Home Blog Page 1208

યુટ્યુબ પર પૈસા કમાઈ લાખો કમાઈને ચૂકવ્યું દેવું, તમે પણ જાણો કઈ રીતે થઈ શકે અધધધ..કમાણી ?

Earning money on YouTube

  • આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કમાણીની વિવિધ રીતો પણ જોવા મળી રહી છે. એ જ રીતે બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું.

આજકાલ સોશિયલ મીડિયાના (Social media) જમાનામાં કમાણીની વિવિધ રીતો પણ જોવા મળી રહી છે. એ જ રીતે બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું. ત્યારબાદ YouTube પર તેણે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.

સોશિયલ મીડિયાનું આજે ખૂબ જ ચલણ છે. એવામાં YouTubeને એક વ્યવસાયના રૂપમાં અપનાવીને લોકો સારી કમાણી કરી રહ્યા છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર એક શખ્સે YouTube માંથી કમાણી કરીને 40 લાખ રૂપિયાનું દેવું ચૂકવ્યૂ. બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું.

અર્જુને પરિવાર પરના બોજને ઓછો કરવા માટે પહેલા નોકરી કરી. પરંતુ તેને YouTube વીડિયોઝ બનાવવામાં વધુ રૂચિ આવવા લાગી. તેણે સતત વીડિયોઝ બનાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમાંથી આવક થવા લાગી તો તેણે આ કામને ફૂલ ટાઈમ કરવા માંડ્યું. તેણે આ રીતે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.

અર્જુનની જેમ તમે પણ YouTube વીડિયોઝ બનાવીને કમાણી કરી શકો છો. આ માટે તમારે યૂનિક કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે. તમે તમારા શોખ અને ઈન્ટરનેટના ટ્રેન્ડ અનુસાર વીડિયોઝ બનાવી શકો છો. ચેનલ શરૂ કર્યા બાદ તમારે તેના રિવ્યૂને ધ્યાનમાં રાખીને આગળ વઘવાનું રહેશે. આ સાથે તમારે વીડિયોને મોનેટાઈઝ કરવા માટે બનાવવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાખવા પડશે.

જ્યારે તમે YouTube વીડિયોઝ જુઓ છો ત્યારે તેની વચ્ચે જે એડ આવે છે તેનાથી ક્રિએટર્સને પૈસા મળે છે. જ્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે તો તમને પણ પૈસા મળશે. એમાં કેટલાક નિયમો હોય છે. તેનું પાલન જો તમારી YouTube ચેનલ પર થાય તો પૈસા મળે છે. તમારા ચેનલ પર આવતા વ્યૂઝ અનુસાર તમને પૈસા આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

હોટલમાં રોકાયું હતું કપલ, અચાનક પડદા પર પડી પત્નીની નજર, જોતા બેભાન જેવી થઈ

The couple was staying in the hotel

  • એમપીના ઈન્દોરની હોટલમાં એક કપલને કડવો અનુભવ થયો હતો જે કોઈની પણ સાથે બની શકે છે માટે સાવધાન રહેજો.

કોલકાતાથી (Kolkata) એક દંપતી ઈન્દોર (Indore) પહોંચ્યું હતું અને એક હોટલમાં રોકાયું હતું. પતિ થોડા સમય માટે કોઈ કામ માટે બહાર ગયો હતો અને મહિલા રૂમમાં તૈયાર થઈ રહી હતી. આ દરમિયાન તેની નજર પડદા પર પડી ગઈ. તેણે જોયું કે પડદા પાછળથી ત્રણ યુવકો તેને જોઈ રહ્યા હતા. આ જોઈને તેના હોશ ઉડી ગયા હતા.

પડદા પાછળથી તૈયાર થતી મહિલાને જોઈ રહ્યા યુવાનો :

આ શરમજનક ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરની એક હોટલમાં બની હતી. અહીં કોલકાતામાં રહેતા એક કપલ એક રૂમમાં રોકાયા હતા. મહિલા રૂમમાં તૈયાર થઈ રહી હતી. પછી તેની નજર પડદા પર પડી અને તે બેભાન થવા જેવી થઈ ગઈ હતી. તેણે જોયું તો પડદા પાછળ ત્રણ યુવકો ઊભા હતા. ઉલ્લેખનીય છે કે ઈન્દોરના ભવર કુઆન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોલારિસ હોટલ છે. એક પતિ-પત્ની કોલકાતાથી આવ્યા હતા અને અહીં રોકાયા હતા. પતિ કોઈ કામ માટે નીચે ગયો હતો અને મહિલા તેના રૂમમાં તૈયાર થઈ રહી હતી.

