છે જે યુઝર્સને એક ખાસ સમય માટે અન્ય યુઝર્સની સાથે પોતાના તેમના રીયલ-ટાઈમ લોકેશન શેર કરવાની સુવિધા આપે છે.

વોટ્સએપ લાઈવ લોકેશન ફીચર એ કંટ્રોલ કરવાની સુવિધા આપે છે કે તેમનું લાઈવ લોકેશન ક્યારે અને ક્યાં સુધી શેર કરવામાં આવે છે. તેઓ કોઈપણ સમયે અન્ય કોન્ટેક્ટ સાથે લાઇવ લોકેશન શેર કરવાનું બંધ કરી શકે છે.

લોકેશન ફિચર કઈ રીતે કરે છે કામ? 

WhatsApp મેસેજની જેમ લાઈવ લોકેશન ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે, જેનો અર્થ છે કે તમે જે લોકેશન શેર કરો છો તે તમારા સિવાય કોઈ જોઈ શકતું નથી. WhatsApp પર તમારું લોકેશન શેર કરતા પહેલા તમારે તમારા સ્માર્ટફોનના સેટિંગમાં WhatsApp માટે લોકેશન ફીચરને એક્ટિવ કરવું પડશે.

અહીં જાણો સ્ટેપ ટૂ સ્પેટ પ્રોસેસ  :

  • સૌથી પહેલા તમારે તમારા ફોનના સેટિંગમાં જવું પડશે.
  • અહીં એપ્લિકેશન્સ અને નોટિફિકેશન પર નેવિગેટ કરવાનું રહેશે.
  • એડવાન્સ ઓપ્શન્સ પર જાઓ અને પછી એપ પરમિશન પર જાઓ.
  • હવે લોકેશન પર ટેપ કરો અને વોટ્સએપ ઓન કરો.

WhatsApp પર બીજાની સાથે પોતાના લાઈવ લોકેશનને શેર કરવાની યોગ્ય રીત :

  • તમારા ફોન પર WhatsApp ખોલો.
  • યુઝર અથવા ગ્રુપ ચેટ પર જાઓ જ્યાં તમે લાઈવ લોકેશન શેર કરવા માંગો છો.
  • ચેટ વિન્ડોમાં, એટેચ > લોકેશન > લાઈવ લોકેશન શેર કરો પર ટેપ કરો.
  • અહીં તમે તે સમય પસંદ કરી શકો છો કે તમે કેટલા સમય સુધી તમારું લાઇવ લોકેશન શેર કરવા માંગો છો. પસંદ કરેલ સમય પછી તમારું લાઈવ લોકેશન શેર થવાનું બંધ થઈ જશે. જો તમે ઇચ્છો તો, તમે તમારું લોકેશન શેર કરતી વખતે કંઈક લખી પણ શકો છો.
  • હવે તમારે સેન્ડ પર ક્લિક કરવાનું રહેશે.

વોટ્સએપ પરથી પોતાનું લાઈવ લોકેશન શેર કરવાનું બંધ કઈ રીતે કરવું?

પર્સનલ ચેટ માટે :

સૌથી પહેલા તમારે વોટ્સએપ પર જઈ અને વ્યક્તિગત અથવા ગ્રુપ ચેટ ખોલો. પછી અહીં શેરિંગ બંધ કરો પર ટેપ કરો અને પછી સ્ટોપ પર ટેપ કરો.

ગ્રુપ ચેટ માટે :

સૌથી પહેલા તમારે વોટ્સએપ ઓપન કરીને ગ્રુપ ચેટમાં જવું પડશે. હવે તમારે મોર ઓપ્શન > સેટિંગ્સ > પ્રાઈવસી > લાઇવ લોકેશન પર ટેપ કરવાનું રહેશે. તે પછી સ્ટોપ શેરિંગ પર ટેપ કરો અને પછી સ્ટોપ પર ટેપ કરો.