આ દરમિયાન હાઉસકીપિંગ સ્ટાફના ત્રણ યુવકો પડદા પાછળથી ડોકિયું કરવા લાગ્યા હતા. જેવી જ મહિલાની નજર યુવકો પર પડી કે તરત જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્રણેય યુવકો તેને તૈયાર થતા જોઈ રહ્યા હતા.

સીસીટીવીમાં કેદ થયું કૃત્ય  :

યુવકોની આ ધૃણાસ્પદ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાની ફરિયાદ પરથી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને તેમાં ત્રણેય યુવકો જોવા મળ્યા હતા. ઘટના અંગે મહિલાએ ભંવરકુઆન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવરકુઆનના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) શશીકાંત ચૌરસિયાએ જણાવ્યું હતું કે પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો :-

નોટબંધીને લઈને મોટા સમાચાર : સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કહ્યું કે તમારો નિર્ણય….

0

Big news regarding demonetisation

  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. તેથી તે અધિસૂચના રદ કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો. સુપ્રીમ કોર્ટે 2016માં રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે.

અમદાવાદના શાહપુરમાં મકાનમાં મોતની આગ : એક સાથે ત્રણ લોકોની જિંદગી હોમાઈ, કારણ અકબંધ 

0

Deadly house fire in Ahmedabad’s

  • સવારે 4:30 વાગ્યે અચાનક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી અને પતિ-પત્ની અને બાળક જીવતા જ હોમાઈ ગયા.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના મોત થતાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આજે સવારે 4:30 વાગ્યે અચાનક રહેણાંક મકાનમાં (Residential building) અચાનક આગ લાગી હતી.

જોકે હજી સુધી આગ લગવાનું કારણ અકબંધ છે. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહોને (dead bodies) પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે 4:30 વાગ્યે ન્યૂ એચ કોલોનીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. જેમાં ઘરમાં રહેલા પતિ-પત્ની અને બાળકનું મોત થયું છે. ઘટનાને લઈ હાલ આ વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

એક જ પરિવારના ત્રણ લોકોના મોત :

શાહપુર વિસ્તારમાં આવેલા ન્યૂ એચ કોલોનીમાં આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જોકે વિગતો મુજબ એક જ પરિવારના ત્રણ લોકો એટલે કે પતિ-પત્ની અને બાળક આગની ઘટનામાં જીવતા હોમાઈ જતાં ચકચાર મચી ગઈ છે.

આગ લાગવાનું કારણ અકબંધ :

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા ન્યૂ એચ કોલોનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જોકે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું.

આ પણ વાંચો :-

 કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી, પંચમહોત્સવમાં એવું તો શું થયું કે પોલીસ પહોંચી

0

Chairs jumped in Kinjal Dave’s program

  • એક તરફ કિંજલ દવે ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ગેલમાં આવેલા દર્શકોએ ખુરશીને  નુકશાન કર્યું હતું.

પાવાગઢ (Pavagadh) ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ડખો થયો હોવાનું સામે આવ્યું છે. કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઊછળી હોવાનું અને તોડફોડ થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે કિંજલ દવેના ગીતોથી ઉત્સાહમાં આવેલા પ્રેક્ષકોએ ખુરશીઓ ઉછાળ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી.

શું બન્યુ હતું :

હાલ પાવાગઢના ખાતે પંચમહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં અનેક ગાયકોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે ગત રોજ કિંજલ દવેનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ કિંજલ દવેના કાર્યક્રમમાં તોડફોડની ઘટના બની હતી. એક તરફ કિંજલ દવે ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા.

ત્યારે બીજી તરફ ગેલમાં આવેલા દર્શકોએ ખુરશીનું તોડફોડ કર્યુ હતું. દર્શકોએ ખુરશીઓ ઉછાળી હતી. જેના બાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

શું છે પંચમહોત્સવ :

પંચમહાલ જિલ્લાની ઐતિહાસિક ધરોહર જેમાં જુના અને જાણીતા પંચમહાલના વારસાને દુનિયાના લોકો નિહાળી અને માણી શકે તેમજ પંચમહાલ જિલ્લાના સ્થાનિક લોકોનો વિકાસ થાય તે હેતુથી દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા પંચમહોત્સવ નું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે પંચમહોત્સવનું આયોજન થઈ શક્યું ન હતું.

પરંતુ આ વર્ષે 25 ડિસેમ્બર 2022 થી 31 ડિસેમ્બર 2022 સુધી સાત દિવસો માટે પંચ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા \”વર્લ્ડ હેરિટેજ સાઈટ\” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુથી વર્ષ 2015 થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન વડા તળાવ ખાતે કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

ઘરમાં લગાવતાં જ અસર બતાવશે આ છોડ, ચૂંબકની માફક ખેંચશે ધન

This plant will show effect as soon

  • સ્પાઈડર પ્લાન્ટને લઈને વાસ્તુ જાણકારોનું કહેવું છે કે જો તેને ઘરમાં યોગ્ય જગ્યા અને યોગ્ય દીશામાં રાખવામાં આવે તો આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આવો જાણીએ તેના ફાયદા અને દિશા વિશે કેટલીક વાતો..

મોટાભાગે ઘરોમાં તમે સ્પાઈડર પ્લાન્ટ (Spider plant) લાગેલા જોયા હશે. પરંતુ ઘણીવાર પુરી જાણકારી ન હોવાથી છોડનું યોગ્ય ફળ મેળવી શકતા નથી. વાસ્તુમાં તેને મની પ્લાન્ટ (Money plant) કરતાં પણ વધુ અસરદાર છોડ કહેવામાં આવ્યા છે. સ્પાઈડર પ્લાન્ટને લઈને વાસ્તુ જાણકારોનું કહેવું છે કે જો તેને ઘરમાં યોગ્ય જગ્યા અને યોગ્ય દીશામાં રાખવામાં આવે તો આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આવો જાણીએ તેના ફાયદા અને દિશા વિશે કેટલીક વાતો…

આ દિશામાં લાગાવો સ્પાઈડર પ્લાન્ટ :

વાસ્તુ શાસ્ત્રના અનુસાર કોઈપણ વસ્તુ સકારાત્મક પરિણામ ત્યારે આપે છે. જ્યારે તે યોગ્ય દિશા અને યોગ્ય જગ્યા પર રાખવામાં આવે. વાસ્તુ જાણકારોના અનુસાર વાસ્તુ પ્લાન્ટને ઘરની ઉત્તર, પૂર્વ, ઉત્તર-પૂર્વ, ઉત્તર પશ્વિમ દિશામાં રાખવાનું શુભ ફળદાયી હોય છે. જો તેને તમારી ઓફિસ અથવા કાર્યાલયમાં રાખો છો, તો તે પોતાના ટેબલ પર રાખવું જોઈએ.

અહીં લગાવો સ્પાઈડર પ્લાન્ટ :

વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા અને નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે સ્પાઈડર પ્લાન્ટને યોગ્ય દીશામાં રાખવા ખૂબ જરૂરી છે. તેને ઘરના લિવિંગ રૂમ, કિચન, બાકની અને સ્ટડી રૂમમાં લગાવી શકાય છે.

આ વાતોનું રાખો ધ્યાન :

જો તમે પણ ઘરે સ્પાઈડર પ્લાન્ટ લગાવ્યા છે, તો આ વાતનું ધ્યાન રાખો કે તે ભૂલથી સુકાવવા ન દો. તેને સુકાતા તેને તાત્કાલિક ઘરમાંથી હટાવી દો અને તેના સ્થાન પર નવા છોડ લગાવો. ઘરની દક્ષિણ દિશા અને પશ્વિમ દિશામાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવા અશુભ ફળદાયી થાય છે. એટલા માટે ઉચિત દિશામાં લગાવીને જ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

સ્પાઈડર પ્લાન્ટના ફાયદા :

વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવાથી ઘરમાં તણાવનું હોર્મોન ઓછું થઇ જાય છે. તેનાથી વ્યક્તિ તણાવ અને ડિપ્રેશનથી દૂર રહે છે. એટલું જ નહી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તેને યોગ્ય જગ્યાએ રાખવાથી વ્યક્તિને મોટીમાં મોટી વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે.