તમને જણાવી દઈએ કે યૂઝર્સ તેમના ફોનના સેટિંગમાં જઈને કોઈપણ સમયે WhatsApp માટે લોકેશન પરમિશનને ડિસેબલ કરી શકે છે. આ માટે યુઝર્સે એપ્લીકેશન્સ અને નોટિફિકેશન પર જવું પડશે, પછી એડવાન્સ્ડ, એપ્લિકેશન પરમિશન્સ, લોકેશન પર નેવિગેટ કરવું પડશે અને પછી વોટ્સએપ માટે લોકેશન પરમિશનને ડિસેબલ કરવું પડશે.

આ પણ વાંચો :-

19 ડીસેમ્બર 2022 રાશિફળ : આ 4 રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી- મહાદેવની કૃપાથી મળશે મોક્ષનો માર્ગ

19 December 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આખો દિવસ ઉત્સાહસભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારું. કાર્યક્ષેત્રે પત્નીનો પૂર્ણ સહકાર મળે.ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ
ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહે. ધંધાકીય ક્ષેત્રે હરીફોને પરાસ્ત કરી શકશો. સંતાનોની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ
સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનોમાં મહત્ત્વની તક મળે. નોકરી-ધંધામાં વિશ્વાસઘાતથી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકૂળ રહે. વિદેશના કામકાજમાં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ
મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણોથી આવક વધતી જમાય. સંતાનની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય.

સિંહઃ
આત્મબળમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતું જણાય. પારિવારિક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્યો કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વકતા, કાર્યકુશળ બનશો. ભાગ્યોદયની નવી નવી તક મળે. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઈ રહેશે.

તુલાઃ
દિવસ દરમિયાન સંઘર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
નાણાકીય બાબતોમાં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબહતોથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ
ધાર્મિક કાર્યોમાં મન પરોવાય. નાણાકીય બાબતોમાં અનુકૂળતા રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથીની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ
પરોપકારની ભાવના પેદા થાય. નાણાકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજનનો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ
ભુલથી ચીજવસ્તુ ખોવાઈ જાય. ફુડ પોઈઝનિંગ કે દવાના રિએકનથી સાચવવું. ઝેરી-જંતુ, કુતરું કરડવાના બનાવ બને. વિદેશી બાબતોથી લાભ મળે. એકંદરે દિવસ દરમિયાન મિશ્રફળનો અનુભવ થાય.

મીનઃ
સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખની કાળજી જરૂરી. બહેનોએ ગર્ભાશયના રોગોથી સાચવવું.

આ પણ વાંચો :-

શું જાન્યુઆરીમાં ફરી આવશે રૂ.1 હજારના નોટ ! જાણો વાયરલ થયેલા મેસેજ પર સરકારે શું કરી સ્પષ્ટતા

0

Will the notes of Rs. 1 thousand come again in January

  • સોશ્યલ મીડિયામાં ફેક ન્યૂઝ એટલા આવે છે કે શું સાચું તે શોધવું મુશ્કેલ બન્યું છે. નોટબંધીને લઈને તમને પણ કોઈ મેસેજ આવ્યો હોય તો જાણી લો શું છે સચ્ચાઈ.

ભારતમાં નોટબંધી (Demonetisation) 6 વર્ષ વીતી ગયા તેની અસર એવી રહી કે આજે પણ નોટબંધીને લઈને ચર્ચા ગમે ત્યારે સોશ્યલ મીડિયામાં ઉઠી જતી હોય છે. એવામાં હાલમાં જ એક વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે ચલણી નોટોને લઈને.

શું છે સત્ય ? 

સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલી જાન્યુઆરીથી ભારત સરકાર ફરીથી 1000ની ચલણી નોટો શરૂ કરી દેશે. જોકે આ મેસેજ તદ્દન ખોટો છે. ખુદ સરકારના જ વિભાગ PIB દ્વારા ટ્વિટ કરીને સમગ્ર દાવા મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે અને અપીલ પણ કરી છે કે આવા મેસેજ ફોરવર્ડ ના કરશો.

ખોટા છે તમામ દાવા :

નોંધનીય છે કે વાયરલ વીડિયોમાં તો એવા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે 2000 ની નોટ હવે બંધ થઈ જવાની છે અને લોક માત્ર 50 હજાર રૂપિયા જ જમા કરવાની મંજૂરી મળશે. માત્ર 10 જ દિવસ સુધીના જ મહેમાન છે 2000ના નોટ. જોકે જો તમારામાં પણ આવા મેસેજ આવે તો તેને ફોરવર્ડ ન કરતાં કારણ કે સરકારે જ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી દીધી છે.

નોંધનીય છે કે પીએમ મોદીએ વર્ષ 2016માં દેશભરમાં નોટબંધી કરીને 500 અને 1000ના નોટ રદ્દ કરી નાંખ્યા હતા અને કારણ આપવામાં આવ્યું હતું કે બ્લેક મની સામે લડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ધ્યાન રાખજો ! OTP કે PIN વગર પણ ખાલી થઈ શકે છે તમારું બેંક ખાતું, છેતરપિંડીથી બચવા શું કરવું?

0

Your bank account can

  • હાલમાં જ દક્ષિણ દિલ્હી સ્થિત સિક્યોરિટી સર્વિસના ડિરેક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ સાયબર ફ્રોડમાં 50 લાખ રૂપિયા ગુમાવા દીધા. પીડિતના જણાવ્યા મુજબ સાંજે 7 વાગ્યાથી 8.45 વાગ્યાની વચ્ચે તેમના ફોન પર વારંવાર બ્લેન્ક અને મિસ્ડ કોલ આવ્યા હતા. શરૂઆતમાં તેણે કેટલાક કોલ્સને અવગણ્યા હતા. પરંતુ જેમ જ તેણે કોલ ઉપાડયો બીજી બાજુથી કોઈ અવાજ આવ્યો નહીં અને થોડા સમય પછી તેના ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

એક કહેવત છે કે લોભિયાઓ વસતા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે…જો તમે બેંકમાં વધુ પડતા પૈસા મુકી રાખ્યાં હોય તો ચેતતા રહેજો, તમારા પૈસા પર ગઠિયાઓ નજર રાખીને બેઠાં છે. ઓનલાઈન ટ્રાંજેક્શનના (Online Transactions) યુગમાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. જેને કારણે દરેક બેંક એકાઉન્ટ હોલ્ડરોએ સર્તક રહેવાની જરૂર છે. અત્યાર સુધી આપણે જાણતા અને સાંભળતા આવ્યા છીએ કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો (Debit and Credit Cards) ઉપયોગ કરતી વખતે તેનો પાસવર્ડ કે પિન કોઈની સાથે શેર ન કરવો જોઈએ. અને જો તમારા ફોનમાં OTP અથવા લિંક અજાણા લિંક આવે તો તેને બિલકુલ ક્લિક ન કરવી જોઈએ.

આમ કરવાથી તમારી બેંકમાંથી પૈસા ઉપડી શકે છે. જો તમારા ફોન પર અજાણ્યો કોલ આવે છે, તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે. એવું કહેવામાં આવે છે કે આ સિમ સ્વાઇપ ફ્રોડ હેઠળ આવે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. પરંતુ જો તમે માત્ર એક મિસ્ડ કોલથી તમારી ડિપોઝિટ ગુમાવશો તો શું? હવે ચોરોએ કેટલીક નવી પદ્ધતિ શોધી કાઢી છે, જેમાં કોઈપણ OTP, PIN, પાસવર્ડ કે લિંક વગર લોકોના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે.

હાલમાં જ દક્ષિણ દિલ્હી સ્થિત સિક્યોરિટી સર્વિસના ડિરેક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ સાયબર ફ્રોડમાં 50 લાખ રૂપિયા ગુમાવા દીધા. પીડિતના જણાવ્યા મુજબ, સાંજે 7 વાગ્યાથી 8.45 વાગ્યાની વચ્ચે તેમના ફોન પર વારંવાર બ્લેન્ક અને મિસ્ડ કોલ આવ્યા હતા. શરૂઆતમાં તેણે કેટલાક કોલ્સને અવગણ્યા હતા. પરંતુ જેમ જ તેણે કોલ ઉપાડયો બીજી બાજુથી કોઈ અવાજ આવ્યો નહીં અને થોડા સમય પછી તેના ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