આ પણ વાંચો :-

પૈસા વસૂલ ઓફર ! રૂ. 9499 માં ખરીદો 44 હજારનો Pixel 6a, નવા વર્ષમાં 5G થઈ જશે સ્માર્ટફોન

Money recovery offer! Rs. Buy Pixel 6a

  • જો તમે પણ એક શાનદાર સ્માર્ટફોન શોધી રહ્યાં છો તો ગૂગલ પિક્સલ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 44 હજારની કિંમતના આ 5જી સ્માર્ટફોનને તમે ઓફરમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

2022 પૂર્ણ થવામાં કલાકોનો સમય બાકી છે અને જો તમે તમારા પરિવાર કે પ્રિયજનો માટે સ્માર્ટફોન (smartphone) ખરીદવા ઈચ્છો છો તો આજે અમે તમને એક દમદાર ઓફરની માહિતી આપી રહ્યાં છીએ. ખાસ કરીને જો તમે એક મિડ રેન્જ ફોન શોધી રહ્યાં છો તો Pixel 6A એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 44 હજારની કિંમતવાળો સ્માર્ટફોન તમે 10 હજારની અંદર ખરીદી શકો છો.

પરંતુ આટલી ઓછી કિંમતમાં ફોન ખરીદવા માટે તમારે મળી રહેલી ઓફર્સનો લાભ ઉઠાવવો પડશે. હાલમાં ગૂગલે જાહેરાત કરી છે કે 2023ના પહેલા ક્વાર્ટરમાં તે પોતાના પિક્સેલ ફોન માટે 5જી સપોર્ટ રોલઆઉટ કરશે અને લિસ્ટમાં Pixel 6A નું નામ પણ છે. ખરીદવાનો પ્લાન છે તો આગળ વાંચો…

10 હજારથી ઓછી કિંમતમાં 44 હજારનો Pixel 6A :

હકીકતમાં 43999 રૂપિયાની એમઆરપીવાળો Google Pixel 6A (6GB+128GB) આ સમયે 14 હજારની છૂટની સાથે 29999 રૂપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ છે. જો તમારી પાસે બેન્ક ઓફ બરોડાનું કાર્ડ છે તો આ ફોન પર 2000 રૂપિયાની છૂટ મેળવી શકો છો અને તમારી પાસે ફેડરલ બેન્કનું કાર્ડ છે તો તમે તત્કાલ 3000 ની છૂટ મેળવી શકો છો. બેન્ક ઓફર લાગૂ કર્યા બાદ ફોનની કિંમત ઘટીને 26999 રૂપિયા થઈ જશે.

ફ્લિપકાર્ડ ફોન પર 17500 રૂપિયા સુધીના એક્સચેન્ડ બોનસની રજૂઆત કરી રહ્યું છે. પરંતુ એક્સચેન્જ બોનસની રકમ સંપૂર્ણ રીતે તમારા જૂના ફોનની કંડીશન, બ્રાન્ડ અને મોડલ પર નિર્ભર છે. માની લો કે તમે પૂરા એક્સચેન્જ બોનસનો લાભ ઉઠાવવામાં સફળ થાવ છો તો ફોનની કિંમત માત્ર 9499 રૂપિયા (29999 – 3000- 17500) રહી જશે. છે કે કમાલની ડીલ? એટલે કે ઓફર પૂરી થઈ જાય તે પહેલા તમે લાભ ઉઠાવી શકો છો.

Google Pixel 6A ની ખાસિયત :

Google Pixel 6A ફુલ-એચડી પ્લસ રિઝોલ્યૂશનની સાથે 6.1 ઇંચની OLED ડિસ્પ્લેની સાથે આવે છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે આવે છે. આ સ્માર્ટફોન એક ઓક્ટા-કોર ગૂગલ ટેન્સર ચિપસેટ પર કામ કરે છે. જેને ટાઈટન M2 સિક્યોરિટી કોપ્રોસેસરની સાથે 6GB LPDDR5 રેમ અને 128જીબી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે.

ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં 12.2 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર અને 12 મેગાપિક્સલના સેકેન્ડરી લેન્સની સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ફ્રંટમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈ-ફાઈ 6E અને બ્લૂટૂથ V5.2 સપોર્ટ સામેલ છે. સ્માર્ટફોનમાં ચાર્જિંગ માટે યૂએસબી ટાઈપ-સી પોર્ટ પણ છે. ફોનને પાવર આપવા માટે 4410 એમએએચની બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

02 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : વર્ષના પહેલાં દિવસે આ પાંચ રાશિ પર મહાદેવની થશે અતિપ્રસન્ન

0

02 January 2023, Today’s Zodiac

મેષઃ
મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમિયાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઈમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ
આવક અને ખર્ચ બંનેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારું ફળ મળતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સા‌બિત થતા જણાય. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પ‌રિવારના સભ્યો સાથે શાં‌તિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ
‌દિવસ દર‌મિયાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઈ-બહેનની ‌વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભ‍વે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ
આત્મબળ મજબૂત બને. માન-સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો ‌દિવસ. સરકારી કામકાજમાં સળતા. અનાજ ક‌રિયાણાના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ
નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્સ કન્સલટન્ટ, એકાઉન્ટ્સ, હોટલના ક્ષેત્રે ‌વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગ‌તિથી આનંદ થાય. સ્વાર્થવૃ‌ત્તિ વધે. પ્ર‌તિષ્ઠા-યશ ઘટે.