સિમ સ્વાઈપ ફ્રોડ-

કહેવામાં આવી રહ્યું છે કે છેતરપિંડી કરનારાઓ હવે બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ‘સિમ સ્વાઇપ ફ્રોડ’નો ઉપયોગ કરી રહ્યા છે. આમાં, તમારા એકાઉન્ટને એક્સેસ કરવા માટે તમારા ફોન નંબરનો ઉપયોગ કરવામાં આવે છે અને સિમ સ્વિચ કરી લેવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ તમારા મોબાઇલ ફોનના સિમ પ્રોવાઇડરનો સંપર્ક કરે છે અને તેમને તે જ નંબરથી સિમ કાર્ડ સક્રિય કરવા માટે કહે છે. એકવાર આ સિમ એક્ટિવેટ થઈ જાય પછી સ્કેમર્સનો પીડિતના ફોન નંબર પર નિયંત્રણ હોય છે. તેઓ પછી નિયંત્રણ કોલ્સ અથવા મેસેજ પ્રાપ્ત કરવા જેવી મહત્વપૂર્ણ બાબતોને નિયંત્રિત કરી શકે છે.

છેતરપિંડીથી બચવા શું કરવું?

  • અજાણી લિંક ખોલવાનું ટાળો.
  • જો પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો અને એકાઉન્ટ લોક કરાવો.
  • છેતરપિંડીની માહિતી સાયબર સેલને કરો.
  • તમારા સિમને હંમેશા અપડેટ રાખો સમય સમય પર તેનું KYC કરાવો.
  • કોઈપણ અજાણ્યા કોલ અથવા મેસેજનો જવાબ આપવાનું ટાળો.

આ પણ વાંચો :-

પઠાણના વિરોધમાં હવે ઈન્દ્રભારતી બાપુ પણ જોડાયા, સીધી મહારાષ્ટ્ર સરકાર જુઓ શું કહ્યું

0

Now Indrabharti Bapu also joined the protest

  • બોલિવૂડ ફિલ્મ પઠાણનો વિરોધ યથાવત. જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધ કર્યો, ફિલ્મમાંથી ખરાબ દ્રશ્યો હટાવવાની કરી માંગ..

બોલિવૂડ ફિલ્મ પઠાણનો (Bollywood movie Pathan) વિરોધ વિવિધ રાજ્યમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મનો હંગામો એટલો બધો થયો છે દેશના વિવિધ રાજ્યમાં તે ફિલ્મના પોસ્ટરો પણ સળગાવવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોમાં કેટલાક સંગઠનોએ તો ચીમકી પણ આપી દીધી છે કે અમે આ ફિલ્મ રિલીઝ થવા જ નહી દઈએ. જેના વિરોધના શૂર હવે ગુજરાતમાં પણ ઉઠી રહ્યાં છે. જૂનાગઢ (Junagadh) ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધ કર્યો છે. ઈન્દ્રભારતી બાપુએ (Indrabharti Bapu) મરાઠીમાં પઠાણનો વિરોધ કર્યો છે.

ઈન્દ્રભારતી બાપુએ વિરોધ કર્યો :

જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ પઠાણ ફિલ્મને લઈ વિરોધ કર્યો છે. ઈન્દ્રભારતી બાપુએ ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવાની  માગણી કરી છે. ઈન્દ્રભારતી બાપુનો મહારાષ્ટ્ર સરકારને અપીલ કરતો પણ વીડિયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ રિલિઝ થવી ન જોઈએ અને જો ફિલ્મ નહી તો આવા દ્રશ્યો ફિલ્મ માંથી દૂર કરવા જોઈએ.

આ પણ વાંચો :-

જાહ્નવી કપૂરના બોલ્ડ ફોટા જોઈને થંભી જશે શ્વાસ ! હોટનેસનો કોઈ જવાબ નહી

Janhvi Kapoor’s bold photos will take

  • જાહ્નવી કપૂર બોલીવુડની જાણીતિ અભિનેત્રીઓમાંથી એક છે. સોશિયલ મીડિયા પર લોકો તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે. પહેલાંની તુલના કરીએ તો અભિનેત્રીએ પોતાના ફેશન સેન્સમાં ખૂબ ઈમ્પ્રૂવમેન્ટ કર્યું છે. એ ક્યારેક પોતાના લુક તો ક્યારેક રિલેશનશિપની અફવાઓના લીધે ચર્ચામાં રહે છે.

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પોતાના ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ લુકમાં ફોટોઝ અપલોડ કરતી રહે છે. આજે અમે તમારી સાથે જાહ્નવી કપૂરના 5 સૌથી બોલ્ડ લુક્સ શેર કરવાના છીએ જેમાં અભિનેત્રીની હોટનેસનો (Hotness of the actress) કોઈ જવાબ નથી. આવો તે લુક્સ પર એક નજર કરીએ. આ લુકમાં જાહ્નવી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેમણે હાઈ સ્લિટ ગાઉન (High slit gown) પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ડ્રેસમાં જાહ્નવી કપૂરે ફેન્સને ખૂબ પ્રેમ આપ્યો હતો. જાહ્નવી કપૂર આ નાનકડી સફેદ મિડીમાં કોઇ ડીવાથી કમ  લાગી રહી નથી. ફોટામાં જાહ્નવી કપૂરની અદાઓ ખૂબ જ કાતિલાના છે. આ ડેસમાં જાહ્નવી કપૂર કોઈ બાર્બી ડોલથી ઓછી લાગી રહી નથી. લાઈટ શિમરી ગાઉનમાં અભિનેત્રી જોરદાર પોઝ આપતી જોવા મળે છે. ફેન્સે તેના આ લુકને ખૂબ પસંદ કર્યો હતો.

સાડીમાં પણ જાહ્નવી કપૂર કોઈ અપ્સરાથી કમ લાગી રહી નથી. આ ફોતોમાં અભિનેત્રીએ સફેદ સાડી પહેરી છે. સાડી પર પોતાના લુકને પુરો કરવા માટે અભિનેત્રી હેવી આઈ મેકઅપ કર્યો છે. જાહ્નવી કપૂર ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ખૂબ સેક્સી લાગે છે. આ લુકમાં જાહ્નવી કપૂરે ગ્રીન લેંઘો પહેર્યો છે અને એકદમ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

ધારાસભ્ય બનતાની સાથે ભૂપત ભાયાણીએ કેમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ? સરકાર સામે કર્યા અનેક સવાલો

0

Why did Bhupat Bhayani start a violent movement

  • ગુજરાતમાં સરકાર રચવાના દાવા કરનાર આમ આદમી પાર્ટી પાંચ સીટો પર સમેટાઈ ગઈ. ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીનો સૂર બદલાયો.

હાર બાદ તેના દરેક નેતાઓએ આપેલા નિવેદન પ્રમાણે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં (Aap Gujarat) પોતાના પાંચ ધારાસભ્યો સાથે ગૃહમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવશે.ત્યારે વિસાવદરના ધારાસભ્ય (Visavdar MLA) ભૂપત ભાયાણીએ (Bhupat Bhayani) જનતા માટે અવાજ ઉઠાવવાનું શરુ પણ કરી દીધું છે. ખેડૂતોની સમસ્યાઓને લઈને તેમણે સરકારને આંદોલનની ચીમકી આપી છે.

વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ સરકારને ચીમકી આપી છે કે ના છુટકે આંદોલન કરવા માટે મજબૂર ન કરો. વાત જાણે એમ છે કે વિધાનસભાની ચૂંટણી વખતે ખેડૂતોને 10 કલાક વીજળી મળતી હતી. જે હવે ઘટાડીને 8 કલાક કરી દેવાઈ છે. બસ આ જ પ્રશ્ન મુદ્દે ભૂપત ભાયાણીએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને જનતાના દરેક પ્રશ્નના જવાબ આપવા માટે બંધાયેલી સરકારને ભૂપત ભાયાણીએ સવાલો કર્યા છે.