તુલાઃ
મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય. એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે ‌વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં ‌દિવસ શાં‌તિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં ‌વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
આવકનું પ્રમાણ જળવાય. પ‌રિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ‌ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કે‌મિકલ, ‌બિ‌લ્ડિંગ મ‌ટિ‌રિયલના ધંધાર્થીઓ માટે શુભ ‌દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ
નાણાંકીય બાબતોમાં સાનુકૂળતા રહે. પ‌રિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની ત‌બિયતની કાળજી રાખવી. આદ્યા‌ત્મિક બાબતોમાં રૂ‌ચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારું રહે.

મકરઃ
વકની દૃ‌ષ્ટિએ સારો ‌દિવસ છે. પ‌રિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ ‌મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારું છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહે. પ‌ત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ
માન‌સિક રીતે મજબૂતાઈ જણાય. વાંચવાનો શોખ વધશે. આક‌સ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સા‌હિત્ય, સંશોધન, ફાઈનાન્સના કામમાં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ
સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો :-

01 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : વર્ષના છેલ્લાં દિવસે આ 6 રાશિના જાતકોને માં ખોડલની અસીમ કૃપાથી તમામ દુ:ખો થશે દુર

01 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુન
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

સિંહ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.

કન્યા
વાહન દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક
મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન
દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતા જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકર
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે રંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહનસુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરીયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. ‌િપતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

બ્રેકઅપ બાદ તુનિશા સતત શીજાનને મેસેજ કરતી રહી પણ…: સુસાઈડ કેસમાં પોલીસનો નવો ખુલાસો

After the breakup, Tunisha

  • પોલીસે તુનિષા શર્માની મોત મામલે આશરે બે ડઝન લોકોના નિવેદન નોંધ્યાં છે. તુનિષા 24 ડિસેમ્બરે પોતાના ચાલી રહેલા ટીવી શો અલીબાબા-દાસ્તાન-એ-કાબુલના સેટ પર મૃત મળી હતી.

મહારાષ્ટ્ર (Maharashtra) પોલીસે દાવો કર્યો છે કે પોતાની સહ-અભિનેત્રી તુનિષા શર્માની મોત મામલે કથિત રીતે આરોપી અભિનેતા શીજાન ખાને (Actor Shijan Khan) પોલીસ કસ્ટડી દરમ્યાન કથિત બીજી પ્રેમિકાની સાથે પોતાની વોટસએપ ચેટને ડિલીટ કરી દીધી.

કોર્ટે શીજાનના 5 દિવસની રિમાન્ડની માંગ કરીને પોલીસ દ્વારા પ્રસ્તુત અરજીમાં અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે શીજાન ખાનનો તુનિષા શર્મા સિવાય કોઈ અન્ય યુવતી સાથે પણ સંબંધ હતો અને તેને કસ્ટડીમાં લીધા બાદ પોતાના મોબાઈલમાંથી ઘણી ચેટ ડિલીટ કરી દીધી.

બ્રેકઅપ બાદ આરોપી શીજાન તુનિષા સાથે વાત નહોતો કરતો  :

પોલીસે જણાવ્યું કે મળેલ અમુક ચેટ મુજબ આરોપી ઘણી અન્ય યુવતીઓ સાથે પણ વાતચીત કરતો હતો. આરોપીના મોબાઈલ પર તપાસ દરમ્યાન ઘણી મહત્વની ચેટ મળી છે. જેમાં ખુલાસો થયો છે કે બ્રેકઅપ બાદ આરોપીએ તુનિષાથી અંતર બનાવવાનું શરૂ કર્યુ હતું.

તુનિષા તેને વારંવાર મેસેજ કરતી હતી. પરંતુ શીજાન તેને જવાબ પણ આપતો નહોતો. તુનિષાની માંએે તેના રેકોર્ડેડ નિવેદનમાં કહ્યું છે કે શીજાને 24 ડિસેમ્બરે સીરીયલના સેટ પર તુનિષાને લાફો માર્યો હતો. જો કે આ વાતની પુષ્ટિ હજી થવાની બાકી છે.

આ પણ વાંચો :-