સરકાર સામે કર્યા સવાલો :

ભૂપત ભાયાણીએ કહ્યું છે કે, મજૂરો કપાસ ઉતારી રહ્યાં છે એ કપાસના ભાવ જૂઓ એક જ ધડાકે 100થી 150 રુપિયા થઈ ગયા.ખેડૂતો ખુબ ચિંતામાં મુકાઈ ગયા છે. ચૂંટણી હતી ત્યારે 10 કલાક વીજળી આપતા હતા હવે 8 કલાક જ થઈ ગઈ છે. તો હું સરકારને પૂછવા માગું છું કે વીજળી ઓછી આપવાનું કારણ શું છે.

ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ચૂંટણી સમયે ખેડૂતોની જરુરિયાત ઓછી હતી પણ હવે સિઝનમાં જરુરિયાત હોવા છતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. તો ક્યાં કારણોસર એ વીજળી ઓછી અપાઈ રહી છે. એ હું સરકારને પૂછવા માગુ છું.

આંદોલનની આપી ચીમકી :

ભૂપત ભાયાણીએ સરકારને કડક સ્વરમાં ચીમકી આપતા એવું પણ કહ્યું કે, ખેડૂતો સાથે થતો અન્યાય હવે બંધ કરવો જ પડશે. જો આ રીતે ખેડૂતો હેરાન-પરેશાન થતા નહીં અટકે તો ન છુટકે અમારે આંદોલનના પગલા લેવા પડશે. તો સરકાર ખેડૂતોને સમય પર વીજળી આપવાના વાયદા અનેકવાર કરી ચૂકી છે. પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્યની ચીમકી પર સરકાર ધ્યાન આપે છે કે પછી ધારાસભ્ય કોઈ આંદોલન કરશે ?

આ પણ વાંચો :-

સાચવજો હો ! રુમમાં હીટર ચાલુ કરીને સુતેલા પતિ-પત્નીનું શ્વાસ ગૂંગળામણને કારણે મોત

0

Save it! Death of husband and wife

  • ઠંડીથી બચવા માટે ઘણા લોકો રૂમમાં હિટર લગાવીને સૂઈ જાય છે. જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ કારણ કે સંભલમાં એક પરિવારનું આ કારણે મોત થયું છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલ જિલ્લાના તહસીલ ચંદૌસી વિસ્તાર હેઠળના બનિયાથેર પોલીસ સ્ટેશનના અકરૌલી ગામમાં શનિવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી.માસૂમ સાથે રૂમમાં પેટ્રોમેક્સ સળગાવીને (Petromax burned) સૂતેલા દંપતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.જ્યારે માસુમ પુત્રની હાલત ગંભીર છે.પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડે (Fire Brigade) ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી છે. પરિજનો પોસ્ટમોર્ટમનો ઈન્કાર કરી રહ્યા છે. માસૂમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અકરૌલી ગામના રહેવાસી અલ્લા બક્ષનો પુત્ર સલમાન ખાન (28) પડોશના ગામ માણકપુર નરોલીમાં મેડિકલ સ્ટોર ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતો હતો.શુક્રવારે રાત્રે તે તેની પત્ની મેહરાજ (24) અને ચાર વર્ષના માસૂમ પુત્ર સાથે ઘરના બીજા માળે રૂમમાં સૂતો હતો.બાળકને ઠંડીથી બચાવવા પેટ્રોમેક્સ રૂમમાં જ સળગી ગયો હતો અને રૂમને અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો.

હંમેશાની જેમ શનિવારે સવારે 10 વાગ્યા સુધી સલમાન ન જાગ્યો ત્યારે પિતાએ ઉપરના માળે જઈને ફોન કર્યો.કોઈ જવાબ ન મળતાં તેણે દરવાજો ખખડાવ્યો. પરંતુ કોઈ જવાબ ન મળતાં પરિવારજનોને બોલાવીને દરવાજો તોડી નાખ્યો હતો. રૂમનો નજારો જોઈને બધાએ ચીસો પાડી.

બધા બેડ પર બેભાન અવસ્થામાં પડયા હતા.જેમાં સલમાન અને મેહરાજનું મોત થયું હતું.જ્યારે માસૂમ શ્વાસ લેતો હતો.જેના કારણે પરિવાર માસૂમને ચંદૌસીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો.જ્યાં હાલત સુધારા પર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

હવે આવી રીતે બનશે પણ સ્વચ્છતામાં સુરત નંબર વન ! લેવાયા બે મહત્વપૂર્ણ નિર્ણયો !

0

Now it will happen in this way but Surat number one in cleanliness

  • સુરત શહેરમાં કચરો ફેંકનાર પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. આ વાત પરથી તમે કહેશો આવું તો વિદેશમાં જ શક્ય બને પરંતુ હવે આ હકીકતમાં બનવા જઈ રહ્યું છે. બીજી બાજુ સુરત પોલીસ કમિશનરે આજે એક મહત્વનું જાહેરનામું બહાર પાડયું છે.

શહેરમાં હવે જાહેરમાં કચરો ફેંકશો (Throw away the garbage) તો ભારે દંડ ચૂકવવા તૈયાર રહેવું પડશે. જી હા. તમે સાચું સાંભળી રહ્યા છો. શહેરમાં કચરો ફેંકનાર પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. આ વાત પરથી તમે કહેશો આવું તો વિદેશમાં (Abroad) જ શક્ય બને પરંતુ હવે આ હકીકતમાં બનવા જઈ રહ્યું છે. બીજી બાજુ સુરત પોલીસ કમિશનરે (Commissioner of Police) આજે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત શહેરમાં હવે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે.

સુરતમાં કચરો ફેંકશો તો ચૂકવવો પડશે ભારે દંડ :

સુરત શહેરમાં હવે કચરો ફેંકનારને કેમેરામાં ઝડપી ભારે ભરખમ દંડ ફટકારવામાં આવશે. પાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં 2500 કેમેરાથી નજર રાખવામાં આવશે. શહેરને ઉકરડો બનાવનારા લોકો પર તંત્રની ગાજ વરસી છે. સ્લમ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે નવો રોડ મેપ તૈયાર કરાયો છે.

સ્લમ સહિતના વિસ્તારોમાં સફાઈમાં બેદરકારી પણ થતી હોઇ પાલિકા કમિશનરે તમામ ઝોનલ ઓફિસરો, એક્ઝિક્યુટીવને પણ આવા સ્થાનો પર દોડતાં કરી દીધાં છે. મહત્ત્વની બાબત એ છે કે શહેરને ગંદુ કરનારા સામે પાલિકાએ લાલ આંખ કરી છે અને દંડનિય કાર્યવાહી તેજ બનાવી છે. છેલ્લા બે જ દિવસમાં કુલ 2954ને ઝડપી પાડી રૂપિયા 2.94 લાખ દંડ વસૂલાયો છે. શહેરને ગંદુ કરનારા સામે 50થી 5 હજાર સુધીનો દંડ વસૂલાઇ રહ્યો છે.

સી એન્ડ ડી વેસ્ટ માટે 5 હજાર દંડ લેવામાં આવે છે. તમામ ઝોનમાં એન્ફોર્સમેન્ટ માટે સ્ક્વોડ બનાવાઈ છે તેમજ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતેના 2500 કેમેરા થી કચરો ફેંકનારાઓના વીડિયો, ફોટોને ઝોનમાં મોકલી કચરું ફેંકનારાને શોધી દંડ વસૂલવાની કડક શરૂઆત કરાઈ છે. કેમેરા ની પણ મદદ લેવાઇ રહી હોય કચરું ફેંકનારા વધુ પડકાશે.

પોલીસ કમિશનરનું જાહેરનામું :

સુરત પોલીસ કમિશનરે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત શહેરમાં હવે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ છે. પશુઓને ઘાસચારો નાખવા અને રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. તારીખ 17 -12-2022 થી 14 -2-2023 સુધી જાહેરનામું બહાર પાડયું છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે મોટી કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો :-